કંટોલાના ફાયદા || kantola na fayada || Benefits of Kantola

કંટોલાના ફાયદા || kantola na fayada || Benefits of Kantola || કંટોલાનું શાક બનાવવાની રીત || kantola recipe

કંટોલા એ ચોમાસામાં વાડ કે ખેતરના શેઢે થતું એક મહત્વનું શાકભાજી છે. કંટોલા વિશે આજની આધુનિક પેઢી ખુબ જ ઓછું જાણે છે. કંટોલા નામ કદાચ સાંભળ્યું હશે પરંતુ તેને વાસ્તવિક રીતે જોયું પણ નહી હોય અથવા તો જોયુ હશે પરંતુ તેનો સ્વાદ નહીં માણ્યો હોય. કંટોલા વિશે લોકોને માહિતી મળી રહે તથા લોકો કંટોલાના ફાયદા  વિશે સમજે તે માટે આ પોસ્ટ લખી રહ્યો છું. આ કંટોલા વિશેની માહિતી તમને ખુબ જ ઉપયોગી થશે.દરેકની તાસીર અલગ અલગ હોય છે, જેથી કોઈપણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી વધુ હિતાવહ છે. 

કંટોલા || Kantola


કંટોલા એ ચોમાસામાં જ થતું એક શાકભાજી છે. કંટોલા એ વેલા પર થાય છે. કંટોલા સામાન્ય રીતે ખેતરના શેઢે, ખેતરની વાડ પર કે નાના ઝાડી ઝાંખરાવાળી વનસ્પતિઓ પર વેલા જોવા મળે છે. કંટોલા વિણવા અથવા કંટોલા ભેગા કરવા એ ખુબ જ મુશ્કેલીઓ વાળું કામ છે.આથી ચોમાસામાં જ્યારે બજારમાં કંટોલા જોવા મળે તો તે ખુબ જ ઉંચી કિંમતે વેચાતાં જોવા મળે છે. ચોમાસાની ઋતુનું સૌથી મોંઘું શાકભાજી કહીએ તો પણ ચાલે. કંટોલા સામાન્ય રીતે ગોળ કે લંબગોળ હોય છે. કંટોલા પર નાના અણીવાળા કાંટા હોય છે, પરંતુ આ કાંટા ખુબ જ નરમ હોય છે, જે હાથ અડવાથી પણ ભાંગી જાય છે. કંટોલા બજારમાં જ્યારે વેચાતાં હોય ત્યારે ખુબ મોંઘા વેચાતાં હોય છે, પરંતુ કંટોલાની કિંમત કરતાં તેનાં ફાયદા ખુબ જ વધારે છે. આથી જ્યારે પણ બજારમાં કંટોલા આવે ત્યારે તેનું શાક બનાવીને ચોક્કસ ખાવું જોઈએ.

કંટોલા સામાન્ય રીતે શ્રાવણ-ભાદરવા મહિનામાં ખુબ જ થતાં હોય છે. આ સમયે કંટોલા બજારમાં પણ વેચાવા માટે આવતા હોય છે.

કંટોલાનું શાક બનાવવાની રીત || કંટોલાનું શાક || Kantola nu shak || kantola recipe


કંટોલાનું શાક બનાવવાની રીત નીચે પ્રમાણે છે.

જરૂરી સામગ્રી:

તેલ,હળદર, લાલ મરચાનો પાવડર, હિંગ, મીંઠુ, ઘાણા, લીલી કોથમીર, રાઈ, સ્વાદ માટે તમને ગમતો મસાલો વગેરે.

કંટોલાનું શાક બનાવવાની રીત:

👉કંટોલાનું શાક બનાવવા માટે સૌપ્રથમ જરુરિયાત મુજબ કંટોલા લો. તેને થોડા સમય સુધી પાણીમાં રાખી દો. ત્યારબાદ પાણી વડે કંટોલા બરોબર સાફ કરો, જેથી તેના ચોંટેલી માટી તથા કચરો સાફ થઇ જાય.

👉કંટોલા સાફ કર્યા બાદ તમે તેને ગોળ આડા વર્તુળ કે ઉભી ચીર સ્વરુપે કાપી શકો.બને તેટલું તેનું કાપવાનુ કામ બારીકાઈથી કરશો, તેટલો શાક તૈયાર થવામાં ઓછો સમય લાગશે.જેથી કંટોલા વ્યવસ્થિત તેલમાં તતડાવી શકાય.

👉ત્યારબાદ એક તપેલીમાં કે કડાઈમાં જરુરીયાત મુજબ તેલ લો. તેલને કડાઈમાં ગરમ કરો. તેલમાં હિંગ, રાઈ વગેરે નાંખી વઘાર કરો. ત્યારબાદ કડાઈમાં કાપેલા કંટોલા નાંખી બરોબર તતડાવો.ત્યારબાદ જરુરિયાત મુજબ તમે મરચાનો પાવડર, હળદર, મસાલો નાંખી શકો.ત્યારબાદ બરોબર બધું મિક્સ કરી દો. ત્યારબાદ કડાઈ કે તપેલી પર બરોબર ઢાંકણ ઢાંકી દો. થોડા સમય સુધી બરોબર તૈયાર થઈ જવા દો. ત્યારબાદ થોડા સમય બાદ ફરી ચમસા વડે હલાવી ઢાંકણ ઢાંકી દે. બરોબર કંટોલા પોચા થઈ જાય બાદ તેને ચુલા પરથી નીચે ઉતારી લો. ત્યારબાદ તેના પર કાપેલી લીલી કોથમીર નાંખો.

👉ત્યારબાદ તમે સ્વાદ માટે તમે ગરમ મસાલો નાંખી શકો. આ રીતે તૈયાર થયેલું શાક ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તમે જો ડુંગળી ખાતા હોવ તો શાક તતડાવતી વખતે ડુંગળી સમારી તેનો પણ ઉપયોગ કરી શકો છો.

કંટોલાના ફાયદા/kantola na fayada (benefits of kantola):

કંટોલાનાં આયુર્વેદમાં ચરક અને સુશ્રુતે પણ વખાણ કર્યા છે. કંટોલા પરમ જ્વરનાશક છે. કંટોલાને શાકભાજીમાં અમૃત સમાન ગણવામાં આવે છે. કંટોલાના ઘણા ફાયદા છે. જે નીચે પ્રમાણે છે.

(૧) ચોમાસાની ઋતુમાં સામાન્ય તાવ કે વાયરલ તાવનું પ્રમાણ વધારે જોવા મળે છે. વાયરલ તાવ પરિવારનાં એક સભ્યને થાય એટલે આખા પરિવારના સભ્યોને વાયરલ તાવ થાય છે. પરંતુ કંટોલા વાયરલ તાવમાં ખુબ જ ગુણકારી છે. વાયરલ તાવને થતાં આ કંટોલા અટકાવે છે.

(૨) કંટોલામાં વિટામિન A ભરપુર પ્રમાણમાં હોય છે, જેથી આંખોને લગતી બીમારી કે આંખોના ચશ્માના નંબર ઘટાડે છે. કંટોલા આંખો માટે ખુબ જ ફાયદાકારક છે.

(૩) કંટોલામાં પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે. કંટોલામાં રહેલા બીજ તો પ્રોટીનથી ભરપુર હોય છે. જેથી કંટોલાનું શાક બનાવતી વખતે બીજ દુર ન કરવા જોઈએ. આમ, કંટોલા શરીરને ભરપુર માત્રામાં પ્રોટીન પુરુ પાડે છે.

(૪) કંટોલા ડાયાબિટીસના દર્દી માટે પણ લાભદાયક છે. કંટોલા સ્વાદે કડવા તો નથી હોતા પણ કંટોલા સુગર લેવલ કંટ્રોલમાં રાખવામાં ખુબ જ મદદરુંપ થાય છે.

(૫) કંટોલા પિતનાશક છે. ભાદરવા મહિનાની આજુબાજુના સમયમાં શરીરમાં પિતનું પ્રમાણ વધે છે. આ જ સમયે કંટોલા પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. જેથી કંટોલાને આહારમાં સ્થાન આપવું જોઈએ.કંટોલા પિતનાશક તથા વાયરલ તાવથી બચાવે છે.

(૬) કંટોલા હ્રદય સંબંધિત બિમારી, આંખોની બિમારી તથા કેન્સર જેવી બીમારીઓમાં પણ લાભદાયક છે. કંટોલામાં કેન્સર વિરોધી તત્વો હોય છે, જે કેન્સરને દુર કરવામાં પણ સહાયક છે.જેથી અઠવાડિયામાં ત્રણ ચાર વખત કંટોલાનું શાક ખાવાથી ફાયદો થાય છે.

(૭) કંટોલામાં એન્ટી એલર્જીક ગુણો રહેલા છે. જેથી એલર્જી સંબંધિત બિમારી જેવી કે શરદી-ઉધરસમાં પણ લાભદાયક છે.

(૮) કંટોલા ચામડી માટે પણ ફાયદાકારક છે. ત્વચા પર રહેલા ખીલ, ત્વચા પરના ડાઘ દુર કરીને ચહેરાને નિખારે છે.

(૯) કંટોલા બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ખુબ જ ઉપયોગી છે. કંટોલા બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે.

(૧૦) જ્યારે ખોરાક બેસ્વાદ લાગતો હોય ત્યારે કંટોલાનુ શાક ફાયદાકારક છે. કંટોલા જીભને સ્વાદ અપાવવા માટે અથવા સ્વાદ પાછો લાવવામાં ઉપયોગી છે.

(૧૧) કંટોલા પેટ સબંધિત રોગો કે કબજિયાતમાં ખુબ જ ઉપયોગી છે. કંટોલા મળને છુટો પાડવામાં ઉપયોગી છે.

(૧૨) કંટોલા પેશાબ વધારનાર છે. જેથી પથરી જેવી બિમારીમાં પણ કંટોલા ફાયદાકારક છે. કંટોલા પથરી દુર કરવામાં સહાયક છે.

(૧૩) કંટોલા આમ જોવા જઈએ તો ઠંડા હોય પરંતુ કંટોલા જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. જેથી પાચનક્રિયામાં કંટોલા ફાયદાકારક છે.

FAQs:

કંટોલા કઈ ઋતુમાં થાય છે?

કંટોલા ચોમાસા દરમિયાન થાય છે. ચોમાસામાં પણ શ્રાવણ-ભાદરવા મહિનામાં કંટોલા વિશેષ થાય છે.

Post a Comment

0 Comments