સમડી વિશે માહિતી 2022 | essay about kite(bird) in gujarati | સમડી વિશે નિબંધ | સમડી વિશે જાણવા જેવું | મારું પ્રિય પક્ષી સમડી | સમડી વિશે 10 વાક્યો | સમડી વિશે 5 વાક્યો
સમડી એ એક શિકારી પક્ષી છે. સમડી વિશે સામાન્ય રીતે નિબંધ પુછવામાં આવતો નથી, પરંતુ સમડી વિશે આપણી પાસે માહિતી હોવી જરૂરી છે. સમડી વિશે ખુબ જ ઓછુ લખાણ કે માહિતી જોવા મળે છે, પરંતુ અહિયા શક્ય તેટલી વધુ સમડી વિશે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે, જે તમને સમડી વિશે તમારી માહિતીમાં ચોક્કસ વધારો કરશે. અહીં આપેલી માહિતી ધોરણ ૩,ધોરણ ૪,ધોરણ ૫,ધોરણ ૬,ધોરણ ૭,ધોરણ ૮,ધોરણ ૯,ધોરણ ૧૦,ધોરણ ૧૧ અને ધોરણ ૧૧ ના શિક્ષકો, વાલીઓ તથાં વિદ્યાર્થીઓને આ માહિતી ચોક્કસ ગમશે.
સમડી વિશે માહિતી 2022 | kite bird information in gujarati 2022
સમડી એ એક શિકારી પક્ષી છે.સમડી સામાન્ય રીતે શિકાર કરીને પોતનો ખોરાક મેળવે છે. સમડી સામાન્ય રીતે બધી જ જગ્યાએ જોવા મળે છે, પરંતુ હાલ સમડીની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે તે ચિંતાની બાબત છે.સમડી માનવ વસ્તીની આસપાસ જોવા મળે છે. જેથી સમડી માનવથી ડરતી નથી. ક્યારેક સમડી માનવના હાથમાં રહેલી વસ્તુ પણ ચાલાકીથી લઈને આકાશમાં ઉડી જાય છે.
સમડી આકાશમાં ખુબ ઉંચાઇ પર પણ ઉડી શકે છે. તે આકાશમાં ઉડતી વખતે ચકરાવા લે છે. સમડી આકાશમાં લાંબા સમય સુધી ઉડી શકે છે. સમડી આકાશમાં ક્યારેક ખુબ નીચે તો ક્યારેક ખુબ જ ઉંચાઇ પર ઉડી શકે છે. સમડી જમીન પર શિકારને જોતા જ ઝડપથી નીચે આવી અને ફરી આકાશમાં ઉંચે જઈ શકે છે.સમડી પવનની દિશાનો લાભ લઈને ઉડે છે.સમડી હવામાં ઘણા સમય સુધી સ્થિર પણ રહી શકે છે.
શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો સમડીને આગળથી વળેલી એક ચાચ હોય છે.આ વળેલી ચાચ વડેથી પશુઓનું માંસ સરળતાથી ખાઈ શકે છે. સમડીને પીંછાથી આચ્છાદિત બે પાંખો હોય છે. સમડીને બે ગોળ ચમકદાર આંખો હોય છે. સમડીને બે પગ હોય છે. પગનાં પંજામાં શિકારને પકડી ઉડી પણ શકે છે.
સમડીનો ખોરાક સાપ, તીતીઘોડા, કાચીડા, જીવજંતુઓ વગેરે છે. સમડી શિકારને પોતાના પગના મજબૂત પંજા વડે પકડે છે. સમડીના પગનાં પંજામાંથી શિકાર છટકી શકતો નથી.સમડીના પંજાની પકડ ખુબ જ મજબુત હોય છે.સમડી મરેલા પશુ પક્ષીઓનું માંસ પણ ખાય છે. જેથી સમજીને કુદરતી સફાઈ કામદાર પક્ષી પણ કહેવામાં આવે છે. મરેલા પશુઓનું માંસ ખાય છે, તેથી ગંદકી ઓછી થાય છે. સમડી ખેતરમાં રહેલા તીડ તથા જીવજંતુઓ પણ ખાય છે.સમડી જ્યાં હોય ત્યાં કાગડા આપોઆપ આવી જાય છે, કારણકે સમડી લાવેલો ખોરાક છીનવી લેવા કાગડા સાથે જ રહે છે. સમડી શિકારને લઈને ઉડે ત્યારે કાગડા પણ પાછળ પાછળ જાય છે.આમ, કાગડા સમડીને ખુબ હેરાન કરે છે.
નર સમડી અને માદા સમડી સરખા જેવા જ લાગે છે. સમડી ખુબ જ ઉંચા ઝાડ પર પોતાનો માળો બનાવે છે. ઝાડની પણ ટોચની ડાળી પર પોતાનો માળો બનાવે છે. સમડી માળો લાકડાં નો, પાંદડા તેમજ સાંઠીકડામાંથી બનાવે છે.સમડી આરામ પણ ઝાડની ટોચ પર બેસીને કરે છે. સમડી માળામાં બે રે ત્રણ ઈંડા મુકે છે. તે ઈંડા પણ કાગડા ખાઈ જતા હોય છે. મુકેલ ઈંડામાંથી માંડ એકાદું બચ્ચું થઈને પુખ્ત થતું હોય છે, જેથી સમડીની સંખ્યા સતત ઘટી રહી છે. માદા સમડી પોતાના ઈંડાને સેવે છે. ઈંડામાંથી બચ્ચાં બહાર આવે છે ત્યારે કપાસના દડા જેવા લાગે છે.
સમડી શહેર , ગામડા, જંગલો તથા પર્વત પર જોવા મળે છે. સમડી સાંજ પડતા આકાશમાં જોવા મળે છે. સમડી બપોરના સમયે ખુબ જ ઉંચાઇ પર ચકરાવા લેતી જોવા મળે છે.સમડી એક તાકતવર શિકારી પક્ષી છે, પરંતુ પર્યાવરણીય ફેરફાર તથા માનવીની હરકતોને લીધે સમડીની સંખ્યા સતત ઘટી રહી છે જે ચિંતાની બાબત છે.
સમડીની જાતો:
ભારતમાં જોવા મળતી સમડીની મુખ્ય ત્રણ જાતો છે. જે ત્રણ જાતો નીચે પ્રમાણે છે.
(૧) સામાન્ય સમડી
(૨) બ્રાહ્મણી સમડી
(૩) કાળી પાંખોવાળી સમડી
સમડી વિશે 10 વાક્યો:
(૧) સમડી એક શિકારી પક્ષી છે.
(૨) સમડી માંસાહારી પક્ષી છે.
(૩) સમડીને કાગડાઓ ખુબ જ હેરાન કરે છે.
(૪) સમડી ઝાડની ટોચ પર માળો બાંધે છે.
(૫) સમડી આકાશમાં લાંબા સમય સુધી ઉડી શકે છે.
(૬) સમડીને અંગ્રેજીમાં KITE કહે છે.
(૭) સમડી સાપ, ઉંદર, કાંચીડો, તીતીઘોડા વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
(૮) સમડીની સંખ્યા સતત ઘટી રહી છે.
(૯) સમડી પવનની ગતીનો લાભ લઈને ઉડે છે, તે પાંખો ફફડાવ્યા વિના લાંબા સમય સુધી આકાશમાં ઉડી શકે છે.
(૧૦) સમડી કુદરતી સફાઇ કામદાર પક્ષી છે.
સમડી વિશે 5 વાક્યો:
(૧) સમડી એ એક શિકારી પક્ષી છે.
(૨) સમડી શિકારને પોતાના પગના પંજા વડે પકડે છે, જેમાંથી શિકાર છટકી શકતો નથી.
(૩) સમડી બે કે ત્રણ ઈંડા મુકે છે.
(૪) સમડી માનવવસ્તીની આજુબાજુ જોવા મળે છે.
(૫) સમડીના બચ્ચાં કપાસના દડા જેવા લાગે છે.
FAQs:
(સમડી વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)
સમડીને અંગ્રેજીમાં શું કહે છે?
સમડીને અંગ્રેજીમાં kite કહે છે.
સમડી કેટલા ઈંડા મુકે છે?
સમડી બે કે ત્રણ ઈંડા મુકે છે.
સમડીનો ખોરાક શું છે?
સમડી સાપ, ઉંદર, કાંચીડો, તીતીઘોડા વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે મરેલા પ્રાણીનું માંસ પણ ખાય છે.
0 Comments