ધાધર || fungle infection

ધાધર || fungle infection || ધાધરના પ્રકાર || ધાધર થવાના કારણો || ધાધરનો ઉપચાર || ધાધર હોય તે દરમિયાન રાખવાની કાળજી

ધાધર એક ફંગલ ઈન્ફેક્શન છે. ધાધર એ ફુગથી થાય છે.આજે વાચકમિત્રોને ધાધર વિશે માહિતી મળી રહે તથા ધાધરના ઉપચાર વિશે માહિતી મળી રહે તે માટે આ પોસ્ટ લખી છે. આ પોસ્ટથી વાચકમિત્રોને ખુબ જ ફાયદો થશે. અંહી શક્ય તેટલી કાળજી રાખીને પોસ્ટ લખી છે. દરેકના શરીરની તાસીર અલગ અલગ હોય છે, તો કોઈપણ ઉપાય અમલમાં મુકતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

ધાધર:


ધાધર એ ફુગથી થતી એક બિમારી છે.ધાધર એ ચેપી રોગ છે. ધાધર એકને થયા બાદ તેના સંપર્કમાં આવનાર લોકોને ઝડપથી થાય છે. ધાધર જ્યારે થાય છે ત્યારે શરીર પર લાલ વર્તુળ ભાગ જેવું થાય છે. આ ભાગમાં તીવ્ર ખંજવાળ આવે છે તો ક્યારેક તે ધાધરવાળા લાલ ભાગમાં બળતરા પણ થાય છે. ધાધરને ફંગલ ઈન્ફેક્શન પણ કહે છે.ધાધરને રીંગ વૉર્મ પણ કહે છે. મેડિકલની ભાષામાં તેને ડર્માટોફાઈટોસીસ કે ટીનીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ધાધર એ ત્વચાને લગતો રોગ છે.સામાન્ય રીતે ધાધર થયેલી વ્યક્તિના સંપર્કમાં કે ધાધર થયેલી વ્યક્તિના કપડાં કે તેની સ્પર્શેલી વસ્તુ વાપરવાથી ધાધર થાય છે. ધાધર થાય ત્યારે તેની ઝડપથી સારવાર કરવામાં ન આવે તો તે શરીર પર ઝડપથી ફેલાઈ જાય છે. ધાધર પર ખંજવાળ આવે છે. ધાધર પર ખંજવાળેલ હાથ શરીરના અન્ય ભાગને સ્પર્શે તો ત્યાં પણ ધાધર થવાની શક્યતા રહે છે. ધાધર પર વારંવાર ખંજવાળવાથી ચામડી પર કાળા ડાઘ પણ પડી જાય છે.

ધાધરના પ્રકાર:

ધાઘર આમ તો બે પ્રકારની છે. એક કાળી ધાધર અને બીજી લાલ ધાધર. કાળી ધાધર ઝડપથી મટતી નથી. લાલ ધાધર સરળતાથી મટી જાય છે.શરીરના જે ભાગ પર ધાધર થાય છે તેના આધારે પણ ધાધરના પ્રકાર છે. જે નીચે પ્રમાણે છે.

(૧) ટીનીયા કેપીટીસ:

ટીનીયા કેપીટીસ નામની ધાધર માથાના ભાગે થાય છે. સામાન્ય રીતે નાના બાળકોમાં આ ધાધર જોવા મળે છે. નાના બાળકોને માથાના ભાગે પરસેવો ખુબ થાય છે, જેથી નાના બાળકોને આ પ્રકારની ધાધર થાય છે.ક્યારેક જો પુરતું ધ્યાન આપવામાં ના આવે તો માથાના વાળ પણ ખરી જાય છે.

(૨) ટીનીયા કુરીસ:

ટીનીયા કુરીસ પ્રકારની ધાધર સામાન્ય રીતે શરીરનાં સાંધામાં,નિતંબના ભાગે થાય છે. સામાન્ય રીતે આ ભાગે પરસેવો વધુ થાય છે તથા આ ભાગની સફાઈની કાળજી રાખવામાં ના આવે તો ટીનીયા કુરીસ નામની ધાધર થાય છે.

(૩) ટીનીયા પેડિસ:

ટીનીયા પેડિસ નામની ધાધર સામાન્ય રીતે પગના ભાગે જોવા મળે છે. ખુલ્લા પગે ગંદકીવાળી જગ્યાએ રખડવાંથી આ પ્રકારની ધાધર થાય છે.

(૪) ટીનીયા બારબે:

આ પ્રકારની ધાધર સામાન્ય રીતે દાઢીના ભાગે કે ગળાના ભાગે થાય છે. સામાન્ય રીતે આ પ્રકારની ધાધર ના થાય તે માટે વાળ કાપવા માટે વપરાતા સાધનોની સફાઇ કરવી જોઈએ.

ધાધરના લક્ષણો:

ધાધરના લક્ષણો નીચે પ્રમાણે છે.

(૧) શરીરના જે ભાગ પર ધાધર થાય છે ત્યાં લાલ થઈ જાય છે.

(૨) શરીરના લાલ થયેલા ભાગ પર સતત ખંજવાળ આવે છે.

(૩) ક્યારેક લાલ થયેલા ભાગ પર બળતરા પણ થાય છે.

(૪) જ્યાં ધાધર થઈ હોય ત્યાં લાલ વર્તુળાકાર ભાગમાં નાના દાણા જેવા ભાગ ઉપસી આવે છે.

ધાધર થવાનાં કારણો:

ધાધર થવાનાં કારણો નીચે પ્રમાણે છે.

(૧) ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. ચોમાસામાં ભીના કપડા પહેરી રાખવાથી પણ ધાધર થાય છે.

(૨) સ્નાન કરવાના સમયે શરીરના અંગોની બરોબર સફાઇ ન કરવામાં આવે તો પણ ધાધર થાય છે.

(૩) ધાધર થયેલી વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ધાધર થાય છે.

(૪) જે વ્યક્તિને ધાધર થયેલી હોય તેવી વ્યક્તિના કપડાં પહેરવાથી કે તેવી વ્યક્તિએ વાપરેલ રૂમાલનો ઉપયોગ કરવાથી પણ ધાધર થાય છે.

(૫) ઉનાળામાં ખુબ જ પરસેવો વળે છે તથા પરસેવો સુકાઇ પણ જાય છે. પરંતુ જો બરોબર સ્નાન કરી શરીરના અંગોની સફાઇ રાખવામાં ન આવે તો પણ ધાધર થાય છે.

(૬) ઘણા પ્રાણીઓમાં પણ ધાધર થાય છે. તો આવા પ્રાણીઓની માવજત કરતી વખતે અથવા અાવા પ્રાણીઓના બચ્ચાં રમાડવાથી પણ ધાધર થાય છે.

ધાધર થઈ હોય ત્યારે રાખવાની કાળજી:

ધાધર થઈ હોય ત્યારે રાખવાની કાળજી નીચે પ્રમાણે છે.

(૧) ધાધર થઈ હોય ત્યારે ડોક્ટરની સલાહ લઈ તરત જ સારવાર લેવી જોઈએ કારણ કે ધાધરને આખા શરીર પર ફેલાતા બહુ સમય લાગતો નથી.

(૨) ધાધર થાય ત્યારે પોતાને વાપરવાનો રૂમાલ, સાબુ તથા કપડાં અલગ રાખવા જોઈએ, જેથી ઘરના અન્ય સભ્યોને ધાધર ના થાય.

(૩) ધાધર થાય ત્યારે વ્યવસ્થિત રીતે સ્નાન કરવું જોઈએ.

(૪) ધાધર થાય ત્યારે ધાધર પર ખંજવાળેલ હાથ શરીરના અન્ય ભાગમાં પર ન અડાડવો જોઈએ. જેથી શરીરના અન્ય ભાગમાં ન ફેલાય.

(૫) ધાધર થાય ત્યારે હાથના નખ કાપેલા રાખવા તથા હાથની વારંવાર સફાઇ કરવી. જેથી ધાધરનો ચેપ ફેલાઈ નહીં.

(૬) ડોક્ટર દ્વારા આપવામાં આવેલી દવાનો કોર્સ પૂર્ણ કરવો.

(૭) ધાધર થાય ત્યારે તીખું, તળેલું કે જંકફૂડ ન ખાવું જોઈએ.

(૮) વધુ પડતા ટાઈટ કપડાં ન પહેરવા. ખુલ્લા કપડાં કે સુતરાઉ કપડા પહેરવા.

ધાધરનો ઉપચાર:

(૧) થોડા ફટકડીના ટુકડા લો. ટુકડાને પીસીને તેનો બારીક ભુકો કરો. બારીક ભુકો કર્યા બાદ તાજું અને રસદાર લીંબુ લો. તાજા લીંબુમાંથી રસ કાઢીને ફટકડીના બારીક ભૂકામાં નાંખો. આમ, લીંબુનાં રસ અને ફટકડીના ભુકાનું મિશ્રણ કરવાથી પેસ્ટ બની જશે. આ રીતે તૈયાર થયેલું મિશ્રણ જે ભાગ પર ધાધર થઈ છે તે ભાગ પર હળવા હાથે મિશ્રણનું માલિશ કરવું. આમ, થોડા દિવસ સુધી નિયમિત રીતે કરવાથી ધાધર મટી જશે.

(૨) લીમડાના પાનને પીસીને તેમાં દહીં નાખી ધાધરવાળા શરીરના ભાગ પર લગાડવાથી ધાધર મટે છે.

(૩) દાડમના ઝાડનાં પાનને પીસીને ધાધરવાળા શરીરના ભાગ પર લગાડવાથી ધાધર મટે છે.

(૪) લીંબુનું પાણી દિવસમાં ૨-૩ વાર પીવાથી પણ ધાધરમાં રાહત થાય છે.

(૫) ગલગોટાના પર્ણને પાણીમાં ઉકાળીને તેનો ધાધર પર લેપ કરવાથી ધાધર દુર થાય છે.

FAQs:

ધાધર શાના કારણે થાય છે?

ધાધર ફુગને કારણે થાય છે.

ધાધરના કેટલા પ્રકાર છે?

ધાધરના ચાર પ્રકાર છે. (૧) ટીનીયા કેપીટીસ (૨) ટીનીયા કુરીસ (૩) ટીનીયા પેડિસ (૪) ટીનીયા બારબે

Post a Comment

0 Comments