શાહમૃગ પક્ષી વિશે માહિતી 2022/2023 | Information about the ostrich bird | શાહમૃગ પક્ષી વિશે જાણવા જેવું | Like to know about the ostrich bird | શાહમૃગ પક્ષી વિશે 10 વાક્ય | 10 sentences about the ostrich bird | શાહમૃગ પક્ષી વિશે 5 વાક્ય | 10 sentences about the ostrich bird | શાહમૃગ પક્ષી વિશે નિબંધ | essay about the ostrich bird in gujarati
શાહમૃગ પક્ષી એ વિશ્વનું સૌથી મોટું પક્ષી છે. શાહમૃગ પક્ષી વિશે આપણી પાસે ખુબ જ ઓછી માહિતી હોય છે. આપણે માત્ર શાહમૃગ પક્ષી છે અને આ પક્ષી મોટું હોય છે તેટલું જાણતા હોઈએ છીએ, પરંતુ અહિયા શાહમૃગ પક્ષી વિશે વિશેષ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. શાહમૃગ પક્ષી વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે તથા શાહમૃગ પક્ષી વિશે વધુ જાણવા મળશે.
શાહમૃગ પક્ષી વિશે માહિતી 2022/2023 (Information about the ostrich bird)
શાહમૃગ પક્ષી એ દુનિયાનું સૌથી મોટું પક્ષી છે.શાહમૃગ ઉડી શકતું નથી, પરંતુ શાહમૃગ ઝડપથી દોડી શકે છે. તે દોડવામાં સિંહ જેવા પ્રાણીઓને પણ હંફાવી શકે છે. શાહમૃગની દોડવાની ઝડપ 70 કિલોમીટર/કલાકની છે.
શાહમૃગ સામાન્ય રીતે રણ પ્રદેશમાં, શુષ્ક પ્રદેશમાં વસવાટ કરે છે. આથી રણમાં રહેવા માટેના અનુકુલન શાહમૃગ ધરાવે છે. તેના પગ ખુબ લાંબા હોવાથી ગરમ રેતીની ગરમી શરીર પર લાગતી નથી. શાહમૃગ ઘણા લાંબા સમય સુધી પાણી વગર પણ રહી શકે છે. શાહમૃગ વૃક્ષોના પાંદડામાં રહેલો રસ પણ પાણી તરીકે ઉપયોગ કરી જીવન જીવી શકે છે.
શાહમૃગ પક્ષીની ઉંચાઇ ત્રણ મીટર જેટલી હોય છે. શાહમૃગ પક્ષીનું વજન 150 કિલોગ્રામ જેટલું હોય છે. શાહમૃગના પગ ખુબ જ લાંબા તથા મજબૂત હોય છે. જેથી તે ખુબ જ ઝડપથી દોડી શકે છે. શાહમૃગના પગમાં બે આંગળીઓ પણ હોય છે. આવી આંગળીઓ ધરાવતું એકમાત્ર પક્ષી છે. આવી આંગળીઓ અન્ય પક્ષીઓમાં જોવા મળતી નથી. શાહમૃગ પક્ષી પગથી જોરદાર લાત પણ મારી શકે છે.
શાહમૃગ પક્ષી પર કાળા રંગનાં તથા સફેદ રંગના પીંછા હોય છે. શાહમૃગને બે નાની પાંખી તથા પાંખના પ્રમાણમાં વજન વધુ હોવાથી શાહમૃગ ઉડી શકતું નથી. શાહમૃગના પીંછા ખુબ જ કિંમતી હોય છે, જેથી આ પીંછા મેળવવા માટે ઘણી વખત શાહમૃગનો શિકાર કરવામાં આવે છે. આફ્રિકામાં પીંછા માટે શાહમૃગ પક્ષીનો ઉછેર પણ કરવામાં આવે છે. શાહમૃગના પીંછા ટોપી(હેટ) પર લગાડવામાં આવે છે.
શાહમૃગ ભયના સમયમાં રેતીમાં માથુ છુપાવે છે તે વાત બિલકુલ પાયાવિહોણી છે. શાહમૃગ જ્યારે શિકારીનો ભય જણાય ત્યારે પોતાની લાંબી ડોક જમીન પર લાંબી કરીને બેસે છે, જેથી દુરથી રેતીના ઢગલા જેવું લાગે છે. આ રીતે શાહમૃગ પોતાનો બચાવ કરે છે. શાહમૃગની ડોક ખુબ જ લાંબી હોય છે. શાહમૃગનું માથુ નાનું હોય છે. જ્યારે અન્ય પ્રાણી શિકાર કરવા આવે ત્યારે શાહમૃગ પોતાના પગના નાહોર વડે તેના પર આક્રમણ કરે છે તથા જોરદાર લાત મારે છે. આ લાત વડે શાહમૃગ શિકારી પ્રાણીને દુર ફેંકી દે છે.
શાહમૃગની ઘોડાની જેમ સવારી પણ કરી શકાય છે. શાહમૃગ પક્ષી કદમાં ખુબ મોટુ તથા પગ મજબુત હોવાથી માનવનો વજન પણ ઉંચકી શકે છે. તેથી શાહમૃગની ઘોડાની જેમ સવારી પણ કરી શકાય છે.
શાહમૃગનો ખોરાક (ostrich food) :
શાહમૃગ ખોરાકમાં વનસ્પતિ, ગરોળી, કાંચીડા, કાચબા વગેરેનો ઉપયોગ કરે છે. શાહમૃગ લીધેલા ખોરાકને ચાવવા માટે તથા પાચન માટે કાકરા પણ ખાય છે, જેથી ખોરાક વ્યવસ્થિત ચાવી શકાય.કાકરા ખાવાનું મુખ્ય કારણ એ છે કે શાહમૃગને ખોરાક ચાવવા માટે દાંત હોતાં નથી.
શાહમૃગનો માળો (ostrich nest) :
શાહમૃગ રેતીમાં દર ખોદીને માળો બનાવે છે. માળો મોટે ભાગે નર શાહમૃગ જ બનાવે છે. નર શાહમૃગ ઘણી માદા શાહમૃગ સાથે સંવનન કરે છે.આમ, શાહમૃગ બહુપત્નીત્વ ધરાવતું પક્ષી છે.નર શાહમૃગની દરેક માદા એક જ કે અલગ માળામાં ઈંડા મુકે છે. આમ, માદા માટે માળો બનાવવાની જવાબદારી નર શાહમૃગની છે.
શાહમૃગના ઈંડા (ostrich eggs) :
નર શાહમૃગ ઘણી માદા સાથે સંવનન કરે છે. ક્યારેક એક નર શાહમૃગની બધી માદાઓ એક માળામાં ઈંડા મુકે છે. આથી ૧૦ થી ૧૨ ઈંડા મુકે છે. એક ઈંડાનું વજન ૧.૫ કિલોગ્રામ જેટલું હોય છે. આ પક્ષીઓમાં સૌથી મોટા ઈંડા છે. શાહમૃગના ઈંડા જાડા કવચવાળા હોય છે. તથા પીળાશ પડતા સફેદ રંગના હોય છે. ઈંડા નર શાહમૃગ અને માદા શાહમૃગ બન્ને સેવે છે. દિવસ દરમિયાન માદા ઈંડા સેવે છે તથા રાત્રી દરમ્યાન નર શાહમૃગ ઈંડા સેવે છે. શાહમૃગના ઈંડામાંથી ૫ થી ૬ અઠવાડિયા બાદ બચ્ચાં બહાર આવે છે.
શાહમૃગનું આયુષ્ય (Life expectancy of an ostrich):
શાહમૃગ પક્ષીનું આયુષ્ય ૭૦ વર્ષ જેટલું હોય છે. આમ, શાહમૃગ પક્ષી પક્ષીઓમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી પણ છે.
શાહમૃગની વસ્તી ઘટવાના કારણો (Reasons for decline in ostrich population):
પહેલાના સમયમાં શાહમૃગ એશિયા, આફ્રિકા સહિત ઘણા દેશોમાં જોવા મળતા હતા, પરંતુ દિનપ્રતિદિન આ શાહમૃગની સંખ્યા ઘટતી જાય છે. આ સંખ્યા ઘટવા પાછળ પણ માનવ જ જવાબદાર છે. શાહમૃગની સંખ્યા ઘટવાના ઘણા કારણો છે. મહત્વના કારણો નીચે પ્રમાણે છે.
(1) પીંછા માટે શિકાર:
શાહમૃગનાં પીંછા ખુબ કિંમતી હોય છે. આ પીંછાનો ઉપયોગ કિંમતી ટોપી(હેટ) માં થાય છે. તેથી આ પીંછા મેળવવા માટે શાહમૃગનો શિકાર કરવામાં આવે છે, જેથી શાહમૃગની સંખ્યા ઘટી રહી છે.
(2) માંસ માટે:
શાહમૃગનો માંસ માટે પણ શિકાર કરવામાં આવે છે. જેથી પણ શાહમૃગની સંખ્યા ઘટી રહી છે.
(3) ઈંડા માટે:
શાહમૃગના ઈંડા પણ ખુબ મોટા હોય છે. આ ઈંડા ઘણા લોકો લઈ જાય છે, જેથી બચ્ચાં બહાર આવતા નથી. આવા કારણોસર પણ શાહમૃગની સંખ્યા ઘટી રહી છે.
(4) પર્યાવરણીય ફેરફાર:
આજે માનવે પોતાના લાભ માટે પર્યાવરણનો બેફામ ઉપયોગ કર્યો છે. જેને કારણે પર્યાવરણ પર તેની વિપરીત અસર પડી છે. આ વિપરીત અસર પણ પક્ષીઓ ઉપર ઘાતક સાબિત થઈ છે, જેને પરિણામે પણ શાહમૃગની સંખ્યા ઘટી રહી છે.
શાહમૃગની સંખ્યા વધારવાના ઉપાયો (Measures to increase the number of ostriches):
(1) અભ્યારણ/આરક્ષિત વિસ્તાર જાહેર કરવો:
આજે શાહમૃગની સંખ્યા ઘટી રહી છે. આ ઘટી રહેલી સંખ્યાને રોકવા, શાહમૃગને સંરક્ષણ આપવા તથા શાહમૃગની સંખ્યા વધારવા માટે શાહમૃગની સંખ્યા ધરાવતા વિસ્તારને અભ્યારણ કે આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવો જોઈએ જેથી શાહમૃગની સંખ્યા વધારી શકાય.
(2) શિકાર પર પ્રતિબંધ:
શાહમૃગની સંખ્યા વધારવા માટે શાહમૃગના શિકાર પર પ્રતિબંધ મુકવો જોઈએ જેથી શાહમૃગની સંખ્યા વધારી શકાય.
(3) શિકાર પર કડક સજાની જોગવાઈ:
શાહમૃગના શિકાર માટે કડક કાયદો બનાવવા જોઈએ. શિકાર કરનારને કડક સજા પણ થવી જોઈએ, જેથી શાહમૃગનો શિકાર કરવાની કોઇ હિંમત ના કરી શકે.
(4) જનજાગૃતિ લાવવી:
શાહમૃગ પ્રત્યે લોકોમાં લોક જાગૃતિ લાવવી જોઈએ, જેથી શાહમૃગને સંરક્ષણ મળી રહે તથા લોક જાગૃતિ દ્વારા શાહમૃગની સંખ્યા વધારી શકાય.
શાહમૃગ વિશે 10 વાક્યો (10 sentences about ostriches):
(1) શાહમૃગ વિશ્વનું સૌથી મોટુ પક્ષી છે.
(2) શાહમૃગનું વજન ૧૫૦ કિલોગ્રામ જેટલું હોય છે.
(3) શાહમૃગ ઉડી શકતું નથી.
(4) શાહમૃગના ઈંડા પક્ષીઓમાં સૌથી મોટા ઈંડા છે.
(5) શાહમૃગના ઈંડાનું વજન ૧.૫ કિલોગ્રામ જેટલું હોય છે.
(6) શાહમૃગ ખુબ જ ઝડપથી દોડી શકે છે. શાહમૃગની દોડવાની ઝડપ 70 કિલોમીટર/કલાક ની હોય છે.
(7) શાહમૃગના પગમાં બે આંગળીઓ પણ હોય છે, જે અન્ય પક્ષીઓમાં જોવા મળતી નથી.
(8) શાહમૃગના પગ ખુબ જ લાંબા હોય છે. શાહમૃગ પોતાના પગ વડે લાત પણ મારી શકે છે.
(9) શાહમૃગની ઉંચાઇ 3 મીટર જેટલી હોય છે.
(10) શાહમૃગ પર સવારી પણ કરી શકાય છે.
શાહમૃગ વિશે 5 વાક્યો (5 sentences about ostriches) :
(1) શાહમૃગ સૌથી મોટુ પક્ષી છે.
(2) શાહમૃગને અંગ્રેજીમાં ostrich કહે છે.
(3) શાહમૃગ લાંબા સમય સુધી પાણી વગર પણ રહી શકે છે.
(4) શાહમૃગ સામાન્ય રીતે સુકા વિસ્તારમાં કે રણ વિસ્તારમાં જોવા મળે છે.
(5) શાહમૃગનું આયુષ્ય 70 વર્ષ જેટલું હોય છે. જે પક્ષીઓમાં સૌથી વધારે આયુષ્ય ભોગવે છે.
FAQs:
(શાહમૃગ વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)
સૌથી મોટુ પક્ષી ક્યું છે?
શાહમૃગ સૌથી મોટુ પક્ષી છે. શાહમૃગની ઉંચાઇ 3 મીટર હોય છે. શાહમૃગ 150 કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે. શાહમૃગના ઈંડાનું વજન 1.5 કિલોગ્રામ જેટલું હોય છે.
શાહમૃગને અંગ્રેજીમાં શું કહે છે?
શાહમૃગને અંગ્રેજીમાં ostrich કહે છે.
ક્યા પક્ષીનાં ઈંડા સૌથી મોટા હોય છે?
નર શાહમૃગ ઘણી માદા સાથે સંવનન કરે છે. ક્યારેક એક નર શાહમૃગની બધી માદાઓ એક માળામાં ઈંડા મુકે છે. આથી ૧૦ થી ૧૨ ઈંડા મુકે છે. એક ઈંડાનું વજન ૧.૫ કિલોગ્રામ જેટલું હોય છે. આ પક્ષીઓમાં સૌથી મોટા ઈંડા છે. શાહમૃગના ઈંડા જાડા કવચવાળા હોય છે. તથા પીળાશ પડતા સફેદ રંગના હોય છે. ઈંડા નર શાહમૃગ અને માદા શાહમૃગ બન્ને સેવે છે. દિવસ દરમિયાન માદા ઈંડા સેવે છે તથા રાત્રી દરમ્યાન નર શાહમૃગ ઈંડા સેવે છે. શાહમૃગના ઈંડામાંથી ૫ થી ૬ અઠવાડિયા બાદ બચ્ચાં બહાર આવે છે.
0 Comments