રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિશે તમામ માહિતી || રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિશે માહિતી || Information about President of India Draupadi Murmu

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિશે તમામ માહિતી || રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિશે માહિતી || Information about President of India Draupadi Murmu || રાષ્ટ્રપતિ ચુંટણી 2022 || Presidential Election 2022 || ભારતના રાષ્ટ્રપતિઓ || Presidents of India

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ છે. અંહી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિશે શક્ય તેટલી વધારે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આ માહિતી શક્ય તેટલી સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ જો કોઈ ભુલ રહી ગઈ હોય અથવા ભુલ થઈ હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી સુધારી શકાય. આપણા રાષ્ટ્રપતિ વિશે આપણને માહિતી હોય તે ખુબ જરુરી છે. શક્ય તેટલી તમામ કાળજી રાખવાનો પ્રયત્ન કર્યો છે.આ પોસ્ટ કોઈ રાજનૈતિક ઉદેશ્ય સાથે લખવામાં આવી નથી, તો વાચકમિત્રોએ કોઈ પક્ષાપક્ષી કે રાગદ્વેષ સાથે નહિ, પરંતુ શુદ્ધ ભાવ સાથે વાંચે. આ પોસ્ટ કોઈની તરફેણ કે કોઈને દુઃખ પહોચાડવા માટે નથી. આ પોસ્ટનો મુખ્ય ઉદેશ્ય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિશે માહિતી આપવાનો છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ || રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વિશે માહિતી || Information about President of India Draupadi Murmu



દ્રોપદી મુર્મુનું જ્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે નોમીનેશન થયુ ત્યારે બધાને અચરજ થયું કેમકે દ્રોપદી મુર્મુ ખુબ જ ઓછા લાઈમલાઈટમાં રહેલા મહિલા છે. દ્રોપદી મુર્મુની ઓળખાણ તેના કામથી થાય છે.રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ આદિવાસી સમુદાયમાંથી આવે છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ ઓડિસા રાજ્યના છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ NDA(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) તરફથી નોમીનેટ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ પદ માટેની ચુંટણીમાં ઓપોઝિટ પાર્ટીમાંથી યશવંત સિન્હા હતા. આ રાષ્ટ્રપતિ પદ માટેની ચુંટણીમાં યશવંત સિન્હાની સામે દ્રોપદી મુર્મુ વિજેતા થયા હતા.

1 જન્મતારીખ: 20 જૂન 1958
2 જન્મસ્થળ: ઉપરબેડા, મયુરભંજ, ઓરિસ્સા
3 પતિ: શ્યામ ચરણ મુર્મુ (ઈ.સ.2014 માં અવસાન)
4 પિતા: બિરાંચી નારાયણ ટુડુ
5 સંતાન: ૩ સંતાન (2 પુત્ર,1 પુત્રી) (બંને પુત્ર હયાત નથી)
6 પુત્રીનું નામ: ઈતિશ્રી
7 પ્રોફેશન: શિક્ષક
8 ઓક્યુપેશન: પોલીટીશીયન
9 રાજકીય પક્ષ: ભારતીય જનતા પાર્ટી
10 અભ્યાસ: ગ્રેજ્યુએટ (રમાદેવી મહિલા કોલેજ)
11 રાજકીય સફર બે વખત ઓરિસ્સામાં મંત્રી તરીકે, ઝારખંડ રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે, હાલ રાષ્ટ્રપતિ તરીકે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનો જન્મ 20 જૂન ઈ. સ.1958 ના રોજ થયો હતો. અત્યાર સુધીના તમાંમ રાષ્ટ્રપતિ ઈ.સ. 1947 પહેલા એટલે કે આઝાદી પહેલાં જન્મેલા હતા, પરંતુ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનો જન્મ ઈ.સ.1958 માં આઝાદી બાદ સ્વતંત્ર ભારતમાં થયો હતો. આમ, સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનો જન્મ ઓરિસ્સાના મયુરભંજ જીલ્લાના બૈડાપોસી -ઉપરબેડા માં થયો હતો.દ્રોપદી મુર્મુના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું.

દ્રોપદી મુર્મુના લગ્ન શ્યામ ચરણ મુર્મુ સાથે થયા હતા. શ્યામ ચરણ મુર્મુ એક બેંકર હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના પતિ શ્યામ ચરણ મુર્મુનું મૃત્યુ ઈ.સ.2014 માં થયું હતું. દ્રોપદી મુર્મુને ત્રણ સંતાન હતા. જેમાં બે પુત્રો અને એક પુત્રી હતી. બે પુત્રો હાલ હયાત નથી. એક પુત્રી હયાત છે, જેનું નામ ઈતિશ્રી છે. ઈતિશ્રીના પતિ પણ મૃત્યુ પામેલા છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ રાજનીતિમાં આવ્યા પહેલાં તે ઓરિસ્સા રાજ્યના ઈરીગેશન અને પાવર વિભાગમાં ઈ.સ.1979 થી ઈ.સ.1983 સુધી જુનીયર આસિસ્ટન્ટ હતા. તેઓ એક શિક્ષક પણ હતાં. તેઓ હિંદી, ઓડિયા, ગણિત અને ભુગોળ ભણાવતા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આર્ટસમાં ગ્રેજ્યુએટ છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ રમાદેવી મહિલા કોલેજમાંથી સ્નાતક કર્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ સૌથી યુવાન રાષ્ટ્રપતિ છે. અત્યાર સુધી આટલી નાની ઉમરના કોઈ રાષ્ટ્રપતિ બન્યું નથી. સૌથી યુવાન રાષ્ટ્રપતિમાં પહેલાં નિલમ સંજીવ રેડ્ડી હતા. નિલમ સંજીવ રેડ્ડી રાષ્ટ્રપતિની ચુંટણીમાં બિનહરીફ જીત્યા હતા.પરંતુ હાલ દ્રોપદી મુર્મુએ તેમનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. નિલમ સંજીવ રેડ્ડીએ જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા ત્યારે તેમની ઉંમર 64 વર્ષ 2 મહિના અને 6 દિવસની ઉંમર હતી. પરંતુ દ્રોપદી મુર્મુ જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે શપથ લેશે ત્યારે તેમની ઉંમર 64 વર્ષ 1 મહિનો અને 8 દિવસ હશે. આ રીતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ સૌથી યુવાન પ્રથમ રાષ્ટ્રપતિ છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ આદિવાસી જાતિના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. દ્રોપદી મુર્મુ એ આદિવાસીના સંથાલ સમુદાયમાંથી આવે છે. આ પહેલા રામનાથ કોવિંદ અને કે. આર. નારાયણ પણ દલિત સમાજના હતા, પરંતુ આદિવાસી સમાજમાંથી દ્રોપદી મુર્મુ પ્રથમ રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. આ પહેલા રાષ્ટ્રપતિના પદ પર પ્રતિભા પાટિલ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ એક સમયે કાઉન્સિલર હતા. ઈ.સ.1997 માં રાયરંગપુરમાંથી નગર પંચાયતની કાઉન્સિલર બનીને રાજકીય કારકિર્દીની શરુંઆત કરી હતી. ઈ.સ.2000 ની સાલમાં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.દ્રોપદી મુર્મુ એ આરિસ્સા સરકારમાં વિવિધ ખાતાઓમાં મંત્રી તરીકે સેવા આપી હતી. દ્રોપદી મુર્મુ એ ઓરિસ્સા સરકારમાં કોમર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં ઈ.સ.2000 થી ઈ.સ.2002 સુધી મંત્રી તરીકે કાર્ય કર્યું. ઈ.સ.2002 થી ઈ.સ.2004 સુધી ફીશરીઝ એન્ડ એનિમલ રીસોર્સમાં મંત્રી તરીકે કાર્ય કર્યું હતું. તેઓ ઈ.સ.2009 માં લોકસભાની ચૂંટણી મયુરભંજમાંથી હાર્યા હતા. દ્રોપદી મુર્મુ ઈ.સ.2015 માં જારખંડના રાજ્યપાલ હતા. દ્રોપદી મુર્મુ એ જારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ પણ હતા.

એન.ડી.એ 2022 માં રાષ્ટ્રપતિના ઉમેદવાર માટે દ્રોપદી મુર્મુ પર મહોર લગાવી હતી. 24 જુલાઈ 2022 ના રોજ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ તરીકે કાર્યકાળ પુરો થાય છે. ચૂંટણીપંચ ના નિયમ પ્રમાણે રાષ્ટ્રપતિ નો કાર્યકાળ પુરો થવા આવે તે પહેલાં જ ચુંટણી માટે તૈયારી થઈ જાય છે. રાષ્ટ્રપતિ નો કાર્યકાળ પુરો થતા નવા રાષ્ટ્રપતિનો કાર્યકાળ શરુ થાય છે. 25 જુલાઈ 2022 ના રોજ દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદ માટેના શપથ લેશે. ચૂંટણીપંચના નિયમ પ્રમાણે CJI(ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા) એન.વી.રમણા દ્રોપદી મુર્મુ ને રાષ્ટ્રપતિ પદ માટેના શપથ લેવડાવશે.

એન.ડી.એ એ દ્રોપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કર્યા બાદ દ્રોપદી મુર્મુ એ વિવિધ રાજ્યોનો પ્રવાસ કર્યો હતો. દ્રોપદી મુર્મુ એ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદ માટેની ચુંટણીમાં પરાજય આપ્યો હતો. દ્રોપદી મુર્મુને 64.03 ટકા મત મળ્યા હતા, જ્યારે યશવંત સિન્હાને 35.97 ટકા મત મળ્યા હતા. આ રીતે દ્રોપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ભવ્ય વિજય મળ્યો હતો.

દ્રોપદી મુર્મુના પાંચ રેકોર્ડ:

(1) દ્રોપદી મુર્મુ એ આદિવાસી સમુદાયના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. આ પહેલા દલિત સમાજમાંથી બે રાષ્ટ્રપતિ બન્યા હતા. રામનાથ કોવિંદ અને કે.આર.નારાયણ એ દલિત સમાજમાંથી રાષ્ટ્રપતિ હતા. પરંતુ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તો દ્રોપદી મુર્મુ જ છે.

(2) દ્રોપદી મુર્મુ એ સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ છે. અત્યાર સુધીના તમાંમ રાષ્ટ્રપતિનો જન્મ ઈ.સ.1947 પહેલા થયેલો છે, પરંતુ દ્રોપદી મુર્મુનો જન્મ ભારતની આઝાદી પછી ઈ.સ.1958 માં થયેલો છે.

(3) દ્રોપદી મુર્મુ એ સૌથી યુવા રાષ્ટ્રપતિ છે. આ રેકોર્ડ દ્રોપદી મુર્મુ પહેલા નિલમ સંજીવ રેડ્ડીના નામે હતો. દ્રોપદી મુર્મુ પહેલા નિલમ સંજીવ રેડ્ડી સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા. નિલમ સંજીવ રેડ્ડીએ જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા ત્યારે તેમની ઉંમર 64 વર્ષ 2 મહિના અને 6 દિવસ હતી. પરંતુ દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદ માટે શપથ 25 જુલાઈ 2022 ના રોજ લેશે ત્યારે દ્રોપદી મુર્મુની ઉંમર 64 વર્ષ 1 મહિનો અને 8 દિવસ થશે. આમ, દ્રોપદી મુર્મુ એ સૌથી યુવા રાષ્ટ્રપતિ બનશે.

(4) એક રાજ્યમાં કાઉન્સિલર રહી ચુકેલા પ્રથમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ બનશે. દ્રોપદી મુર્મુ ઈ.સ.1997 માં રાયરંગપુરમાંથી નગર પંચાયતના કાઉન્સિલર બનીને રાજકીય કારકિર્દીની શરુંઆત કરી હતી.

(5) દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિ બનતાની સાથે તેમણે રાષ્ટ્રપતિ આપેલા રાજ્યોની યાદીમાં ઓરિસ્સાનું નામ પણ જોડાયું. દ્રોપદી મુર્મુ એ ભારતનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિનો રેકોર્ડ પ્રતિભા પાટિલના નામે છે.

રાષ્ટ્રપતિ ચુંટણી 2022 (Presidential Election 2022) :

રાષ્ટ્રપતિના પદની ચુંટણી 2022 માં NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ના ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને ઓપોઝિટ પાર્ટીમાંથી યશવંત સિન્હા હતા.

રાષ્ટ્રપતિના પદની ચુંટણી 2022 માં NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ના ઉમેદવાર દ્રોપદી મુર્મુનો વિજય થયો હતો.

રાષ્ટ્રપતિના પદની ચુંટણી 2022 માં NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) ના ઉમેદવાર દ્રોપદી મુર્મુને 64.03 ટકા મત તથા યશવંત સિન્હાને 35.97 ટકા મત મળ્યા હતા.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં દ્રોપદી મુર્મુને કેરળમાંથી સૌથી ઓછા મત મળ્યા હતા.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં યશવંત સિન્હાને આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમમાંથી મત ન મળ્યા.

રાષ્ટ્રપતિના પદની ચુંટણી 2022ની મતગણતરી ચાર રાઉન્ડમાં કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં દ્રોપદી મુર્મુએ ત્રીજા રાઉન્ડમાં જ રાષ્ટ્રપતિ પદ માટેની ચુંટણી જીતી લીધી હતી કેમ કે ત્રીજા રાઉન્ડમાં જ દ્રોપદી મુર્મુને 50 ટકા કરતાં વધુ મત મળી ચુક્યા હતા.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં 4754 મત પડ્યા હતાં.જેમાં 4701 મત માન્ય હતા તથા 53 મત અમાન્ય હતા.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં દ્રોપદી મુર્મુને 2824 મતો મળ્યા હતા, જેની વેલ્યુ 676803 છે. જ્યારે યશવંત સિન્હાને 1877 મત મળ્યા. જેની વેલ્યુ 380177 છે.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં મતગણતરી સંસદ ભવનમાં કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં રિટર્નિંગ ઓફિસર તથા રાજ્યસભાના મહાસચિવ પી.સી.મોદીએ મતોની ચકાસણી કરી હતી.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં સાંસદોના મત બેલેટ પેપરમાં લીલા કલરની પેનથી તથા ધારાસભ્યોના બેલેટ પેપરમાં ગુલાબી કલરની પેનથી પ્રાથમિકતા લખવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં 12 રાજ્યોમાં 100 ટકા મતદાન થયું હતું.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં કુલ 99 ટકાથી વધુ મતદાન થયું હતું.

રાષ્ટ્રપતિ પદ માટેની 2022 ની ચુંટણીમાં દ્રોપદી મુર્મુનો વિજય થયો હતો, તેની સાથે દેશને પ્રથમ આદિવાસી સમુદાયમાંથી પ્રથમ રાષ્ટ્રપતિ મળ્યા.

25 જુલાઈના રોજ દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેને ભારતના ચીફ જસ્ટિસ એન. વી. રમણા રાષ્ટ્રપતિ પદ માટેના શપથ લેવડાવશે.

ભારતના રાષ્ટ્રપતિની યાદી (List of Presidents of India):


ક્રમ રાષ્ટ્રપતિનું નામ સમયગાળો વિશેષ નોંધ
ક્રમ૧. રાષ્ટ્રપતિનું નામરાજેન્દ્ર પ્રસાદ સમયગાળો૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી ૧૩ મે ૧૯૬૨ સુધી વિશેષ નોંધપ્રથમ રાષ્ટ્રપતિ
ક્રમ૨. રાષ્ટ્રપતિનું નામસર્વપલ્લી રાધાકૃષ્ણ સમયગાળો૧૩ મે ૧૯૬૨ થી ૧૩ મે ૧૯૬૭ સુધી વિશેષ નોંધ---
ક્રમ--- રાષ્ટ્રપતિનું નામઝાકીર હુસેન સમયગાળો૧૩ મે ૧૯૬૭ થી ૩ મે ૧૯૬૯ સુધી વિશેષ નોંધહોદ્દાની મુદ્દત પુરી થાય તે પહેલાં જ મૃત્યુ
ક્રમ૩. રાષ્ટ્રપતિનું નામવરાહગીરી વેંક્ટગીરી સમયગાળો૩ મે ૧૯૬૯ થી ૨૦ જુલાઈ ૧૯૬૯ સુધી વિશેષ નોંધવચગાળાના રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાગ લેવા રાજીનામું આપ્યું.
ક્રમ--- રાષ્ટ્રપતિનું નામમહમદ હિદાયતુલ્લાહ સમયગાળો૨૦ જુલાઈ ૧૯૬૯ થી ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ સુધી વિશેષ નોંધસર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ હતાં.
ક્રમ૪. રાષ્ટ્રપતિનું નામવરાહગીરી વેંક્ટગીરી સમયગાળો૨૪ ઓગસ્ટ ૧૯૬૯ થી ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ સુધી વિશેષ નોંધ---
ક્રમ૫. રાષ્ટ્રપતિનું નામફકરુદ્દીન અલી અહમદ સમયગાળો૨૪ ઓગસ્ટ ૧૯૭૪ થી ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭ સુધી વિશેષ નોંધહોદ્દાની મુદ્દત પુરી થાય તે પહેલાં અવસાન
ક્રમ--- રાષ્ટ્રપતિનું નામબાસ્સપ્પા દાનપ્પા જતી સમયગાળો૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭ થી ૨૫ જુલાઈ ૧૯૭૭ સુધી વિશેષ નોંધકાર્યકારી
ક્રમ૬. રાષ્ટ્રપતિનું નામનિલમ સંજીવ રેડ્ડી સમયગાળો૨૫ જુલાઈ ૧૯૭૭ થી ૨૫ જુલાઈ સુધી૧૯૮૨ સુધી વિશેષ નોંધબિન હરીફ રાષ્ટ્રપતિ
ક્રમ૭. રાષ્ટ્રપતિનું નામગ્યાની ઝૈલસિંઘ સમયગાળો૨૫ જુલાઈ ૧૯૮૨ થી ૨૫ જુલાઈ ૧૯૮૭ સુધી વિશેષ નોંધ---
ક્રમ૮. રાષ્ટ્રપતિનું નામરામસ્વામી વેંકટરામન સમયગાળો૨૫ જુલાઈ ૧૯૮૭ થી ૨૫ જુલાઈ ૧૯૯૨ સુધી વિશેષ નોંધ---
ક્રમ૯. રાષ્ટ્રપતિનું નામશંકરદયાળ શર્મા સમયગાળો૨૫ જુલાઈ ૧૯૯૨ થી ૨૫ જુલાઈ ૧૯૯૭ સુધી વિશેષ નોંધ---
ક્રમ૧૦. રાષ્ટ્રપતિનું નામકે.આર.નારાયણ સમયગાળો૨૫ જુલાઈ ૧૯૯૭ થી ૨૫ જુલાઈ ૨૦૦૨ સુધી વિશેષ નોંધપ્રથમ દલિત રાષ્ટ્રપતિ
ક્રમ૧૧. રાષ્ટ્રપતિનું નામએ.પી.જે અબ્દુલ કલામ સમયગાળો૨૫ જુલાઈ ૨૦૦૨ થી ૨૫ જુલાઈ ૨૦૦૭ સુધી વિશેષ નોંધવૈજ્ઞાનિક
ક્રમ૧૨. રાષ્ટ્રપતિનું નામપ્રતિભા પાટિલ સમયગાળો૨૫ જુલાઈ ૨૦૦૭ થી ૨૫ જુલાઈ ૨૦૧૨ સુધી વિશેષ નોંધપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
ક્રમ૧૩. રાષ્ટ્રપતિનું નામપ્રણવ મુખર્જી સમયગાળો૨૫ જુલાઈ ૨૦૧૨ થી ૨૫ જુલાઈ ૨૦૧૭ સુધી વિશેષ નોંધ---
ક્રમ૧૪. રાષ્ટ્રપતિનું નામરામનાથ કોવિંદ સમયગાળો૨૫ જુલાઈ ૨૦૧૭ થી ૨૫ જુલાઈ ૨૦૨૨ સુધી વિશેષ નોંધ---
ક્રમ૧૫. રાષ્ટ્રપતિનું નામદ્રોપદી મુર્મુ સમયગાળો૨૫ જુલાઈ ૨૦૨૨ થી... વિશેષ નોંધપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ

FAQs:

(વારંવાર પુછાતા પ્રશ્નો) 

ભારતના 15 માં રાષ્ટ્રપતિ કોણ છે?

ભારતનાં 15 માં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ છે.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા.

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા?

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ હતા.

Post a Comment

0 Comments