લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટેની ૫ આદતો || 5 tips to Stay Healthy Longer

લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટેની ૫ આદતો || 5 Habits to Stay Healthy Longer

હરકોઈ વ્યક્તિ લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માંગતા હોય છે, પરંતુ કઈ રીતે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકાય તે માટેની પુરતી માહિતી હોતી નથી. તો આજે વાંચક મિત્રોને લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટેની થોડી ટીપ્સ બતાવી રહ્યો છું, જે તમને સ્વસ્થ રહેવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

Everyone wants to stay healthy for a long time, but there is not enough information on how to stay healthy for a long time. So today I am showing some tips to stay healthy for a long time, which will prove very useful for you to stay healthy.

લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટેની ૫ ટીપ્સ || 5 Tips to Stay Healthy Longer


(1) દરરોજ સવારે નાસ્તો કરો.

આજે ભાગદોડ ભરી જીંદગીમાં લોકો સવારનો નાસ્તો કરવાનું ભુલી જતા હોય છે. ક્યારેક કામ પર જવાની ઉતાવળથી લોકો નાસ્તો કરતા નથી. સવારનો નાસ્તો સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. દરરોજ સવારે નાસ્તો કરવાથી શરીર ઉર્જાથી ભરપુર રહે છે. સવારે નાસ્તો કરવાથી કામ કરવામાં સ્ફુર્તિ રહે છે.આજે લોકો રાત્રે લોકો મોડે સુધી જાગતા હોય છે, આથી લોકો સવારે પણ મોડા જાગતા હોય છે. આ મોડી રાત્રે ઊંઘવાનું અને સવારે મોડા ઉઠવાનું સ્વાસ્થ્ય માટે ખુબ જ ખરાબ બાબત છે. સારા સ્વાસ્થ્ય માટે સવારમાં નાસ્તો જરૂર કરો.

(1) Eat breakfast every morning.

In today's busy life, people forget to have breakfast. Sometimes people don't eat breakfast because they are in a hurry to go to work. Breakfast is very important for good health. Having breakfast every morning keeps the body full of energy. Having breakfast in the morning keeps you motivated to work. Today people stay up late at night, so people wake up late in the morning too. Sleeping late at night and waking up late in the morning is very bad for health. Breakfast only for good health. 

(2) કસરત કરો.

આજે કામની દોડાદોડ વચ્ચે કસરત કરવાનો લોકો પાસે સમય જ નથી રહેતો. કસરત ના કરવાથી આજે લોકોના શરીર મેદસ્વી બન્યા છે. કસરત શરીરના બાહ્ય તથા આંતરિક અંગોને માલીશ પુરુ પાડે છે. કસરત શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે. સવારમાં જો કસરત કરવામાં આવે તો શરીરને ખુબ જ ફાયદો થાય છે. સાંજનાં સમયે જો સમય હોય તો ચાલવા જવું પણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. સારા સ્વાસ્થ્ય માટે સવારમાં કસરત કરવી ખુબ જ જરૂરી છે.

(2) Exercise.

Today people don't have time to exercise amidst the rush of work. Today people's bodies have become obese due to lack of exercise. Exercise provides massage to the external and internal organs of the body. Exercise helps keep the body active. If exercise is done in the morning, the body benefits a lot. Going for a walk in the evening if there is time is also very beneficial for the body. Exercising in the morning is very important for good health.

(3) ખુબ જ પાણી પીવો.

સારા સ્વાસ્થ્ય માટે ખુબ પાણી પીવું જરૂરી છે. પાણી એ શરીરમાં જામેલા કે શરીરમાં રહેલો કચરો દૂર કરવાનું કામ કરે છે. પાણી પરસેવા સ્વરુપે કે મુત્રમાં શરીરમાં રહેલા કચરો દૂર કરે છે. પાણી શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. સારા સ્વાસ્થ્ય માટે પાણી શક્ય તેટલું વધારે પીવું જોઈએ.

(3) Drink lots of water.

Drinking plenty of water is essential for good health. Water works to remove the accumulated wastes from the body. Water removes waste from the body in the form of sweat or urine. Water is very useful for maintaining body temperature. Water should be consumed as much as possible for good health.

(4) તંદુરસ્ત આહાર લો.

સારા સ્વાસ્થ્ય માટે તંદુરસ્ત આહાર ખુબ જ જરૂરી છે. આપણે ઋતું પ્રમાણે આહાર લેવો જોઈએે. કામ પ્રમાણે આહાર લેવો જોઈએે. શક્ય હોય ત્યાં સુધી ઘરે બનાવેલો તંદુરસ્ત આહાર લેવો. આહારમાં લીલા શાકભાજી, ફળોનો ઉપયોગ કરો.

(4) Eat a healthy diet.

A healthy diet is very important for good health. We should eat according to the season. Diet should be taken according to work. Eat a healthy home-cooked diet as much as possible. Use green vegetables, fruits in diet.

(5) પુરતી ઉંઘ લો.

આજે ભાગદોડ ભરી જીંદગીમાં શરીરને આરામ આપવા માટે પુરતી ઉંઘ લેવી ખુબ જરૂરી છે. શરીરને પણ આરામની જરૂર હોય છે. પુરતી ઉંઘ લેવાથી શરીરમાં સ્ફુર્તિ રહે છે. જો તમે શરીરને જરૂરી એટલી ઉંઘ નથી લેતા તો સ્વાસ્થ્ય માટે ખુબ જોખમી બાબત છે. જરૂર કરતાં વધારે ઉંઘ પણ શરીરમાં મેદસ્વિતાનો વધારો કરે છે.

(5) Get enough sleep.

In today's busy life, it is very important to get enough sleep to rest the body. The body also needs rest. Getting enough sleep keeps the body energized. If you don't get enough sleep, it is very dangerous for your health. More sleep than required also increases obesity in the body.

(6) તણાવમાં ન રહો.

તણાવ એ શરીરમાં વિવિધ પ્રકારના માનસિક રોગોને આમંત્રણ આપે છે. માનસિક રોગો અંતે તો સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો કરે છે. મગજ જેટલું શાંત અને પ્રફુલ્લિત હશે તેટલું જ સ્વાસ્થ્ય સારું રહેશે. તણાવ દૂર કરવા માટે પોતાને ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી તણાવ દૂર કરી શકાય.

આ ઉપરાંત પણ ઘણી બાબતો સ્વાસ્થ્ય પર અસરો કરે છે, જેમ કે શરીરની તાસીર, વાતાવરણમાં આવતા ફેરફાર, રોગચાળો, કામનો પ્રકાર, સવારમાં જાગવાનો સમય વગેરે.

સ્વસ્થ રહો, મસ્ત રહો.

(6) Don't stress.

Stress invites various types of mental diseases in the body. Mental illnesses ultimately have negative effects on health. The calmer and more cheerful the mind, the better the health. One should do activities that one likes to relieve stress, so that stress can be relieved.

Apart from this, many things affect health, such as body composition, changes in climate, epidemics, type of work, time of waking up in the morning, etc.

Stay healthy, stay cool.

FAQs:

પાણી વધુ શા માટે પીવું જોઈએ?

સારા સ્વાસ્થ્ય માટે ખુબ પાણી પીવું જરૂરી છે. પાણી એ શરીરમાં જામેલા કે શરીરમાં રહેલો કચરો દૂર કરવાનું કામ કરે છે. પાણી પરસેવા સ્વરુપે કે મુત્રમાં શરીરમાં રહેલા કચરો દૂર કરે છે. પાણી શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. સારા સ્વાસ્થ્ય માટે પાણી શક્ય તેટલું વધારે પીવું જોઈએ.

Why should drink more water?

Drinking plenty of water is essential for good health. Water works to remove the accumulated wastes from the body. Water removes waste from the body in the form of sweat or urine. Water is very useful for maintaining body temperature. Water should be consumed as much as possible for good health.

Post a Comment

0 Comments