સસલા વિશે નિબંધ 2022 | essay about rabbit in gujrati

સસલા વિશે નિબંધ 2022 | essay about rabbit in gujrati | મારું પ્રિય પ્રાણી સસલું | my favorite animal rabbit | સસલા વિશે જાણવા જેવું | સસલા વિશે ૧૦ વાક્યો | સસલા વિશે ૫ વાક્યો

સસલું એ સફેદ રંગનું તૃણાહારી પ્રાણી છે. અંહી સસલા વિશે નિબંધ લખ્યો છે, જે ધોરણ ૩,ધોરણ ૪,થોરણ ૫,ધોરણ ૬,ધોરણ ૭,ધોરણ ૮,ધોરણ ૯,ધોરણ ૧૦,ધોરણ ૧૧,ધોરણ ૧૨ માટે નિબંધ લખવામાં ઉપયોગી થશે. સસલા વિશે સામાન્ય માહિતી તો હોય જ છે, પરંતુ અહીં સસલા વિશે વિશેષ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સસલા વિશેની માહિતી વાલીગણ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને નિબંધ લખવા તથા લખાવવામાં ઉપયોગી સાબિત થશે. સસલા વિશેના રોચક તથ્યો અંહી આપ્યાં છે, જે લોકોને પણ સસલા વિશે જાણકારી આપશે.

સસલા વિશે નિબંધ 2022 | essay about rabbit in gujrati


સસલું એ લીલુ ઘાસ ખાતું તૃણાહારી પ્રાણી છે. સસલા બધાને પ્રિય હોય છે, માટે જ લોકો સસલાને પાળે છે તથા તેની સંભાળ રાખે છે. સસલા નાના, નાજુક તથા કોમળ હોય છે. સસલા બાળકોને ખુબ જ પ્રિય હોય છે. નાના બાળકોને સસલા સાથે રમવું ખુબ જ ગમે છે. નાનાં બાળકોને સસલા જ નહીં પરંતુ સસલાના ચિત્રો, સસલાના કાર્ટુન, સસલાની ડીઝાઇનવાળા કપડાં પહેરવા પણ ખુબ ગમે છે.બાળકોને સસલાની વાર્તા પણ સાંભળવી ખુબ ગમતી હોય છે. સસલા વિશેના બાળગીતો, સસલા વિશેના અભિનય ગીતો પણ પ્રિય હોય છે.

સસલું લીલા ઘાસવાળા મેદાનમાં, ઝાડી ઝાંખરાવાળા જંગલમાં, તળાવ કે નદી કિનારે બખોલમાં રહે છે.સસલું રમતિયાળ પ્રાણી છે. તે કુદાકુદ કરતું જોવા મળે છે. સસલું ખુબ જ ઝડપથી દોડી શકે છે.સસલું સામાન્ય રીતે ૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. પરંતુ જયારે તેની પાછળ અન્ય પ્રાણી શિકાર કરવા દોડે છે, ત્યારે તેની દોડવાની ઝડપ ખુબ વધી જાય છે. તે ૩૨ કિમી/કલાક થી ૪૦ કિમી/કલાક ની ઝડપે પણ દોડે છે. સસલાની પાછળ અન્ય પ્રાણી શિકાર માટે દોડે તો સસલુ આડુંઅવળું પણ દોડી શકે છે અને શિકારી પ્રાણીને માત આપે છે. સસલું આવા સમયે ઝાડી ઝાંખરામાં ભરાઇ જાય છે કે સંતાઈને પોતાનો બચાવ કરે છે. સસલું લાંબા કુદકા પણ લગાવી શકે છે.સસલાને ચાર પગ હોય છે, જેમાં બે પગ લાંબા અને બે પગ ટુંકા હોય છે. જેથી સસલું ઝડપથી દોડી શકે છે તથા લાંબો કુદકો પણ લગાવી શકે છે.સસલાને માત્ર પગના તળીયે જ પરસેવો થાય છે.લીલા ઘાસનાં મેદાનમાં જ્યારે ચરતુ હોય કે રમતુ હોય ત્યારે બે પગ પર ઉભું થઈને અન્ય શિકારી પ્રાણીથી બચવા ધ્યાન રાખે છે.

ઘણા લોકો સસલા પાળે છે. સસલા પાળી શકાય તેવું પ્રાણી છે. મોટા ભાગે સફેદ રંગના યુરોપિયન સસલા લોકો પાળે છે. સસલા દેખાવમાં ખુબ સુંદર હોય છે, જે ઘરની શોભામાં વધારો કરે છે. સસલાને વાડા, ગાર્ડન કે પાંજરામાં પાળી શકાય છે.


સસલું એ સસ્તન વર્ગનું પ્રાણી છે. સસલું પોતાના બચ્ચાને દુધ પીવડાવે છે. સસલાને બે કાન હોય છે.સસલું પોતાના કાન અવાજની દિશામાં ફેરવી શકે છે. સસલું ધીમો અવાજ પણ સરળતાથી સાંભળી શકે છે.સસલું થોડો અવાજ સાંભળતા જ ભાગવા લાગી જાય છે.સસલું આમ તો ડરપોક પ્રાણી છે પરંતુ તે પોતાના સ્વબચાવ માટે ડરીને ભાગે છે.

આજે વેપારી દ્રષ્ટિએ પણ સસલાનો ઉછેર કરવામાં આવે છે. વેપારી દ્રષ્ટિએ ઉછેરવામાં આવતા સસલા પાલનના વ્યવસાયને સસલા પાલન વ્યવસાય કહે છે. ઘણા દેશોમાં સસલાનાં માંસની નિકાસ કરે છે. ચીનમાં સસલા પાલન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ચીન દુનિયામાં થતા સસલાના માંસના વેપારમાં ૪૦ ટકા હિસ્સો એકલા ચીનનો છે. ઘણા લોકો માંસ માટે નહી પરંતુ સસલાનું પાલન કરવા માટે સસલા ઉછેર કરતાં હોય છે.

સસલાના આખા શરીર પર સફેદ રુંવાટી કે વાળ હોય છે. આ સફેદ વાળ સસલાને ગરમી તથા ઠંડીથી રક્ષણ આપે છે. અંગોરા નામની ઉન સસલાના વાળમાંથી બનાવવામાં આવે છે. સસલાને મોં પાસે મુસ હોય છે. આ મુસની લંબાઈ સસલાના શરીરની જાડાઇ જેટલી હોય છે.આથી જો સસલાની મુસ કોઈ જગ્યામાં પ્રવેશ કરી શકે તો આખુ સસલું અંદર પ્રવેશી શકે છે અન્યથા પ્રવેશ કરી શકે નહિ. સસલાના મો પર હોઠમાં ઉભો કાપો હોય છે, જેથી સસલાના આગળના થોડા દાંત દેખાય છે.સસલાની સામાન્ય રીતે લંબાઈ ૪૦ સેમીથી ૫૦ સેમી જેટલી હોય છે. સસલાનું વજન સામાન્ય રીતે ૧.૫ કિલોગ્રામથી ૨.૫ કિલોગ્રામ જેટલું હોય છે.


સસલા એન્ટાર્કટિકા ખંડને બાદ કરતાં દુનિયાના બધાં જ દેશોમાં સસલા જોવા મળે છે. સસલા ઘાસવાળા પ્રદેશમાં ખોરાકની ઉપલબ્ધતાને કારણે વધુ જોવા મળે છે.સસલા પાળવાની શરુંઆત ઈ.સ.પૂર્વે ૩૦૦ માં રોમન લોકોએ કરી હતી.

સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીઓ સૌંદર્ય પ્રસાધનોનું પરિક્ષણ સસલા પર કરવામાં આવે છે. સસલા પરનાં પરિક્ષણ બાદ જ માનવ પર પરિક્ષણ કરવામાં આવે છે. આ પરિક્ષણ પુરા થયા બાદ માનવ ઉપયોગમાં સૌંદર્ય પ્રસાધનો લેવાય છે.નર સસલાને 'બક' કહેવામાં આવે છે. માદા સસલાને 'ડો' કહેવામાં આવે છે. યુવાન સસલાને 'કીટ' કે 'કીટેન' કહેવામાં આવે છે.સ્પેનને સસલાનો ટાપુ કહે છે. સૌથી નાની જાતના સસલા ડ્વાર્ફ રેબિટ છે.જેનુ વજન માત્ર એક કિલો જેટલું હોય છે. આ સસલા નેધરલેન્ડમાં જોવા મળે છે.

સસલા ક્યાં રહે છે? 


સસલા સામાન્ય રીતે બખોલમાં રહે છે. સસલા ઘાસના મેદાનોમાં, તળાવ કિનારે કે નદી કિનારે પોતાની બખોલ બનાવે છે. આવી જગ્યાએ બખોલ બનાવવાથી સસલાને પાણી તથા ખોરાક માટે લીલું ઘાસ સરળતાથી મળી રહે છે.સસલાની બખોલને ઘણા બધા બહાર નીકળવાના તથા અંદર જવાનાં રસ્તા હોય છે. આવી બખોલની રચનાને કારણે શિકારી પ્રાણી તેની પાછળ પડે તો ગમે તે રસ્તેથી ઝડપથી બખોલમાં જઈ શકાય. જ્યારે બખોલમાં શિકારી પ્રાણી આવે ત્યારે બીજા રસ્તેથી બહાર નીકળી શકાય. આમ, સસલાનુ રહેઠાણ આયોજન પૂર્વકનું હોય છે.સસલાના પગમાં તીક્ષ્ણ નખ પણ હોય છે, જેની મદદથી સસલુ પોતાની બખોલ બનાવે છે.

સસલા શું ખાય છે? 

સસલા સામાન્ય રીતે લીલુ કુણું ઘાસ ખાય છે. આ ઉપરાંત તે શાકભાજી, કંદમૂળ પણ ખાય છે. સસલાને ગાજર ખુબ જ ભાવે છે. સસલાને ખોરાક ચાવવાની ઝડપ ખુબ જ વધારે હોય છે. સસલાને ૨૮ દાંત હોય છે, જે આજીવન વધે છે તથા ઘસાતા રહે છે.સસલુ એ કુતરા જેટલુ પાણી પીવા તેટલુ પાણી એકસાથે પી શકે છે.

સસલા સામાન્ય રીતે ડરપોક સ્વભાવને કારણે સાંજે અથવા વહેલી સવારે ખોરાક માટે બહાર નીકળે છે. બાકીના સમયમાં સસલા આરામ કરે છે.સસલા સામાન્ય રીતે ૮ થી ૧૦ કલાક ઉંઘે છે. દિવસ દરમિયાન તે બખોલ કે ઝાડી ઝાંખરામાં સંતાઈને રહે છે.

સસલાનું આયુષ્ય:

જંગલમાં રહેતા સસલા સામાન્ય રીતે એક કે બે વર્ષ જીવે છે, કારણકે તેનો અન્ય પ્રાણી શિકાર કરે છે. જ્યારે પાલતુ સસલા ૮ થી ૧૦ વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતુ એક સસલું ૧૮ વર્ષ સુધી જીવ્યુ હતુ જે વર્લ્ડ રેકોર્ડ છે.

સસલાના બચ્ચાં:


સસલી સામાન્ય રીતે એકસાથે ૬ થી ૮ બચ્ચાને જન્મ આપે છે. જન્મ સમયે સસલાના બચ્ચાની આંખો બંધ હોય છે.બે અઠવાડિયા પછી સસલાના બચ્ચાં પોતાની આંખો ખોલે છે.એક અઠવાડિયા સુધી સસલાના બચ્ચાં ચાલી શકતા નથી. માદા સસલી તેનો દુધ પાઈને ઉછેર કરે છે. સસલી સામાન્ય રીતે વર્ષમાં ત્રણ થી ચાર વખત બચ્ચાને જન્મ આપે છે. સસલાનો ગર્ભાધારણ સમય ૧ મહિનાનો હોય છે.માદા સસલી ૬ મહિનાની થાય એટલે ગર્ભ ધારણ કરવા સક્ષમ બને છે.

સસલાની જાતો:

સસલાની મુખ્ય ૮ જાતો છે તથાં સસલાની ૩૦૫ જેટલી પ્રજાતી જોવા મળે છે. સસલાની જાત તથા પ્રજાતી પ્રમાણે તેમનો શરીરનો આકાર, આયુષ્ય, રંગ તથા ખોરાક જોવા મળે છે.

સસલા વિશે ૧૦ વાક્યો:


(૧) સસલું તૃણાહારી પ્રાણી છે.

(૨) સસલું ખુબ જ રમતિયાળ તથા ડરપોક પ્રાણી છે.

(૩) સસલાની મુખ્ય ૮ જાતો અને ૩૦૫ પ્રજાતી છે.

(૪) સસલાને ચાર પગ હોય છે. બે પગ નાના અને બે પગ મોટા હોય છે.

(૫) સસલી એક સાથે ૬ થી ૮ બચ્ચાને જન્મ આપે છે.

(૬) સસલાો ખોરાક લીલુ ઘાસ, શાકભાજી વગેરે છે.

(૭) સસલાને ગાજર ખુબ જ ભાવે છે.

(૮) સસલા સફેદ, ભુરા કે રાખોડી રંગના જોવા મળે છે.

(૯) સસલાને ૨૮ દાંત હોય છે. આ દાંત આજીવન વધે છે.

(૧૦) સસલા સામાન્ય રીતે ૮ થી ૧૦ વર્ષ જીવે છે.

સસલા વિશે ૫ વાક્યો:


(૧) સસલું લીલા મેદાનમાં કે ઝાડી ઝાંખરામાં રહેતુ શાકાહારી પ્રાણી છે.

(૨) સસલા બાળકોને ખુબ જ પ્રિય હોય છે.

(૩) સસલા નદી કે તળાવ કિનારે વધુ જોવા મળે છે.

(૪) સસલું રમતિયાળ પ્રાણી છે.

(૫) સસલું ૬ થી ૮ કલાક નિંદર  કરે છે.

FAQs:

(સસલા વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)

સસલાની કેટલી જાતો છે?

સસલાની મુખ્ય આંઠ જાતો છે.

સૌથી નાની સસલાની જાત કઈ છે?

ડ્વાર્ફ રેબિટ એ સસલાની સૌથી નાની જાત છે.

સસલી કેટલા બચ્ચાને જન્મ આપે છે?

સસલી ૬ થી ૮ બચ્ચાને જન્મ આપે છે.

Post a Comment

0 Comments