જો વૃક્ષો ન હોય તો...ગુજરાતી નિબંધ || If there are no trees...essay in gujarati

જો વૃક્ષો ન હોય તો... ગુજરાતી નિબંધ || If there are no trees...essay in gujarati.

જો વૃક્ષો ન હોય તો... નિબંધ સામાન્ય રીતે મોટી ઉંમરના બાળકો માટે હોય છે. બાળકોની કલ્પનાશક્તિનો વિકાસ થાય તે માટે આવો નિબંધ સામાન્ય રીતે લખાવવામાં કે પુછવામાં આવતો હોય છે. અંહી આપેલો નિબંધ ધોરણ ૩,ધોરણ ૪,ધોરણ ૫,ધોરણ ૬,ધોરણ ૭,ધોરણ ૮,ધોરણ ૯,ધોરણ ૧૦,ધોરણ ૧૧,ધોરણ ૧૨ તથા ગ્રેજ્યુએશન કરતાં વિદ્યાર્થીઓને ખુબ ઉપયોગી સાબિત થશે. જો વૃક્ષો ન હોય તો... નિબંધથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો તથા વૃક્ષોનું મહત્વ સમજાવવાનો એક નાનકડો પ્રયાસ છે. જે વિદ્યાર્થીઓને, વાલીઓને તથા શિક્ષકોને ખુબ જ ગમશે. 

જો વૃક્ષો ન હોય તો...ગુજરાતી નિબંધ || If there are no trees...essay in gujarati.


જો વૃક્ષો ન હોય તો... આપણા જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. વૃક્ષો જ આપણું જીવન છે. વૃક્ષો છે તો આપણે છીએ, અન્યથા આપણું જીવન નથી. વૃક્ષો આપણને ઓક્સિજનયુક્ત હવા પુરી પાડે છે. આપણે જીવવા માટે ઓક્સિજન વાયુ જરૂરી છે. ઓક્સિજન વગર આપણે એક મિનિટ પણ ન રહી શકીએ. વૃક્ષો દિવસ દરમિયાન ઓક્સિજન વાયુ આપી હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. કાર્બન ડાયોક્સાઈડ આપણા માટે હાનિકારક છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આમ, જો વૃક્ષો ન હોય તો આપણે એક કલાક પણ ન જીવી શકીએ.

જો વૃક્ષો ન હોય તો... પૃથ્વી જે આપણને હરીયાળી લાગે છે, તે જ પૃથ્વી ઉજ્જડ અને વેરાન લાગે. વૃક્ષો તો પૃથ્વીની શોભા છે. આપણે જ્યારે વૃક્ષોને જોઈએ છીએ ત્યારે આપણા મનને શાંતિ થાય છે તથા મનમાં ઠંડક પ્રસરી જાય છે. વૃક્ષો તો પરોપકારી સંત જેવા છે. જે પોતે તકલીફ વેઠીને બીજાને મદદરૂપ થાય છે. વૃક્ષો પોતે તડકો વેઠી આપણને ઠંડો છાયડો આપે છે. જો વૃક્ષો ન હોય તો આવો ઠંડો છાયડો આપણને મળી શકે નહિ.

જો વૃક્ષો ન હોય તો... આપણને બળતણ માટે લાકડુ મળી શકે નહિ. વૃક્ષો આપણને બળતણ માટે લાકડુ પુરુ પાડે છે. આપણે જે નોટબુક અને પુસ્તકો વાપરીએ છીએ તે અમુક ખાસ પ્રકારના વૃક્ષોમાંથી જ બને છે. જો વૃક્ષો ન હોય તો આપણે જે કાગળવાળી નોટબુક, ચોપડી, પાઠ્યપુસ્તક વગેરે વાપરીએ છીએ તે ના હોત.વૃક્ષો આપણને ઘણા જ ઉપયોગી છે. ખેરના વૃક્ષમાંથી કાથો બને છે. ખાખરાનાં પાનમાંથી પડીયા-પતરાળા બને છે. ટીમરુનાં ઝાડના પાન બીડી બનાવવામાં ઉપયોગી છે. વાંસનાં ઝાડમાંથી ટોપલા ટોપલીઓ બને છે. જો વક્ષો ન હોત તો આ ફાયદા આપણને ના મળેત.

જો વૃક્ષો ન હોત તો...જે આપણે ઔષધિય વનસ્પતિ વાપરીએ છીએ તે ન મળેત. વૃક્ષો વગર આપણું આયુર્વેદ અધુરું છે. વૃક્ષો આપણને વિવિધ પ્રકારની ઔષધિય વનસ્પતિ પુરી પાડે છે. અશ્વગંધા, સર્પગંધા, અરડૂસી, તુલસી વગેરે ઔષધિય વનસ્પતિ આપણને વૃક્ષો પુરી પાડે છે. આ ઔષધિય વનસ્પતિ વિવિધ પ્રકારના રોગની સારવારમાં વપરાય છે. વનસ્પતિમાંથી બનાવેલી ઔષધી આડઅસરો ખુબ જ ઓછી હોય છે. જો વૃક્ષો ના હોત તો આ ઔષધિય વનસ્પતિનો લાભ માનવજાતને ના મળેત.

જો વૃક્ષો ન હોત તો...વરસાદમાં પણ તકલીફ પડેત. વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે. જ્યાં વધુ વૃક્ષો હોય ત્યાં વરસાદ વધુ પડે છે અને જ્યાં ઓછા વૃક્ષો હોય ત્યાં વરસાદ ઓછો પડે છે. વૃક્ષો હવામાં રહેલી પાણીની બાષ્પને ઠારવાનુ કામ કરે છે. આ બાષ્પ ઠરવાથી જ વરસાદ પડે છે. જો વૃક્ષો ના હોય તો આ બાષ્પ ના ઠરે અને વરસાદ પણ ના પડે. આથી વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે. આમ, જો વૃક્ષો ના હોત તો વરસાદ પણ ના પડેત.

જો વૃક્ષો ના હોત તો... પૃથ્વી પર અસહનીય ગરમી પડેત. વૃક્ષો હવાને ઠંડી કરવાનુ કામ કરે છે તથા સુર્યનો આકરો તાપ સહન કરીને જમીનને ઠંડી રાખવાનું કામ કરે છે. માટે જ જ્યારે આપણે વૃક્ષની નીચે ઉભા રહીએ ત્યારે આપણને ઠંડીનો અહેસાસ થાય છે.પૃથ્વી પર તાપમાનનું સંતુલન જળવાઈ છે તે વૃક્ષોને આભારી છે. આજે વૃક્ષો કપાવાથી દિવસે દિવસે તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. આ વૃક્ષો કપાવાથી જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉદ્દભવી છે. જેને કારણે સમુદ્રની સપાટી ઉપર આવી રહી છે. ઋતુચક્ર ખોરવાઈ ગયુ છે. જો વૃક્ષો ઓછા થવાથી જ જો આટલી તકલીફ પડતી હોય તો જો વૃક્ષો ના હોય તો આપણી હાલત શું થાત? આ વિચારતા જ કાળજું ધ્રુજી ઊઠે છે.


જો વૃક્ષો ના હોત તો જમીનનું ધોવાણ ખુબ જ વધી જાય. આપણે જમીનનાં ઉપલા પડ પર ખેતી કરીએ છીએ. જમીનનું ઉપલું પડ જ ફળદ્રુપ છે, જેના પર સારી ખેતી થાય છે. વૃક્ષો અને વનસ્પતિઓ આ ઉપલા પડને મુળ વડે જકડી રાખે છે, જેથી જમીનનું ધોવાણ અટકે છે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.માટે જ જમીનનું ધોવાણ અટકાવવા માટે વૃક્ષો વાવવામાં આવે છે.

જો વૃક્ષો ના હોત તો.. પ્રાણીસૃષ્ટિ પણ ના હોત. પ્રાણીઓ વનસ્પતિ અને વૃક્ષોનો ખોરાક તથા રહેઠાણ માટે ઉપયોગ કરે છે. જો વૃક્ષો ના હોત તો પ્રાણીઓનું પણ અસ્તિત્વ ના હોત. પ્રાણીઓ આપણને ભારવહનમાં, દુધ આપે, સવારીમાં ઉપયોગી, ઉન આપે, ચામડુ તથા માંસ વગેરે આપે છે. તો તમામ લાભો આપણને ના મળે. વૃક્ષો આપણને કેરી, ચીકુ, જામફળ, સીતાફળ, બોર, અનાનસ, સફરજન વગેરે જેવા ફળો ન મળે. વૃક્ષો રણને આગળ વધતું પણ અટકાવે છે. વૃક્ષો ના હોય તો આ રણ ખુબ જ આગળ વધી ગયા હોય. વૃક્ષો પવન દ્વારા આગળ વધતી રેતીને અટકાવે છે. વૃક્ષો પક્ષીઓને ખોરાક તથા રહેઠાણ પુરા પાડે છે. જો આ વૃક્ષો ના હોત તો પક્ષીઓ પણ ના હોત.

આમ, જો વૃક્ષો ના હોત તો માનવજાત જ ના હોત સાથે સાથે પ્રાણીસૃષ્ટિ તથા પક્ષીઓ પણ ના હોત. વૃક્ષો વગરના જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે. માટે જ વધુ વૃક્ષો વાવી વૃક્ષોનું જતન કરીએ, પર્યાવરણ બચાવીએ તો જ આપણે બચીશુ.

વૃક્ષો વાવો, વરસાદ લાવો. 
પર્યાવરણનું જતન આબાદ વતન.

FAQs:

જો વૃક્ષો ના હોય તો શું થાય?

જો વૃક્ષો ન હોય તો...વરસાદ ના પડે, ગરમીનું પ્રમાણ વધે, ઔષધિય વનસ્પતિ ન મળે, ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ ઉદ્ભવે, શુદ્ધ હવા ના મળે, પશુ, પક્ષીઓ તથા માનવને ખોરાક ન મળે, જમીનનું ધોવાણ થાય, વિવિધ ફળો ન મળે, બળતણ તથા ફર્નિચર માટે લાકડુ ન મળે, પૃથ્વી વેરાન લાગે.

Post a Comment

0 Comments