ગળો || ગળોના ફાયદા || ગીલોઈ || ગીલોઈના ફાયદા || galo na fayada
ગળો એ વૃક્ષ પર થતો એક વેલો છે. ગળોના આયુર્વેદમાં ઘણા ફાયદા બતાવ્યા છે. ગળો વિશે લોકોને માહિતી મળી રહે તે માટે આ પોસ્ટ લખી છે. આ પોસ્ટ શક્ય તેટલી તમામ કાળજી રાખીને લખી છે, છતાં પણ જો કોઈ ક્ષતિ કે ભુલ રહી ગઈ હોય તો કોમેન્ટ કરજો જેથી ભુલ સુધારી સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય. ગળો વિશેની માહિતી ચોક્કસ તમને ખુબ જ ઉપયોગી સાબિત થશે. જો આ પોસ્ટ ગમી હોય તો ચોક્કસ શેર કરજો, કોમેન્ટ કરજો, જેથી બીજાને મદદરૂપ થઈ શકાય.
ગળો || ગીલોઈ || galo || giloy
ગળો એ વૃક્ષ કે ઝાડ પર થતો એક વેલો છે. ગળોને એક ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. ગળોમાંથી વિવિધ ઔષધીઓ પણ બનાવવામાં આવે છે. ગળોમાંથી અમૃતા ગુગળ, ગુડુચી ધૃત, ગુડુચી વટી, અમૃતા ક્વાથ જેવી ઔષધીઓ બનાવવામાં આવે છે. ગળોના મુળ અને પાંદડીઓ પણ ઔષધીઓ બનાવવામાં ઉપયોગી છે. ગળોને અમૃતા પણ કહેવામાં આવે છે. ગળોને અમૃત સમાન માનવામાં આવે છે. ગળોની વેલ આપણે ઘરે કુંડામાં પણ વાવી શકીએ છીએ. કુંડામાં વાવ્યા બાદ દોરી વડે બાંધી તેનો સુશોભન માટે ઉપયોગ તથા ઔષધી તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. માર્ચ અને એપ્રિલ મહિનામાં ગળોનો વિકાસ સારો થાય છે. ગળોને હિન્દી ભાષામાં ગિલોઈ કહેવાય છે. કન્નડ ભાષામાં અમૃતા બલી, મરાઠીમાં ગુડુચી તથા બંગાળમાં ગુલંછ કહેવામાં આવે છે. આયુર્વેદમાં ગળોને અમૃતા, જીવંતિકા કે ચક્રઆંગી કહેવામાં આવે છે.
ગળોના પાન દિલ/હાર્ટ આકારના હોય છે. તેનું ફળ વટાણાના દાણા જેવું હોય છે. એવું માનવામાં આવે છે કે ગળો જે ઝાડ પર હોય તેના ગુણ ગળોમાં આપોઆપ આવી જાય છે. જેથી લીમડાના ઝાડ પર રહેલી ગળોનું વિશેષ મહત્વ છે. લીમડાના ઝાડ પર રહેલી ગળોને ઉત્તમ માનવામાં આવે છે. અમુક પ્રકારના વૃક્ષો (ઝેરી વૃક્ષો)પર થતી ગળોનો ઉપયોગ ન કરવો જોઈએ. ગળો સ્વાદમાં તુરી, કડવી અને તીખી હોય છે. ગળોમાં કોપર, જસત, કેલ્શિયમ, મેંગેનીઝ જેવા તત્વો હોય છે.
ગળોની વેલને પાણી ન મળે તો પોતાના પર્ણ ખેરવી નાંખે છે, પરંતુ નાશ પામતી નથી. પાણી મળતા જ ગળો વિકાસ પામવા લાગે છે. આમ, ગળો નાશ પામતી નથી એટલું જ નહીં પરંતુ ગળોનું સેવન કરનારને મરવા પણ દેતી નથી, તેથી આવા ઔષધિય ગુણોને લીધે ગળોને અમૃતા કહેવામાં આવે છે. ગળોને અમૃતા કહેવા પાછળ રામાયણની એક કથા પણ સંકળાયેલી છે. રામાયણના યુદ્ધમાં રાક્ષસો દ્વારા જે વાનરોનો સંહાર થયો હતો, તે વાનરોને ઈન્દ્રદેવે અમૃતવર્ષા કરીને સજીવન કર્યા હતા. તે અમૃતવર્ષાનાં બિંદુઓ પડ્યા ત્યાં આ ગળોની વેલ ઉગી નીકળી હતી. આથી ગળોને અમૃતા પણ કહેવામાં આવે છે.
ગળોનાં ફાયદા || ગિલોઈના ફાયદા || galo na fayada
👉વાયુ, પીત અને કફના દોષ માટે ગળો ઉત્તમ ઔષધી છે.
👉તાવ, બળતરા તથા લોહીના વિકારમાં ગળો ઉપયોગી છે.
👉પેટ સબંધી સમસ્યાઓમાં ગળો ઉપયોગી છે.
👉કમળો, મરડો, ઉલટી, કરમિયા વગેરેમાં ગળો ઉપયોગી છે.
👉સ્તનપાન કરવાતી માતાનાં ધાવણને શુદ્ધ કરવામાં ગળો ઉપયોગી છે.
👉ગળો રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
👉ડાયાબિટીસ, બ્લડપ્રેશર તથા ટી.બી જેવા રોગમાં પણ ગળો ઉપયોગી છે.
👉પાચન સબંધિત સમસ્યાઓમાં ગળો ઉપયોગી છે.
👉લોહીના શુધ્ધીકરણ માટે ગળો ઉપયોગી છે.
👉કમળાના રોગમાં ગળો ઉપયોગી છે.
👉ઝાડા, મરડો અને કબજિયાતમાં ગળો ગુણકારી છે.
👉અસ્થમાની બિમારીમાં ગળો ઉપયોગી છે. ગળો રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેથી શ્વાસ સબંધિત સમસ્યા દૂર થતાં અસ્થમાના દર્દીને રાહત મળે છે.
👉ગળો સુગર લેવલ કંટ્રોલ કરે છે, જેથી ડાયાબિટીસના દર્દીને રાહત મળે છે.
👉ગળોના પર્ણને વાટીને ચોપડવાથી ખીલ, ગુમડાં તથા ત્વચા પરની ફોલ્લીઓ મટે છે.
આમ, ગળોએ ખુબ જ ઉપયોગી વેલો છે.
નોંધ:
ગળોનો સારવારમાં ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સકની દેખરેખ તથા તેમની સલાહ પ્રમાણે કરવો વધુ હિતાવહ છે, કેમકે દરેક વ્યક્તિની શરીરની તાસીર અલગ અલગ હોય છે.
FAQs:
ગળો બીજા ક્યા નામે ઓળખાય છે?
ગળોને અમૃતા કે ગિલોઈ પણ કહે છે.
કયા વૃક્ષ પરની ગળો ઉત્તમ ગણાય છે?
લીમડાના ઝાડ પરની ગળો ઉત્તમ ગણાય છે.
0 Comments