કાગડા વિશે નિબંધ | Essay about crows

કાગડા વિશે નિબંધ | Essay about crow | મારુ પ્રિય પક્ષી કાગડો | my favorite bird crow |  કાગડા વિશે જાણવા જેવું | કાગડા વિશે ૧૦ વાક્ય | કાગડા વિશે ૫ વાક્યો.

મારુ પ્રિય પક્ષી કાગડો છે. મારું પ્રિય પક્ષી વિશે નિબંધ લખીએ ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ મોર વિશે કે પોપટ વિશે નિબંધ લખતા હોય છે, પરંતુ કાગડા વિશે નિબંધ લખવાનું વિદ્યાર્થીઓ ટાળતા હોય છે કારણકે કાગડા વિશે વિદ્યાર્થીઓ ઓછું જાણતા હોય છે. તો અહીં કાગડા વિશે નિબંધ લખીને વિદ્યાર્થીઓ ને કાગડા વિશે મહત્વપૂર્ણ માહિતી આપવાનો એક નાનો પ્રયાસ કર્યો છે, જે તમને વાંચવું ખુબ ગમશે.

કાગડા વિશે નિબંધ (essay about crow) :


સામાન્ય રીતે કાગડા પ્રત્યેનો આપણો દ્રષ્ટીકોણ અલગ રહ્યો છે. કાગડાને સુગ અથવા તો પક્ષપાત ભરી નજરથી પહેલેથી જ જોવામાં આવ્યો છે. કાગડા પ્રત્યેનો આ પક્ષપાત ત્યાં સુધી જ છે, જ્યાં સુધી આપણી પાસે કાગડા વિશેનું પુરતું જ્ઞાન નથી.કાગડો તેના રંગરૂપને કારણે તથા તેના અવાજને કારણે લોકોને અપ્રિય લાગે તે સ્વાભાવિક છે, પરંતુ જ્યારે આપણે કાગડાની કામગીરી જોઈએ ત્યારે કાગડા વિશે આપણને માન ઉપજે છે.

કાગડો એ કુદરતી સફાઇ કામદાર છે. કાગડો મુખ્યત્વે ખોરાકમાં વધેલો એઠવાડ ખાય છે. જો આ માનવ દ્વારા વધેલો ખોરાક ન ખાય તો આપણી આસપાસ ગંદકી નું સામ્રાજ્ય ફેલાઈ જાય. આપણે બિમાર પડીએ અને નવા નવા રોગો ભરડો લઈ જાય.કાગડો મરેલા પશુ, પક્ષીઓનું માંસ પણ ખાય છે. જેથી મરેલા પશુ-પક્ષીઓથી ફેલાતી ગંદકી અટકે છે.તો આમ, કાગડો માનવજાત માટે ઘણા ઉપયોગી કામો કરે છે. તો આ રીતે સફાઈની કામગીરી કાગડો બખુબી અને પ્રસંશનીય રીતે કરે છે. તેનું કાર્ય જોઈએ તો કાગડા પ્રત્યે આપણને ખુબ માન ઉપજે છે. રૂપ રંગ અને અવાજ તો કુદરતની દેન છે, પરંતુ તેનું જે કાર્ય છે તે કાબિલેદાદ છે.

કાગડાનો રંગ કાળો હોય છે. કાગડાને બે પગ હોય છે. કાગડાના એક મજબૂત ચાચ હોય છે. કાગડાને બે આંખો હોય છે.કાગડાને બે પાંખો હોય છે, જે તેને ઉડવામાં મદદ કરે છે.કાગડો ઘણે દૂર સુધી અને આકાશમાં ઘણી ઉંચાઇ પર ઉડી શકે છે.કાગડાનુ સંપૂર્ણ શરીર કાળા રંગનું હોય છે.

કાગડાનો અવાજ કર્કશ હોય છે, જેથી લોકોને તેનો અવાજ સાંભળવો ગમતો નથી. કાગડો કોં... કોં... અથવા કાં... કાં.. એમ બોલે છે. જે આવો કર્કશ અવાજ લોકોને સાંભળવો ગમતો નથી.પરંતુ અવાજ અને રુપ તો કુદરતની દેન છે.કાગડાના બોલવા અંગે પણ ઘણા લોકો ઘણું અનુમાન લગાવતા હોય છે. કાગડાના બોલવા સાથે ઘણી શુકન - અપશુકનની માન્યતાઓ જોડાયેલી છે. જો સવાર સવારમાં કાગડો આવીને ઘરે બોલે તો તે ઘરે કોઈ મહેમાન આવવાનો સંકેત છે. જો કાગડો કોઈના માથા પર બેસીને બોલે તો તેને અપશુકન માનવામાં આવે છે.

પિતૃઓને કેતુ તથા રાહુ જેવા ગ્રહોથી મુક્તિ મળે તે માટે થઈ શ્રાધ્ધ નિમિત્તે કાગડોઓને ખીર તથા પુરીનું ભોજન કરાવવામાં આવે છે.શ્રાધ્ધ નિમિત્તે કાગડાને કરાવવામાં આવતા ભોજનને કાગવાસ કે કાગભોજન કહે છે.હવે શ્રાધ્ધ નિમિત્તે કાગડાને ભોજન કરાવવામાં આવે છે, પરંતુ આ ભોજન માટે હવે કાગડા મળવા મુશ્કેલ છે.કાગડાઓની વસ્તી દિનપ્રતિદિન ઘટી રહી છે. ગામડાઓમાં તો કાગડા જોવા મળે છે. પરંતુ શહેરમાં કાગડા કાગવાસ માટે પણ જોવા મળતા નથી. આજે કાગડાઓએ સિમેન્ટ કોંક્રિટના જંગલો વધતા તે માનવજાતથી દુર ચાલ્યા ગયા છે.આજના પ્રદુષણના કારણે કાગડાની વસ્તી ઘટી રહી છે.

કાગડાની વસ્તી ઘટવા પાછળનું કારણ પણ જંગલોનો નાશ જ છે.દિનપ્રતિદિન જંગલો ઘટતા ગયા છે. માનવે પોતાના લાભ ખાતર જંગલોનો નાશ કર્યો છે. વૃક્ષો જ કાગડાનુ રહેઠાણ છે. માનવે વૃક્ષો કાપવાની સાથે કાગડાના રહેઠાણ પણ છીનવી લીધા છે, જેથી કાગડાની વસ્તી ઘટતી જાય છે.

કાગડો હોશિયાર અને ચતુર પક્ષી પણ છે. કાગડો ચતુરાઇમા અવ્વલ છે. કાગડા વિશે સાહિત્યમાં પણ લખાયું છે કે...

મન મેલા, તન ઉજળા, બગલા કપટી અંગ. 
તેથી તે કાગા ભલા, તન-મન એક જ રંગ.

કાગડો જેવો અંદર છે તેવો જ તે બહાર દેખાય છે. કાગડાને બનાવટી દેખાવ કે દગાખોરી તેને પસંદ નથી. બગલો સફેદ રંગનો હોવાથી તે ઉપરથી સારો કે સંસ્કારી દેખાય છે, પરંતુ જેવી તેની સામે માછલી આવે તો તેને તરત પકડી લે છે અને ખાઈ જાય છે.આથી જ કવિએ કાગડા સારો કહ્યો છે, જેવું તેનું શરીર છે તેવો જ તેને સ્વભાવ છે. કાગડાનો સ્વભાવ દંભી નથી.

કાગડાની સંખ્યા ઘટવાના કારણો (Reasons for declining crow numbers):

કાગડાની વસ્તી ઘટવાના કારણો ઘણા છે, જેમાંથી મુખ્ય કારણો નીચે પ્રમાણે છે.

👉જંગલોનો નાશ.

👉પ્રદુષણમાં વધારો.

👉વૃક્ષો કાપવાથી.

👉માનવ દ્વારા શિકાર.

👉ફેક્ટરીઓના ધુમાડા.

👉ખોરાકની તંગી (વાસી વધે નહી ને કાગડો ખાય નહિ)

👉ઘોંઘાટના કારણે.

કાગડા વિશે ૧૦ વાક્યો(10 sentences about crows):


(૧)કાગડો કાળા રંગનો હોય છે.

(૨) કાગડાનો અવાજ કર્કશ હોય છે.

(૩) કાગડો કુદરતી સફાઇ કામદાર પક્ષી છે.

(૪) શ્રાધ્ધ નિમિત્તે કાગડાને ભોજન કરાવવા કાગવાસ નાંખવામાં આવે છે.

(૫) કાગડો માનવ દ્વારા વધેલો ખોરાક કે મરેલા પશુઓનું માંસ ખાય છે.

(૬) કાગડાને એક ચાંચ હોય છે.

(૭) કાગડાને બે કાળી પાંખો હોય છે જે તેને ઉડવામાં મદદ કરે છે.

(૮) કાગડાને બે પગ હોય છે.

(૯) કાગડાને બે આંખો હોય છે.

(૧૦) કાગડો ચતુર અને હોશિયાર પક્ષી છે.

કાગડા વિશે ૫ વાક્યો (5 sentences about crows) :


(૧) કાગડો કાળા રંગનું પક્ષી છે.

(૨) કાગડાને બે ગોળ આંખો હોય છે.

(૩) કાગડાને એક મજબૂત ટુંકી ચાંચ હોય છે.

(૪) કાગટો હોશિયાર પક્ષી છે.

(૫) કાગડાનો અવાજ સાંભળવો ન ગમે તેવો કર્કશ હોય છે.

અંહી કાગડા વિશે નિબંધ લખેલો છે તે તમારા માર્ગદર્શન માટે છે. તમે કાગડા વિશે બીજુ ઘણુ બધુ લખી શકો છો.

FAQs:

(કાગડા વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)

કાગડાનો રંગ કેવો હોય છે?

કાગડાનો રંગ કાળો હોય છે.

શ્રાધ્ધ નિમિત્તે ક્યા પક્ષીને ખીર ખવડાવવામાં આવે છે?

શ્રાધ્ધ નિમિત્તે કાગડાને ખીર ખવડાવવામાં આવે છે.

ક્યુ પક્ષી કુદરતી સફાઇ કામદાર છે?

કાગડો કુદરતી સફાઇ કામદાર પક્ષી છે.

કાગડો કેમ બોલે છે?

કાગડો કોં... કોં... બોલે છે.

Post a Comment

0 Comments