વરુ વિશે માહિતી 2022/2023 || information about wolf in gujarati || વરુ વિશે જાણવા જેવું || Things to know about wolf || વરુ વિશે 10 વાક્યો || 10 sentence about wolf || વરુ વિશે 5 વાક્યો ||5 sentence about wolf
વરુ વિશે માહિતી 2022/2023 || information about wolf in gujarati
વરુ એ કુતરાને મળતુ આવતું એક શિકારી પ્રાણી છે. વરુ એ આમ તો શિયાળ જેવુ હોય છે, પરંતુ શિયાળ કરતા થોડું મોટું હોય છે. વરુ એ પોષણ કડીમાં (આહાર શૃંખલા) પોતાનું આગવું સ્થાન ધરાવે છે.વરુ ખુલ્લા મેદાનમાં, ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં, પાનખરવાળા જંગલોમાં,ઉષ્ણ વિસ્તાર ઉપરાંત વરુની અન્ય જાતીઓ બર્ફીલા વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે.
વરુ એ કુતરા કરતાં મોટુ પ્રાણી છે. વરુ એ શ્વાનકુળનું માંસાહારી પ્રાણી છે.વરુનું જડબું તથા દાંત કુતરા કરતાં મોટા હોય છે. વરુનું પુંછડી વાળથી ભરાવદાર હોય છે. વરુની પુંછડી નીચે તરફ વળેલી હોય છે.વરુના આખા શરીરે રુંવાટી હોય છે, જેથી વરુ શરીરે થોડું ભરાવદાર હોય છે.
વરુને શારીરિક દ્રષ્ટિએ જોવા જઈએ તો વરુની લંબાઈ 100 સેમીથી 140 સેમી સુધી જોવા મળે છે. વરુની ઉંચાઇ 65 સેમી જેટલી હોય છે. વરુનું વજન 18 કિલોગ્રામ થી 27 કિલોગ્રામ જેટલું હોય છે.
વરુ મોટા ભાગે સમુહમાં જોવા મળે છે. વરુ 5 થી 10 ના સમુહમાં જોવા મળે છે. વરુ જ્યારે સમુહમાં હોય ત્યારે તે ગમે તેવા શિકારને માત આપે છે.જ્યારે વરુ સમુહમાં શિકાર પર જાય ત્યારે તે લાળી કરી અન્ય સાથીઓને ભેગા કરે છે. જ્યારે સમુહમાં શિકાર કરવા વરુ જાય ત્યારે તે સિંહને પણ માત આપી શકે છે.
વરુ એક સાથે ઘણું માંસ ખાય શકે છે. વરુ એકસાથે 9 કિલોગ્રામ માંસ ખાય શકે છે. આથી વરુ ને વૃકોદર પણ કહે છે. વરુને ગામડામાં "નાર" કે "ભેડીયા" કહે છે. જો સાત વરુ એકસાથે હોય તો તેને "સાત નારી" તરીકે ઓળખવામાં આવે છે.
હરણ એ વરુનો મુખ્ય ખોરાક છે.હાલ હરણની સંખ્યા ઘટી રહી છે, તેથી તેને ખોરાકની તંગી પડવા લાગી છે. આથી વરુ પશુપાલકોના ઘેંટા, બકરાં વગેરેનો શિકાર કરે છે.આથી પશુપાલકો પોતાના ઘેંટા, બકરાં વગેરેને બચાવવા માટે વરુને મોતને ઘાટ ઉતારતા હોય છે. આથી વરુની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે. પોતાના ખોરાક માટે વરુ પશુપાલકોના પશુનો પીછો લાંબા અંતર સુધી કરતાં જોવા મળે છે. પશુઓના ટોળામાંથી કોઈ પશુ એકલુ પડે કે ટોળાથી પાછળ રહી જાય તો તેનો શિકાર આ વરુ કરતાં જોવા મળે છે. ક્યારેક તો પશુપાલકો રાત્રે નિંદ્રામાં હોય ત્યારે તેના પશુઓનું મારણ આ વરુ કરતાં હોય છે.
વરુનાં પગ પાતળા તથા મજબુત હોય છે. વરુ પોતાના પગ વડે બખોલ બનાવી તેમાં રહે છે.વરુ ખેતરની વાડ કે ડુંગરના ગાળામાં કે ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળે છે. સામાન્ય રીતે વરુ માનવજાત પર હુમલો કરતા નથી, પરંતુ વિપરીત પરિસ્થિતિમાં તે માનવ પર પણ હુમલો કરે છે અને પોતાનો શિકાર બનાવે છે. નાના બાળકોને વરુએ પોતાનો શિકાર બનાવ્યાનાં દાખલા પણ ક્યારેક બનતા હોય છે. વરુ મરેલા પ્રાણીઓનું માંસ પણ ખાય છે, જેથી ગંદકી ઓછી થાય છે. આમ, વરુ એ એક કુદરતી સફાઇ કામદાર પણ છે.
વરુ એ ખેડુતનો મિત્ર છે. વરુએ પાકને નુકસાન કરતાં હરણ, ભુંડ જેવા પ્રાણીઓનો શિકાર કરે છે. આથી આવા તૃણાહારી પ્રાણીઓ કે પાકને નુકસાન કરતાં પ્રાણીઓની વસ્તી નિયંત્રણમાં રહે છે.જેથી પાકને નુકસાન કરતાં પ્રાણીઓની સંખ્યા ઘટવાથી પાકનું રક્ષણ થાય છે.
દુનિયામાં વરુઓ દક્ષિણ અમેરિકા, ધ્રુવ પ્રદેશ તથા ભારતમાં જોવા મળે છે. ભારતમાં વરુ કાશ્મીર, ઉત્તર પ્રદેશમાં, બંગાળમાં તથા દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં વરુ કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ભાવનગર, જામનગર વગેરે જેવા ઝાડી ઝાંખરાવાળા પ્રદેશમાં જોવા મળે છે. ગુજરાતમાં વરુની સૌથી વધુ વસ્તી કચ્છ જિલ્લામાં જોવા મળે છે.
વરુની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે. ગુજરાતમાં વરુની સંખ્યા 220 થી 300 જેટલી જોવા મળે છે. વરુની સંખ્યા વધારવા માટે વનવિભાગ દ્વારા ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે.ગુજરાતમાં જુનાગઢના સક્કરબાગ ખાતે આ વરુનુ બ્રિડીંગ પણ થાય છે. જેમાં ઘણી સફળતા પણ મળી છે.
વરુની સંખ્યા ઘટતા જોઈ તેને બચાવવા, સંરક્ષણ આપવા તથા સંવર્ધન કરવા માટે ઘણા પ્રયત્નો થયા છે. વરુની સંખ્યા વધારવા તથા સંરક્ષણ આપવા માટે વન્ય પ્રાણીની ધારા 1972 ની અનુસુચિ 1 માં મુકવામાં આવ્યુ છે.
આલ્સેશિયન ડોગ એ કુતરા અને વરુની શંકરીત જાત છે.
વરુની જાતો (Varieties of wolves):
વરુની મુખ્ય બે જાતો જોવા મળે છે.આ ઉપરાંત વરુની 32 ઉપજાતિ પણ જોવા મળે છે.જે વરુની મુખ્ય બે જાતો નીચે મુજબ છે.
(1) ઉત્તર ધ્રુવનું સફેદ વરુ
(2) જંગલનું ભુખરા રંગનું વરુ
વરુનો ખોરાક (wolf food):
વરુ સામાન્ય રીતે સસલાં, હરણ જેવા પ્રાણીનો શિકાર કરે છે. વરુ ઝાડ પર પણ ચડી શકે છે, તેથી તે ક્યારેક પક્ષીઓના બચ્ચાં તથા ઈંડા પણ ખાય જાય છે.
વરુનાં બચ્ચાં:
વરુ સામાન્ય રીતે 4 થી 6 બચ્ચાંને જન્મ આપે છે.
વરુનું આયુષ્ય (Life expectancy of a wolf):
વરુ 10 થી 15 વર્ષનું આયુષ્ય ધરાવે છે.
વરુ વિશે 10 વાક્યો (5 sentence about wolf):
(1) વરુએ કુતરા જેવું દેખાતું શિકાર પ્રાણી છે.
(2) વરુની 32 ઉપજાતિ જોવા મળે છે.
(3) વરુની સૌથી વધુ સંખ્યા કચ્છ જિલ્લામાં જોવા મળે છે.
(4) વરુ એ ખેડુતનું મિત્ર છે.
(5) વરુ સામાન્ય રીતે શુષ્ક પ્રદેશ, ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળે છે.
(6) વરુ 10 થી 15 વર્ષનું આયુષ્ય ધરાવે છે.
(7) વરુને ગામડાઓમાં નાર કે ભેડીયા કહેવામાં આવે છે.
(8) વરુ મોટાભાગે ટોળા કે સમુહમાં જોવા મળે છે.
(9) વરુની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે.
(10) વરુ એક સાથે 9 કિલોગ્રામ જેટલું માંસ ખાઈ શકે છે, જેથી તેને વૃકોદર પણ કહે છે.
વરુ વિશે 5 વાક્યો (5 sentence about wolf):
(1) વરુ એ શ્વાનકુળનું પ્રાણી છે.
(2) વરુ એ માંસાહારી પ્રાણી છે.
(3) વરુ 4 થી 6 બચ્ચાંને જન્મ આપે છે.
(4) ગુજરાતમાં વરુ કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા, ભાવનગર જિલ્લામાં જોવા મળે છે.
(5) આલ્સેશિયન ડોગ એ કુતરા અને વરુની શંકરીત જાત છે.
FAQs:
(વરુ વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)
વરુ ગુજરાતના ક્યાં જીલ્લામાં જોવા મળે છે?
ગુજરાતમાં વરુ કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા, ભાવનગર જિલ્લામાં જોવા મળે છે.વરુની સૌથી વધુ સંખ્યા કચ્છ જિલ્લામાં જોવા મળે છે.
વરુને ખેડુતનું મિત્ર શા માટે કહેવામાં આવે છે?
વરુ એ ખેડુતનો મિત્ર છે. વરુએ પાકને નુકસાન કરતાં હરણ, ભુંડ જેવા પ્રાણીઓનો શિકાર કરે છે. આથી આવા તૃણાહારી પ્રાણીઓ કે પાકને નુકસાન કરતાં પ્રાણીઓની વસ્તી નિયંત્રણમાં રહે છે.જેથી પાકને નુકસાન કરતાં પ્રાણીઓની સંખ્યા ઘટવાથી પાકનું રક્ષણ થાય છે.
ગામડામાં વરુને શું કહે છે?
ગામડામાં વરુને નાર કે ભેડીયા કહે છે.
0 Comments