બમ્પર ટુ બમ્પર વિમો || bumper to bumper vehicle insurance || બમ્પર ટુ બમ્પર વાહન વિમો એટલે શું? || બમ્પર ટુ બમ્પર વિમાનાં ફાયદા
આપણે વિમા વિશે વારંવાર સાંભળતા હોઈએ છીએ તથા ઘણા લોકો કહેતા હોય છે કે મારી કારનો વિમો પુરો થઈ ગયો છે. ઘણા કહેતા હોય છે કે વિમો ઉતારવો ખુબ જરૂરી છે. આજે આપણે બમ્પર ટુ બમ્પર વિમા વિશે માહિતી મેળવીશું જે તમને વાંચવી ખુબ જ ગમશે. અંહી વિમા વિશેની માહિતી ઘણી ચોક્કસાઈ રાખીને માહિતી આપી છે. છતાં પણ આ પોસ્ટમાં કોઈ ક્ષતિ હોય તો કોમેન્ટ જરૂર કરજો.
બમ્પર ટુ બમ્પર વિમો (Bumper to Bumper vehicle insurance) :
મદ્રાસ હાઈકોર્ટેનાં ચુકાદા બાદ આ બમ્પર ટુ બમ્પર (bumper to bumper vehicle insurance) શબ્દ ખુબ જ પ્રચલિત થયો છે. હવે જાણીશું બમ્પર ટુ બમ્પર(bumper to bumper vehicle insurance) વિમો એટલે શું?
બમ્પર ટુ બમ્પર વિમો એટલે શું? || what is bumper to bumper vehicle insurance?
બમ્પર ટુ બમ્પર વિમો(bumper to bumper vehicle insurance) બાઈક કે કાર પર હોય ત્યારે નુકશાનનું લગભગ ૧૦૦ ટકા જેટલું વળતર મળે છે. આ બમ્પર ટુ બમ્પર વિમામાં(bumper to bumper vehicle insurance) વિમા કંપની વાહનના ભાગનો ઘસારો બાદ કરતી નથી. જ્યારે અન્ય પ્રકારના વાહન વિમામાં (vehicle insurance) વાહનના ભાગોનો ઘસારો બાદ કરવામાં આવે છે. જેથી જે ભાગને નુકસાન થયું હોય તે ભાગનું ૧૦૦ ટકા વળતર આપવામાં આવતું નથી. અન્ય વાહન વિમામાં (vehicle insurance) વર્ષ પ્રમાણે ઘસારો બાદ કરીને વળતર ચુકવવામાં આવે છે. બમ્પર ટુ બમ્પર ઈન્શ્યોરન્સ(bumper to bumper vehicle insurance) સામાન્ય રીતે એડ ઓન ઈન્શ્યોરન્સ કવરેજ તરીકે આપવામાં આવે છે.
બમ્પર ટુ બમ્પર ઈન્શ્યોરન્સમાં(bumper to bumper vehicle insurance) વાહનના લગભગ તમામ પાર્ટસ અને અકસ્માત વળતર આપે છે. બમ્પર ટુ બમ્પર ઈન્શ્યોરન્સમાં(bumper to bumper vehicle insurance) એન્જિન, ટ્યુબ, ટાયર , બેટરી અને કાચનો સમાવેશ કરવામાં આવતો નથી, પરંતુ કેટલીક વીમા કંપનીઓ (insurance company) વાહનના કાચનું પણ વળતર ચુકવે છે.
બમ્પર ટુ બમ્પર વિમાનાં ફાયદા (benefits of bumper to bumper vehicle insurance):
બમ્પર ટુ બમ્પર વિમાને zero depreciation cover પણ કહેવામાં આવે છે. સાદા શબ્દોમાં કહીએ તો બમ્પર ટુ બમ્પર વિમો(bumper to bumper vehicle insurance) એટલે કારનું અથવા બાઈકનો અકસ્માત થવા પર લગભગ ૧૦૦ ટકા વિમા કવર મળે છે. એટલે જો તમે બમ્પર ટુ બમ્પર(bumper to bumper vehicle insurance) વિમો વાહન માટે કરાવેલ હોય તો વાહનની નુકશાનીનો લગભગ ૧૦૦ ટકા જેટલું વળતર મળે છે. જેમાંથી ઘસારો બાદ થતો નથી. આથી અકસ્માત બમ્પર ટુ બમ્પર(bumper to bumper vehicle insurance)વિમો લીધેલ હોય તો નુક્શાની વેઠવાનો વારો આવતો નથી.
થર્ડ પાર્ટી (third party) વિમામાં સામેનાં વાહનને નુકસાન કર્યુ હોય તેનું વળતર આપવામાં આવે છે. જેમાં પોતાના વાહનને થયેલું નુકસાનનું વળતર મળતું નથી. જો તમે કોમ્પ્રેહેન્સિવ વીમો ખરીદો છો તો તમને ગાડીને થયેલું નુકસાન, ગાડીની ચોરી થાય, આગથી નુકસાન થાય વગેરે જેવી સુવિધાનું કવર મળે છે. પરંતુ જો કોમ્પ્રેહેન્સિવ વીમો વાહન માટે ખરીદો છો તો તમને વાહનની નુકસાનીનું વળતર મળે છે પરંતુ તે વળતર તમને વાહનના ભાગનો ઘસારો બાદ કરીને ચુકવવામાં આવે છે, જેથી વાહન માલિકના શીરે નુકસાનનો મોટો બોજો ભોગવવો પડી શકે છે.
👉૧૦૦ ટકા ડેમેજ કવર મળે છે.
👉ગ્રાહકને વાહન ડેમેજ બાદ વાહન સર્વિસ કરાવવા માટે ડેપ્રિસીએશન કોસ્ટનું નુકસાન ભોગવવું પડતું નથી.
👉લક્ઝરી કાર માટે બમ્પર ટુ બમ્પર વિમો ખુબ જ ફાયદાકારક છે. કારણકે લક્ઝરી વાહનોનાં પાર્ટસ ખુબ જ મોંઘા આવતા હોય છે.
👉ક્લેમ સેટલમેન્ટ વખતે ગ્રાહકોને પુરુ વળતર મળે છે.
FAQs:
બમ્પર ટુ બમ્પર વાહન વિમો એટલે શું?
બમ્પર ટુ બમ્પર વિમો(bumper to bumper vehicle insurance) બાઈક કે કાર પર હોય ત્યારે નુકશાનનું લગભગ ૧૦૦ ટકા જેટલું વળતર મળે છે.બમ્પર ટુ બમ્પર ઈન્શ્યોરન્સ(bumper to bumper vehicle insurance) સામાન્ય રીતે એડ ઓન ઈન્શ્યોરન્સ કવરેજ તરીકે આપવામાં આવે છે.
બમ્પર ટુ બમ્પર વાહન વિમો બીજા ક્યાં નામે ઓળખાય છે?
બમ્પર ટુ બમ્પર વિમાને zero depreciation cover પણ કહેવામાં આવે છે.
0 Comments