આયુર્વેદ વિશે માહિતી || Information about Ayurveda || વિવિધ રોગોના આયુર્વેદિક તથા ઘરેલું ઉપચાર || Ayurvedic and home remedies for various diseases || શરીરનાં ત્રિદોષ || શરીરની સપ્તધાતુ || આયુર્વેદના આઠ અંગો
આયુર્વેદ એ ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. આજે આપણા ભારતવાસીઓ આયુર્વેદ વિશે જાણે તે માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે. અંહી શક્ય તેટલી તમામ કાળજી રાખીને આયુર્વેદ વિશે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જો કોઈ ક્ષતિ અથવા ભુલ હોય તો અવશ્ય ધ્યાન દોરજો.આ માહિતી તમામ વાચકમિત્રોને ખુબ જ ઉપયોગી સાબિત થશે.
આયુર્વેદ વિશે માહિતી || Information about Ayurveda
આયુર્વેદ એ ૫૦૦૦ વર્ષ જુનું ચિકિત્સાશાસ્ત્ર છે. આયુર્વેદ એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ એ આયુષ્ય અને રોગ સાથે સંકળાયેલું છે. આયુર્વેદના નિયમો અનુસરવાથી દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે. આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. આયુર્વેદમાં આહાર સંબંધિત પણ કેટલીક માહિતી આપવામાં આવી છે. આયુર્વેદમાં શરીર સુરક્ષા માટે પણ કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. આયુર્વેદ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન જ શરીર છે. જો શરીર સ્વસ્થ હશે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પામી શકાય છે.
આયુર્વેદ એ અથર્વવેદ સાથે ઘણો મળતો આવે છે, આથી આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. ઘણા વિદ્વાનો આયુર્વેદને પાંચમો વેદ પણ કહે છે. ચારેય વેદોમાં પણ આયુર્વેદ વિશે માહિતી તથા વર્ણન કરવામાં આવ્યું છે.
દરેક વ્યક્તિ જીવનમાં સુખી થવા માટે પ્રયત્ન કરે છે. સુખી જીવન માટે સ્વાસ્થ્યનું ખુબ જ મહત્વ છે. જો શરીર સ્વસ્થ હશે તો જીવન સુખમય રીતે જીવી શકાય છે. પરંતુ જો શરીર જ સ્વસ્થ નહિ હોય તો તમામ સુખ નકામા છે.
જો પ્રાચીન સમયની વાત કરવામાં આવે તો પુર્વજો રોગોથી મુક્તિ માટે વિવિધ વનસ્પતિનો અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતા આવ્યા છે. આ આયુર્વેદ વિશેનું જ્ઞાન પેઢી દર પેઢી સ્મૃતિ અને શ્રૃતિ દ્વારા સચવાયેલું હતું. જ્યારે લિપિનો વિકાસ થયો ત્યારે તેને લિપિબદ્ધ કરવામાં આવ્યું. લિપિબદ્ધ થયા બાદ આપણી પાસે આ આયુર્વેદ વિશેનું જ્ઞાન પહોચ્યું.
આયુર્વેદના આઠ અંગો (Eight limbs of ayurveda) :
આયુર્વેદના આઠ અંગો છે, તેથી તેને અષ્ટાંગ આયુર્વેદ પણ કહે છે. આયુર્વેદના આઠ અંગો નીચે પ્રમાણે છે.
(1) વાજીકરણ
(2) રસાયણ
(3) શલ્ય
(4) શાલાક્ય
(5) કાય ચિકિત્સા
(6) ભૂત વિદ્યા
(7) અગદ તંત્ર
(8) કૌમાર ભૃત્ય
શરીરના ત્રિદોષ (Tridoshas of the body):
આપણા શરીરમાં ત્રણ દોષ રહેલાં છે. જેને ત્રિદોષ કહેવાય છે. વાત દોષ, પિત દોષ અને કફ દોષ. જે દોષનું પ્રમાણ વધે કે ઘટે તે પ્રમાણે રોગો આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. ત્રિદોષને પોતાના ભેદ પણ છે. જે નીચે પ્રમાણે છે.
(1) વાત દોષ:
વાત દોષને વાયુ દોષ પણ કહે છે.વાત દોષને પોતાના પાંચ ભેદ છે. જે નીચે પ્રમાણે છે.
(1) સમાન વાત (2) વ્યાન વાત (3) ઉદાન વાત (4) પ્રાણ વાત (5) અપાન વાત
(2) પિત દોષ:
પિત દોષ ને પાંચ ભેદ છે. જે નીચે પ્રમાણે છે.
(1) રંજક પિત (2) પાચક પિત (૩) સાધક પિત (4) આલોચક પિત (5) ભ્રાજક પિત
(3) કફ દોષ:
કફ દોષના મુખ્ય પાંચ ભેદ છે. જે પંચભેદ નીચે પ્રમાણે છે.
(1) અવલમ્બક કફ (2) બોધક કફ (3) શ્લેષ્મક કફ (4) તર્પક કફ (5) ક્લેદક કફ
શરીરની સપ્તધાતુ(Saptadhatu of the body):
આપણું શરીર સાત ધાતુનું બનેલું છે. જે સાત ઘાતુ નીચે પ્રમાણે છે.
(1) શુક્ર ધાતુ
(2) રસ ધાતુ
(3) રક્ત ધાતુ
(4) માંસ ધાતુ
(5) અસ્થિ ધાતુ
(6) મેદ ધાતુ
(7) મજ્જા ધાતુ
આયુર્વેદ પર ઘણી શોધો થઈ છે. આયુર્વેદનો ઉપયોગ પણ આજે વધી રહ્યો છે. આયુર્વેદના આધારે અપાતી દવાને પણ આયુર્વેદિક દવાઓ કહે છે. જેમાં વિવિધ વનસ્પતિઓના ઉપયોગથી રોગ દુર કરવાની વાત કરવામાં આવી છે. આયુર્વેદ પર દેશ-વિદેશમાં ઘણી શોધો થઈ છે.
વિવિધ રોગોના આયુર્વેદિક તથાં ઘરેલું ઉપચાર માટેની માહિતી (Information on Ayurvedic and home remedies for various diseases):
અંહી કેટલીક ઘરેલું ઉપચાર પદ્ધતિ તથા કેટલાક રોગો માટે આયુર્વેદિક ઉપચાર બતાવવામાં આવ્યા છે. જો કે શરીરની તાસીર પ્રમાણે તેની અસર થાય છે. જેથી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. ત્યારબાદ જ ઉપાય અજમાવવા જોઈએ.
(૧૬) તુલસીના ફાયદા
FAQs:
( વારંવાર પુછાતા પ્રશ્નો)
આપણુ શરીર કેટલી ધાતુનું બનેલું છે?
આપણું શરીર સાત ધાતુનું બનેલું છે. (1) શુક્ર ધાતુ(2) રસ ધાતુ(3) રક્ત ધાતુ(4) માંસ ધાતુ(5) અસ્થિ ધાતુ(6) મેદ ધાતુ(7) મજ્જા ધાતુ
આયુર્વેદના કેટલા અંગો છે? ક્યા ક્યા?
આયુર્વેદના આઠ અંગો છે. (1) વાજીકરણ(2) રસાયણ(3) શલ્ય(4) શાલાક્ય(5) કાય ચિકિત્સા(6) ભૂત વિદ્યા(7) અગદ તંત્ર(8) કૌમાર ભૃત્ય
0 Comments