હર ઘર તિરંગા વિશે સંપૂર્ણ માહિતી || Har ghar tiranga || हर घर तिरंगा || હર ઘર તિરંગા વિશે નિબંધ || har ghar tiranga essay in gujrati
"હર ઘર તિરંગા" એ "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત એક કાર્યક્રમ છે. ભારતની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે આ એક અભિયાન સ્વરૂપે એક કાર્યક્રમ છે. "હર ઘર તિરંગા" અભિયાનથી દેશના લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થશે તથા લોકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે માનની લાગણી જન્મશે. આ પોસ્ટ શક્ય તેટલી તમામ કાળજી રાખીને લખી છે, છતાં પણ જો કોઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો, જેથી ભૂલ સુધારી શકાય. અંહિ આપેલી માહિતી લોકોને ખુબ જ ઉપયોગી થશે તથા વાંચવી ગમશે.
હર ઘર તિરંગા || har ghar tiranga
ભારત પોતાની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે "આઝાદી કા અમૃત મહોત્સવ" ઉજવી રહ્યું છે. દેશના લોકોમાં દેશભક્તિની ભાવના જાગે તથા દેશના વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો આપે તેવી ભાવના સાથે "આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી કરવામાં આવે છે. "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "હર ઘર તિરંગા" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
"હર ઘર તિરંગા" અભિયાન માટે અમિત શાહે આહ્વાન કર્યું હતું. ૨૨ જુલાઈ ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા "હર ઘર તિરંગા" અભિયાનને સફળ બનાવવા માટે લોકોને અપિલ કરી.
અત્યાર સુધી ભારતમાં રાષ્ટ્રધ્વજ સંહિતા પ્રમાણે નક્કી કરેલા સ્થળો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હતો તથા આપણા રાષ્ટ્રીય તહેવારોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હતો. પરંતુ વ્યક્તિગત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અનુમતિ ન હતી. ભારતના લોકો આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે તેના ભાગરૂપે "હર ઘર તિરંગા" અભિયાન શરૂ કરવામાં આવ્યું. લોકોની રાષ્ટ્રધ્વજ પ્રત્યેની લાગણીમાં વધારો થાય, લોકોને પોતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યાનો આત્મસંતોષ થાય, આપણા રાષ્ટ્રધ્વજનું મહત્વ સમજે તથા રાષ્ટ્રધ્વજની ગરિમા સાથે લોકોમાં દેશભક્તિના બીજ રોપાય તે હેતુથી "હર ઘર તિરંગા" અભિયાન શરૂ કરવામાં આવ્યું. "હર ઘર તિરંગા" અભિયાનને ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.
દરેક વ્યક્તિ પોતાના કામના સ્થળે, પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવી દેશભક્તિની ભાવના પ્રદર્શિત કરી શકે તે માટે "હર ઘર તિરંગા" અભિયાન શરૂ કરવામાં આવ્યું. રાષ્ટ્રધ્વજની સંહિતામાં પણ થોડો ફેરફાર કરીને લોકોને ત્રિરંગા ધ્વજ સાથે જોડવાનો એક આ અનેરો અને પ્રશંસનીય પ્રયાસ છે.
મોટાભાગે રાષ્ટ્રીય તહેવારોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો. દરેક નાગરિકનું એક સપનું હોય છે કે તે એક વખત રાષ્ટ્રધ્વજ ફરકાવે. પરંતુ દરેકના નસીબમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનુ હોતું નથી. પરંતુ કેન્દ્ર સરકાર આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત આ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની એક તક મળી છે. આથી દરેક લોકો રાષ્ટ્રધ્વજ પોતાના ઘર પર ફરકાવી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યાનો આત્મસંતોષ લઈ રહ્યા છે.
"હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં એક પ્રચંડ દેશભક્તિની લહેર ઉઠી છે. આજે મોટાભાગના ઘરો પર તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે.
"હર ઘર તિરંગા" અભિયાનમાં લોકો તિરંગા સાથે સેલ્ફી કે ફોટો પાડીને સોસીયલ મીડિયાના માધ્યમથી દેશભક્તિની ભાવના પ્રગટ કરી રહ્યા છે. "હર ઘર તિરંગા" અભિયાનમાં લોકો જોડાય તે માટે એક વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં લોકો તિરંગા સાથે સેલ્ફી કે ફોટો પાડીને વેબસાઇટ પર અપલોડ કરી શકે છે.
આમ, "હર ઘર તિરંગા" કાર્યક્રમ એ લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનું એક ખુબ જ મહત્વનું અભિયાન છે.
રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:
(૧) રાષ્ટ્રધ્વજ સંહિતા પ્રમાણે યોગ્ય માપનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ.
(૨) રાષ્ટ્રધ્વજ જમીન પર કે પાણીમાં પડી ન જાય તેની કાળજી રાખવી જોઈએ.
(૩) જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવો છો ત્યાં પહેલેથી જ કોઈ ધજા હોય તો તેનાથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ.
(૪) રાષ્ટ્રધ્વજ ફાટી જાય કે ક્ષતિગ્રસ્ત થાય તો યોગ્ય રીતે રાષ્ટ્રધ્વજનો નિકાલ પુરા માન સન્માન સાથે કરવો જોઈએ.
(૫) રાષ્ટ્રધ્વજનો કોઈ વસ્તુ બાંધવા માટે ઉપયોગ ન કરવો.
(૬) ફાટેલો કે તુટેલો રાષ્ટ્રધ્વજ ન ફરકાવવો જોઈએ.
(૭) મેલો કે દાગવાળો રાષ્ટ્રધ્વજ ન ફરકાવવો જોઈએ.
(૮) રાષ્ટ્રધ્વજ સંહિતા પ્રમાણે કેસરી રંગ ઉપરની બાજુએ તથા લીલો રંગ નીચેની બાજુએ રહે તે રીતે ફરકાવવો જોઈએ. ઉંધો રાષ્ટ્રધ્વજ ન ફરકે તેનું ધ્યાન રાખવું જોઈએ.
(૯) રાષ્ટ્રધ્વજ ધ્વજદંડની ટોચ પર ફરકાવવો જોઈએ. અડધા ધ્વજદંડ પર રાષ્ટ્રધ્વજ ન ફરકાવવો જોઈએ.
(૧૦) રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે જમીનને રાષ્ટ્રધ્વજ સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.
(૧૧) રાષ્ટ્રધ્વજ પુરા માન સન્માન સાથે ફરકાવવો જોઈએ.
FAQs:
"હર ઘર તિરંગા" એ ક્યા કાર્યક્રમનો એક ભાગ છે?
"હર ઘર તિરંગા" એ "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમનો એક ભાગ છે.
ક્યા દિવસને રાષ્ટ્રધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
૨૨ જુલાઈના રોજ રાષ્ટ્રધ્વજ દિવસ ઉજવવામાં આવે છે.
0 Comments