કબજિયાત દુર કરવાના ઉપાયો || Remedies to relieve constipation in gujarati || કબજિયાતના લક્ષણો || Symptoms of constipation || કબજિયાત થવાનાં કારણો || Causes of constipation
કબજિયાત આજે મોટાભાગના લોકોનો પ્રશ્ન છે તો લોકો કબજિયાત વિશે જાણે તથા કબજિયાત દુર કરવા માટે જાગૃત બને તથા ઘરેલું ઉપચાર વડે દુર કરે તે માટે આ પોસ્ટ લખી છે. કબજિયાત આજે એક મોટાભાગના લોકોમાં જોવા મળતો રોગ છે. રોગ કરતાં સમસ્યા કહેવી વધુ વ્યાજબી ગણાશે. કબજિયાત માટે અંહી આપેલી ટીપ્સ તમને ખુબ ઉપયોગી સાબિત થશે. છતાં પણ દરેકની તાસીર અલગ અલગ હોવાથી ડોક્ટરની સલાહ લઈને ત્યારબાદ જ ઉપાયો અજમાવો.
કબજિયાત || constipation:
આજે દુનિયામાં મોટાભાગના લોકો કબજિયાતની બિમારીથી પીડાય છે. પરંતુ મોટાભાગના લોકો આ બિમારીને છુપાવે છે અથવા તો આ રોગ વિશે વધુ જાણતા નથી. કબજિયાતની સમસ્યા આમ તો ખાણીપીણી સાથે જોડાયેલી છે, પરંતુ બીજી ઘણી બાબતો કબજિયાત સાથે જોડાયેલી છે.
પેટ સાફ ન થવું એ અનેક રોગોને આમંત્રણ આપે છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો પાઈલ્સ પણ થાય છે. જેથી આ સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવવો જોઈએ. દરરોજ પેટ સાફ થાય તે ખૂબ જ જરૂરી છે તથા કુદરતી રીતે સ્વાભાવિક રીતે થાય તે પણ જરૂરી છે. પરંતુ જો મળત્યાગ માટે શરીરના સ્નાયુને વધુ બળ કરવું પડતું હોય તો તે કબજિયાત ગણી શકાય. કબજિયાતને કારણે મળદ્વાર પર સોજો કે બળતરા થાય છે.
આજે લોકોને ઘરનું ખાવાને બદલે બહારનું ખાવાનો વધુ શોખ છે. આજે દિવસે ને દિવસે ફાસ્ટફૂડનું ચલણ વધતું જાય છે. આ ફાસ્ટફૂડ પણ કબજિયાત માટે જવાબદાર છે. આજે ઉતાવળમાં લોકો ખોરાકને યોગ્ય રીતે ચાવતા પણ નથી. જેથી ખોરાકમાં લાળ યોગ્ય રીતે ભળતી નથી. જેથી ખોરાક પોચો બનતો નથી. જેથી ખોરાક પચવામાં તકલીફ પડે છે અને કબજિયાત થાય છે.
જે લોકોને રાત્રે મોડા સુવાની આદત હોય તથા મોડા જાગવાની ટેવ હોય તેવા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તેઓ મોડા જાગવાથી તે સમયે મળત્યાગ માટે આંતરડું સક્રિય હોતું નથી. તેથી મળત્યાગ માટે વધુ બળ કરવું પડે છે. મળત્યાગ માટેનો શ્રેષ્ઠ સમય વહેલી સવારે ૪ થી ૬ વાગ્યાનો છે. આ સમયે આંતરડું સક્રિય હોય છે.
કબજિયાત એ અનેક રોગોનું મુળ છે. કબજિયાતને કારણે પેટ સબંધિત તથા આંતરડાને સબંધિત અનેક બિમારીઓ થાય છે. આથી કબજિયાત સંબંધિત લોકોમાં જાગૃતિ આવે તથા સ્વાસ્થ્ય બાબતે લોકો જાગૃત થાય તે ખુબ જ જરૂરી છે. આજે પુરા વિશ્વમાં ૬૦% પુરુષો કબજિયાતથી પીડાય છે. જ્યારે ૮૦% મહિલાઓ આ રોગથી પીડાય છે. આમ, પુરુષો કરતાં મહિલાઓમાં કબજિયાતનું પ્રમાણ વધુ જોવા મળે છે. મહિલાઓમાં કબજિયાતનું પ્રમાણ વધુ જોવા મળે છે તેની પાછળનું કારણ પણ પરિશ્રમ સબંધિત ઓછુ કાર્ય તથા કસરત સબંધી નિરસતા છે. કબજિયાતને સામાન્ય રીતે હલકામા લેવા જેવો નથી. કારણકે કબજિયાત એ અનેક રોગોની ખાણ છે.
કબજિયાતના લક્ષણો(Symptoms of constipation) :
સામાન્ય રીતે લોકો પોતાને કબજિયાત છે તેવું સ્વિકારવા તૈયાર હોતા નથી અથવા કબજિયાતનાં લક્ષણોથી અજાણ હોય છે. કબજિયાતનાં લક્ષણો નીચે પ્રમાણે છે.
(૧) દિવસમાં બે થી વધુ વખત સંડાસ જવું પડે છે.
(૨) સંડાસ માટે સામાન્ય રીતે ૫ મિનિટ જેટલો સમય સામાન્ય છે પરંતુ જો ૫ મિનિટ કરતાં વધુ સમય સુધી સંડાસમાં રહેવું પડે તો તે કબજિયાતનું એક લક્ષણ છે.
(૩) દરરોજ એક વખત મળનો ત્યાગ વ્યવસ્થિત રીતે ન થાય.
(૪) પુર્ણ મળત્યાગ થયાનો અહેસાસ ના થાય.
(૫) ઝાડા બહુ દુર્ગંધવાળો આવે, ચીકાશવાળો આવે, કઠણ આવે અથવા ઝાડા મુશ્કેલથી આવે તો તે કબજિયાતનું એક લક્ષણ છે.
(૬) પેટ, સાંધા, પીંડી, માથું વગેરે અંગો દુઃખે છે તથા શરીરમાં સ્ફુર્તિ રહેતી નથી.
(૭) કોઈપણ કામ કરવામાં રુચિ રહેતી નથી તથા કામ કરવામાં આળસ આવે છે.
કબજિયાત થવાનાં કારણો(Causes of constipation) :
કબજિયાત થવા માટે ઘણા કારણો જવાબદાર છે, જે કારણો નીચે પ્રમાણે છે.
(૧) ભોજનની અનિયમિતતા.
(૨) જરૂર કરતાં વધુ જમવું.
(૩) ભુખ ન લાગી હોય તો પણ જમવું.
(૪) જમ્યા પછી તરત સુઈ જવું.
(૫) જમીને તરત પાણી પીવું.
(૬) મેંદાવાળી વાનગીઓ ખાવાથી.
(૭) રેચક દવાના વધુ પડતો ઉપયોગ.
(૮) વધુ પડતા ઉજાગરા કરવાથી.
(૯) બેઠાડું તથા તણાવયુક્ત જીવન.
(૧૦) ઓછુ પાણી પીવાથી.
(૧૧) કુદરતી આવેગોને રોકી રાખવાથી.
(૧૨) ફાસ્ટફૂડ કે વધુ ખાંડવાળો ખોરાક લેવાથી.
(૧૩) આંતરડાં કમજોર હોવાથી.
(૧૪) એસીડીટી, એલર્જી તથા તણાવમુક્ત થવાની દવાઓ લેવાથી.
(૧૫) અમુક પ્રકારની ફાંકીઓ લેવાથી કે જે આંતરડાને નુકસાન કરે છે.
(૧૬) તાવ કે થાઈરોઈડ હોર્મોનની કમીને કારણે.
(૧૭) નસીલા પદાર્થો કે દ્રવ્યોનાં સેવનથી.
(૧૮) સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન આંતરડા ઢીલા થઈ જાય છે તેથી કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે.
કબજિયાત દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો(Things to keep in mind during constipation):
કબજિયાત દરમિયાન નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
(૧) ઠંડાને બદલે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
(૨) મેંદામાંથી બનાવેલી વાનગીઓ ન ખાવી જોઈએ.
(૩) વધુ રેસાવાળો (ફાઈબરવાળો) ખોરાક લેવો જોઈએે.
(૪) બાજરીના રોટલોનો કબજિયાત દરમિયાન ખોરાકમાં ઓછો ઉપયોગ કરવો જોઈએ છતાં પણ જો બાજરીના રોટલોનો ખોરાકમાં ઉપયોગ કરવો હોય તો ઘી સાથે ખાવો જોઈએ.
(૫) પપૈયાં, મોસંબી, સંતરા, સફરજન, દ્રાક્ષ જેવા ફળોનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ.
(૬) ઉનાળામાં કેળા, ફ્લાવર, ગાજર, ટમેટા, મુળા વગેરે ખાઈ શકાય.
કબજિયાત દુર કરવાનાં ઉપાયો(Remedies to relieve constipation):
કબજિયાત દુર કરવા માટે નીચેના ઉપાયો ડોક્ટરની સલાહ પ્રમાણે અજમાવવા જોઈએ.
(૧) કડુ અને કરિયાતુ સરખા પ્રમાંણમાં લઈને સવાર-સાંજ એક એક ચમચી કડુ કરિયાતુ પીવાથી ખુબ જ ફાયદો થાય છે. ૭ દિવસ જેટલા સમયમાં આંતરડા શુધ્ધ થઈ જાય છે.
(૨) સવારે જાગીને જમ્યા પહેલાં ૨-૩ ગ્લાસ ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ.
(૩) ૧ ચમચી ઈસબગુલ ગરમ પાણી સાથે અથવા દુધ સાથે રાત્રે સુતા પહેલા લેવું જોઈએ.
(૪) ૧ ચમસી ત્રિફળાચુર્ણ ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવું જોઈએ.
(૫) રાત્રે સુતી વખતે ૫૦ ગ્રામ જેટલા લીલા તાજા વટાણા ખુબ ચાવીને ખાવા જોઈએ અને ત્યારબાદ થોડું પાણી પીવું જોઈએ.
(૬) ૧-૨ ચમસી દિવેલ ગરમ દુધ કે પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવું જોઈએ.
(૭) જમ્યા પછી એકાદ કલાક પછી ૩ થી ૪ નાની હિમેજ ખુબ જ ચાવીને ખાવી જોઈએ.
(૮) ૧ કપ જેટલા ટમેટાનો રસ પીવાથી આંતરડામાં રહેલો મળ છુટો પડી જાય છે.
(૯) ગરમ પાણી સાથે લીંબુનો રસ સવારે અને સાંજે પીવાથી કબજિયાત મટી જાય છે.
(૧૦) ૧ ચમસી આદુનો રસ, ૧ ચમસી લીંબુનો રસ અને ૨ ચમસી મધ ગરમ પાણીમાં ભેળવીને પીવું જોઈએ.
(૧૧) સવારે દરરોજ સંતરાનો રસ પીવો જોઈએ. જે પાચનશક્તિ વધારે છે તથા કબજિયાત દુર કરે છે.
(૧૨) અંજીરના ટુકડા દુધમાં ઉકાળીને તે દુધ જમ્યા બાદ પીવું જોઈએ.
(૧૩) સવારના સમયે કસરત કરવી તથા સાંજના સમયે ચાલવા જવું જોઈએ.
FAQs:
કબજિયાત દરમિયાન કેવો ખોરાક લેવા જોઈએ?
કબજિયાત દરમિયાન વધુ રેસાવાળો (ફાઈબરવાળો) ખોરાક લેવો જોઈએે.
0 Comments