આઝાદી કા અમૃત મહોત્સવ 2022 || azadi ka amrit mahotsav 2022 || આઝાદી કા અમૃત મહોત્સવ વિશે સંપૂર્ણ માહિતી || complete information about azadi ka amrit mahotsav || આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ || an essay about azadi ka amrit mahotsav in gujarati
"આઝાદી કા અમૃત મહોત્સવ" આજે પુરા ભારતમાં ઉજવાય રહ્યો છે. ભારતની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે "આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવાય રહ્યો છે. આ "આઝાદી કા અમૃત મહોત્સવ" વિશે લોકોને માહિતી મળી રહે તે માટે આ પોસ્ટ લખી રહ્યો છું. શક્ય તેટલી તમામ કાળજી રાખીને આ પોસ્ટ લખી રહ્યો છું. જો કોઈ ભુલ હોય તો કોમેન્ટમાં અવશ્ય લખજો, જેથી ભૂલ સુધારી શકાય. આ "આઝાદી કા અમૃત મહોત્સવ" વિશેની પોસ્ટ તમને નિબંધ લખવામાં ખુબ જ ઉપયોગી થશે.
"આઝાદી કા અમૃત મહોત્સવ 2022" || azadi ka amrit mahotsav
ભારતે આઝાદી મેળવી તેના ૭૫ વર્ષ પૂર્ણ થયા તેની યાદગીરી રૂપે "આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવવાનું નક્કી થયું. ભારતે ઘણા વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી ભોગવી હતી. ઘણા વર્ષો સુધી અંગ્રેજોએ ભારત પર રાજ કર્યુ. આ સમયમાં ભારતનું તથા ભારતનાં લોકોનું ખુબ શોષણ થયું. અંગ્રેજો દ્વારા ભારતના લોકો પર ખુબ અત્યાચાર કરવામાં આવતો હતો. ભારતના નવલોહિયા યુવાનોએ દેશને આઝાદ કરવા માટે આઝાદીની લડતમાં શહિદ થયા. આ શહિદોને યાદ કરીને તેમની દેશ પ્રત્યેની ભાવના તથા તેમના કાર્યો લોકો સુધી પહોંચે તે ખુબ જરૂરી છે. આ ભારત આઝાદ થયો તેની ૭૫ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે લોકો ભારતને આઝાદ કરવામાં અગત્યનો ફાળો આપનાર દેશભક્તો તથા શહિદો વિશે જાણે તે માટે "આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.
ભારતને આઝાદી અપાવવા માટે શહિદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, વિર સાવરકર, બિપીનચંદ્ર પાલ, લાલા લજપતરાય, બાલ ગંગાધર ટીળક, રાણી લક્ષ્મીબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે વિશે લોકો જાણે તે ખૂબ જ જરૂરી છે. આજે આપણે જે આઝાદીથી જીવી રહ્યા છે તેની પાછળ આ મહાન ક્રાંતિવીરોનો મોટો ફાળો છે. આ મહાપુરુષોના કારણે ભારતને આઝાદી મળી છે. આ આઝાદીનું રક્ષણ કરવું તથા આ ક્રાંતિકારીઓ વિશે માહિતી આપણી પાસે હોય તે ખુબ જરૂરી છે.
ભારતને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદી મળી. અંગ્રેજોના અત્યાચારોમાંથી મુક્તિ મળી. આ મુક્તિ પાછળ અનેક ક્રાંતિકારીઓ તથા મહાપુરુષોનો હાથ રહેલો છે. આપણને મળેલી આઝાદીનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે.
"આઝાદી કા અમૃત મહોત્સવ"નો ઉદેશ્ય:
"આઝાદી કા અમૃત મહોત્સવ"નો ઉદેશ્ય પુરા ભારત દેશને દેશભક્તિના રંગથી રંગવાનો છે. " આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ભારતની આઝાદીમા ફાળો આપનાર મહાન વ્યક્તિઓ તથા શહિદોની ગાથા લોકો સુધી પહોંચાડવાનો ઉદેશ્ય છે. "આઝાદી કા અમૃત મહોત્સવ" નો ઉદેશ્ય લોકોને આઝાદીનું મહત્વ સમજાવવું તથા દેશહિત અને દેશ વિકાસમાં ફાળો આપવા લોકોને તૈયાર કરવાનો છે.
"આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી(celebration of azadi ka amrit mahotsav):
"આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણીની શરૂઆત ભારતના યશસ્વી તથા લોકપ્રિય વડા૫ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. " આઝાદી કા અમૃત મહોત્સવ"ની શરૂઆત ૧૨ માર્ચ ૨૦૨૧ ના રોજ કરવામાં આવી હતી. "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણીની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી થઈ હતી. આ " આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી ૭૫ અઠવાડિયા સુધી કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી. આ "આઝાદી કા અમૃત મહોત્સવ" ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે.
"આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણીની શરૂઆત ૧૨ માર્ચે જ કરવા પાછળ પણ એક કારણ જવાબદાર છે. ૧૨,માર્ચ ૧૯૩૦ ના રોજ મહાત્મા ગાંધી દ્વારા મીઠાનાં કાયદાનો ભંગ કરવા માટે દાંડીયાત્રાની શરૂઆત કરી હતી. આ દાંડીયાત્રા એ અન્યાય સામેની લડત હતી. મહાત્મા ગાંધીજીએ ૧૨ માર્ચ ૧૯૩૦ ના રોજ પોતાના સાથીદારો સાથે મીઠાનાં કાયદાના ભંગ માટે પ્રસ્થાન કર્યું હતું. મીઠાનાં કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજી તથા સત્યાગ્રહીઓ ચાલીને દાંડી પહોંચ્યા હતા તથા મીઠાનાં કાયદાનો ભંગ કર્યો હતો. ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે મેંને નમક કા કાનુન તોડ દીયા. ૧૨ માર્ચના રોજ નરેન્દ્ર મોદીએ પ્રતિકાત્મક દાંડીયાત્રા માટે પ્રસ્થાન કરાવી "આઝાદી કા અમૃત મહોત્સવ" ની શરૂઆત કરાવી હતી.
"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત દેશ માટે વિવિધ કાર્યક્રમોની શરુંઆત કરાવી હતી. "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેવી કે શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા, દેશભક્તિના નાટકો, શેરી નાટકો, સમુહ સફાઇ વગેરે.
"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "હર ઘર તિરંગા" કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. "હર ઘર તિરંગા" કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે. દેશના લોકોમાં એક અનોખી લહેર જોવા મળી રહી છે.
"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ભારતનાં વિરસપૂતો મહાત્મા ગાંધી, લાલા લજપતરાય, લોકમાન્ય તીલક, બિપીનચંદ્ર પાલ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, રાજા રામ મોહનરાય, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, વીર સાવરકર, ખુદીરામ બોઝ, સુભાષચંદ્ર બોઝ, ભીખાઈજી કામા વગેરેની ભૂમિકા તથા કાર્યોથી લોકોને પરિચિત કરાવવામાં આવે છે તથા આઝાદીની મહત્વની લડતો જેવી કે અસહકાર ચળવળ (ઈ.સ.૧૯૨૧), દાંડી સત્યાગ્રહ (ઈ.સ.૧૯૩૦), ચંપારણ સત્યાગ્રહ (ઈ.સ.૧૯૧૭), ખેડા સત્યાગ્રહ (ઈ.સ.૧૯૧૮), જલિયાવાલા બાગ હત્યાકાંડ (ઈ.સ.૧૯૧૯) તથા દેશ માટે લડવામાં આવેલા યુધ્ધોથી લોકોને માહિતગાર કરવામાં આવે છે.
આમ, "આઝાદી કા અમૃત મહોત્સવ" પુરા ભારતમાં ખુબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.
FAQs:
આઝાદી કા અમૃત મહોત્સવ શા માટે ઉજવાય રહ્યો છે?
ભારતે આઝાદી મેળવી તેના ૭૫ વર્ષ પૂર્ણ થયા તેની યાદગીરી રૂપે "આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવવાનું નક્કી થયું. " આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ભારતની આઝાદીમા ફાળો આપનાર મહાન વ્યક્તિઓ તથા શહિદોની ગાથા લોકો સુધી પહોંચાડવાનો ઉદેશ્ય છે.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની શરુંઆત કોણે કરાવી?
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીની શરૂઆત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી.
0 Comments