કોયલ વિશે નિબંધ | Essay about cuckoos

કોયલ વિશે નિબંધ | Essay about cuckoos | મારું પ્રિય પક્ષી કોયલ | My favorite bird is the cuckoo | કોયલ વિશે ગુજરાતીમાં નિબંધ | Essay in Gujarati about cuckoo | કોયલ વિશે ૧૦ વાક્યો | 10  sentence about cuckoo | કોયલ વિશે 5 વાક્યો | 5 sentence about cuckoo

કોયલ શબ્દ સાંભળતા જ આપણે કાને મીઠો ટહુકો સંભળાય છે.અહીં ધોરણ 3,ધોરણ 4,ધોરણ 5,ધોરણ 6,ધોરણ 7,ધોરણ 8,ધોરણ 9,ધોરણ10 માટે કોયલ વિશે નિબંધ લખ્યો છે. આ નિબંધ તમને પરિક્ષાની તૈયારીમાં ખુબ જ ઉપયોગી થશે.

કોયલ વિશે નિબંધ
(Essay about cuckoos):

કોયલ એ કાળા રંગનું પક્ષી છે.કાળો રંગ હોવા છતાં કોયલ બધાને ખુબ જ પ્રિય છે, તેનું મુખ્ય કારણ તેને મધુર અવાજ છે. કોયલ પાસેથી શીખવા મળે છે કે રંગ રુપ આપણી પાસે ન હોય તો આપણે મધુર બોલીને પણ આપણે સૌના પ્રિય બની શકીએ છીએ.કોયલને ભગવાને રુપ નથી આપ્યું પણ મધુર અવાજ આપ્યો છે. મધુર અવાજ જ કોયલની સાચી ઓળખ છે.


કોયલ અને કાગડો જો બન્ને નજીક બેઠા હોય તો કાગડો અને કોયલની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. કોયલ અને કાગડાનો રંગ અને આકાર સરખા છે.જો કાગડો કે કોયલ બોલે તો તેને સરળતાથી ઓળખી શકાય છે. કાગડાનો અવાજ કર્કશ હોય છે, જયારે કોયલનો અવાજ મધુર હોય છે.

સવાર સવારમાં કોયલનો અવાજ સાંભળવો સૌને ગમે છે. સવારમાં જ જો કોયલનો અવાજ સાંભળવા મળે તો દિવસની મજા જ કંઈક અલગ હોય છે. કોયલના મીઠા ટહુકા વાતાવરણમાં તાજગી ભરી દે છે. કોયલનો ટહુકો વાતાવરણ આહ્લલાદક બનાવી દે છે. કોયલના ટહુકા સાંભળવાથી મન પ્રફુલ્લિત બની જાય છે.

કોયલ કોઈ અવાજની નકલ સારી રીતે કરી જાણે છે. જયારે કોયલ બોલતી હોય તો આપણે પણ ટહુકો કરીએ તો તે તરત જ ટહુકો કરે છે. આપણે જેટલી વાર ટહુકો કરીએ તેટલી વાર કોયલ પણ ટહુકો કરે છે. આપણે થાકી જઈએ પરંતુ કોયલ ટહુકાનો જવાબ ટહુકાથી આપતા થાકતી નથી.બાળકો આ પ્રવૃત્તિ ખાસ કરતાં જોવા મળે છે. બાળકો કુહુ.. બોલે તો સામેથી કોયલ પણ કુહુ.. બોલે છે. જેટલી વાર બાળકો કુહુ... બોલશે તેટલી વાર કોયલ પણ કુહુ... બોલશે.આમા બાળકોને પણ મજા આવે છે અને કોયલ પણ મજા લે છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો નર કોયલ અને માદા કોયલનો ભેદ પારખવો મુશ્કેલ છે.આમ તો નર કોયલ અને માદા કોયલ બન્નેને કોયલ જ કહેવામાં આવે છે. જે આપણે મધુર અવાજ સાંભળીએ છીએ તે મધુર અવાજ નર કોયલનો હોય છે. નર કોયલનો અવાજ મધુર હોય છે, જયારે માદા કોયલનો અવાજ મધુર હોતો નથી. માદા કોયલનો અવાજ કર્કશ હોય છે. આમ, તો પક્ષીઓમાં આ બાબત સામાન્ય છે. પક્ષીઓની નર જાતિનાં અવાજ મધુર જ હોય છે.જેવી રીતે મોરનો અવાજ મીઠો હોય છે, પરંતુ ઢેલનો અવાજ મધુર હોતો નથી.

કોયલ સામાન્ય રીતે કાળા રંગની હોય છે.કોયલને એક મજબૂત ચાંચ હોય છે, જેની મદદથી તે ખોરાકને પકડે છે. કોયલને બે પગ હોય છે. કોયલને બે કાળા રંગની પાંખો હોય છે. કોયલને બે આંખો હોય છે. કોયલની આંખો લાલ કે ગુલાબી રંગ જેવી દેખાય છે.કોયલ આમ તો કાગડા જેવડી કે તેનાથી થોડી નાની હોય છે.

કોયલનું રહેઠાણ ઝાડ પર હોય છે. કોયલને આંબો, જાંબુડો જેવા વૃક્ષો ખુબ જ પ્રિય છે. તે આવા ઝાડ પર વધુ જોવા મળે છે. સામાન્ય રીતે કોયલ પોતાનો માળો બનાવતી નથી.તે કાગડાના માળામાં ઈંડા મુકે છે. કોયલના ઈંડા પણ કાગડો સેવે છે. કાગડા અને કોયલના ઈંડા સરખા જ હોય છે. કાગડો જ્યારે માળો બનાવે છે, ત્યારે નર કોયલ કાગડાને ખુબ જ ખીજવે છે અને કાગડો નર કોયલની પાછળ પડે છે ત્યારે માદા કોયલ ખાલી માળાનો લાભ લઈ પોતાના ઈંડા કાગડાના માળામાં મુકી દે છે. કાગડો કોયલના ઈંડાને ઓળખી શકતો નથી.આથી કાગડી કોયલના ઈંડાને સેવે છે તથા તેને ઉછેરી મોટા કરે છે. જ્યારે કોયલના બચ્ચાં મોટા થઈને જ્યારે બોલે છે ત્યારે કાગડીને ખ્યાલ આવે છે કે તે તેના બચ્ચાં નથી પરંતુ કોયલના બચ્ચાં છે. બચ્ચાં મોટા થતાં જ કાગડીના માળામાંથી ઉડી જાય છે. જયારે કોયલ કાગડીના માળામાં ઈંડા મુકે છે, ત્યારે તે કાગડીના ઈંડા તે માળામાંથી નીચે પાડી દે છે. આમ, કોયલ એક ચતુર પક્ષી પણ છે.

કોયલ સામાન્ય રીતે ભારત, બાંગ્લાદેશ તથા શ્રીલંકામાં જોવા મળે છે. કોયલની સંખ્યા ભારતમાં ઘણી છે. પરંતુ દિવસે દિવસે કોયલની સંખ્યા ભારતમાં પણ ઘટવા લાગી છે. કોયલ ની સંખ્યા ઘટવાના કારણો છે.

કોયલની સંખ્યા ઘટવાના કારણો:


કોયલની સંખ્યા ઘટવાના કારણો નીચે પ્રમાણે છે.

(૧) જંગલોનો નાશ થતાં કોયલનુ રહેઠાણ છિનવાઈ ગયું છે, જેથી કોયલની સંખ્યા ઘટી રહી છે.

(૨) કોયલ પણ પ્રદુષણની સમસ્યાનો શિકાર બની છે, જેથી કોયલની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે.

(૩) કોયલનો શિકાર થતાં કોયલની સંખ્યા ઘટી રહી છે.

(૪) શહેરીકરણ ને કારણે શહેરોમાંથી કોયલ દુર ચાલી ગઇ છે. શહેરીકરણ ને કારણે શહેરોમાં વૃક્ષોની સંખ્યા ઘટી છે, તેથી કોયલની સંખ્યા પણ ઘટી રહી છે.

(૫) જંગલો તથા વૃક્ષો કપાતાં કોયલને ખોરાકની અછત સર્જાઈ છે, જેથી કોયલની સંખ્યા ઘટી રહી છે.

(૬) સતત વાહનો તથા ફેક્ટરીના અવાજના કારણે કોયલને દુર ચાલ્યા જવાની ફરજ પડી છે, જેથી કોયલની વસ્તી ઘટી રહી છે.

કોયલ એ સૌનું માનિતુ પક્ષી છે. કોયલ પોતાના અવાજ માટે ખુબ જ વખાણાય છે. જો કોઈ સારા અવાજ સાથે ગીત ગાયું તો પણ તેને કોયલ કંઠની ઉપમા આવે છે અથવા જો કોઈનો અવાજ મધુર હોય તો તેને કોયલ જેવો મીઠો અવાજ છે એમ કહેવામાં આવે છે. આમ, કોયલની સાચી ઓળખ જ એનો અવાજ છે.

કોયલ વિશે ૧૦ વાક્યો (10  sentence about cuckoo):


(૧) કોયલ કાળા રંગની હોય છે.

(૨) કોયલનો અવાજ ખુબ જ મધુર હોય છે.

(૩) નર કોયલનો અવાજ મધુર હોય છે.

(૪) કોયલ કાગડાના માળામાં ઈંડા મુકે છે.

(૫) નર કોયલ અને માદા કોયલની ઓળખ તેના અવાજથી થાય છે.

(૬) કોયલને આંબા તથા જાંબુડાનુ ઝાડ પ્રિય છે.

(૭) કોયલની આંખો લાલ કે ગુલાબી રંગની હોય છે.

(૮) કોયલને એક મજબૂત ચાચ હોય છે.

(૯) કોયલને બે પગ હોય છે.

(૧૦) કોયલના ટહુકા વસંત ઋતુમાં વધુ સાંભળવા મળે છે.

કોયલ વિશે ૫ વાક્યો(5 sentence about cuckoo):


(૧) કોયલ કાળા રંગનુ છતાં બધાનું પ્રિય પક્ષી છે.

(૨) કોયલનો અવાજ મધુર હોય છે.

(૩) નર કોયલનો અવાજ મધુર હોય છે.

(૪) કોયલને બે લાલ કે ગુલાબી રંગની આંખો હોય છે.

(૫) કોયલ કુહુ... કુહુ... બોલે છે.

FAQs:

(વારંવાર પુછાતા પ્રશ્નો) 

કુહુ... કુહુ... ક્યુ પક્ષી બોલે છે?

કોયલ

ક્યા પક્ષીનો અવાજ મધુર હોય છે?

કોયલ

કઈ જાતિની કોયલનો અવાજ મધુર હોય છે?

નર જાતિની કોયલનો અવાજ મધુર હોય છે.

કોયલ કોના માળામાં ઈંડા મુકે છે?

કાગડીના માળામાં.

કોયલને ક્યુ ઝાડ પ્રિય છે?

આંબાનુ ઝાડ

Post a Comment

0 Comments