હરણ વિશે નિબંધ | essay about deer in gujarati

હરણ વિશે નિબંધ 2022 | essay about deer in gujarati 2022 | મારું પ્રિય પ્રાણી હરણ | My favorite animal deer in gujarati | હરણ વિશે ૧૦ વાક્ય | હરણ વિશે ૫ વાક્ય | હરણ વિશે જાણવા જેવું.

હરણ એ તૃણાહારી સુંદર પ્રાણી છે. અહિં હરણ વિશે ધોરણ ૩,ધોરણ ૪,ધોરણ ૫,ધોરણ ૬,ધોરણ ૭,ધોરણ ૮,ધોરણ ૯,ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ લખી શકે તથા હરણ વિશે માહિતી મેળવી શકે તે હેતુથી નિબંધ લખ્યો છે. આ હરણ વિશેનો નિબંધ તમને વાંચવો ખુબ ગમશે.હરણ વિશેની માહિતી વિદ્યાર્થીઓ, વાલીગણ તથા શિક્ષકોને ખુબ મદદરૂપ થશે.હરણ વિશે આપણી પાસે સામાન્ય માહિતી હોય છે, પરંતુ અહીં થોડી હરણ વિશેની વિશેષ માહિતી આપવાનો પણ પ્રયત્ન કર્યો છે, જે હરણ વિશે નિબંધ લખવામાં ચોક્કસથી ઉપયોગી થશે.

હરણ વિશે નિબંધ 2022 | Essay about deer in gujarati 2022


હરણ શબ્દ સાંભળતા જ આપણી આંખની સામે હસતુ-ખેલતું, કુદતું, નાજુક પ્રાણી આપણી સામે આવે છે. હરણ એ તૃણાહારી પ્રાણી છે, જે ઘાસ કે વૃક્ષોના પર્ણ ખાઈને પોતનો ખોરાક મેળવે છે.હરણને કુણુ ઘાસ ખાવું ખુબ જ પસંદ છે. આથી જ હરણ લીલા ઘાસીયા મેદાનોમાં, પર્વતીય વિસ્તારમાં વસવાટ કરે છે.

હરણની શારીરિક રચના જોઈએ તો હરણને ચાર પાતળા નાની ખરીવાળા પગ હોય છે, પરંતુ આ પગથી તે ખુબ જ લાંબો કુદકો લગાવી શકે છે. તે ખુબ જ ઝડપથી દોડી શકે છે.હરણ દોડમાં શિકારી પ્રાણીને હંફાવી શકે છે. હરણની પાછળ જ્યારે શિકારી પ્રાણી પડે છે ત્યારે તેની ઝડપ બમણી થઈ જાય છે.હરણ ઝાડી ઝાંખરામાં રહેતા હોય છે.જેથી પોતાનો બચાવ કરી શકે છે.હરણને બે કાન હોય છે, જે અવાજની દિશામાં ફેરવી શકે છે. હરણની સાંભળવાની શક્તિ ખુબ જ હોય છે. તે નાનો અવાજ પણ સરળતાથી સાંભળી શકે છે. હરણ એ આમ તો ખુબ ડરપોક હોય છે, જે થોડો અવાજ થાય તો પણ સ્વબચાવ માટે દોડવા લાગે છે.હરણને નાની પુંછડી હોય છે, જે પુંછડી સતત હલાવતાં હોય છે.


હરણનો ભુખરો હોય છે.ઘણા હરણને ભુરા રંગ સાથે સફેદ રંગનું મિશ્રણ પણ જોવા મળે છે.હરણને જાત પ્રમાણે શરીર પર ટપકા કે પટ્ટા હોય છે.નર હરણ અને માદા હરણને સરળતાથી ઓળખી શકાય છે. નર હરણને માથા પર શિંગડા હોય છે. માદા હરણને શિંગડા હોતા નથી. હરણને શિંગડા પોતાના રક્ષણ માટે હોય છે. હરણ જ્યારે ઝઘડો કરે ત્યારે આ શિંગડાનો ઉપયોગ કરે છે. નર હરણ માદા હરણને મેળવવા ઝઘડો કરતા હોય છે. ત્યારે આ શિંગડાનો ઉપયોગ કરે છે.

મોટા ભાગે હરણ ટોળામાં રહેતા હોય છે. આ ટોળામાં માદા હરણની સંખ્યા વધુ હોય છે.આ ટોળામાં એક નેતૃત્વ કરતો હરણ પણ હોય છે, જે અન્ય હરણની દેખરેખ રાખતો હોય છે તથા આફત સમયે બધાનું રક્ષણ કરતા હોય છે.


હરણ સામાન્ય રીતે ખુલ્લા મેદાનમાં ચરતાં જોવા એ પણ એક લ્હાવો હોય છે. ખુલ્લા મેદાનમાં રમતા, કુદાકુદ કરતાં બચ્ચાંને જોવાનો અનેરો આનંદ થાય છે.હરણ સામાન્ય રીતે સવાર તથા સાંજના સમયે ચરવાનુ પસંદ કરે છે. બાકીના સમયમાં હરણ આરામ કરતાં કે કોઈ વૃક્ષો નીચે સમુહમાં આરામ કરતો જોવા મળે છે.

રામાયણમાં હરણનો ઉલ્લેખ જોવા મળે છે. મારિચ નામનો રાક્ષસ હરણનું સ્વરૂપ લઈને લલચાવે છે. આ સુવર્ણ હરણને જોઈને સીતા પણ આ સુવર્ણ હરણ માટે જીદ કરે છે.રામ તથા લક્ષમણ આ હરણ લેવા જતા રાવણ સીતાનુ અપહરણ કરે છે. કાશ્મીરમાં કસ્તુરી હરણ જોવા મળે છે. જેના ગળામાં કસ્તુરી નામનું દ્રવ્ય હોય છે, જેનો અત્તર બનાવવામાં થાય છે, આથી આ કસ્તુરી મૃગનો શિકાર થાય છે અને કસ્તુરી મૃગની સંખ્યા ઘટી રહી છે.

સામાન્ય રીતે હરણ અન્ય પ્રાણીઓની માફક બોલતા નથી, પરંતુ ગળામાંથી ધીમો ધીમો અવાજ કરે છે. હરણ સામાન્ય રીતે એક વર્ષમાં એક બચ્ચાંને જન્મ આપે છે. આ હરણના બચ્ચાં જન્મના થોડા જ કલાકમાં ચાલવા લાગે છે.

હરણની જાતો:


અન્ય પ્રાણીઓની માફક હરણની પણ ઘણી જાતો છે. હરણની મુખ્ય 53 જાતો છે. રેન્ડિયર, હંગલ, રેડ ડિયર, ચીતલ, કસ્તુરી મૃગ, સાબર, શિકારા, ચતઃશૃંગી વગેરે હરણની જ જાતો છે.

👉 "મૂસ" એ સૌથી મોટું હરણ છે. જે અમેરિકા અને કેનેડામાં જોવા મળે છે.

👉"પુડુ" એ સૌથી નાનું હરણ છે, જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. જેનું વજન માત્ર ૬.૮ કિલોગ્રામ જ છે.

હરણની શિંગડાને આધારે બે વિભાગમાં વહેચવામાં આવે છે. જે વિભાગો નીચે પ્રમાણે છે.

(૧) શાખા વિભાજીત શિંગડાવાળા હરણ

(૨) શાખાવિહિન શિંગડાવાળા હરણ

શાખા વિભાજીત શિંગડાવાળા હરણને શિંગડામાં અલગ અલગ શાખાઓ હોય છે.આ શાખાઓ અમુક સમયે ખરી જતી હોય છે, જેના સ્થાને નવી શાખાઓ આવતી હોય છે. સાબર પ્રકારના હરણમા આવી શાખા વિભાજીત શિંગડા જોવા મળે છે.

શાખાવિહિન શિંગડાવાળા હરણમા વળવાળા શિંગડા હોય છે. તેના શિંગડામાં શાખા હોતી નથી, પરંતુ આવા શિંગડાનો આગળનો ટોચનો ભાગ ખુબ જ અણીદાર હોય છે.

હરણ માટે અંગ્રેજીમાં " ડીઅર" શબ્દ છે, જ્યારે મૃગ માટે "એન્ટીલોપ" શબ્દ વપરાય છે.

હરણનું આયુષ્ય:

હરણની જાતો પ્રમાણે અલગ અલગ આયુષ્ય ધરાવે છે. પરંતુ સામાન્ય રીતે હરણ ૧૦ થી ૨૩ વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે.

હરણ વિશે ૧૦ વાક્યો (10 sentences about deer):


(૧) હરણ તૃણાહારી પ્રાણી છે.

(૨) હરણને ચાર પાતળા પગ હોય છે.

(૩) હરણ લાંબો કુદકો મારી શકે છે.

(૪) હરણને બે કાન હોય છે.

(૫) હરણને કુણું લીલુ ઘાસ ખૂબ જ પ્રિય છે.

(૬) હરણ ઘાસીયા મેદાનોમાં તથા પર્વતીય વિસ્તારમાં રહે છે.

(૭) નર હરણને શિંગડા હોય છે તથા માદા હરણને શિંગડા હોતા નથી.

(૮) હરણની મુખ્ય ૫૩ જાતો છે.

(૯) હરણ ટોળામાં રહે છે.

(૧૦) હરણ એક વર્ષમાં એક બચ્ચાંને જન્મ આપે છે.

હરણ વિશે ૫ વાક્યો (5 sentences about deer):


(૧) હરણ ખુબ જ સુંદર લીલા ઘાસના મેદાનોમાં રહેતું પ્રાણી છે.

(૨) હરણ ખુબ જ ઝડપથી દોડી શકે છે તથા લાંબુ કુદી પણ શકે છે.

(૩) હરણ હંમેશા સમુહમાં જ રહે છે.

(૪) હરણનાં રક્ષણ માટે અભ્યારણ બનાવવામાં આવ્યો છે. વેળાવદર કાળીયાર હરણ માટેનું જાણીતું ગુજરાતનું અભ્યારણ છે.

(૫) હરણ ખુબ જ સંચળ પ્રાણી છે, જે થોડો અવાજ થતાં પણ સચેત થઈ જાય છે.

FAQs:

(હરણ વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)

હરણની જાતો કેટલી છે?

હરણની ૫૩ જાતો છે.

સૌથી મોટું હરણ ક્યુ છે?

મૂસ નામનું હરણ સૌથી મોટું હરણ છે.

સૌથી નાનું હરણ કયું છે?

પુડુ સૌથી નાનું હરણ છે.

હરણને અંગ્રેજીમાં શું કહે છે?

હરણને અંગ્રેજીમાં DEER કહે છે.

Post a Comment

0 Comments