રાષ્ટ્રપતિ શાસન વિશે સંપૂર્ણ માહિતી || Information about President's rule || ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન વિશે માહિતી || Information about President's Rule in Gujarat
રાષ્ટ્રપતિ શાસન જ્યારે બંધારણીય વ્યવસ્થાતંત્ર ભાંગી પડે છે ત્યારે લાગુ કરવામાં આવે છે.સામાન્ય રીતે રાષ્ટ્રપતિ શાસન વિશે આપણી પાસે માહિતી ઓછી હોય છે તો રાષ્ટ્રપતિ શાસન વિશે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ માહિતી ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ પોસ્ટ અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન શા માટે લગાડવામાં આવે છે? રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ કઈ છે? ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગ્યું? વગેરે જેવા પ્રશ્નોના જવાબ આ પોસ્ટમાંથી મળી રહેશે. શક્ય તેટલી વધારે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તથા શક્ય તેટલી ચોકસાઈ રાખવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે છતાં પણ જો કોઈ ભુલ રહી ગઈ હોય તો કોમેન્ટ કરજો, જેથી ભુલ સુધારી શકાય.
રાષ્ટ્રપતિ શાસન વિશે સંપૂર્ણ માહિતી || Information about President's rule
રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈઓ:
👉 બંધારણીય કટોકટીની લોકસભા તથા રાજ્યસભામાં ૨ મહિનામાં મંજુરી અનિવાર્ય છે.
👉 રાષ્ટ્રપતિ શાસનની મંજુરી લોકસભા તથા રાજ્યસભામાં સાદી બહુમતીથી લેવામાં આવે છે.
👉 જો લોકસભા તથા રાજ્યસભામાં મંજુરી મળે તો ૬ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લગાવી શકાય છે.
👉 જો ફરીવાર જરુંર જણાય તો ૬ મહિના સુધી ફરીવાર રાષ્ટ્રપતિ શાસન લંબાવી શકાય છે.
👉 રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ ૩ વર્ષ સુધી લંબાવી શકાય છે.
👉 રાષ્ટ્રપતિ શાસન દરમિયાન વિધાનસભાનું વિસર્જન કરવું જરૂરી હોતું નથી. વિધાનસભા મોકુફ રાખી શકાય છે. પરંતુ મંત્રીમંડળ પાસે કોઈ સત્તા હોતી નથી.
ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન (President's Rule in Gujarat ):
ક્રમ | રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો | રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રી | રાષ્ટ્રપતિ શાસન સમયે રાજ્યપાલ | વિશેષ નોંધ |
---|---|---|---|---|
ક્રમ૧ | રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળોતા:૧૩/૫/૧૯૭૧ થી તા:૧૭/૩/૧૯૭૨ સુધી | રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રીહિતેન્દ્રભાઈ દેસાઈ | રાષ્ટ્રપતિ શાસન સમયે રાજ્યપાલશ્રીમન્નારાયણ | વિશેષ નોંધગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન |
ક્રમ૨ | રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળોતા:૯/૨/૧૯૭૪ થી તા:૧૮/૬/૧૯૭૫ સુધી | રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રીચીમનભાઈ પટેલ | રાષ્ટ્રપતિ શાસન સમયે રાજ્યપાલકે.કે.વિશ્વનાથન | વિશેષ નોંધગુજરાતમાં સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન |
ક્રમ૩ | રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળોતા:૧૨/૩/૧૯૭૬ થી તા:૨૪/૧૨/૧૯૭૬ સુધી | રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રીબાબુભાઈ પટેલ | રાષ્ટ્રપતિ શાસન સમયે રાજ્યપાલકે.કે.વિશ્વનાથન | વિશેષ નોંધ------ |
ક્રમ૪ | રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળોતા:૧૭/૨/૧૯૮૦ થી તા:૬/૬/૧૯૮૦ સુધી | રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રીબાબુભાઈ પટેલ | રાષ્ટ્રપતિ શાસન સમયે રાજ્યપાલશારદા મુખર્જી | વિશેષ નોંધ------ |
ક્રમ૫ | રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળોતા:૧૯/૯/૧૯૯૬ થી તા:૨૩/૧૦/૧૯૯૬ સુધી | રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રીસુરેશ મહેતા | રાષ્ટ્રપતિ શાસન સમયે રાજ્યપાલકૃષ્ણપાલસિંહ | વિશેષ નોંધ------ |
FAQs:
(વારંવાર પુછાતા પ્રશ્નો)
ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન કેટલી વખત લાગ્યું હતું?
ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન કુલ ૫ વખત લાગ્યું હતું.
ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યા મુખ્યમંત્રીના સમયમાં લાગ્યું હતું?
ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં લાગ્યું હતું.
0 Comments