સુરખાબ(ફ્લેમિંગો) વિશે નિબંધ 2022 | essay about flamingo in gujarati 2022 | ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ | મારું પ્રિય પક્ષી ફ્લેમિંગો | my favorite bird flamingo | મારું પ્રિય પક્ષી સુરખાબ | ફ્લેમિંગો(સુરખાબ) વિશે ૧૦ વાક્યો | ફ્લેમિંગો (સુરખાબ) વિશે ૫ વાક્યો
સુરખાબ (ફ્લેમિંગો) એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે.સુરખાબ(ફ્લેમિંગો) વિશે નિબંધ આમ તો ઓછો લખવામાં આવે છે, પરંતુ સુરખાબ(ફ્લેમિંગો) વિશે માહિતી મળી રહે તે માટે અંહિ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરખાબ(ફ્લેમિંગો) વિશે વાલીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ પાસે માહિતી સિમિત હોય છે, પરંતુ ગુજરાતનું રાજ્ય પક્ષી હોવાને નાતે આપણી પાસે તેની વિગતવાર માહિતી હોવી ખુબ જરૂરી છે.અંહિ આપેલી માહિતી ધોરણ ૩,ધોરણ ૪,ધોરણ ૫,ધોરણ ૬,ધોરણ ૭,ધોરણ ૮,ધોરણ ૯,ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને ખુબ ઉપયોગી સાબિત થશે.અંહિ આપેલી સુરખાબ(ફ્લેમિંગો) વિશેની માહિતી ઘણી મહેનત બાદ એકત્રિત કરી આપી છે, જે તમને ચોક્કસ ગમશે.
ગુજરાતનું રાજ્ય પક્ષી - સુરખાબ (ફ્લેમિંગો) 2022:
સુરખાબ(ફ્લેમિંગો) એ યાયાવર પક્ષી છે.યાયાવર પક્ષી એટલે બીજા પ્રદેશમાંથી લાંબુ અંતર કાપીને આવતા પક્ષી. સુરખાબ(ફ્લેમિંગો) પક્ષી એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. સુરખાબ(ફ્લેમિંગો) એ ઠંડા પ્રદેશનું પક્ષી છે. તે ઠંડા પ્રદેશમાંથી ઉડીને ગુજરાતમાં આવે છે. સુરખાબ(ફ્લેમિંગો) એ સ્થળાંતર કરતું પક્ષી છે. આ પક્ષી ઉડીને ગુજરાતના કચ્છમાં આવે છે.સુરખાબ(ફ્લેમિંગો) એ માણસ સાથે ન રહી શકતું પક્ષી છે, જે માણસથી દુર રહેવાનું પસંદ કરે છે.
આમ, જોવા જઈએ તો સુરખાબ એ સંદિગ્ધ શબ્દ છે. આ સુરખાબ નામ કઈ રીતે પડ્યુ તેનું કોઈ કારણ નથી. સુરખાબ શબ્દ આ પક્ષી માટે કેમ પડ્યો તથા કઈ રીતે પડ્યો? તે માટે ચોક્કસ માહિતી નથી. સુરખાબ એ લોકોએ એમજ આપેલું નામ છે. આ પક્ષીનું સાચુ નામ ફલેમિંગો છે.
સુરખાબ(ફ્લેમિંગો)ની શારીરિક રચના જોઈએ તો એ ગુલાબી રંગનું તથા સફેદ રંગનું પક્ષી છે. સુરખાબ(ફ્લેમિંગો)ને લાંબી ડોક હોય છે. સુરખાબ(ફ્લેમિંગો)ને લાંબા બે પગ હોય છે.સુરખાબ(ફ્લેમિંગો)નાં પગની આંગળીઓ ચામડી વડે જોડાયેલી હોય છે,જેથી પાણીમાં તરી શકેે.સુરખાબ(ફ્લેમિંગો)ને લાંબી તથા વાંકી ચાચ હોય છે.આ પક્ષીને કચ્છમાં હંજ તરીકે ઓળખવામાં આવે છે. ૯૦ થી ૧૫૦ સેમી ઉંચાઇ ધરાવતા ફલેમિંગો જોવા મળે છે.સુરખાબ(ફ્લેમિંગો)ની ચાંચમાં ગળણી જેવી રચના જોવા મળે છે, જેની મદદથી કાકરા ગળાઈ જાય છે.
સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીઓ જ્યારે આકાશમાં ઉડે છે, ત્યારે તે વી આકારમાં ગોઠવાઈને ઉડે છે. આ પક્ષીઓ લાંબા સમય સુધી આકાશમાં ઉડી શકે છે. જેથી તે માઈલો દુરથી ગુજરાતમાં આવી શકે છે.આ સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીઓ ઈરાન, આફ્રિકા તથા મુંબઈથી ગુજરાતમાં આવે છે, તે ગુજરાતમાં સંવનન માટે આવે છે. સુરખાબ(ફ્લેમિંગો)નાં બચ્ચાં મોટા થતાં તે પાછા પોતાના વતનમાં જતા રહે છે. કચ્છનું વાતાવરણ સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીને અનુકુળ આવે છે, જેથી આ સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીઓ શિયાળામાં કચ્છ જિલ્લામાં આવે છે, ત્યાં ઈંડા મુકે છે તથા પોતાના બચ્ચાનો ઉછેર કરે છે.
આ સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીઓ કચ્છ ઉપરાંત બનાસકાંઠાના છીછરા તથા કાદવકીચડવાળા વિસ્તારમાં પણ જોવા મળે છે. પોરબંદરમાં, જામનગરમાં આ સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીઓ જોવા મળે છે.પોરબંદરમાં જ્યારે આ સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીઓ આવે છે ત્યારે ૧૧ થી ૧૨ જૂન Flamingo pink celebration ઉજવાય છે, જેમાં ઘણા લોકો તથા ફોટોગ્રાફરો આ નજરો કેમેરામાં કેદ કરવા માટે આવતા હોય છે. પોરબંદરમાં પણ આ ફલેમિંગો આવે છે. પોરબંદર દરિયા કિનારે સુરખાબ(ફ્લેમિંગો) સંવનન કરે છે તથા ઈંડા મુકવા માટે તે કચ્છમાં જતા રહે છે.
કચ્છમાં આ સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીઓને રા'લાખાના જાનૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સુરખાબ(ફ્લેમિંગો)નો વસવાટ:
સુરખાબ(ફ્લેમિંગો) સામાન્ય સુરખાબને કાદવકીચડવાળો છીછરો દરિયા કિનારો વધુ પસંદ આવે છે. આવા દરિયા કિનારે સુરખાબ(ફ્લેમિંગો) વસવાટ કરતા જોવા મળે છે. છીછરા દરિયામાં તેને ખોરાક સરળતાથી મળી રહે છે, જેથી છીછરો તથા કાદવકીચડવાળો દરિયો પસંદ કરે છે. ગુજરાતમાં કચ્છનો કાદવકીચડ તથા છીછરો દરિયા કિનારો ખુબ પસંદ આવે છે.
સુરખાબ(ફ્લેમિંગો)નો માળો:
સુરખાબ(ફ્લેમિંગો) સામાન્ય રીતે ઉંધા ગ્લાસ જેવો માળો બનાવે છે. તે અન્ય પક્ષીઓની માફક ઘાસ કે ઝાડ પર ઈંડા મુકતા નથી. સુરખાબ(ફ્લેમિંગો) રેતીનો ઢગલો કરીને તેની ઉપર ઈંડા મુકે છે. સુરખાબ(ફ્લેમિંગો) વારંવાર નવો માળો બનાવતું નથી, પરંતુ ફરીવાર પણ તે જ માળો નો ઉપયોગ કરે છે.
સુરખાબ(ફ્લેમિંગો)ના ઈંડા:
સુરખાબ(ફ્લેમિંગો) સામાન્ય રીતે એક કે બે ઈંડા મુકે છે. તેને ઈંડા થોડા મોટા હોય છે. તે રેતીના ઢગલા કરી તેની પર ઈંડા મુકે છે. સુરખાબ(ફ્લેમિંગો)ને ઈંડા સેવતા એક મહિના જેટલો સમય લાગે છે.નર સુરખાબ(ફ્લેમિંગો) અને માદા સુરખાબ(ફ્લેમિંગો) બન્ને વારાફરતી ઈંડા સેવે છે.ઈંડા સેવતી વખતે વારંવાર પોતાની પાંખો ફફડાવે છે તથા પોતાના શરીરને સાફ પણ કરે છે.
સુરખાબ(ફ્લેમિંગો)ના બચ્ચાં:
સુરખાબ(ફ્લેમિંગો)નો રંગ ગુલાબી તથા સફેદ હોય છે, પરંતુ તેના બચ્ચાનો રંગ સફેદ તથા રાખોડી હોય છે. સુરખાબ(ફ્લેમિંગો) તેના બચ્ચાને તેની હોજરીમાંથી લાલ રંગનું પ્રવાહી કાઢીને પીવડાવે છે. ઈંડામાંથી એક મહિના બાદ બચ્ચાં બહાર આવે છે. નર સુરખાબ(ફ્લેમિંગો) અને માદા સુરખાબ(ફ્લેમિંગો) તેની દેખરેખ તથા ઉછેર કરે છે.
કચ્છનું સુરખાબનગર(ફ્લેમિંગો સીટી):
ઈ.સ.૧૯૪૫ માં ભારતના જાણીતા પક્ષીવિદ્ સલીમ અલીએ આ વિસ્તારમાં ગ્રેટર ફલેમિંગો અને લેસર ફલેમિંગોની જાતો જોઈ હતી. આથી આ વિસ્તારને તેને "ફલેમિંગો સીટી" નામ આપ્યું હતું. ફ્લેમિંગો સીટી એટલે સુરખાબ નગર. કચ્છના મોટા રણનો ૭૫૦૬ વર્ગ ચોરસ કિમીનો વિસ્તારમાં આ સુરખાબનગર માટે ઈ.સ.૧૯૮૬ થી આરક્ષિત રાખવામાં આવ્યો છે.આ વિસ્તારમાં માનવની આવનજાવન પર પ્રતિબંધ છે.સુરખાબનગરનો વિસ્તાર કચ્છના ભાંજડા ડુંગરથી કાળા ડુંગર વચ્ચે આવેલો છે.તેની વચ્ચે બેટ પણ આવેલા છે. જેમાં હંજ બેટ પર ઈંડા મુકે છે.કચ્છમા સુરખાબ(ફ્લેમિંગો)ને હંજ પણ કહે છે. જેથી આ બેટને પણ હંજ બેટ કહે છે.જેથી અંહી માનવ વસ્તી નથી.અંહી એક લાખથી પણ વધુ સુરખાબ(ફ્લેમિંગો) જોવા મળે છે.જેથી જાણે કોઈએ ગુલાબી તથા સફેદ રંગની વિશાળ સાદર પાથરી હોય તેવા ભાસ થાય છે.
કચ્છમાં સુરખાબ(ફ્લેમિંગો) પક્ષી ઈંડા મુકવા માટે તથા બચ્ચાનો ઉછેર કરવા પુરતા જ અંહી આવે છે. બચ્ચા મોટા થતાં જ સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીઓ અંહીથી પોતાના વતનમાં પાછા ચાલ્યા જાય છે.
સુરખાબ(ફ્લેમિંગો)ને કચ્છનો વિસ્તાર રહેઠાણ માટે અનુકુળ આવે છે, પરંતુ આખુ વર્ષ અંહિ વસવાટ કરતા નથી, માત્ર શિયાળાની ઋતુ પુરતા જ અહીં સુરખાબ(ફ્લેમિંગો) જોવા મળે છે.શિયાળામાં કચ્છનું તાપમાન ખુબ નીચું હોય છે, જેથી સુરખાબ(ફ્લેમિંગો) અંહી રહી શકે છે.સુરખાબ(ફ્લેમિંગો) ઠંડી આબોહવાનું પક્ષી છે, જેથી શિયાળામાં કચ્છની આબોહવા સુરખાબ(ફ્લેમિંગો)ને અનુકુળ આવે છે. ઉનાળામાં અંહી ખુબ ગરમી પડે છે, તેથી સુરખાબ(ફ્લેમિંગો) ઉનાળામાં કચ્છમાં રહી શકતા નથી. ચોમાસામાં અંહી પાણી ભરાઇ જતા હોવાથી અહિ રહી શકતા નથી.
કચ્છની જમીન રકાબી જેવી છે. દરિયાનું પાણી આ જમીનમાં એક વખત આવ્યા બાદ બધું જ પાણી પાછુ દરિયામાં જઈ શકતું નથી.પાણી જમીનમાં ભરાઇ રહે છે તથા ચોમાસાનુ પાણી પણ ભરાઇ રહે છે. આથી એક અલગ સ્વાદવાળુ પાણી બને છે. આ પાણી સુરખાબ(ફ્લેમિંગો)ને અનુકુળ આવે છે.આ પાણીમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા અને શેવાળ થાય છે. આ બેક્ટેરિયા તથા શેવાળ સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીનો ખોરાક છે. જે તેને કચ્છમાં મળી રહે છે.
કચ્છમા ચોમાસામાં જો સારો વરસાદ થાય તો અંહી શિયાળામાં મોટા પ્રમાણમાં અંહી સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીઓ આવતા હોય છે.એક સાથે બધાં જ સુરખાબ(ફ્લેમિંગો) અંહી આવતા નથી, પરંતુ પહેલા થોડા સુરખાબ(ફ્લેમિંગો) નિરીક્ષણ માટે આવે છે, તે આવી વરસાદ તથા પાણીનું નિરીક્ષણ કર્યા બાદ જ મોટા પ્રમાણમાં સુરખાબ(ફ્લેમિંગો) આવે છે. જો સારો વરસાદ પડ્યો તો મોટા પ્રમાણમાં અહીં સુરખાબ(ફ્લેમિંગો) આવે છે, પરંતુ જો વરસાદ ઓછો પડ્યો હોય તો મોટા પ્રમાણમાં સુરખાબ(ફ્લેમિંગો) આવતા નથી.
અંહી આવતા પહેલાં સુરખાબ(ફ્લેમિંગો)ની એક નાની ટુકડી નિરીક્ષણ માટે જુલાઈ-ઓગષ્ટ મહિનામાં આવે છે, તે પાણી તથા બીજી બાબતોનુ નિરીક્ષણ કરી જતી રહે છે, ત્યારબાદ જો સારો વરસાદ પડ્યો હોય તો મોટી સંખ્યામાં શિયાળામાં અંહી સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીઓ આવે છે.
સુરખાબ(ફ્લેમિંગો) શું ખાય છે? :
સુરખાબ(ફ્લેમિંગો) કાદવકીચડવાળા તથા છીછરા પાણીમાં રહેતા દરિયાઈ જીવો, જીંગા, શેવાળ વગેરે ખાય છે.
સુરખાબ(ફ્લેમિંગો) ગુલાબી રંગના કેમ હોય છે? :
સુરખાબ(ફ્લેમિંગો)નો ખોરાક ખાર - મીઠા પાણીની શેવાળ તથા બેકટેરિયા છે. આ શેવાળમાં બીટા કેરોટીન નામનું દ્રવ્ય હોય છે. આ બીટા કેરોટીન તત્વને કારણે સુરખાબ(ફ્લેમિંગો) ગુલાબી રંગના હોય છે. સુરખાબ(ફ્લેમિંગો)ના બચ્ચાં નાના હોય ત્યારે રાખોડી રંગનાં હોય છે, પરંતુ ખોરાકના પ્રભાવને કારણે તે ગુલાબી રંગ ધારણ કરે છે.
સુરખાબ(ફ્લેમિંગો)ની જાતો:
સુરખાબ(ફ્લેમિંગો)ની આમ તો ઘણી જાતો છે, પરંતુ મુખ્ય પાંચ જાતો છે.જેમાંથી બે જાતો ગુજરાતમાં જોવા મળે છે.
(૧) ગ્રેટર ફલેમિંગો
(૨) લેસર ફલેમિંગો
સુરખાબ(ફ્લેમિંગો)નું આયુષ્ય:
સુરખાબ(ફ્લેમિંગો) સામાન્ય રીતે સરેરાશ ૧૫ થી ૨૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે.
સુરખાબ(ફ્લેમિંગો) વિશે ૧૦ વાક્યો:
(૧) સુરખાબ(ફ્લેમિંગો) એ યાયાવર પક્ષી છે.
(૨) સુરખાબ(ફ્લેમિંગો) ઠંડી આબોહવાનું પક્ષી છે.
(૩) સુરખાબ(ફ્લેમિંગો) ગુજરાતમાં કચ્છ જિલ્લામાં જોવા મળે છે.
(૪) સુરખાબ(ફ્લેમિંગો) પક્ષી માટે કચ્છમાં આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે.
(૫) સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીને કચ્છમાં હંજ કહે છે.
(૬) સુરખાબ(ફ્લેમિંગો) એ ગુલાબી તથા સફેદ રંગ ધરાવતું પક્ષી છે.
(૭) સુરખાબ(ફ્લેમિંગો) સામાન્ય રીતે ૧૫ થી ૨૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે.
(૮) સુરખાબ(ફ્લેમિંગો) શેવાળ, બેકટેરિયા, દરિયાઈ જીવો ખાય છે.
(૯) ગુજરાતમાં સુરખાબ(ફ્લેમિંગો) સંવનન માટે તથા બચ્ચાના ઉછેર માંટે આવે છે.
(૧૦) સુરખાબ(ફ્લેમિંગો) ગુજરાતનું રાજ્ય પક્ષી છે.
સુરખાબ(ફ્લેમિંગો) વિશે ૫ વાક્યો:
(૧) સુરખાબ(ફ્લેમિંગો) ગુજરાતમાં કચ્છ જિલ્લામાં જોવા મળે છે.
(૨) સુરખાબ(ફ્લેમિંગો) રેતીના ઢગલા પર ઈંડા મુકે છે.
(૩) સુરખાબ(ફ્લેમિંગો) કાદવકીચડવાળા વિસ્તારમાં તથા છીછરા પાણી કિનારે વસવાટ કરે છે.
(૪) ગુજરાતમાં સુરખાબ(ફ્લેમિંગો) ઈરાન, આફ્રિકા તથા મુંબઈથી આવે છે.
(૫) સુરખાબ(ફ્લેમિંગો) લાંબા સમય સુધી આકાશમાં ઉડી શકે છે.
FAQs:
સુરખાબ(ફ્લેમિંગો)નું સાચુ નામ શું છે?
સુરખાબનું સાચું નામ ફ્લેમિંગો છે.
સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીને કચ્છમાં શું કહે છે?
સુરખાબ પક્ષીને કચ્છમાં હંજ કહે છે.
ગુજરાતનું રાજ્ય પક્ષી ક્યુ છે?
ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ(ફ્લેમિંગો) છે.
સુરખાબનગર ક્યા જીલ્લામાં આવેલું છે?
સુરખાબનગર કચ્છ જિલ્લામાં આવેલું છે.
સુરખાબ(ફ્લેમિંગો)નું આયુષ્ય કેટલુ છે?
સુરખાબ(ફ્લેમિંગો)નું આયુષ્ય ૧૫ થી ૨૦ વર્ષનું છે.
સુરખાબ(ફ્લેમિંગો)નો ખોરાક શું છે?
સુરખાબ(ફ્લેમિંગો) કાદવકીચડવાળા તથા છીછરા પાણીમાં રહેતા દરિયાઈ જીવો, જીંગા, શેવાળ વગેરે ખાય છે.
ગુજરાતમાં સુરખાબ(ફ્લેમિંગો)ની કઈ જાતો છે?
ગુજરાતમાં સુરખાબ(ફ્લેમિંગો)ની લેસર ફલેમિંગો અને ગ્રેટર ફલેમિંગો એમ બે જાતો જોવા મળે છે.
રા'લાખાના જાનૈયા તરીકે ક્યા પક્ષીને ઓળખવામાં આવે છે?
સુરખાબ(ફ્લેમિંગો) પક્ષીને રા'લાખાના જાનૈયા તરીકે ઓળખવામાં આવે છે.
0 Comments