પોપટ વિશે નિબંધ | પોપટ વિશે 10 વાક્યો | મારું પ્રિય પક્ષી પોપટ | પોપટ વિશે 5 વાક્યો | my favorite bird parrot | essay about parrot in gujarati Language | પોપટ વિશે જાણવા જેવું
અહીં ધોરણ 3,4,5,6,7,8 માટે નિબંધ લખેલ છે.અહીં પોપટ વિશે વિસ્તારપૂર્વક, 10 વાક્યોમાં પોપટ વિશે નિબંધ તથા 5 વાક્યોમાં પોપટ વિશે નિબંધ લખેલ છે. તમે અહીંથી સુચના મુજબ નિબંધ લખી શકો છો.
પોપટ વિશે નિબંધ(Essay about parrots):
પોપટ આમ તો પુરા વિશ્વમાં જોવા મળતું સુંદર પક્ષી છે. પોપટ લીલા રંગનો હોય છે.પોપટ મુખ્યત્વે લીલા રંગનો હોય છે, પરંતુ ઘણા પોપટને એકથી વધુ રંગ પણ હોય છે.પોપટ લીલા, લાલ, પીળા રંગના પણ હોય છે. પોપટની પુરા વિશ્વમાં ૩૫૦ થી પણ વધુ જાતો છે.પોપટની જાત પ્રમાણે તેના રંગ અલગ હોય છે. પોપટની જાત પ્રમાણે તેનું વજન પણ હોય છે. પોપટનું સામાન્ય રીતે ૫૦૦ ગ્રામથી લઈને ૧ કિલોગ્રામ સુધીનું વજન હોય છે.કેટલાક પોપટની જાતીનુ વજન બિલાડીના વજન જેટલું હોય છે. પોપટની કાકાપો જાતીનુ વજન બિલાડીના વજન જેટલું હોય છે. જે પોપટની બધી જ જાતોમાં સૌથી વધુ છે.
પોપટને ખાસ વિશેષતા તેની ચાંચ છે.પોપટનુ શરીર લીલા રંગનું હોય છે, પરંતુ તેની ચાચ લાલ રંગની હોય છે. પોપટની ચાંચ આગળથી વળેલી હોય છે.પોપટને બે પગ હોય છે. પોપટને બે આંખો હોય છે.પોપટની આંખની ફરતે ગોળ કાળા રંગના વર્તુળ હોય છે.જેનાથી તેની આંખો સુંદર લાગે છે. પોપટની આંખો ગોળ અને ચમકીલી હોય છે.પોપટને બે પાંખો હોય છે.પોપટની પાંખો લીલા રંગની હોય છે.પોપટની પાંખો તેને ઉડવામાં મદદ કરે છે.પોપટ સામાન્ય રીતે એક દિવસમાં ૧૦૦૦ કિલોમીટર સુધી ઉડી શકે છે.પોપટની પુંછડી થોડી વધુ લાંબી હોય છે.
પોપટને ગળામાં કાળા રંગનો પટ્ટો પણ જોવા મળે છે, જે પોપટની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. પોપટના ગળામાં રહેલા કાળા પટ્ટાને કાઠલો કહે છે.
પોપટનો મુખ્ય ખોરાક ફળો છે. પોપટ જામફળ, કેરી, ચીકુ, સીતાફળ વગેરે ફળો ખાય છે. પોપટને જામફળ ખુબ જ પ્રિય છે.પોપટને મરચા પણ ખુબ પ્રિય છે.પોપટ કોઈ પણ ફળ તેની છાલ ઉતાર્યા પછી જ ખાય છે.તે વિશેષ કરીને ફળની અંદર રહેલા બીજ પણ ખાય છે. પોપટ સામાન્ય રીતે ફળોની છાલ ખાતો નથી. પોપટને ફળોની છાલ ઉતારવામાં તેની આગળથી વળેલી ચાંચ વિશેષ મદદ કરે છે.પોપટ ટોળામાં જ રહે છે. પોપટ ટોળામાં જ ખોરાક શોધવા નિકળે છે.પોપટનું ટોળું સામાન્ય રીતે ૧૦ થી ૧૫ નું હોય છે.
પોપટનું રહેઠાણ સામાન્ય રીતે વક્ષનુ થડ છે. પોપટ સામાન્ય રીતે વૃક્ષના થડની અંદર બખોલ કરીને રહે છે. પોપટનુ રહેઠાણ આંબો, લીમડો જેવા વૃક્ષો પર વિશેષ જોવા મળે છે. પોપટ તેના ઈંડા પણ ઝાડની બખોલમાં જ મુકે છે.પોપટની નર જાતિ અને માદા જાતી ઓળખવી ખુબ મુશ્કેલ છે. પોપટની નર જાતી અને માદા જાતી એક સરખા જેવી જ લાગે છે.માદા પોપટ સામાન્ય રીતે ૨૫ થી ૩૦ દિવસમાં ઈંડા મુકે છે.માદા પોપટ ૧૦ વર્ષમાં ૧૦ થી ૧૫ ઈંડા મુકે છે.
પોપટ આમ તો ઉષ્ણકટિબંધીય પક્ષી છે, જેથી પોપટને ગરમ તથા હુંફાળું વાતાવરણ પસંદ આવે છે.પોપટ આમ તો બધા જ દેશમાં જોવા મળે છે, પરંતુ વિશેષ રીતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં વધુ જોવા મળે છે.
પોપટનો અવાજ કર્કશ હોય છે.પોપટ માનવજાતિના અવાજની કોપી સારી રીતે કરી શકે છે. જો પોપટ માનવજાત સાથે લાંબા સમય સુધી રહે તો તે માનવના ઘણા શબ્દો બોલી શકે છે. ઘણી વખત પોપટ રામ રામ, સીતારામ જેવા શબ્દો સારી રીતે બોલી શકે છે.આ ઉપરાંત ઘણા પોપટ વેલકમ, થેંક્યુ જેવા શબ્દો પણ બોલી શકે છે.પોપટનો અવાજ કર્કશ હોવાથી ૧ કિલોમીટર દુર સુધી સાંભળી શકાય છે.પોપટને સારી રીતે શીખવવામાં આવે તો તે ઘણા શબ્દો બોલી શકે છે.
પોપટને એકલું રહેવું ગમતું નથી. પોપટ હંમેશા ટોળામાં જ રહે છે.પોપટ એ સામાજિક પક્ષી છે, તેથી માનવ સાથે સરળતાથી રહી શકે છે. ઘણા લોકો પોપટને પાળે છે. પોપટને પીળીને તેને ઘણું બોલતા પણ શીખવે છે. પોપટને પિંજરામાં રાખવામાં આવે છે. પોપટને પિંજરામાં રાખવાથી તેની આઝાદી છિનવાઈ જાય છે.પરંતુ પિંજરુ તેને અન્ય પ્રાણીઓથી રક્ષણ પુરુ પાડે છે.પોપટને પિંજરામાં જોવા કરતાં આકાશમાં ઉડતો કે વૃક્ષ પર બેઠેલો વધારે જોવામાં મજા આવે છે.
દિવસે ને દિવસે પોપટની વસ્તી ઘટતી જાય છે.પોપટની વસ્તી ઘટવાનું કારણ આપણે પોપટનું રહેઠાણ એટલેકે વૃક્ષો કાપી રહ્યા છીએ. દિવસે દિવસે જંગલ તથા વૃક્ષો કપાતાં જાય છે. આથી પોપટને રહેવા માટેના રહેઠાણ ઓછા થઇ રહ્યાં છે. જેથી પોપટની વસ્તી પણ ઘટતી જાય છે. આજથી થોડા વર્ષો પહેલા વૃક્ષો પર પોપટ તથા આકાશમાં પણ પોપટના ટોળા જોવા મળતા જે હવે બહું ઓછા જોવા મળે છે.વૃક્ષો કાપીને માનવીએ પોપટનું રહેઠાણ છીનવી લીધું છે.
પોપટનો મુખ્ય ખોરાક ફળો છે.જંગલો ઓછા થતાં પોપટને ખોરાકની તંગી પડવા લાગી આથી પોપટની વસ્તી ઘટતી જાય છે. માનવી દ્વારા પોપટનો શિકાર કરવાથી પણ પોપટની વસ્તી ઘટતી જાય છે. ફળોના રક્ષણ કરવા માટે વપરતી જંતુનાશક દવાઓ પણ પોપટ માટે ખતરારૂપ સાબિત થઈ છે.
પોપટનું આયુષ્ય તેની જાત પ્રમાણે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે પોપટની આયુષ્ય ૧૦ થી ૧૫ વર્ષ જેટલી હોય છે, પરંતુ અમુક જાતીના પોપટ ૮૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે. કોકાટુ તથા એમેઝોન જાતીના પોપટ લાંબું આયુષ્ય ધરાવે છે.
ઘણા દેશોમાં પોપટનો પણ વેપાર થાય છે.ઘણા દેશો પોપટની નિકાસ પણ કરે છે. ઘણા લોકો પોપટને પાળવાનો શોખ હોય છે, તેથી આવા લોકો પોપટને પાળે છે, તેને વિશેષ તાલીમ પણ આપે છે. આવા લોકો પોપટનો ઉછેર અને પાલન ઘરના સભ્યની માફક કરે છે.પોપટને પાળવામાં પણ ઘણી કાળજીની જરૂર પડે છે.પોપટનાં પાલન માટે પોપટ વિશેનું પુરતું જ્ઞાન હોવું ખુબ જરૂરી છે.પોપટના ખોરાક, રહેઠાણ વગેરેનું જ્ઞાન હોવું જરૂરી છે.
ઘણા લોકોને પોપટ રોજગારી પણ આપે છે. અમુક લોકો પોપટ પાળી તેને ઘણું બોલતા શીખવે છે. આવા લોકો પોપટ મારફતે લોકોને મનોરંજન પુરુ પાડે છે.ઘણા જ્યોતિષીઓ ભવિષ્યફળ જોવા માટે પોપટનો ઉપયોગ કરે છે.જયોતિષીઓ પાસે ભવિષ્યફળને લગતા ઘણા કાર્ડ હોય છે. તે કાર્ડ પોપટની પાસે લેવડાવીને લોકોનું ભવિષ્યફળ નક્કી કરે છે.આ લોકો લોકમેળામાં જોવા મળે છે.
પોપટ આમ તો શાંત સ્વભાવનું પક્ષી છે. પરંતુ જ્યારે પોપટને ગુસ્સો આવે છે ત્યારે તે ઘણી વખત ચાંચ વડે શરીર પર બટકું પણ ભરી લે છે. તેથી પોપટની કાળજી સાવચેતીપૂર્વક કરવી જોઈએ.
પોપટ વિશે ૧૦ વાક્ય(10 sentences about parrots):
(1) પોપટ લીલા રંગનો હોય છે.
(2) પોપટની ચાચ લાલ રંગની હોય છે.
(3) પોપટને ફળો ખુબ જ ભાવે છે.
(4) પોપટને મરચા પણ ખુબ પ્રિય છે.
(5) પોપટને બે પગ હોય છે.
(6) પોપટ હંમેશા ટોળામાં જ રહે છે.
(7) પોપટનો અવાજ કર્કશ હોવાથી દુર સુધી સંભળાય છે.
(8) પોપટને ગળા પર કાળા રંગનો કાઠલો હોય છે.
(૯) પોપટને બે લીલા રંગની પાંખો હોય છે, જે તેને ઝડપથી ઉડવામાં મદદ કરે છે.
(૧૦) પોપટને લોકો ઘરે પાળે છે.
પોપટ વિશે પાંચ વાક્ય(5 sentence about parrot):
(1) પોપટને બે ગોળ ચમકદાર આંખો હોય છે.
(2) પોપટને બે પગ હોય છે.
(3) પોપટ લીલા રંગનું સુંદર પક્ષી છે.
(4) પોપટને કેરી, જામફળ, દાડમ જેવા ફળો ખુબ પસંદ છે.
(5) પોપટ ઝાડ ઉપર બખોલમાં રહે છે.
પોપટ વિશે જાણવા જેવું(Like learning about parrots):
પોપટ હંમેશા ટોળામાં જ રહે છે અને ટોળામાં જ ખોરાક શોધવા જાય છે.
પોપટનુ વજન સામાન્ય રીતે ૫૦૦ ગ્રામ થી ૧ કિલોગ્રામ જેટલું હોય છે, પરંતુ અમુક જાતના પોપટનું વજન બિલાડીના વજન જેટલું હોય છે.
પોપટ સામાન્ય રીતે લીલા રંગના હોય છે, પરંતુ બીજા ઘણા દેશોમાં તે લાલ, પીળા, રંગબેરંગી પણ જોવા મળે છે.
પોપટ સામાન્ય રીતે ૧૦ થી ૧૫ વર્ષનુ આયુષ્ય હોય છે, પરંતુ કાકટુ, એમજોન જેવા પોપટ ૮૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે.
પોપટ સામાન્ય રીતે લોકો શોખ માટે પાળતા હોય છે, પરંતુ અમુક દેશો પોપટનો વેપાર પણ કરે છે.
FAQs:
(પોપટ વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)
પોપટનો રંગ કેવા હોય છે?
પોપટનો રંગ લીલો હોય છે.
પોપટની ચાચ કેવા રંગની હોય છે?
પોપટની ચાચ લાલ રંગની હોય છે.
પોપટના ગળામાં કાળા રંગનો પટ્ટો હોય છે તેને શું કહે છે?
પોપટના ગળામાં કાળા રંગનો પટ્ટો હોય છે તેને કાઠલો કહે છે.
પોપટ ક્યાં રહે છે?
પોપટ ઝાડમા બખોલ બનાવીને રહે છે, જેને કોટર કહે છે.
પોપટને ક્યા ફળો ખુબ જ પસંદ છે?
પોપટને કેરી, જામફળ, દાડમ વગેરે ફળો ખુબ જ પસંદ છે.
0 Comments