કબુતર વિશે નિબંધ | Essay about pigeon

કબુતર વિશે નિબંધ 2022 | Essay about pigeon 2022 |મારું પ્રિય પક્ષી કબુતર 2022 | my favorite bird pigeon 2022 | કબુતર વિશે ૧૦ વાક્ય |10 sentences about pigeon | કબુતર વિશે ૫ વાક્ય |5 sentences about pigeon | કબુતર વિશે જાણવા જેવુ.

કબુતર એ ઘર આંગણાનું પાલતું પક્ષી છે.સામાન્ય રીતે કબુતર વિશેનો નિબંધ જ્યારે લખવાનો કહેવામાં આવે છે, ત્યારે બાળકો પાસે કબુતર વિશે માહિતી ઓછી હોવાથી કબુતર વિશે નિબંધ લખવામાં મુશ્કેલી અનુભવતા હોય છે તથા વાલીઓ પણ ઘણી મુશ્કેલી અનુભવતા હોય છે. આથી કબુતર વિશે પુરતી માહિતી મળી રહે, વાલીઓને તથા શિક્ષકોને મદદરુપ થવાનાં હેતુથી આ નિબંધ લખવાનો પ્રયત્ન કર્યો છે, જે ચોક્કસ તમને ગમશે.

આ નિબંધ ધોરણ ૩,ધોરણ ૪,ધોરણ ૫,ધોરણ ૬,ધોરણ ૭,ધોરણ ૮,ધોરણ ૯,ધોરણ ૧૦ માટે ઉપયોગી થશે તથા કબુતર વિશે ઘણું જાણવા પણ મળશે, જે તમને વાંચવું પણ ગમશે.

કબુતર વિશે નિબંધ 2022(Essay about pigeon 2022):


કબુતરને સંસ્કૃત ભાષામાં કપોત કહે છે. આ કપોત શબ્દમાંથી અપભ્રંશ થઈને કબુતર શબ્દ બનેલો છે. કબુતરને પારેવા પણ કહેવામાં આવે છે. કબુતર એક સુંદર મઘ્યમ આકારનું ઘર આંગણાનું પક્ષી છે, જેને પાળી પણ શકાય છે.

કબુતર આમ તો ઘર આંગણાનું પાલતું શાંતિ પ્રિય પક્ષી છે. કબુતર એ દેખાવમાં સુંદર પક્ષી છે.કબુતર આમ તો ડરપોક પક્ષી છે.કબુતર દાણા ચણતી વખતે જો થોડો પણ અવાજ થાય તો તરત જ તે ઉડી જાય છે. આમ, તો કબુતરને ડરપોક પક્ષી ના કહી શકાય.આ ઉડી જવું એ પોતાના બચાવ માટેની એક સ્વરક્ષણની સારી ટેવ છે. જે ઓચિંતા આવી પડેલી આફતથી બચવાની એક પ્રયુકિત છે.

કબુતરનો રંગ રાખોડી હોય છે. કેટલાક કબુતર સફેદ પણ હોય છે. મોટા ભાગે સફેદ કબુતર લોકો પાળતા હોય છે. સફેદ કબુતરને શાંતિદૂત તરીકે પણ ઓળખવામાં આવે છે. સફેદ કબુતર દેખાવમાં પણ સુંદર હોય છે.સફેદ કબુતર લોકોને અતિપ્રિય હોય છે.કબુતરને બે પાંખો હોય છે, જે કબુતરને ઉડવામાં મદદ કરે છે. કબુતરને એક ચાંચ હોય છે, જેની મદદથી કબુતર ખોરાક લે છે, તથા પોતાના શરીરની સફાઇ કરે છે. કબુતરને બે પગ હોય છે, જેમાં તેના અડધા પગ સુધી નાના પીંછાનું આવરણ હોય છે. આ પગમાં આગળ તરફ ત્રણ નખ સાથેની આંગળી હોય છે તથા પાછળની તરફ એક હોય છે. પગની આવી રચનાને કારણે કબુતર જમીન પર ચાલી શકે છે તથા તાર કે ઝાડ પર સરળતાથી બેસી શકે છે. કબુતરને બે ગોળ આંખો હોય છે, જેની મદદથી તે આજુબાજુનું સરળતાથી જોઈ શકે છે.


કબુતરોમાં નર કબુતર તથા માદા કબુતરને ઓળખવું થોડું અઘરું છે, છતાં ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવામાં આવે તો નર કબુતરને તથા માદા કબુતરને ઓળખી શકાય છે. નર કબુતરનું ગરદન થોડી ફૂલેલી હોય છે. આ ઉપરાંત જ્યારે કબુતર ખોરાકથી ધરાઈ જાય છે, ત્યારે નર કબુતર ગરદન ફુલાવીને ઘુ... ઘુ... બોલે છે તથા ઝડપથી ચાલે છે તથા ગોળ ગોળ ફરે છે. નર કબુતર આ સમયે અન્ય માદા કબુતરોને દાણા ચણવામાં ખલેલ પહોચાડે છે તથા નર કબુતર દાણા ચણવાને બદલે માદા કબુતરની પાછળ પાછળ દોડે છે તથા હેરાન પણ કરે છે.

કબુતર જ્યારે આનંદમાં હોય છે ત્યારે તે પોતાની ગરદન ફુલાવીને ઘુ... ઘુ... બોલે છે તથા ઝડપથી ચાલે છે. કબુતર પર રાખોડી રંગના સુંદર મુલાયમ પીંછા હોય છે.કબુતર એ સામાન્ય રીતે દરેક જગ્યાએ જોવા મળતું પક્ષી છે.

કબુતરનો માળો ખાસ સુંદર હોતો નથી. કબુતર મોટા ભાગે ઘરની પાંખ, કુવામાં, ગોખલા કે અવાવરુ મકાનમાં માળો બનાવે છે. આ માળામાં તે સળીઓ, નાના પાતળા લાકડા, પીંછાનો ઉપયોગ કરે છે.કબુતરનો માળો ઘણી જગ્યાએ વૃક્ષો પર પણ જોવા મળે છે.કબુતર ઈંડા મુકવા માટે જ માળો બનાવે છે, બાકી તે માળાનો ઓછો ઉપયોગ કરે છે.

કબુતરનો ખોરાક જોવા જઈએ તો તે અનાજના દાણા, નાની જીવાત તથા સફેદ નાનાં કાકરા પણ ખાય છે. કબુતરના શરીરમાં એટલે ગરમી હોય છે કે તે કાકરાને પણ પચાવી શકે છે. કબુતર ઘંઉ, બાજરો, જુવાર, મગફળી વગેરે ખાય છે. કબુતરને ચણ નાંખવી તે પુણ્યનું કામ માનવામાં આવે છે. કબુતરને ચણ તથા દાણા નાંખવા માટે ગામડાઓ તથા શહેરમાં ચબુતરા બનાવવામાં આવે છે. આ ચબુતરા ઉંચાઇ ઉપર બનાવવામાં આવે છે, જેથી કુતરા, બિલાડી જેવા પ્રાણીઓ તેને શિકાર ન કરી શકે.કબુતરો શાંતિથી દાણા ચણી શકે. આ ચબુતરાઓ મોટાભાગે કબુતરો માટે જ બંધાવવામાં આવતા હોય છે. આ ચબુતરા પર દાણા ઉપરાંત પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કબુતરો તથા પક્ષીઓ પાણી પી શકે.


પહેલાના સમયમાં જ્યારે સંદેશાવ્યવહારના સાધનો ન હતા, ત્યારે લોકો આ કબુતરોનો ઉપયોગ સંદેશાવાહકો તરીકે કરતાં. કબૂતરની યાદશક્તિ જબરદસ્ત હોય છે. તે કોઈપણ સ્થાનને ઘણા લાંબા સમય સુધી ભુલતું નથી, જેથી સંદેશાવાહક તરીકે કબુતરનો ઉપયોગ થતો હતો. કબુતરના ગળા અથવા પગે ચિઠ્ઠી લખીને બાંધતા તથા ત્યારબાદ તેને ઉડાતા, તે સંદેશ લઈને જતું. આ રીતે કબુતર સંદેશાવાહકનું કામ પણ કરતું. રાજાઓ પણ સંદેશો મોકલવા માટે કબુતરનો ઉપયોગ કરતા.સફેદ કબુતરને શાંતિનું દુત પણ માનવામાં આવતું હતું.

કબુતર એ ભોળું પક્ષી છે, પરંતુ તેની યાદશક્તિ જબરદસ્ત હોય છે. કબુતર લાગણીશીલ પક્ષી પણ છે. કબુતર પક્ષી પાળવું બધાને ગમે છે. કબુતરને પાળી શકાય, પરંતુ તેની પુરતી કાળજી રાખવી જોઈએ. કબુતર પાળવું હોય તો કબુતરના ખોરાક અંગે પુરતી માહિતી હોવી જોઈએ. કબુતર રાખવાની જગ્યાએ ચોખ્ખી હોવી જોઈએ. કબુતરને અન્ય પ્રાણીઓ નુકસાન ન પહોચાડે તે માટેનું ધ્યાન રાખવું જોઈએ.

ચોમાસાની શરુંઆતમા કબુતરને ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. વરસાદ શરુ થતા કબુતર ભીંજાઇ જાય છે તો ક્યારેક વરસાદથી ઠંડીના ધ્રુજતા કબુતર પર ચોક્કસ દયા આવી જાય છે.ચોમાસામાં કબુતરને ખોરાક મેળવવામાં ખુબ તકલીફ પડે છે. જો આ વરસાદ બે ત્રણ દિવસ શરું રહે તો કબુતરને બે ત્રણ દિવસ ખોરાક વગર ગુજારવા પડે છે, જેથી કબુતરની સ્થિતિ કફોડી બને છે. ચોમાસામાં દરમિયાન જમીન પર પડેલા બીજ પણ ઉગી જાય છે, જેથી કબુતરને ખોરાક મેળવવામાં તકલીફ પડે છે. ઘણીવાર ચોમાસામાં વાવાઝોડાના કારણે અનેક કબુતરોના મોત નીપજે છે.

આજે કબુતરનો વેપારી હેતુઓ માટે પણ ઉપયોગ થાય છે. ઘણા કબુતર પ્રેમીઓ આવા કબુતર ખરીદી કરી પાળતા હોય છે. આથી કબુતરનો ઉછેર વેપારી હેતુઓ માટે પણ કરવામાં આવે છે.મોટાભાગે સફેદ કબુતરનો વેપારી હેતુઓ માટે ઉપયોગ થાય છે.


કબુતર સામાન્ય રીતે ૪ ઈંડા મુકે છે. કબુતરના ઈંડા સફેદ રંગના હોય છે. કબુતરના ઈંડામાંથી બચ્ચાં બનતા લગભગ ૧૫ દિવસનો સમય લાગે છે. કબુતર સામાન્ય રીતે મકાનની પાંખ કે કુવાના ગોખલામાં ઈંડા મુકે છે. ઘણીવાર કુવાના ગોખલામાં મુકેલા ઈંડામાંથી બચ્ચાં બને છે, ત્યારે કેટલીક વાર આ બચ્ચાં કુવામાં પડી મૃત્યુ પણ પામે છે.

કબુતરની સંખ્યા ઘટવાના કારણો (Reasons for declining number of pigeon):


કબુતરની સંખ્યા હાલ તો ઘણી છે, છતાં પણ પહેલાં કરતાં કબુતરની સંખ્યા ઘણી ઘટી ગઇ છે. કબુતરની સંખ્યા ઘટવાનાં કારણો નીચે પ્રમાણે છે.

(૧) કબુતરનો શિકાર કરવાની પ્રવૃત્તિને કારણે કબુતરની સંખ્યા ઘટી રહી છે.

(૨) કબુતર સામાન્ય રીતે નળીયાવાળા ઘરીની પાંખ કે અવાવરું જગ્યા પર કબુતર માળો બનાવે છે. પરંતુ આજે લોકો સિમેન્ટ કોંક્રિટના મકાન બનાવે છે, જેથી કબુતરને માળો બનાવવામાં તકલીફ પડે છે, જેથી કબુતરની સંખ્યા ઘટી રહી છે.

(૩) મોબાઇલ ટાવરના રેડિએશનના કારણે કબુતરો દિશા શોધવાની શક્તિ ગુમાવી બેઠા છે.જેથી કબુતરને પોતાના માળામાં પાછા ફરવામા તકલીફ પડે છે.જેથી કબુતરની સંખ્યા ઘટી રહી છે.

(૪) મોબાઇલ ટાવરના રેડિએશનના કારણે કબુતર સમયથી પહેલા ઈંડા મુકી દે છે. આ સમયથી પહેલા મુકેલા ઈંડા પરિપક્વ હોતા નથી, એટલે કબુતર ઈંડા સેવે તે પહેલાં જ ઉપલું કવચ નબળુ હોવાથી ફુટી જાય છે, તેથી કબુતરની સંખ્યા ઘટી રહી છે.

(૫) હવા પ્રદુષણ તથા પર્યાવરણીય પ્રદૂષણને કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આ અસહ્ય ગરમીને કારણે પણ કબુતરની સંખ્યા ઘટી રહી છે.

(૬) આજે પીવાના પાણી જમીનની સપાટી પર ઘટી રહ્યા છે, જેથી ઘણા કબુતરો જમીનની સપાટી પરના પાણીનાં અભાવને કારણે કબુતરની સંખ્યા ઘટી રહી છે.

(૭) આજે કબુતરને ખોરાક માટે દાણા મળવા મુશ્કેલ થઈ ગયા છે.જેથી કબુતરની સંખ્યા ઘટી રહી છે.

(૮) ઘણીવાર કબુતરો વિજળીના તાર પર ક્રમબદ્ધ બેઠેલા જોવા મળે છે.આ વિજળીના તાર પર વજન વધવાથી તાર ભેગા થતા શોટસર્કિટ થાય છે, જેથી કબુતરોને વિજળીનો કરંટ લાગતા મૃત્યુ પામે છે.

(૯) ઘણીવાર કબુતર જગ્યાને અભાવે કુવાના ગોખલામાં ઈંડા મુકે છે, જેથી ક્યારેક કુવાના પાણીનુ સ્તર વધવાથી ઈંડા પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેથી પણ કબુતરની સંખ્યા ઘટી રહી છે, આ ઉપરાંત કુવામાં જ્યારે કબુતરના ઈંડામાંથી બચ્ચાં બને છે, ત્યારે ઉડવા જતા પાણીમાં પડી મૃત્યુ પામે છે.

(૧૦) કબુતરોને જયારે તે દાણા ચણતા હોય ત્યારે કુતરા અને બિલાડીનું જોખમ વધે છે. કુતરા અને બિલાડી આવા સમયે કબુતરનો શિકાર કરતાં હોય છે. જેથી પણ કબુતરની સંખ્યા ઘટી રહી છે.

(૧૨) કબુતર મોટા ભાગે અવાવરુ કુવા કે મકાનમાં ઈંડા મુકે છે, જેથી આવી જગ્યા પર સાપ પણ રહેતા હોય છે. આ સાપ ઘણીવાર કબુતરના ઈંડાને ખાઈ જાય છે, જેથી કબુતરની સંખ્યા ઘટી રહી છે.

(૧૩) આજે શહેરોમાં કબુતરના રહેઠાણની તંગી, હવાનું પ્રદુષણ તથા ફેક્ટરીના અવાજને કારણે કબુતરની સંખ્યા શહેરોમાં ઘટી રહી છે.

(૧૪) ઘણીવાર કુદરતી આફત સ્વરુપે વાવાઝોડાને કારણે ઘણા કબુતરો મૃત્યુ પામે છે, જેથી કબુતરની સંખ્યા ઘટી રહી છે.

(૧૫) ઘણીવાર જંગલમાં આગ લાગવાને કારણે ઘણા કબુતરો આગને કારણે મૃત્યુ પામે છે, જેથી કબુતરની સંખ્યા ઘટી રહી છે.

કબુતરને બચાવવાનાં ઉપાયો (Measures to save the pigeon) :


કબુતરને બચાવવાનાં ઉપાયો ઘણાં છે.કબુતરને બચાવવાનાં ઉપાયો નીચે પ્રમાણે છે.

(૧) કબુતર માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.

(૨) વૃક્ષો વધુ વાવવા જોઈએ, જેથી કબુતરોને રહેઠાણ મળી રહે.

(૩) કબુતરોને ખોરાક તથા પાણી મળી રહે તે માટે ચબુતરાઓ બનાવવા જોઈએ. આજે કોઈની યાદગીરી કે શ્રધ્ધાંજલિ રુપે ચબુતરાઓ બનાવવામાં આવે છે, જે ખૂબ જ આવકારદાયક બાબત છે.

(૪) કબુતરો વિદ્યુત તારને કારણે મૃત્યુ ન પામે તે માટે વિદ્યુત તાર વ્યવસ્થિત ખેંચેલા રાખીને બાંધવા જોઈએ.

(૫) કબુતરનો શિકાર ન થાય તે બાબતે ધ્યાન આપવું જોઈએ.

(૬) કબુતરોને કુતરા તથા બિલાડી નુકસાન કે હાની ન પહોચાડે તે બાબતે ધ્યાન રાખવું જોઈએ.

કબુતર વિશે ૧૦ વાક્ય (10 sentences about pigeon):


(૧) કબુતર ઘર આંગણાનું પાળી શકાય તેવું પક્ષી છે. 

(૨) કબુતરને પારેવું પણ કહે છે. 

(૩) કબુતર રાખોડી રંગનું હોય છે, આ ઉપરાંત સફેદ કબુતર પણ જોવા મળે છે. 

(૪) કબુતરનું આયુષ્ય લગભગ ૪ વર્ષ જેટલું હોય છે. 

(૫) કબુતરની યાદશક્તિ ખુબ જ સારી હોય છે. 

(૬) કબુતરની ચણ તથા પાણીની વ્યવસ્થા માટે ચબુતરાઓ બનાવવામાં આવે છે. 

(૭) પહેલાંના સમયમાં કબુતરનો ઉપયોગ સંદેશો મોકલવા માટે પણ થતો હતો. 

(૮) કબુતર ઘંઉ, બાજરો, મગફળી, જુવાર ઉપરાંત નાની સફેદ કાકરી પણ ખાય છે. 

(૯) કબુતરને શાંતિદૂત તરીકે પણ ઓળખવામાં આવે છે. 

(૧૦) કબુતર સામાન્ય રીતે ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. 

કબુતર વિશે ૫ વાક્ય (5 sentences about pigeon) :


(૧) કબુતરનો રંગ રાખોડી અને સફેદ હોય છે. 

(૨) કબુતરને બે રાખોડી રંગની બે પાંખો હોય છે. 

(૩) કબુતરના પગ લાલ કે ગુલાબી રંગ જેવા હોય છે. 

(૪) કબુતરને બે આંખો હોય છે. 

(૫) કબુતરને એક ટુંકી, મજબૂત ચાચ હોય છે. 

FAQs:

(કબુતર અંગે વારંવાર પુછાતા પ્રશ્નો)

કબુતર કઈ રીતે બોલે છે?

ઘુ... ઘુ...

કબુતર ક્યા રંગનું હોય છે?

કબુતર રાખોડી રંગનું હોય છે. આ ઉપરાંત સફેદ રંગના પણ કબુતર હોય છે.

કબુતર શું ખાય છે?

કબુતર ઘંઉ, બાજરો, જુવાર, મગફળી તેમજ સફેદ નાની કાકરી પણ ખાય છે.

કબુતર માળો કઈ જગ્યાએ બનાવે છે?

કબુતર મકાનની પાંખમાં, સિમેન્ટ કોંક્રિટના મકાનમાં બારી પાસે, ઝાડ પર, અવાવરુ જગ્યાએ કે કુવાનાં ગોખલામાં માળો બનાવે છે.

ક્યા પક્ષીને પારેવું પણ કહે છે?

કબુતરને પારેવું પણ કહે છે.

કબુતરનુ આયુષ્ય કેટલુ હોય છે?

કબુતરનું આયુષ્ય ૪ વર્ષ જેટલું હોય છે.

કબુતર કેટલી ઝડપે ઉડે છે?

કબુતર ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે.

Post a Comment

0 Comments