મોર વિશે નિબંધ | an essay about peacock in gujarati | મારું પ્રિય પક્ષી મોર | મારું પ્રિય પક્ષી નિબંધ | my favorite bird essay in gujarati | ધોરણ ૩ થી ૫ માટે | મોર વિશે ૧૦ વાક્ય | મોર વિશે ૫ વાક્ય
નીચે આપેલ નિબંધ ધોરણ ૩,૪,૫ માટે છે.
મોર વિશે નિબંધ(Essay about peacock) :
મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.મોર રંગબેરંગી હોય છે. મોરને સુંદર મજાના પિંછા હોય છે.કૃષ્ણ ભગવાનનાં મુગટ પર મોરનાં પીંછા હોય છે. આથી મોરનાં પીંછાને પણ પવિત્ર માનવામાં આવે છે. મોરને વરસાદ બહુ ગમે છે, પરંતુ વરસાદમાં મોરનાં પીંછા ભીંજાય જાય છે, આથી મોરનું વજન વધી જાય છે, તેથી મોરને ઉડવામાં પણ તકલીફ પડે છે. આમ, પણ મોર બહુ લાંબા અંતર સુધી ઉડતો નથી, કેમકે તેના પીંછાનુ વજન વધુ હોય છે.
મોરને લાંબી ડોક હોય છે. તેનો રંગ નીલો હોય છે.મોરને બે પગ હોય છે. મોરને માથા પર કલગી હોય છે.મોરને બે આંખો હોય છે. મોરને એક સાંચ હોય છે, જેની મદદથી તે ખોરાકને પકડે છે. મોર કળા કરીને ગોળ ગોળ ફરીને નાચતો હોય તે બધાને ખુબ ગમે છે. મોર ટેહુક... ટેહુક... ટેહુક... બોલે છે. મોરનો અવાજ ખુબ મધુર હોય છે, તેથી મોરનો અવાજ સાંભળવો ખુબ જ ગમે છે.ચોમાસામાં મોર ખુબ જ બોલે છે, તેથી લોકો એવું માને છે કે મોર બોલે એટલે વરસાદ આવશે. આકાશમાં વરસાદી વાદળો દેખાતા જ મોર બોલવાનું શરું કરી દે છે. આમ તો વરસાદ મોરની શોભા બગાડી નાખે છે, છતા પણ મોર બોલીને વરસાદને આમંત્રણ આપે છે.
સફેદ મોર(white peacock):
મોટાભાગના મોર રંગબેરંગી હોય છે.પરંતુ બધા જ મોર રંગબેરંગી હોય એવું પણ નથી.સફેદ હંસ હોય, સફેદ બગલો હોય, સફેદ કબુતર હોય પરંતુ તમને સફેદ મોર હોય છે, તે વાત જાણી ને નવાઇ લાગશે.આપણા દેશમાં સામાન્ય રીતે સફેદ મોર જોવા નથી મળતા, પરંતુ તમે ઘણી વખત પક્ષીઘરમાં સફેદ મોર જોયા હશે.
મોરના પીંછા:
મોરનો મુખ્ય ખોરાક નાના જીવજંતુઓ, અળસિયા વગેરે છે. મોરની માદાને ઢેલ કહે છે. ઢેલ મોર જેટલી દેખાવડી અને સુંદર હોતી નથી. ઢાલનો રંગ ભુરો હોય છે. ઢેલને મોટા પીંછા પણ હોતા નથી. બધા જ પક્ષીઓમાં નર અને માદા પક્ષી સરખા જેવા જ હોય છે, જેથી દુરથી નર પક્ષી છે કે માદા પક્ષી? તેનો ભેદ ઓળખી શકાતો નથી, પરંતુ મોર અને ઢેલ આમા અપવાદ છે. મોર પક્ષીમાં દુરથી પણ નર-માદાનો ભેદ ઓળખી શકાય છે કારણકે નર અને માદાના રંગમાં જ મોટો તફાવત છે, જેથી દુરથી પણ મોર છે કે ઢેલ? તે ઓળખી શકાય છે.
"જેને કાને મીંડા, તે મુકે ઈંડા" તે કહેવત પ્રમાણે મોર અને ઢેલને કાનની જગ્યાએ કાણા (મીંડા) હોય છે, તેથી ઢેલ ઈંડા મુકે છે. ઢેલના ઈંડા મોટા હોય છે. ઢેલ બે અથવા ચાર ઈંડા મુકે છે.
મોરની સંખ્યા દિવસે અને દિવસે ઘટતી જાય છે. મોરની સંખ્યામાં વધારો થાય તે માટે વન વિભાગ અને સરકાર સતત પ્રયત્નશીલ છે.મોરનો શિકાર કરવો એ કાયદાકીય ગુનો છે, છતાં અવારનવાર મોરના શિકારના કિસ્સા સામે આવતા હોય છે.આવા કિસ્સામાં મોરનો શિકાર કરનાર પર આકરા પગલાં લેવા જોઈએ, જેથી મોરનો શિકાર કરનાર આવુ દુ:સાહસ ના કરે.
મોરની સંખ્યા ઘટવા પાછળના મુખ્ય કારણો(The main reasons behind the decline in the number of peacocks) :
(૧) મોરનો શિકાર
(૨) મોરનાં પીંછા મેળવવા માટે શિકાર
(૩) ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ
(૪) જંગલો તથા ઘટી રહેલા વૃક્ષો
(૫) પર્યાવરણીય પ્રદૂષણ
(૬) વિવિધ પ્રકારના રોગો થવાથી.
(૭) પાક સંરક્ષણ માટે મુકવામાં આવતા ગેરકાયદેસર કરંટ અથવા વિદ્યુત પ્રવાહ
(૮) કાંટાળા તાર કે જાળીમાં ફસાઇ જવાથી.
ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓના છંટકાવથી જ્યારે આવો પાક મોર ખાય છે ત્યારે મોર બિમાર પડે છે અથવા તો મૃત્યુ પામે છે.ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ ઈયળો તથા પાકને નુકશાન કરતાં જંતુ માટે હોય છે. આવા જંતુ અથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી મૃત્યુ પામેલી ઈયળો જ્યારે મોર ખાય છે, ત્યારે મોરનું મોત નીપજે છે.ઘણી વાર આપણે સામુહિક રીતે એક સાથે ઘણા મોર મૃત્યુ પામ્યા હોય તેવા સમાચાર સાંભળ્યા હશે.આની પાછળનું મુખ્ય કારણ પાક સંરક્ષણમાં વપરાતી જંતુનાશક દવાઓ છે.
ઘણીવાર ખેડુતો નીલગાય કે અન્ય પ્રાણીઓના ત્રાસથી પાકને બચાવવા ગેરકાયદેસર વિદ્યુત પ્રવાહ ખેતરની ફરતે મુકતા હોય છે, જેમાં મોર આવી જવાથી વિદ્યુત પ્રવાહના કરંટથી મોર મૃત્યુ પામે છે.
મોર આપણું રાષ્ટ્રીય પક્ષી હોવાથી મોરનું રક્ષણ કરવું એ આપણી સૌની ઉમદા ફરજ છે.મોર એ વિદ્યાની દેવી સરસ્વતી માતાનું વાહન છે, આથી સરસ્વતી માતાના ફોટામાં પાછળ મોર જોવા મળે છે, તેથી જ એક પ્રાર્થનામાં કહેવાયું છે કે...
પેલા મોરલાના પાંખ બેઠા, માતા શારદા જોને...
મોરલો એટલે મોર અને શારદા એટલે સરસ્વતી માતા. આમ, મોર એ સરસ્વતી માતાનુ વાહન છે, તેથી તેનું જતન તથા રક્ષણ કરવું જોઈએ. મોર એ વિદ્યાની દેવી સરસ્વતી માતા ઉપરાંત ગણેશજી ભગવાનના ભાઈ કાર્તિકેયજી નુ પણ વાહન છે. કાર્તિકેયજી એ મોરની મદદથી જ પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી.
મોર વિશે ઘણા ગીતો, કાવ્યો, ટુચકા, ઉખાણા, બાળગીતો લખાયા છે. આ બધુ લેખન જ મોર એક વિશિષ્ટ, સુંદર, સૌનું પ્રિય હોવાનો પુરાવો છે. ઘણા ભજનો, ગીતો, લોકગીતો અને ગરબામાં પણ મોર પક્ષીને સ્થાન આપ્યું છે.જેના થોડા ઉદાહરણ જોઈએ.
બોલે છે મોર, બોલે છે મોર, મોતી ચરંતો બોલે છે મોર - બાળગીત
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે? - લોકગીત
પેલા મોરલાની પાંખ બેઠા, માતા શારદા જોને. - પ્રાર્થના
મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ.. - લગ્નગીત
મોરલો ટહુકા કરતો જાય, કે મોરલો ટહુકા કરતો જાય. - ગરબો
આમ, મોર એ બધા જ લોકોનું પ્રિય પક્ષી પણ છે.
મોર વિશે ૧૦ વાક્ય(10 sentences about peacock):
(૧) મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
(૨) મોર રંગબેરંગી હોય છે.
(૩) મોરને સુંદર પીંછા હોય છે.
(૪) મોરને માથે કલગી હોય છે.
(૫) મોરને બે પગ હોય છે.
(૬) મોરને એક ચાંચ હોય છે.
(૭) મોરને બે આંખ હોય છે.
(૮) મોરને એક લાંબી ડોક હોય છે.
(૯) મોર કળા કરીને નાચે છે.
(૧૦) મોર ટેહુક... ટેહુક... બોલે છે.
મોર વિશે ૫ વાક્ય(05 sentences about peacock):
(૧) મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
(૨) મોર મને બહુ ગમે છે.
(૩) મોરનાં પીંછા સુંદર હોય છે.
(૪) મોર કળા કરે છે.
(૫) મોર નાચે છે.
ઉપરોક્ત ત્રણ પ્રકારે નિબંધ લખ્યો છે. મોર વિશે વિસ્તારથી નિબંધ, ૧૦ વાક્યમાં મોર વિશે નિબંધ, ૫ વાક્ય મોર વિશે લખ્યા છે, આથી તમને જે પ્રમાણે મોર વિશે નિબંધ લખવાનો કહે તે પ્રમાણે તમે નિબંધ લખી શકો.અમારો હેતુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવાનો છે.છતા પણ વિદ્યાર્થીઓ એ જાતે નિબંધ લખવા માટે પ્રયત્ન કરવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓની સર્જનશીલતા વિકસે તથા લેખન કૌશલ્ય વિકસે.
આપણું રાષ્ટ્રીય પક્ષી ક્યુ છે?
મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
સરસ્વતી માતાનું વાહન ક્યુ છે?
સરસ્વતી માતાનું વાહન મોર છે.
કાર્તિકેયનું વાહન ક્યુ છે?
કાર્તિકેયનું વાહન મોર છે.
ક્યા પક્ષીની માથે કલગી હોય છે?
મોરની માથે કલગી હોય છે.
મોરની સંખ્યા ઘટવાનાં કારણો ક્યા છે?
(૧)મોરનો શિકાર(૨) મોરનાં પીંછા મેળવવા માટે શિકાર(૩) ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ(૪) જંગલો તથા ઘટી રહેલા વૃક્ષો(૫) પર્યાવરણીય પ્રદૂષણ(૬) વિવિધ પ્રકારના રોગો થવાથી. (૭) પાક સંરક્ષણ માટે મુકવામાં આવતા ગેરકાયદેસર કરંટ અથવા વિદ્યુત પ્રવાહ(૮) કાંટાળા તાર કે જાળીમાં ફસાઇ જવાથી.
મોર કઈ રીતે બોલે છે?
મોર ટેહુક... ટેહુક... બોલે છે.
0 Comments