લક્કડખોદ વિશે માહિતી 2022 | Information about woodpecker | લક્કડખોદ વિશે નિબંધ | essay about woodpecker in gujarati | લક્કડખોદ વિશે જાણવા જેવું | લક્કડખોદ વિશે 10 વાક્યો | લક્કડખોદ વિશે 5 વાક્યો
લક્કડખોદ એ લાકડમાં કાણું પાડી રહેતું પક્ષી છે. લક્કડખોદ વિશે નિબંધ તો બહુ ઓછો પુછાય છે. પરંતુ પર્યાવરણ જેવા વિષયમાં લક્કડખોદ વિશેની માહિતી અવશ્ય કામ લાગશે. લક્કડખોદ વિશે આપણી પાસે બહુ ઓછી માહિતી હોય છે. આપણે માત્ર તેને એક પક્ષી તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેના વિષે આપણી પાસે માહિતી ખુબ ઓછી હોય છે. અંહી ધોરણ ૩,ધોરણ ૪,ધોરણ ૫,ધોરણ ૬,ધોરણ ૭,ધોરણ ૮,ધોરણ ૯,ધોરણ ૧૦,ધોરણ ૧૧,ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓને લક્કડખોદ વિશે વિશેષ માહિતી મળી રહે તેવો અહીં પ્રયત્ન કર્યો છે. અંહી આપેલી માહિતી તમને લક્કડખોદ વિશેની માહિતીમાં ચોક્કસ વધારો કરશે.
લક્કડખોદ વિશે માહિતી 2022 (information about woodpecker) :
લક્કડખોદ એ સામાન્ય રીતે મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે. ખાસ કરીને જ્યાં પોચા થડ ધરાવતા વૃક્ષો વધુ હોય ત્યાં આ પક્ષી વધુ સંખ્યામાં જોવા મળે છે. લક્કડખોદ નામ જેવા જ ગુણ ધરાવે છે. લક્કડખોદ એટલે લાકડું ખોદનાર પક્ષી. લક્કડખોદ એ ઝાડના થડમાં પોતાના મજબુત ચાચ વડે કાણું પાડે છે. કાણાંમાં રહેલા જીવજંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.તે સતત પોતાની ચાચ વડે લાકડાને ટોચે છે. જેથી સતત ટપ.. ટપ.. અવાજ આવે છે. આ અવાજ જ લક્કડખોદની હાજરીનો પુરાવો છે. પોતાના ખોરાક માટે તે ઝાડની છાલને ઉખેડે છે, માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ અન્ય પક્ષીઓ માટે પણ તે લાકડાંમાંથી જીવાત બહાર કાઢે છે, તેથી અન્ય પક્ષીઓ પણ તેની આસપાસ જોવા મળે છે.આમ, લક્કડખોદ એ એક પરોપકારી જીવ પણ છે.
લક્કડખોદ સામાન્ય રીતે ૩ થી ૪ ઈંચ લંબાઈ ધરાવે છે. લક્કડખોદની ચાચ તો મજબૂત હોય જ છે, પરંતુ લક્કડખોદની જીભ ખુબ લાંબી હોય છે. લક્કડખોદની જીભ પણ ત્રણ થી ચાર ઈંચ લાંબી થઈ શકે છે. ક્યારેક તો લક્કડખોદ પોતાની જીભ માથા સુધી લઇ જઈ પાઘડી જેવો આકાર કરે છે. લક્કડખોદની જીભ ચિકણી પણ હોય છે. જ્યારે લક્કડખોદ ઝાડના થડમાં કાણું પાડી જીવાત ખાતો હોય ત્યારે ઝાડના થડની ઉંડાણમાં રહેલી જીવાત ને તે જીભ વડે પકડે છે.
લક્કડખોદનો રંગ સામાન્ય રીતે કાળાશ પડતો તથા સફેદ રંગ હોય છે.તેના માંથા પર લાલ રંગની કલગી હોય છે, જે લક્કડખોદને સુંદર ઓપ આપે છે. લક્કડખોદને બે પગ વચ્ચેના ભાગે લાલ રંગ હોય છે. લક્કડખોદને જાત પ્રમાણે અલગ અલગ રંગ પણ હોય છે. અમુક લક્કડખોદને સોનેરી રંગના પણ પીંછા હોય તો અમુક લક્કડખોદને ભુરા રંગના હોય છે.
લક્કડખોદમા નર લક્કડખોદ અને માદા લક્કડખોદ એકસરખા જેવા જ હોય છે. નર લક્કડખોદ અને માદા લક્કડખોદ સાથે જ રહે છે. નર લક્કડખોદ અને માદા લક્કડખોદ બન્ને સાથે મળીને બચ્ચાનો ઉછેર કરે છે.
ઝાડનાં લાકડામાંથી તે જીવજંતુઓ તથા નુકશાનકારક જીવો પણ બહાર કાઢે છે, તેથી વૃક્ષોને પણ ફાયદો થાય છે. આવા હાનિકારક જીવજંતુઓથી છુટકારો મળે છે તથા વૃક્ષનો વિકાસ સારો થાય છે.
લક્કડખોદ ખોરાક માટે ઝાડનાં થડમાં કાણું પાડે છે. પોતાનો ખોરાક તો મેળવે જ છે, પરંતુ અન્ય પક્ષીઓ અા કાણામાં પોતાનો માળો બનાવે છે, જેથી અન્ય પક્ષીઓના માળાની વ્યવસ્થા આપોઆપ થઈ જાય છે. જયારે અન્ય પક્ષીઓ પોતે બનાવેલા બાકોરામાં માળો બાંધે છે ત્યારે લક્કડખોદ ખુબ જ ખુશ થાય છે.
લક્કડખોદ સામાન્ય રીતે પોચા લાકડાવાળા વૃક્ષો, આંબાવાડિયામાં, ખેતરો, વનવગડામાં, જંગલોમાં, બગીચામાં જોવા મળે છે. લક્કડખોદની ચાચ ખુબ જ મજબૂત હોય છે, જે સખત લાકડામાં પણ કાણું પાડી જીવજંતુઓ કાઢી શકે છે તથા પોતાના રહેઠાણ માટે થડમાં કાણું કે બખોલ બનાવી શકે છે.લક્કડખોદ લાકડા પર જ્યારે કાણું પાડે છે,ત્યારે તેનો લયબધ્ધ અવાજ આવે છે.આ ટપ...ટપ...અવાજ સંગીતથી કમ નથી હોતો.લક્કડખોદ એક સેકન્ડમાં લાકડાં પર ૨૦ વખત ટોચા મારી શકે છે.લક્કડખોદના પગમાં મજબુત નોર પણ હોય છે, જે તેને ઝાડના થડ સાથે મજબૂતાઈથી જકડી રાખે છે. આવી પગની રચનાને કારણે તે ડાળી કરતાં ઝાડના થડ સાથે લટકતા વધુ જોવા મળે છે. તે ઝાડના થડ પર ચક્રાકાર રીતે ચડે છે.
લક્કડખોદના માથાના તથા ગરદનના સ્નાયુઓ મજબૂત હોય છે, જે લાકડાં પર ટોચા મારતા તેનો આઘાત સહન કરી શકે છે. લક્કડખોદ જ્યારે જ્યારે ઝાડનાં થડ પર ચડે છે, ત્યારે તેની પૂછડીના પીંછા તેને આધાર આપે છે. ઝાડ પર ચડે છે ત્યારે તેની પુછડી ઝાડનાં થડ સાથે ટેકો લે છે, જેથી લક્કડખોદ ઝડપથી ઝાડ પર ચડી શકે છે. લક્કડખોદની પુંછડીના પીંછા મજબૂત હોય છે, જેથી લક્કડખોદ જ્યારે થડ સાથે ટેકો લે છે ત્યારે પીંછા વળતા નથી કે પીંછા ભાંગતા નથી.
લક્કડખોદનો માળો:
લક્કડખોદ સામાન્ય રીતે ઝાડના થડમાં કાણું પાડીને પોતાના માળો બનાવે છે. ઝાડના થડમાં પાડેલા બાકોરામાં પોતાનો માળો બનાવે છે તથા તેમાં રહે છે. મોટાભાગે તે દરવખતે નવો જ માળો બનાવે છે.
લક્કડખોદના ઈંડા:
સામાન્ય રીતે લક્કડખોદનો પ્રજનનકાળ જાન્યુઆરી થી જુન મહિના સુધી હોય છે.ત્યારબાદ લક્કડખોદ પોતાના ઈંડા મુકે છે.લક્કડખોદ સામાન્ય રીતે ઝાડનાં થડમાં પાડેલા બાકોરામાં બે થી ચાર સફેદ રંગના ઈંડા મુકે છે.આ ઈંડાને માદા સેવે છે. આ ઈંડાને સાપ,કાગડા,સમડી,બાજ જેવા શિકારીઓથી રક્ષણ પણ પુરુ પાડે છે.
લક્કડખોદની જાતો:
લક્કડખોદની મુખ્ય ૧૮૦ જાતો છે. લક્કડખોદની કેટલીક જાતો ગુજરાત તથાં ભારતમાં જોવા મળે છે. જે નીચે પ્રમાણે છે.
(૧) શ્યામપૃષ્ઠ લક્કડખોદ
(૨) કેસરી સુવર્ણપૃષ્ઠ લક્કડખોદ
(૩) શ્યામદિલ લક્કડખોદ
(૪) નાનો લક્કડખોદ
(૫) મોટો કાળો લક્કડખોદ
(૬) કીડીઘર લક્કડખોદ
(૭) લીલો શલ્કોદર લક્કડખોદ
(૮) સુવર્ણપૃષ્ઠ લક્કડખોદ
(૯) ભદ્ર લક્કડખોદ
ઉપર બતાવેલી જાતોમાંથી સુવર્ણપૃષ્ઠ લક્કડખોદ, ભદ્ર લક્કડખોદ તથા લીલો શલ્કોદર લક્કડખોદ ગુજરાતમાં જોવા મળે છે. આ લક્કડખોદની જાતો તેના પીંછાના રંગના આધારે છે તથા તેના કદના અધારે છે.
આપણા ગુજરાતમાં ઘંટી ટોકણા પણ જોવા મળે છે. આ ઘંટી ટોકણા લક્કડખોદ જેવા જ હોય છે, તેથી ઘણા લોકો ઘંટી ટોકણાને લક્કડખોદ માની લે છે.
લક્કડખોદ વિશે 10 વાક્યો:
(૧) લક્કડખોદ એ ઝાડના થડમાં કાણું પાડીને રહેતું પક્ષી છે.
(૨) લક્કડખોદ સામાન્ય રીતે આંબાવાડિયુ, બગીચા, ખેતર તથા જંગલોમાં જોવા મળે છે.
(૩) લક્કડખોદ જ્યારે લાકડાં પર ચાચ વડે ટોચા મારે છે, ત્યારે ટપ... ટપ... અવાજ આવે છે.
(૪) લક્કડખોદની ૧૮૦ જાતો છે.
(૫) લક્કડખોદ એક સેકન્ડમા ચાચ વડે ૨૦ વખત ઝાડ પર ટોચા મારી શકે છે.
(૬) લક્કડખોદની ચાચ ખુબ જ મજબૂત હોય છે.
(૭) લક્કડખોદની જીભ પણ ખુબ જ લાંબી હોય છે.
(૮) લક્કડખોદ ઘંટી ટોકણા પક્ષી જેવો જ હોય છે.
(૯) માદા લક્કડખોદ બે થી ચાર ઈંડા મુકે છે.
(૧૦) લક્કડખોદ ચક્રાકારે ઝાડના થડ પર ચડે છે.
લક્કડખોદ વિશે 5 વાક્યો:
(૧) લક્કડખોદને અંગ્રેજીમાં woodpecker કહે છે.
(૨) લક્કડખોદ ઝાડના થડની છાલ નીચે રહેલી જીવાત ખાય છે.
(૩) લક્કડખોદ વૃક્ષના થડમાં કાણું પાડીને રહે છે.
(૪) લક્કડખોદ જ્યારે લાકડાં પર ચાચ વડે કાણું પાડે છે ત્યારે ટપ... ટપ... અવાજ કરે છે.
(૫) લક્કડખોદ પોચા લાકડાવાળા વૃક્ષોના વિસ્તારમાં વધુ જોવા મળે છે.
FAQs:
(લક્કડખોદ વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)
લક્કડખોદને અંગ્રેજીમાં શું કહે છે?
લક્કડખોદને અંગ્રેજીમાં woodpecker કહે છે.
લક્કડખોદ ક્યાં રહે છે?
લક્કડખોદ ઝાડના થડમાં કાણું પાડીને તેમાં રહે છે. લક્કડખોદ સામાન્ય રીતે જંગલ, બગીચા, આંબાવાડિયુ, ખેતરમાં વગેરે જગ્યાએ જોવા મળે છે.
ક્યુ પક્ષી લક્કડખોદ જેવું જ હોય છે?
ઘંટી ટોકણો પક્ષી લક્કડખોદ જેવું જ હોય છે.
લક્કડખોદની કેટલી જાતો છે?
લક્કડખોદની ૧૮૦ જાતો છે.
0 Comments