લેલા વિશે માહિતી 2022 | information about jungle babbler in gujarati | લલેડા પક્ષી વિશે જાણવા જેવું | લેલા પક્ષી વિશે માહિતી 2022 | લેલા પક્ષી વિશે નિબંધ | essay about jungle babbler bird
લેલુ એ સમુહમાં રહેતું પક્ષી છે. લેલા પક્ષી વિશે માહિતી ખુબ ઓછી માહિતી વાંચવા તથા જાણવા માટે મળે છે. અંહિ શક્ય તેટલી વિસ્તૃત માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. લેલા પક્ષી વિશેની માહિતી તમારી માહિતીમાં ચોક્કસ વધારો કરશે. અંહિની પક્ષી વિશેની માહિતી વાલીગણ, શિક્ષકો, વિદ્યાર્થીઓને તથા વાંચકોને ચોક્કસ ગમશે.
લેલા પક્ષી વિશે માહિતી 2022 | information about jungle babbler in gujarati
હરીયાળી વાળા વિસ્તારમાં લેલા ખુબ જ જોવા મળે છે, જેથી જ તેનું નામ લેલુ પડ્યું હશે.સુકા વિસ્તારને બાદ કરતાં બધે જ લેલા જોવા મળે છે. લેલુ વનપ્રદેશ, ખેતર, શહેર, ગામડામાં, બગીચામાં તથા ઘર આંગણે પણ લેલા જોવા મળે છે. ભેજવાળા તથા ભેજવાળા જંગલોમાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે.લેલા ગુજરાતમાં કચ્છ સિવાય બધે જ જોવા મળે છે.લેલા પક્ષીઓ હંમેશા ૬ થી ૭ ના જુથમાં જ જોવા મળે છે. જેથી તેને "સાત બહેનો" કે "સાત ભાઈઓ" ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેને "seven Sisters " પણ કહેવામાં આવે છે.
લેલાની શારીરિક રચના જોઈએ તો લેલા કબુતરથી નાના હોય છે. લેલાને વૃક્ષ પર બેસી શકાય તેવી રચનાવાળા બે પગ હોય છે, જેની મદદથી તે ચાલી શકે છે તથા મજબૂતાઈ થી વૃક્ષની ડાળી પકડી શકે છે. લેલા કુદકા મારીને ચાલે છે. લેલાને બે પાંખો હોય છે, જે ધૂળ જેવા રંગનાં પીંછાથી આચ્છાદિત હોય છે. લેલાને એક ચાચ હોય છે. લેલાને બે ગોળ આંખો હોય છે. લેલાને પીંછાવાળી લાંબી પુંછડી હોય છે.
લેલાની ઘણી જાતો છે. લેલુ કદમાં કબુતરથી નાનુ હોય છે. લેલાનો રંગ ધુળ જેવો હોય છે.
લેલુ એ સમુહમાં રહેતું પક્ષી છે. લેલુ પક્ષી એ કોલાહલ કરવા માટે જાણીતું પક્ષી છે. લેલાને શાંત રહેવું બીલકુલ ગમતું નથી. સતત બોલબોલ કરે છે.લેલુ એ સામાન્ય રીતે વૃક્ષ પર રહે છે. જ્યારે લેલા વૃક્ષ પર બેઠા હોય ત્યારે એકસાથે એક ડાળ પર ક્રમબદ્ધ રીતે બેસે છે. સતત તે ઝાડ પર એક ડાળ પરથી બીજી ડાળ પર સતત કુદાકુદ કરે છે.
લેલુ એ સતત બોલબોલ કરતું પક્ષી છે. લેલા બપોરનાં સમયે ખુબ બોલે છે. ક્યારેક ક્યારેક વર્ષની નીચે આરામ કરતાં લોકોને પણ ઉંઘવાામા મુશ્કેલ ઉભી કરી દે છે. લેવામાં સમુહભાવના સારી જોવા મળે છે. હંમેશા લેલા સમુહમાં જ જોવા મળે છે. એક લેલુ બોલવાનું શરું કરે એટલે આપોઆપ બીજા લેલા પણ બોલવા લાગે છે, આ લેલા ભેગા મળીને કોલાહલ કરી મુકે છે. ઘણીવખત લેલાનુ સમુહ એક સાથે બોલવાનું ચાલુ કરે ત્યારે ઘણાં લોકો તેને લેલાની જાન આવી એવું પણ કહે છે.
લેલુ જ્યારે ભયસ્થાન કે કુતરા, બિલાડી, સાપ જેવા પક્ષીઓ જોવા મળે તો તે સતત બોલબોલ કરે છે. ક્યારેક ખેતરોમાં લેલા ખુબ જ બોલતા જોવા મળે તો સાપ નિકળ્યો હશે એવું અનુમાન પણ કરવામાં આવે છે. આમ, ભયસ્થાન હોય ત્યારે લેલા ખુબ જ કોલાહલ કરી મુકે છે.
લેલા માનવ સાથે રહેવાનું પસંદ છે. તે માનવવસ્તી તથા વૃક્ષોવાળા વિસ્તારમાં રહેવાનું પસંદ છે. લેલાને ઘણાલોકો "લલેડા" પણ કહે છે. લેલાનો પ્રજનન કાળ ગરમીની ઋતુમાં હોય છે.
લેલાના ઈંડા:
ગરમીની ઋતુમાં પ્રજનન બાદ ત્રણ થી ચાર ઈંડા મુકે છે. માદા મુકેલ ઈંડાને સેવે છે. બચ્ચાના ઉછેરની જવાબદારી નર લેલુ તથા માદા લેલુ નિભાવે છે.
લેલાનો માળો:
લેલા પોતાનો માળો ફુલવાળા ઝાડ પર બનાવે છે. લેલા તેમા પોતાના ઈંડા મુકે છે તથા તે જ માળામાં બચ્ચનો ઉછેર પણ કરે છે.
લેલાનો ખોરાક:
લેલા ખોરાકમાં અનાજના બીજ, ફળો તથા નાના જીવજંતુઓ કે જીવાત લે છે.
FAQs:
( લેલા વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)
લેલાને અંગ્રેજીમાં શું કહે છે?
લેલાને અંગ્રેજીમાં jungle babbler કહે છે.
ક્યા પક્ષીને seven Sisters કહે છે?
લેલાને seven sisters કહે છે.
0 Comments