જો હું શિક્ષણમંત્રી હોઉ તો...નિબંધ || If I am Education Minister...essay in gujarati

જો હું શિક્ષણમંત્રી હોઉ તો 2022/2023...નિબંધ || If I am Education Minister...essay in gujarati

જો હું શિક્ષણમંત્રી હોઉ તો... આવા નિબંધ ખાસ તો મોટી ઉમરના બાળકો માટે હોય છે, જેથી તેની કલ્પનાશક્તિનો વિકાસ થાય. આવા નિબંધ લખવા વિદ્યાર્થીઓ માટે થોડા કઠીન હોય છે, પરંતુ જો થોડું વાંચન હોય તો આવા નિબંધ સારી રીતે લખી શકાય છે. આ નિબંધ કઈ રીતે લખી શકાય ? તેના માર્ગદર્શન માટે લખ્યો છે, જેથી તમને આવા નિબંધ લખવામાં સરળતા રહે. જો હું શિક્ષણમંત્રી હોઉ તો.. આ નિબંધ લખવા માટે આ માહિતી ઘણી ઉપયોગી સાબિત થશે.

જો હું શિક્ષણમંત્રી હોઉ તો 2022/2023...નિબંધ || If I am Education Minister...essay in gujarati


જો હું શિક્ષણમંત્રી હોઉ તો સર્વ પ્રથમ બાળકોને વિનામુલ્યે શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્ન કરું. આજે દિવસેને દિવસે બાળકો માટે શિક્ષણ ખુબ જ ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. જો હું શિક્ષણમંત્રી હોઉ તો શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા માટે પ્રયત્ન કરું. આજે બાળકો શિક્ષણ તો મેળવી લે છે, પરંતુ શિક્ષણ મેળવ્યા બાદ તેમાં કૌશલ્ય વિકાસ જોવા મળતો નથી. જેથી શિક્ષણ મેળવ્યા બાદ પણ બેરોજગાર જ રહે છે. શિક્ષણ તો એવું હોઉ જોઈએ કે શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થી સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને, પોતાના પગ પર ઉભો રહી શકે, નવી રોજગારીનું સર્જન કરી શકે, વિદ્યાર્થીઓમાં આવડતનો વિકાસ થાય, વિદ્યાર્થી એક સારો નાગરિક બને, વિદ્યાર્થીમાં ગુણોનો વિકાસ થાય, વિદ્યાર્થીમાં દેશપ્રેમ જાગે, વિદ્યાર્થી રાષ્ટ્રહિતમાં ફાળો આપે.

જો હું શિક્ષણમંત્રી હોઉ તો એવા અભ્યાસક્રમ પર ભાર આપું, જેમાં ગોખણપટ્ટીને સ્થાન ન હોય, પરંતુ સમજણ સાથેનું શિક્ષણ હોય. આજે જોઈએ તો વિદ્યાર્થીને રટાવી રટાવી પોપટ જેવા બનાવી દીધા છે. વિદ્યાર્થીઓમાં સર્જનશીલતા નો અભાવ જોવા મળે છે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો પણ સર્જનાત્મક હોવા જોઈએ, જેથી વિદ્યાર્થી ગોખવાને બદલે વિષયવસ્તુ સમજવા પર ધ્યાન આપે.અભ્યાસક્રમમા પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ વર્ક, રમતો, કૌશલ્ય વિકાસ, વિષયવસ્તુની વાસ્તવિક જીવનમાં ઉપયોગીતા, સમુહ કાર્ય, ઉત્પાદક કાર્ય, જીવન શિક્ષણ, મુલ્ય શિક્ષણ, શારીરિક શિક્ષણ, શ્રમકાર્ય વગેરેને સ્થાન આપવું જોઈએ. જેથી શિક્ષણ મેળવ્યા બાદ એક દેશના વિકાસમાં ફાળો આપી શકે તેવો નાગરિક બને, નહિ કે બેરોજગારની ફોજમાં વધારો કરે.

જો હું શિક્ષણમંત્રી હોઉ તો બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના પર વિશેષ મોનિટરિંગ ગોઠવુ તથા મધ્યાહન ભોજન યોજનામાં વિવિધતા લાવું. બાળકો માટે મધ્યાહન ભોજન યોજના એ બાળકોનું પેટ ભરવા માટેની યોજના નથી, પરંતુ બાળકો કુપોષણનો શિકાર ન બને તથા પૌષ્ટિક આહારથી સારી તંદુરસ્તી મેળવે તે માટે છે. હુ જો શિક્ષણમંત્રી હોઉ તો વૈજ્ઞાનિક ઢબે બાળકોની ઉમર, વિસ્તાર પ્રમાણે, ઋુતુ પ્રમાણે મધ્યાહન યોજના માટે મેનું બનાવું, જેથી બાળકોની તંદુરસ્તી વધે તથા બાળકોનો નામાંકનનો દર ૧૦૦ ટકા થાય. 

જો હું શિક્ષણમંત્રી હોઉ તો કન્યા કેળવણી પર વિશેષ ધ્યાન આપુ કેમકે બધાને ભણેલી વહુ જોઈએ છે, પરંતુ કોઈને દિકરી ભણાવવી ગમતી નથી. આજે હજુ પણ દિકરા જેટલું દિકરીને ભણાવવામાં ઉદાસીનતા જોવા મળે છે. આજે દિકરીના ભણતર પર ખર્ચ કરવા કરતાં દિકરાના ભણતર પાછળ ખર્ચ વધુ કરવામાં આવે છે. દિકરીને હજુ પણ પારકા ઘરની ગણવામાં આવે છે, એવું પણ ઘણાં માતાપિતા માનતા હોય છે કે દિકરીને ભણાવીએ તો કમાઈને આપણને થોડી આપશે? તે તો તેના સાસરીપક્ષને આપશે. આવી માન્યતાને કારણે દિકરીઓને વધુ ભણાવવામાં આવતી નથી. આ હકીકત છે અને સત્ય છે. જે સ્વીકારવું જ પડશે. પરંતુ જ્યાં સુધી આ માન્યતામાંથી બહાર નહિ નિકળીએ ત્યાં સુધી દિકરી માટે ભણતર પુરુ કરવું મુશ્કેલ છે. આ માટે કંઈક વિચારવું પડશે. જો હું શિક્ષણમંત્રી હોઉ તો કન્યા કેળવણી તથા કન્યા માટે મફત શિક્ષણ ઉપરાંત શિષ્યવૃત્તિની જોગવાઈ કરુ જેથી વાલીઓ દિકરીને શિક્ષણ અપાવવા માટે આગળ આવે. જો હું શિક્ષણમંત્રી હોઉ તો કન્યા કેળવણી તથા કન્યા કેળવણી માટે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરું.

જો હું શિક્ષણમંત્રી હોઉ તો નવી શિક્ષકોની ભરતી કરી, શિક્ષકોની ઘટ દુર કરવા માટે પ્રયત્ન કરું. બાળકોને શિક્ષણ મેળવવું જ છે, પરંતુ જો બાળકોની સંખ્યા પ્રમાંણે શિક્ષકોની સંખ્યા નહિ હોય તો બાળકોને સારું શિક્ષણ મળી શકશે નહિ. જો હું શિક્ષણમંત્રી હોઉ તો દરેક શાળાને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે પ્રયત્ન કરું. દરેક શાળાને આધુનિક બિલ્ડિંગ મળી રહે તે માટે પ્રયત્ન કરું.

જો હું શિક્ષણમંત્રી હોઉ તો શાળા માટે નવી નવી યોજનાઓ લાવું જેથી બાળકો સુધી તમામ લાભ પહોચે. સ્વનિર્ભર શાળા માટે ફી માટે ચોક્કસ નિયમો બનાવુ, જેથી ફી ભરવા માટે વાલી પર મોટો બોજો ના આવે. જો હું શિક્ષણમંત્રી હોઉ તો સરકારી શાળા જ એવી બનાવું જેથી બાળકોને સ્વનિર્ભર શાળામાં જવાની જ જરુંર ના પડે.

જો હું શિક્ષણમંત્રી હોઉ તો શિક્ષણમાં નવીનીકરણને પ્રોત્સાહન આપુ પરંતુ સાથે આપણો વારસો તથા સંસ્કૃતિ ભુલાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખું.આજે આધુનિક શિક્ષણના નામે મૂલ્યોનો હ્રાસ થતો જોવા મળે છે. શિક્ષણનું કામ જ વિદ્યાર્થીઓમાં મૂલ્યોનો વિકાસ કરવાનું, પરંતુ આજે ગોખણપટ્ટીવાળા શિક્ષણમા સમજણની છાંટ જોવા મળતી નથી. જો હું શિક્ષણમંત્રી હોઉ તો બાળકોમાં મૂલ્યોનો વિકાસ થાય તે માટે પુરા પ્રયત્નો કરું.

Post a Comment

0 Comments