રાષ્ટ્રપતિ વિશે સંપૂર્ણ માહિતી || Complete information about the President of India || રાષ્ટ્રપતિની સત્તાઓ/કાર્યો || Powers/Functions of the President of India || રાષ્ટ્રપતિનો પગાર || Salary of the President of India || રાષ્ટ્રપતિની લાયકાત || Qualifications of the President of India
રાષ્ટ્રપતિ વિશે સંપૂર્ણ માહિતી || Complete information about the President of India
અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે જેટલી સત્તા છે એટલી સત્તા આપણા રાષ્ટ્રપતિ પાસે નથી, પરંતુ રાષ્ટ્રપતિ પદનું મહત્વ ઘટી જતું નથી.ભારતમાં મોટાભાગના નિર્ણય વડાપ્રધાન લેતા હોય છે.રાષ્ટ્રપતિને જ્યારે કોઈ કાયદાકીય બાબતમાં સલાહની જરુંર હોય ત્યારે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પાસેથી લઈ શકે છે. સર્વોચ્ચ અદાલત આવી માહિતી ફરજીયાત પણે આપવા પણ બંધાયેલી નથી. સર્વોચ્ચ અદાલતની સલાહ રાષ્ટ્રપતિ માનવા માટે પણ બંધાયેલા નથી.
જ્યારે રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરે ત્યારે રાષ્ટ્રપતિને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) રાષ્ટ્રપતિ પદ માટેના શપથ લેવડાવે છે. જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની નિમણૂંક થાય ત્યારે રાષ્ટ્રપતિ તેમને હોદ્દા માટેના શપથ લેવડાવે છે.રાષ્ટ્રપતિ પાસે ઘણી એવી સત્તાઓ છે, જે અન્ય પાસે નથી.
રાષ્ટ્રપતિની સત્તાઓ/કાર્યો (Powers/Functions of the President of India) :
રાષ્ટ્રપતિના કાર્યો/સત્તાઓ નીચે પ્રમાણે છે.
(૧) કારોબારી સત્તાઓ
(૨) ધારાકીય સત્તાઓ
(૩) ન્યાયિક સત્તાઓ
(૪) રાજદ્વારી સત્તાઓ
(૫) કટોકટી વિષયક સત્તાઓ
(૬) સૈન્ય સત્તાઓ
(૭) વિટો વાપરવાની સત્તા
(૮) નાણાકીય સત્તાઓ
ઉપરોક્ત રાષ્ટ્રપતિની સત્તાઓ વિગતવાર સમજીશું.
(૧) કારોબારી સત્તાઓ:
રાષ્ટ્રપતિ પાસે ઘણી કારોબારી સત્તાઓ છે. તમામ કારોબારી કાર્ય રાષ્ટ્રપતિના નામે જ થાય છે. રાષ્ટ્રપતિ કેન્દ્રશાસિત પ્રદેશોનું શાસન સંભાળે છે. રાષ્ટ્રપતિ કોઈપણ ક્ષેત્રને અનુસુચિત ક્ષેત્ર જાહેર કરી શકે છે.
(૨) ધારાકીય સત્તાઓ:
રાષ્ટ્રપતિ પાસે ઘણી ધારાકીય સત્તાઓ પણ છે. રાષ્ટ્રપતિ સંસદની બેઠક બોલાવી શકે છે તથા સંસદની બેઠક સ્થગિત પણ રાખી શકે છે. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન પણ કરી શકે છે. રાષ્ટ્રપતિ સંસદની સંયુક્ત બેઠક પણ બોલાવી શકે છે. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં તથા લોકસભામાં સંબોધન પણ કરી શકે છે. રાષ્ટ્રપતિ લોકસભાની પ્રથમ બેઠકને સંબોધન કરી શકે છે. રાષ્ટ્રપતિ નવા વર્ષની પ્રથમ બેઠકને સંબોધન કરી શકે છે. રાષ્ટ્રપતિ અનુચ્છેદ ૩૩૧ મુજબ લોકસભામાં બે એંગ્લો ઈન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ-૮૦ અન્વયે રાજ્યસભામાં સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજસેવા સાથે જોડાયેલા ૧૨ સભ્યોની નિમણૂક કરે છે. નાણાકીય ખરડો રાષ્ટ્રપતિની પુર્વમંજુરી વગર રજૂ કરી શકાય નહિ. રાજ્યની સીમા પરિવર્તન સંબંધિત ખરડામાં રાષ્ટ્રપતિની પુર્વમંજુરી જરુરી છે. બંધારણના અનુચ્છેદ-૧૨૩ અન્વયે જ્યારે સંસદની બેઠક મળેલી ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે પરંતુ ૪૨ દિવસમાં આ વટહુકમને મંજુરી મળવી જરૂરી છે.
(૩) ન્યાયીક સત્તાઓ:
રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ-૧૪૩ અન્વયે ન્યાયીક બાબતોમાં સર્વોચ્ચ અદાલતની સલાહ માગી શકે છે. પરંતુ આ સલાહ આપવા માટે સર્વોચ્ચ અદાલત બંધાયેલી નથી તથા સર્વોચ્ચ અદાલતની સલાહ માનવા રાષ્ટ્રપતિ પણ બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ-૭૨ અન્વયે સજામાં ઘટાડો કે સજા માફીની સત્તા ધરાવે છે.
(૪) રાજદ્વારી સત્તાઓ:
રાષ્ટ્રપતિ પાસે ઘણી રાજદ્વારી સત્તાઓ રહેલી છે. બીજા દેશો સાથેના આંતરરાષ્ટ્રીય કરારો રાષ્ટ્રપતિના નામે જ થાય છે. વિદેશમાં ભારતના રાષ્ટ્રદુતોની નિમણૂક રાષ્ટ્રપતિ જ કરે છે. વિદેશના રાષ્ટ્રદુતોને રાષ્ટ્રપતિ જ આવકારે છે.
(૫) કટોકટી વિષયક સત્તાઓ:
રાષ્ટ્રપતિ પાસે ઘણી કટોકટી વિષયક સત્તાઓ પણ રહેલી છે. રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ-૩૫૨ મુજબ મંત્રી પરિષદની ભલામણથી રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. જ્યારે રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ-૩૫૬ મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગું કરી શકે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન માટે રાજ્યસભામાં તથા લોકસભામાં સાદી બહુમતી લેવામાં આવે છે. મંજુરી મળતા ૬ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે અને જરુંર જણાય તો ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે. રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ-૩૬૦ અન્વયે મંત્રી પરિષદની ભલામણથી આખા દેશમાં કે દેશના અમુક ભાગમાં નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે.
(૬) સૈન્ય સત્તાઓ:
રાષ્ટ્રપતિ પાસે ઘણી સૈન્ય સત્તાઓ પણ છે. રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના સર્વોચ્ચ સેનાપતિ પણ છે. ત્રણેય સેનાના અધ્યક્ષોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ સંસદની મંજુરીથી કોઈપણ દેશ સાથે યુદ્ધ જાહેર કરી શકે છે.
(૭) વિટો વાપરવાની સત્તા:
રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ-૧૧૧ અન્વયે પોતાની પાસે રહેલા વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. વિટોના મુખ્ય ત્રણ પ્રકાર છે.
વિટોના પ્રકાર:
વિટોના ત્રણ પ્રકાર છે. જે નીચે પ્રમાણે છે.
(૧) અંત્યાતિક વિટો:
અંત્યાતિક વિટો અંતર્ગત રાષ્ટ્રપતિ વિધેયકને મંજુરી આપે છે અથવા તો વિધેયકને મંજુરી આપતા નથી.
(૨) નિલંબનકારી વિટો:
નિલંબનકારી વિટો અંતર્ગત રાષ્ટ્રપતિ વિધેયકને સંસદમાં પુન:વિચારણા માટે મોકલે છે. આ વિધેયક ફરીવાર રાષ્ટ્રપતિ પાસે મંજુરી માટે આવે તો તે વિધેયક મંજુર કરવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે.
(૩) પોકેટ વિટો:
પોકેટ વિટો અંતર્ગત રાષ્ટ્રપતિ ખરડાને અનિશ્ચિત મુદ્દત સુધી પોતાની પાસે રાખી શકે છે.
(૮) નાણાકીય સત્તાઓ:
રાષ્ટ્રપતિ આકસ્મિક નિધિના સંરક્ષક માનવામાં આવે છે. નાણાકીય ખરડો રાષ્ટ્રપતિની મંજુરી વગર રજુ કરી શકાય નહિ. રાષ્ટ્રપતિની ભલામણ વગર કોઈપણ પ્રકારના અનુદાનની માંગ કરી શકાય નહિ. રાષ્ટ્રપતિ નાણાપંચનો અહેવાલ સંસદમાં રજુ કરે છે.
રાષ્ટ્રપતિનો પગાર (Salary of the President of India):
ભારતના રાષ્ટ્રપતિનો પગાર ભારતના બંધારણના અનુચ્છેદ-૫૯ અનુસાર રાષ્ટ્રપતિને પગાર ભારતની સંચિત નિધિમાથી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિનો પગાર સંસદ નક્કી કરે તે પ્રમાણે આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેના અડધા પગારનું પેન્શન આપવામાં આવે છે. જો રાષ્ટ્રપતિનું અવસાન થાય ત્યારે તેના પરિવારને અડધું પેન્શન આપવામાં આવે છે. પહેલા રાષ્ટ્રપતિને ૧.પ લાખ પગાર આપવામાં આવતો હતો, હવે ૫ લાખ પ્રતિ મહિને પગાર આપવામાં આવે છે.
રાષ્ટ્રપતિની ચુંટણી (Election of the President of India):
રાષ્ટ્રપતિની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે મતદાર મંડળમાંથી ઓછામાં ઓછા ૫૦ સભ્યોની દરખાસ્ત મુકનાર તરીકે ટેકો હોવો જરૂરી છે. રાષ્ટ્રપતિની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે ૧૫૦૦૦ રુપિયા ડીપોઝીટ રુપે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવા પડે છે. જો રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ૧/૬ મત ના મળે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ભરેલી ૧૫૦૦૦ રુપિયાની ડીપોઝીટ જપ્ત થાય છે.
રાષ્ટ્રપતિની ચુંટણી બંધારણનાં અનુચ્છેદ-૫૫ મુજબ સમતુલ્યતાના સિધ્ધાંત તથા એકલ સંક્રમણિય પધ્ધતિ દ્વારા થાય છે. રાષ્ટ્રપતિની ચુંટણીમાં મતદાન ગુપ્ત મતદાનથી થાય છે.
રાષ્ટ્રપતિનું રાજીનામું (Resignation of the President):
ભારતીય બંધારણના અનુચ્છેદ-૫૭ અનુસાર રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે.
રાષ્ટ્રપતિનો કાર્યકાળ (president tenure) :
ભારતના બંધારણના અનુચ્છેદ- ૫૬ અનુસાર રાષ્ટ્રપતિનો કાર્યકાળ સામાન્ય રીતે ૫ વર્ષનો હોય છે.
રાષ્ટ્રપતિ પદ માટેની લાયકાત (Qualifications for Presidency):
ભારતના રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારની ઉમર ૩૫ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર લોકસભામાં ચુંટાવા માટેની લાયકાત ધરાવતો હોવો જોઈએ. રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર કેન્દ્ર તથા રાજ્યમાં લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ. રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર સંસદ કે વિધાનસભામાં સભ્ય ન હોવો જોઈએ.
રાષ્ટ્રપતિની શપથવિધિ (Swearing in of the President):
ભારતના બંધારણના અનુચ્છેદ- ૬૦ પ્રમાણે રાષ્ટ્રપતિ પદનો હોદ્દો સંભાળતા પહેલા શપથ લેવડાવવામાં આવે છે. રાષ્ટ્રપતિને શપથ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયધીશ લેવડાવે છે. જો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયધીશ ગેરહાજર હોય તો સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠતમ ન્યાયધીશ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે.
રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા (The process of impeachment of the President):
ભારતના રાષ્ટ્રપતિ જો બંધારણનો ભંગ કરે તો રાષ્ટ્રપતિને હોદ્દા પરથી દુર કરવા માટે ભારતના બંધારણના અનુચ્છેદ-૬૧ મુજબ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવે છે. સંસદના બન્ને ગૃહ (રાજ્યસભા અને લોકસભા)માંથી કોઈપણ ગૃહમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા માટે ૧/૪ સભ્યોની સહીવાળુ આવેદનપત્ર ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિને આપવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિને ૧૪ દિવસની નોટીસ આપવામાં આવે છે. આ ૧૪ દિવસ દરમિયાન રાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહ (રાજ્યસભા અને લોકસભા) મા પોતાની રજુઆત કરી શકે છે. જો સંસદના બન્ને ગૃહ (રાજ્યસભા અને લોકસભા) મા મહાભિયોગનો પ્રસ્તાવ ર/૩ બહુમતી પસાર થાય તો તે તારીખે રાષ્ટ્રપતિએ પદ છોડવું પડે છે.
FAQs:
(રાષ્ટ્રપતિ વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)
રાષ્ટ્રપતિનો પગાર કેટલો હોય છે?
ભારતના રાષ્ટ્રપતિનો પગાર ભારતના બંધારણના અનુચ્છેદ-૫૯ અનુસાર રાષ્ટ્રપતિને પગાર ભારતની સંચિત નિધિમાથી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિનો પગાર સંસદ નક્કી કરે તે પ્રમાણે આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેના અડધા પગારનું પેન્શન આપવામાં આવે છે. જો રાષ્ટ્રપતિનું અવસાન થાય ત્યારે તેના પરિવારને અડધું પેન્શન આપવામાં આવે છે. પહેલા રાષ્ટ્રપતિને ૧.પ લાખ પગાર આપવામાં આવતો હતો, હવે ૫ લાખ પ્રતિ મહિને પગાર આપવામાં આવે છે.
રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે?
ભારતના બંધારણના અનુચ્છેદ- ૫૬ અનુસાર રાષ્ટ્રપતિનો કાર્યકાળ સામાન્ય રીતે ૫ વર્ષનો હોય છે.
રાષ્ટ્રપતિની ચુંટણીમાં કોણ મતદાન કરી શકે?
ભારતના રાષ્ટ્રપતિની ચુંટણી ભારતીય બંધારણના અનુચ્છેદ ૫૪ અન્વયે કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચુંટણીમાં સંસદ (લોકસભા અને રાજ્યસભા)ના બન્ને ગૃહના ચુંટાયેલા સભ્યો, વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો મતદાન કરી શકે છે. રાષ્ટ્રપતિની ચુંટણીમાં રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં નિમાયેલા ૨ સભ્યો ભાગ લઈ શકતાં નથી. રાષ્ટ્રપતિની ચુંટણીમાં રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા ૧૨ સભ્યો મતદાન કરી શકતા નથી. રાજ્યપાલ દ્વારા નિમાયેલ ૧ એંગ્લો ઈન્ડિયન રાષ્ટ્રપતિની ચુંટણીમાં મતદાન કરી શકતા નથી.આ ઉપરાંત વિધાન પરીષદમાં નિમાયેલા સભ્યો પણ રાષ્ટ્રપતિની ચુંટણીમાં મતદાન કરી શકતા નથી.
0 Comments