પથરીનો ઈલાજ || Treatment of kidney stones

પથરીનો ઈલાજ || Treatment of kidney stones || પથરી વિશે માહિતી || information about kidney stone પથરીના લક્ષણો || પથરીના પ્રકાર || type of kidney stone || what is staghorne? 


પથરી || kidney stone

પથરી એ કીડનીને લગતો રોગ છે. કીડનીમાં કે મૂત્રમાર્ગમાં પથરી હોય તો અસહ્ય દુખાવો થાય છે.પથરીને કારણે ક્યારેક પેશાબનો અટકાવ થઈ જાય છે તો ક્યારેક પેશાબમાં લોહી આવે છે. પથરીને કારણે કીડનીને પણ નુકસાન થાય છે. મૂત્રમાર્ગમાં અટકાવને કારણે કીડની પર સોજો આવી જાય છે. ઘણી વખત પેશાબના અટકાવને કારણે કીડનીને પણ ઘણું ગંભીર નુકસાન થાય છે. જેથી પથરીની સમયસર સારવાર ખુબ જરૂરી છે. કીડનીની પથરી સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં તથા ક્ષારીય પાણી ધરાવતા વિસ્તારમાં વધુ જોવા મળે છે. સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં પથરીની સમસ્યા વધુ જોવા મળે છે. 


પથરીને અંગ્રેજીમાં કીડની સ્ટોન કહેવામાં આવે છે. પથરી સામાન્ય રીતે રેતીના નાના કણથી લઈને દડા જેવડી પણ હોય છે. પથરી ક્યારેક અસહ્ય દુખાવો કરે છે તો ક્યારેક દુખાવો કરતી નથી. આ પથરીના દુખાવાનો આધાર પથરીની બહારની સપાટી પર આધાર રાખે છે. જો પથરીની બહારની સપાટી લીસી હોય તો પથરી દુખાવો કરતી નથી પરંતુ જો પથરીની બહારની સપાટી ખરબચડી હોય તો તે ખુબ જ દુખાવો કરે છે. પથરીનો દુખાવો સામાન્ય રીતે દોઢ થી બે કલાક સુધી થાય છે. પરંતુ આ દુખાવો સાક્ષાત યમરાજાના દર્શન કરાવી દે તેવો હોય છે. 


પથરી એકવાર થયા પછી ફરીવાર પણ પથરી થવાની શક્યતા ખુબ જ હોય છે. પથરી થવાનાં પણ ઘણા કારણો હોય છે. પથરી એટલે શું? જે નીચે પ્રમાણે છે. 


પથરી એટલે શું? 


પેશાબમાં ક્ષારનાં કણો ભેગા થઈને લાંબા સમય બાદ મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જેને પથરી કહે છે. 


પથરીમા પ્રકાર(type of kidney stone):


પથરીમાં રહેલા તત્વોને આધારે પથરીના પ્રકારો પડે છે. જે નીચે પ્રમાણે છે. 

(૧) સ્ટ્રાઈવ પથરી

-સ્ટેગહોર્ન

(૨) યુરીક એસીડની પથરી

(૩) કેલ્શિયમની પથરી

(૪) સીસ્ટીન પથરી

જે નીચે પ્રમાણે સમજાવી શકાય. 

(૧) સ્ટ્રાઈવ પથરી:

સ્ટ્રાઈવ પ્રકારની પથરી વિશેષ કરીને સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સ્ટ્રાઈવ પ્રકારની પથરીને કારણે પેશાબમાં તથા કીડનીમાં પણ ચેપ લાગે છે. સ્ટ્રાઈવ પ્રકારની પથરીમાં મેગ્નેશિયમ એમોનિયમ ફોસ્ફેટનું પ્રમાણ જોવા મળે છે. સ્ટ્રાઈવ પ્રકારની પથરી સામાન્ય રીતે ૧૦ થી ૧૫ ટકા દર્દીઓમાં જોવા મળે છે. 

સ્ટેગહોર્ન (staghorne) :

સ્ટેગહોર્ન એ પણ સ્ટ્રાઈવ પ્રકારની પથરીનો જ એક પ્રકાર છે. આ સ્ટેગહોર્ન એ આખી કીડનીમાં ફેલાયેલી પથરી છે. સ્ટેગહોર્ન એ ખુબ જ મોટી પથરી હોય છે. સ્ટેગહોર્ન પથરીમાં દુખાવો ખુબ જ ઓછો થાય છે. આથી આ પથરીનું નિદાન સમયસર થતું નથી. જેથી કીડનીને ઘણું નુકસાન થાય છે. સ્ટેગ એટલે હરણ અને હોર્ન એટલે શિંગડું. આમ, આ પથરી હરણના શિંગડા જેવી દેખાતી હોવાથી તેને સ્ટેગહોર્ન કહે છે. 

(૨) યુરીક એસીડની પથરી:

જ્યારે પેશાબમાં યુરીક એસિડનું પ્રમાણ વધે છે ત્યારે યુરીક એસીડની પથરી થવાનું જોખમ વધી જાય છે. આ પથરી ખુબ જ ઓછા લોકોમાં જોવા મળે છે. યુરીક એસીડની પથરી પારદર્શક હોવાથી એક્સ રે ની તપાસમાં પણ આવતી નથી. આ પ્રકારની પથરી ખોરાકમાં માંસનો ઉપયોગ કરનારને, કેન્સરની કેટલીક દવાઓ લેવાથી તથા ખુબ જ ઓછું પાણી પીવાથી આ પથરી થતી હોય છે. યુરીક એસીડની પથરી થાય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ પ્રકારની પથરીમાં ચરબીયુક્ત ખોરાક ન ખાવો જોઈએ. એસીડક ખોરાક ઘટાડવો જોઈએ. કારેલા તથા લીંબુ ખાઈ શકાય. વજન વધુ હોય તો કસરત કરી વજન ઘટાડવું જોઈએ. 

(૩) કેલ્શિયમની પથરી:

આ પ્રકારની પથરી દર્દીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ૭૦ થી ૮૦ ટકા દર્દીઓમાં કેલ્શિયમની પથરી જોવા મળે છે. કેલ્શિયમ વધુ માત્રામાં હોય તેવો ખોરાક ઓછો લેવો જોઈએે. આ પથરી માટે કેલ્શિયમ ઓક્ઝોલેટ જવાબદાર છે. 

(૪) સીસ્ટીન પથરી:

આ પ્રકારની પથરી ખુબ જ ઓછા દર્દીઓમાં જોવા મળે છે. સીસ્ટીન્યુરીયાના દર્દીઓમાં જોવા મળે છે. 

પથરીના લક્ષણો:

પથરીના લક્ષણો નીચે પ્રમાણે છે. 

👉 પથરીનો દુખાવો અસહ્ય થાય છે. 

👉પેશાબ કરતી વખતે અસહ્ય દુખાવો થાય તથા પેશાબ સાથે બળતરા થાય. 

👉ઘણીવાર પેશાબ સાથે લોહી પણ આવે છે. 

👉ઘણીવાર મૂત્રમાર્ગમાં પથરી અટકી જાય તો પેશાબ બંધ થઈ જાય છે અથવા તો પેશાબ અટકી અટકીને આવે છે. 

👉પેશાબમાં પથરીના નાના નાના કણો આવવા. 

👉પેશાબમાં ચેપ લાગે. 

👉પેટમાં દુખાવો થાય તથા ઉલ્ટી ઉબકા થાય છે. 

👉પથરીનો દુખાવો કમરથી નીચેના ભાગમાં પેડુ સુધી થાય છે. 

👉ઘણી પથરી એવી પણ હોય છે, જેનો દુખાવો થતો નથી. 


પથરીનું નિદાન:


મૂત્રમાર્ગની પથરીનું નિદાન એક્સ રે, સીટી સ્કેન, આઈ.વી.પી દ્વારા થાય છે. જેમાં એક્સ રે કે.યુ.બી દ્વારા પથરીના કદ, આકાર અને કઈ જગ્યાએ પથરી છે તેની સચોટ માહિતી મળે છે. કોઈ પથરીનું ઓપરેશન કરવાનું હોય ત્યારે આઈ.વી.પી તપાસ કરવામાં આવે છે. આઈ.વી.પી તપાસથી પથરીનું કદ, આકાર, સ્થાન ઉપરાંત કીડનીની ક્ષમતા, કીડની કેવડી છે તેની માહિતી મળે છે. ઘણીવાર પેશાબનો લેબોરેટરી ટેસ્ટ કરાવીને પેશાબમાં રહેલા તત્વોના આધારે પથરીનું નિદાન કરવામાં આવે છે. ઘણીવાર લોહીની તપાસને આધારે પણ પથરીનું નિદાન કરવામાં આવે છે. 


પથરીની સારવાર:


પથરીની સારવાર સામાન્ય રીતે દવા અને સર્જીકલ પધ્ધતિથી કરવામાં આવે છે. મોટાભાગની પથરીની સારવાર દવા દ્વારા જ કરવામાં આવે છે. પરંતુ અમુક પથરી કદમાં મોટી હોય અને ગંભીર નુકસાન કરે તેવી હોય ત્યારે પથરીની સર્જીકલ સારવાર કરવામાં આવે છે. પથરી દુર કરવા માટે લીથોટ્રીપ્સી, દૂરબીન દ્વારા સારવાર, યુરેટરોસ્કોપી તથા ઓપરેશન દ્વારા પથરી દુર કરી શકાય છે. 


પથરી થતી અટકાવવાનાં ઉપાયો:


પથરી થતી અટકાવવાનાં ઉપાયો નીચે પ્રમાણે છે. 

👉ખોરાકમાં મીઠું ઓછું લેવું જોઈએ. 

👉માંસાહારી ખોરાક ના ખાવો જોઈએ. 

👉શક્ય તેટલું વધુ પાણી પીવું જોઈએ. 

👉વધુ પડતો ગળ્યો ખોરાક ન લેવો જોઈએે તથા ફળો અને શાકભાજીને આહારમાં સ્થાન આપવું જોઈએ. 


પથરીનો આયુર્વેદિક ઉપચાર:


 પાનફુટી:

પાનફુટીને પર્ણબીજ, પથ્થરફાડ,ભસ્મપથરી,પાષાણભેદી કે પુટ્ટીને નામે ઓળખવામાં આવે છે. આ પાનફુટી પર્ણ જમીન પર પડવાથી પણ તેના પર્ણમાથી બીજો છોડ ઉગી નીકળે છે. 

👉આ પાનફુટીનાં બે પર્ણ પાણીથી સાફ કરીને સવાર અને સાંજે નિયમિત ખાવાથી પથરી દુર થાય છે. 

👉પાનફુટીનાં બે પર્ણ પાણીથી સાફ કરીને એક ગ્લાસ પાણીમાં ઉકાળવા. આ પાણી ચોથા ભાગનું થઈ જાય ત્યારે તેને ઠંડુ થઈ જાય ત્યારે પીવું જોઈએ. થોડુ ગરમ હોય ત્યારે આ જ પાણી પીવું વધુ ફાયદાકારક છે. 

👉પાનફુટીનાં પર્ણની તમે ચટણી બનાવી પણ સેવન કરી શકો. પાનફુટીનાં બે પર્ણ લઈ તેને દસ્તા પીસી નાંખો અને તેમાં બે ચમચી જેટલું પાણી નાંખીને તૈયાર થયેલી ચટણીનો પણ ઉપયોગ કરી શકો. 

👉પથરી માટે કારેલા પણ ખુબ જ ઉપયોગી છે. કારેલા પથરી બનતી અટકાવે છે. દરરોજ કારેલાનો રસ સવાર-સાંજ બે સમયે બે ચમચી આઠથી દસ દિવસ પીવાથી પથરી દુર થાય છે. 

👉લીંબુનું પાણી તથા જૈતૂનનું તેલ લેવાથી પણ પથરીમાં રાહત થાય છે. 

👉તુલસીના પર્ણ પણ પથરી દુર કરવામાં મદદ કરે છે. તુલસીના પર્ણ મધ સાથે લેવાથી વધુ ફાયદો થાય છે. 

👉પથરી થાય ત્યારે અજમાનો ઉપયોગ કરવો જોઈએ. અજમાંથી પેશાબ વધુ આવે છે અને પથરીનો નાશ કરે છે. 

નોંધ: કોઈપણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે કેમ કે દરેકના શરીરની તાસીર અલગ અલગ હોય છે. 

FAQs:

સ્ટેગહોર્ન એટલે શું?

સ્ટેગહોર્ન એ પણ સ્ટ્રાઈવ પ્રકારની પથરીનો જ એક પ્રકાર છે. આ સ્ટેગહોર્ન એ આખી કીડનીમાં ફેલાયેલી પથરી છે. સ્ટેગહોર્ન એ ખુબ જ મોટી પથરી હોય છે. સ્ટેગહોર્ન પથરીમાં દુખાવો ખુબ જ ઓછો થાય છે.

પથરીના કેટલા પ્રકાર છે?

પથરીના ચાર પ્રકાર છે. (૧) સ્ટ્રાઈવ પથરી(૨) યુરીક એસીડની પથરી(૩) કેલ્શિયમની પથરી(૪) સીસ્ટીન પથરી

Post a Comment

0 Comments