ચકલી વિશે નિબંધ | Essay about Sparrow in gujarati

ચકલી વિશે નિબંધ 2022| Essay about Sparrow in gujarati 2022| વિશ્વ ચકલી દિવસ2022 | world sparrow day 2022| મારું પ્રિય પક્ષી ચકલી | my favorite bird sparrow essay in gujarati | મારુ પ્રિય પક્ષી | my favorite bird | ચકલી વિશે જાણવા જેવું | Like learning about sparrows in gujarati

ચકલી એ નાના કદનું ઘરોમાં જોવા મળતું પક્ષી છે. ચકલી વિશેનો નિબંધ ઘણા શિર્ષક નીચે પુછાતો હોય છે જેમ કે મારું પ્રિય પક્ષી, ચકલી વિશે નિબંધ, વિશ્વ ચકલી દિવસ વગેરે.અંહી ધોરણ ૩,ધોરણ ૪,ધોરણ ૫,ધોરણ ૬,ધોરણ ૭, ધોરણ ૮,ધોરણ ૯,ધોરણ ૧૦,ધોરણ ૧૧,ધોરણ ૧૨ ને લખી શકાય તેવો વિસ્તારમાંથી, ૧૦ વાક્યોમાં નિબંધ, ૫ વાક્યમાં નિબંધ લખ્યો છે, જે તમને ખુબ જ વાંચવો ગમશે.અંહિનો નિબંધ તમારી જાણકારી માટે છે, તમે આપેલા નિબંધમાંથી ઘણી ચકલી વિશે માહિતી મળશે, જે તમને ચકલી વિશે નિબંધ લખવા માટે ઉપયોગી થશે.

ચકલી વિશે નિબંધ02022(Essay about sparrow 2022):


ચકલી આમ તો દરેક ઘરે જોવા મળતું પક્ષી છે. ચકલીઓ મોટી સંખ્યામાં બધે જ જોવા મળે છે.ચકલી વિશે આપણે બધા ઘણું જાણીએ છીએ કારણ કે ચકલી બધા એ જોઇ જ હોય છે.ચકલીનો અવાજ સામાન્ય રીતે ધીમો હોય છે, પરંતુ જ્યારે ઘણી ચકલીઓ એક સાથે બોલે છે, ત્યારે ચકલીના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠે છે.ચકલી ચી.. ચી બોલે છે.ચકલીને હિંદી ભાષા ગોરૈયા કે ચિડિયા કહેવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં ચકલીને ઘણા નામે બોલાવવામાં આવે છે જેમકે ચકીબેન, ચકલી, ચકી વગેરે. ચકલીને અંગ્રેજી ભાષામાં sparrow કહે છે.

બાળકોને ચકલી ખુબ જ પ્રિય છે. જ્યારે દાદા વાર્તા કહેવાની શરૂ કરે એટલે બીળકો તરત જ કહે છે કે ચકા અને ચકીની વાર્તા કહેજો. એટલે બાળકોને બાળપણથી જ ચકલીનું ઘેલું લાગેલું હોય છે. જ્યારે કોઈ ચકલીનો માળો વિખતુ હોય તો તરત જ બાળકો કહે છે કે ચકલીનો માળો ના વિખાય, માળો વિખવાથી પાપ લાગે છે, પરંતુ માનવીએ ચકલીનો માળો વિખવાને બદલે ચકલીનું જીવન નર્ક જેવુ બનાવી દીધું છે. પ્રદુષણ, શિકાર,મોબાઇલ નું રેડીએશન વગેરેને કારણે ચકલીની વસ્તી ઘટતી જાય છે.

ચકલીનો માનવજાત સાથે જુનો નાતો છે. જ્યાં માનવી રહે ત્યાં ચકલી અવશ્ય જોવા મળે છે. ચકલી માનવ સાથે રહેતું પક્ષી છે. કોઈ નવું ઘર બનાવે કે તરત જ ચકલીનું કપલ ત્યાં રહેવા આવી જ જાય છે.ચકલીને માનવ સાથે રહેવું ખુબ જ ગમે છે.નાના બાળકોને પણ ચકલીનો અવાજ સાંભળવો ખુબ જ ગમે છે.નાના બાળકો પણ ચકલીને જોઈને આનંદિત થઈ જાય છે. નાના બાળકોને ચકલી કેમ બોલે છે? એમ પૂછીએ તો તરત જ ચી... ચી... એમ જવાબ આપે છે. આમ, ચકલીનો નાતો નાના બાળક સાથેનો પણ છે. નાની ચકલી જ્યારે દાણા ચણતી હોય કે કુદકા મારતી હોય તે બાળકોને જોવી ખુબ જ ગમે છે.

ચકલીને અરીસા કે કાચમાં જોવું ખુબ ગમે છે.જેથી ચકલી જ્યાં પણ અરીસો જુએ છે ત્યાં તે અરિસા પર ચાલો, મારવા લાગે છે. ચકલીઓ વાહનના, ઘરના અરિસા પર ચાંચ મારીને આનંદ લેતી જોવા મળે છે. હકીકતમાં આ ચકલીઓ કાચમાં દેખાતા પ્રતિબિંબને પોતાનું હરીફ માનીને અરિસા પર ચાંચ મારે છે.

ચકલી જ્યારે ઉનાળો ચાલતો હોય ત્યારે ચકલી કે ચકલીઓનો સમુહ પાણીમાં ન્હાતી હોય તે જોવું તે પણ એક લ્હાવો છે. ચકલાઓ પાણીમાં ન્હાય છે, ત્યારે પોતાની પાંખો વડે ખુબ પાણી ઉડાડે છે અને પાણીમાં ન્હાવાનો ભરપુર આનંદ માણે છે. ઘણી વખત ચકલીઓ ધૂળમાં ન્હાય છે. ચકલી ઝીણી ધૂળમાં પોતાના શરીરને ઘસે છે તથા ઝીણી ધૂળમાં આળોટે છે, જે જોવાની પણ ખુબ મજા આવે છે.ચકલીઓ સવારે તથા સાંજે જ્યારે માળામાં જવાનો સમય થાય છે, ત્યારે ચકલીઓ ખુબ જ બોલે છે. સાંજના સમયે ચકલીઓ ચી... ચી... કરી આખું વાતાવરણ ગુંજતું કરી વાતાવરણ જીવંત કરી દે છે.ચકલીઓ સંધ્યાકાળે ખુબ જ બોલે છે અને આપણને સંધ્યા સમયની યાદ અપાવે છે. ઘણી વખત તો એવું પણ કહેવાય છે કે જો ચકલીઓ બોલવા લાગી, સંધ્યા સમય થયો લાગે.

ચકલીઓમાં માદા ચકલી અને નર ચકલીઓ હોય છે. નર ચકલીને ચકો કહે છે. નર ચકલીને અને માદા ચકલીને સરળતાથી ઓળખી શકાય છે. નર ચકલીને ગરદન પાસે કાળો રંગ હોય છે, જ્યારે માદા ચકલીને ગરદન પાસે કાળો રંગ હોતો નથી.ચકલી સામાન્ય રીતે ભુખરા રંગ, કાળા રંગ તથા ધોળા રંગના મિશ્રણમાં જોવા મળે છે.ચકલીને બે પગ હોય છે, જે પીળાશ પડતા રંગમાં હોય છે. ચકલીને એક ચાચ હોય છે. જે ત્રિકોણ આકારે હોય છે તથા ટુંકી અને મજબૂત હોય છે.ચકલીને બે પાંખો હોય છે.ચકલી સામાન્ય રીતે ૧૦ થી ૧૨ સેમીની લંબાઈ ધરાવે છે.ચકલી ૨થી ૭ ઈંડા મુકે છે. ચકલીના બચ્ચાં ૧૫ દિવસ બાદ જાતે ઉડી શકે છે.

ચકલીઓનો સ્વભાવ થોડો ઝઘડાળુ છે.આપણે ચકલીઓને વારંવાર ઝઘડતી જોવા મળે છે. ઘણીવાર ચકલી એટલી ઝઘડે છે કે તે સમયે આપણે ચકલીને સરળતાથી હાથમાં પકડી લઈએ તેટલી ઝઘડામાં મશગુલ બની જાય છે. આ તકનો લાભ ઘણીવાર બિલાડી, કુતરા જેવા પ્રાણીઓ લેતા હોય છે. ચકલીઓને કુતરા કે બિલાડી ઝઘડતી સમયે શિકાર કરી લે છે.

ચકલી ની પ્રજાતિઓ:


ચકલીઓ બધા જ ઘરોમાં જોવા મળતું પક્ષી છે.ચકલીની મુખ્ય ૬ પ્રજાતિઓ છે. જે નીચે પ્રમાણે છે.

(૧) હાઉસ સ્પૈરો

(૨) સ્પેનિશ સ્પૈરો

(૩) ડેડ સી સ્પૈરો

(૪) સિંડ સ્પૈરો

(૫) ટ્રી સ્પૈરો

(૬) રસેટ સ્પૈરો

વિશ્વ ચકલી દિવસ 2022(world sparrow day 2022):


ચકલીઓ મોટા પ્રમાણમાં બધે જ જોવા મળે છે. સામાન્ય રીતે એશિયા ખંડમાં તથા યુરોપ ખંડમાં ચકલીની વસ્તી વધુ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ચકલીની સંખ્યા ઘટતી જ જાય છે, જે એક ચિંતાનો વિષય છે.આ ચકલીઓ થોડા વર્ષો પહેલા જેટલા પ્રમાણમાં જોવા મળતી તેટલા પ્રમાણમાં હવે જોવા મળતી નથી. જો હજી પણ પુરતું ધ્યાન ચકલીઓ તરફ તથા તેના સંરક્ષણ તરફ નહિ આપવામાં આવે તો આવનારા સમયમાં ચકલીઓ માત્ર ચિત્રમાં જ જોવા મળશે. જો ચકલીઓ નહિ બચાવવામાં આવે તો નાના બાળકો માટે ચકલીઓ પાઠ્યપુસ્તકનું એક પ્રકરણ બનીને રહી જશે. નાના બાળકોને ચકલીઓ માત્ર સોસિયલ મિડિયા, ટીવી કે ચિત્રોમાં જ જોવા મળશે.

આ ઘટતી જતી ચકલીઓથી પર્યાવરણ પ્રેમી, પક્ષી પ્રેમી તથા પક્ષીવિદો ખુબ જ ચિંતત છે.આ ઘટતી જતી ચકલીઓની સંખ્યા બાબતે તથા ચકલીઓનું સંરક્ષણ તથા સંવર્ધન થાય તે હેતુથી દર વર્ષે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે.

ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે વળી ચકલા બચાવીને શું ફાયદો? તો આવા લોકોએ ચકલીના ફાયદા જાણવા ખુબ જ જરૂરી બની જાય છે. ચકલીના ફાયદા જાણવા માટે ચીનનો એક પ્રસંગ અહીં જોઈએ.ઘણા વર્ષો પહેલા ચીનના એક રાજા ખેતરમાં ફરવા નીકળે છે. પાક પર ચકલીઓને બેસેલી જુએ છે, તો તેના મનમાં પ્રશ્ન થાય છે કે આ ચકલીઓ જ ઉભો પાક ખાઇ જાય છે, જેથી દેશમાં અન્નની તંગી સર્જાય છે. આથી રાજાએ આદેશ કર્યો કે આપણા રાજ્યમાં રહેલી તમામ ચકલીઓને મારી નાંખવામાં આવે જેથી પાક સારો થાય અને અન્નની ઉપજ વધુ આવે. રાજાના આદેશનું પાલન પ્રજા તથા સૈનિકોએ કર્યુ. રાજ્યની તમામ ચકલીઓને મારી નાંખી ત્યારે રાજાને શાંતિ થઇ.બીજા વર્ષે પાક વાવવામાં આવ્યો, પરંતુ આ વર્ષે પાક બિલકુલ ના થયો. પાક ના થવાથી પ્રજાને ભુખે મરવાનો વારો આવ્યો.ઘણી પ્રજા ભુખે મરી પણ ગઈ. રાજા વિચારમાં પડી ગયા કે આ વખતે એક પણ ચકલી નથી તો પાક વધુ થવો જોઈએ એના બદલે પાક ઓછો કેમ થયો? આ બાબતની તપાસ માટે કમિટી નીમાઈ અને તપાસ માટે આદેશ કરવામાં આવ્યા. તો તપાસમાં એવું જાણવા મળ્યું કે ચકલીઓ પાકના દાણા નહોતી ખાતી પરંતુ પાક પરની જીવાત ખાતી હતી, જેથી પહેલા પાકનું ઉત્પાદન સારુ મળતું. ચકલીઓને મારી નાખ્યા બાદ જીવાતનો ઉપદ્રવ વધી ગયો. આ જીવાત બધોજ પાક ખાઇ ગઈ એટલે પ્રજાને ભુખે મરવાનો વારો આવ્યો. આ વાત જાણી રાજા સ્તબ્ધ થઇ જાય છે.પોતાના કાર્ય પ્રત્યે પસ્તાવો થાય છે. આ ભુલને સુધારવા રાજા બીજા રાજ્યમાંથી ચકલીઓની આયાત કરે છે તથા ચકલી મારવા પર પ્રતિબંધ મુકે છે. રાજાના આ નિર્ણયથી ફરીવાર ચકલીની સંખ્યામાં વધારો થાય છે તથા આવતા વર્ષે ભરપુર પાક થાય છે તથા પ્રજા ખુશ થાય છે. આમ, ચકલીની ઘટતી સંખ્યા માનવવસ્તી માટે પણ ખતરારૂપ છે.

ચકલીનો ખોરાક:

ચકલી સામાન્ય રીતે અનાજના દાણા ખાય છે, ઉપરાંત ચકલી રોટલીના ટુકડા, વધેલા ખોરાક તથા નાની નાની જીવાત પણ ખાય છે. રોટલી, રોટલો, ભાત આ બધો ખોરાક માનવ ખાય છે, તેમાંથી ઢોળાયેલો કે વધેલા ખોરાક ચકલી ખાય છે. આથી જ્યાં માનવ વસ્તી હોય ત્યાં ચકલીઓ હોય જ છે. ચકલી  ઈંડા મુકે છે. ઈંડામાંથી બચ્ચાં થાય છે. આ બચ્ચાને મોટાભાગે તે નાની જીવાત, ઈયળો વગેરે ખવડાવે છે.

ચકલીનો માળો:

ચકલી સામાન્ય રીતે માળો નળીયાવાળા મકાનની પાંખમાં, દિવાલ પર રહેલી તસવીરોની પાછળ, મકાનના ખુણામાં, વાડમાં કે ટ્યુબલાઇટની પાછળ બનાવે છે. તે માળો સામાન્ય રીતે ઘાસના પર્ણ કે ઘાસની સળીમાંથી બનાવે છે.માળાની વચ્ચે તે અન્ય પક્ષીના પીંછા, કપાસનુ રૂ કે ઉન જેવી મુલાયમ વસ્તુઓ મુકે છે. આ વચ્ચેના ભાગમાં તે ઈંડા મુકે છે.

ચકલી માળો બનાવવા માટે ખુબ જ જીદ્દી હોય છે. તે માળો બનાવવા માટે ખુબ જ મહેનત કરે છે. તે ઘાસનુ તરણું તરણુ ભેગું કરીને માળો બનાવે છે. ચકલીને જે જગ્યા પસંદ આવે છે તે જગ્યાએ તે કોઈપણ પરિસ્થિતિમાં માળો બનાવે જ છે. જો તેને માળો જે જગ્યાએ બનાવ્યો હોય તે જગ્યાએથી માળો હટાવી દો કે તેને બનાવેલા માળાના તણખલા લઈ લો તો પણ તે ત્યાં જ માળો બનાવશે. આથી માળો બનાવવા માટે ચકલી ખુબ જીદ્દી હોય છે.

ચકલી વિશેના ગીતો:


બાળકોને ચકલીઓ વિશેના ગીત ખુબ જ ગમે છે, તેથી ચકલીઓ વિશે ઉખાણા, જોડકણાં,બાળગીતો તથા અભિનય ગીતો ખુબ જ લખાયા છે. જેની પ્રથમ પંક્તિઓ નીચે પ્રમાણે છે.

(૧) આવો ને ચકલાને, આવો પારેવા ચોકમાં દાણા નાખ્યા છે...

(૨) એક એક ચકલી ચણતી'તી, ચણતી'તી, એક આવી ગઈને થઈ ગઈ બે.

(૩) ચકીબેન, ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ, આવશો કે નહિ?

ચકલી ઘટવાના કારણો:


ચકલી ઘટવાના કારણો ઘણા છે. જેમાંથી મુખ્ય કારણો નીચે પ્રમાણે છે.

(૧) શિકારી પ્રવૃતિને કારણે આજે ચકલૂનો પણ શિકાર થાય છે, જેથી ચકલીની સંખ્યા ઘટી રહી છે.

(૨) વૃક્ષો કાપવાથી ચકલીનું રહેઠાણ છીનવાઈ ગયુ છે, જેથી ચકલીઓ માનવજાતથી દુર જઈ રહી છે.

(૩) પહેલાંના સમયમાં લોકો વૃક્ષો, ઝાંખરા કે વેલાની ખેતર ફરતે વાડ કરતાં. આ વાડ એ ચકલી માટે સંતાઈને પોતાનું રક્ષણ કરવાનું માધ્યમ હતું. વાડના વેલામા થતી જીવાત, ઈયળ વગેરે ચકલીનો ખોરાક હતો, પરંતુ હાલ આવી વાડની જગ્યાએ કાંટાળા તારની વાડ આવી ગઈ છે, જેના કારણે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

(૪) જંતુનાશક દવાઓનો ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે, પરિણામે જીવાત તથા ઈયળ નાશ પામે છે, તેથી ચકલીનો ખોરાક જીવાત અને ઈયળ ચકલીને મળતા નથી. આ કારણોને લીધે ચકલીની સંખ્યા ઘટી રહી છે.

(૫) મોબાઇલ ટાવરનુ રેડીએશન આજે એટલુ બધુ વધી ગયું છે કે પક્ષીઓ પોતાના દિશા શોધવાની ક્ષમતા ગુમાવી બેઠા છે, જેથી માળામાંથી ખોરાકની શોધ કરવા નિકળેલી ચકલી ફરી પોતાના માળામાં પહોચવા તકલીફ પડી રહી છે. આ ઉપરાંત મોબાઇલ રેડીએશનની ચકલીના સંવનન પર વિપરીત અસર પડી રહી છે. સંવનનના સંકેતો ચકલાથી ચકલી સુધી નથી પહોંચી રહ્યા જેથી ચકલીની સંખ્યા ઘટી રહી છે.મોબાઇલ રેડીએશનની અસર ચકલીના જનીન પર પણ પડી રહી છે, જેથી સમય પહેલા ચકલીઓ ઈંડા મુકવા લાગી છે. આ મુકેલા ઈંડા અપરિપક્વ હોવાથી તેમાંથી બચ્ચાં બનતા નથી અથવા તો નબળા બચ્ચાંનો જન્મ થાય છે. જેથી ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

(૬) આજે સિમેન્ટ કોંક્રિટના મકાન વધી રહ્યા છે. ચકલી મુખ્યત્વે નળીયાવાળા મકાની દિવાલ, મકાનના છાપરામાં, દિવાલ પરની છબીઓની પાછળ ઈંડા મુકે છે, પરંતુ આજે સિમેન્ટ કોંક્રિટના મકાન બનાવવામાં આવે છે. આવા મકાનમાં ચકલીને માળો બનાવવામાં તકલીફ પડે છે. જેથી ચકલીઓ શહેરથી દૂર ચાલી ગઈ છે. પરિણામે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

(૭) શહેરમાં વાહનોના ધુમાડા, વાહનોના અવાજ તથા ફેક્ટરીઓના ધુમાડા, ફેક્ટરીઓના અવાજને કારણે ચકલીની દિનચર્યા પર વિપરીત અસર પડી છે, જેથી ચકલીની સંખ્યા ઘટી રહી છે.

(૮) આજે વેસ્ટર્ન ફુડ જેવા ખોરાકને કારણે ચકલીઓને ખોરાક મેળવવામાં તકલીફ પડી રહી છે. જેથી ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

(૯) આજે અનાજ કરીયાણાની દુકાનને બદલે મોલમાં અનાજની ખરીદી કરવા જવા લાગ્યા છે. જેથી મોલમાં મળતું અનાજ પ્લાસ્ટિક બેગમાં પેક હોય છે, જેથી અનાજ જમીન પર પડતું નથી અને ચકલીને ખોરાક મળતો નથી. અનાજ કરીયાણાની દુકાને અનાજ છુટક મળે છે, તેથી માપતોલ કરતી વખતે અનાજ દુકાનમાં કે દુકાનની બહાર પડે છે, આથી ચકલીને ખોરાક મળી રહે છે. મોલને કારણે આજે આવી અનાજ કરીયાણાની દુકાનો બંધ થવા લાગી છે. પહેલા અનાજની દુકાનની આજુબાજુ મોટા પ્રમાણમાં ચકલીઓ રહેતી પરંતુ આવી દુકાનો બંધ થતાં ચકલીઓ પણ રહેતી બંધ થઈ. આ કારણે પણ ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

(૧૦) આજે શહેરોમાં ખુલ્લી જગ્યા કે જ્યાં ચકલીને દાણા નાંખી શકાય તેવી જગ્યાનો અભાવ જોવા મળે છે. જેથી ચકલીને ચણ નાંખવાની ઈચ્છા હોવા છતાં પણ જગ્યાનાં અભાવને કારણે ચણ નાંખી શકાતી નથી જેથી ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

(૧૧) આજે ઘણા લોકોને ચકલીનો ચી...ચી... અવાજ પણ ગમતો નથી.ચકલી ઘરમાં રહે તો માળો બનાવવા માટે બહારથી ઘાસના તણખલાં લાવે છે,જેથી લોકોને ઘર ગંદુ થતું હોય તેવું લાગે છે.આ ઉપરાંત ઘણા લોકોને ચકલીની ચરકથી પણ ઘર ગંદું થતું હોય તેવું લાગે છે.આથી ચકલી ઘરમાં માળો બનાવે તો પણ તે નિર્દય બની ચકલીનો માળો ધરની બહાર ફેંકી દે છે. જેથી ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

(૧૨) ઉનાળામાં લોકો ગરમીથી બચવા પંખા શરૂ કરે છે.પરંતુ પંખાની આજુબાજુ રહેતી ચકલીઓ ઉડવા જતા પંખાના પાંખીયામા આવી જતા ચકલીઓના મોત નિપજે છે.આથી પણ ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

(૧૩) આજે પક્ષીઓમાં પણ ઘણી બિમારીઓ જોવા મળે છે.આપણે પક્ષીઓને બિમાર જોઈ શકીએ છીએ પરંતુ પક્ષીઓ માટેના દવાખાના તથા ડોક્ટરો નો અભાવ હોવાથી આપણે ઈચ્છા હોવા છતાં પણ પક્ષીઓની મદદ કરી શકતાં નથી. આ કારણે પણ ચકલી સારવારના અભાવે મૃત્યુ પામે છે. જેથી ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. આજે આ અંગે ઘણા લોકો સેવાના ભાવથી પણ કામ કરતા જોવા મળે છે. જે પ્રસંશાને પાત્ર તથા એક ઉમદા કાર્ય છે. આવા સૌ પક્ષી પ્રેમીઓને દિલથી વંદન.

ચકલી બચાવવાના ઉપાયો:


ચકલી બચાવવાના ઘણા ઉપાયો છે. જેમાંથી મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે.

(૧) આજે દિવસે દિવસે વૃક્ષો ઘટતા જાય છે, જેથી ચકલીનું રહેઠાણ તથા ખોરાક છીનવાઈ ગયો છે, તેથી વૃક્ષો વાવવા જોઈએ.

(૨) આજે વૃક્ષો કાપવાથી તથા સિમેન્ટ કોંક્રિટના મકાન બનાવાતી ચકલીનું રહેઠાણ છીનવાઈ ગયુ છે, તેથી ચકલી માટે પૂંઠા, પ્લાસ્ટિક કે થર્મોકોલમાંથી માળા બનાવવા જોઈએ, જેથી ચકલી વસવાટ કરી શકે. 

(૩) ચકલીનો શિકાર ન કરવો જોઈએ તથા શિકાર કરતાં અટકાવવા જોઈએ.

(૪) ચકલીને સરળતાથી ખોરાક મળી રહે તે માટે સમયસર ચણ નાંખવી જોઈએ.

(૫) ચકલીને ઉનાળા સિવાયની ઋતુમાં પાણી મળી રહે છે, પરંતુ ઉનાળામાં ગરમીને કારણે ચકલીને વધુ પાણીની જરૂર પડે છે. ઉનાળામાં ચકલીને પાણી મળી રહે તે માટે પાણીના કુંડાંઓની વ્યવસ્થા કરવી જોઈએ.

(૬) મોબાઇલ ટાવરને કારણે ચકલી જ નહીં પરંતુ સમગ્ર પક્ષી જાતી પર જોખમ ઉભું થયું છે. મોબાઇલ ટાવરના તરંગોને કારણે પક્ષીઓ તેની દિશા શોધવાની શક્તિ ગુમાવી બેઠા છે, જેથી ઘણીવાર પક્ષીઓ માળામાં પરત ફરતા જ નથી.જેથી મોબાઇલ ટાવરના રેડીએશન પર કંટ્રોલ રાખવો જરૂરી છે. 

(૭) મોબાઇલ ટાવરના તરંગોની અસર ચકલીના શરીર પર જોવા મળી છે. આ તરંગો જનીનને અસર કરે છે, માટે ચકલીના ઈંડા જન્મતાની સાથે જ ફુટી જાય છે, જેથી મોબાઇલ ટાવરના તરંગો પર કંટ્રોલ રાખવો જરૂરી છે.

(૮) સામાન્ય રીતે કુતરા અને બિલાડીનું જોખમ ચકલીને વધુ રહે છે, આથી કુતરા અને બિલાડીથી ચકલીનું રક્ષણ કરવું જોઈએ.

(૯) સામાન્ય રીતે ચકલીઓ ઘરમાં જ માળો બાંધે છે. ઘરમાં પંખા શરું હોય ત્યારે ચકલી ઉડે ત્યારે ચકલી પંખામાં આવી જતા ચકલી મૃત્યુ પામે છે. આથી જ્યાં ચકલીએ માળો બાંધ્યો હોય ત્યાં પંખાનો ઉપયોગ ઓછો કરવો અથવા ઉપયોગ ન કરવો.

(૧૦) ચકલીની ઉપયોગીતા લોકોને સમજાવી, ચકલીના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી જોઈએ.

ચકલી વિશે ૧૦ વાક્યો ૨૦૨૨:


(૧) ચકલી મોટી સંખ્યામાં જોવા મળતું તથા ઘર આંગણે જોવા મળતું પક્ષી છે.

(૨) ચકલીઓ માનવ સાથે રહેવાનું વધારે પસંદ કરે છે, જેથી ચકલીઓ હંમેશા માનવવસ્તીની આજુબાજુ પોતાના માળા બાંધે છે.

(૩) ચકલીના રંગમાં ભુરો, કાળો અને સફેદ રંગનું મિશ્રણ જોવા મળે છે.

(૪) ચકલી ચી... ચી... બોલે છે.

(૫) ચકલી અનાજના દાણા, રોટલા કે રોટલીના ટુકડા, નાની જીવાત, ઈયળો વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

(૬) ૨૦ માર્ચનાં રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે.

(૭) ચકલીઓ એશિયા, યુરોપ સહિત મોટા ભાગના દેશોમાં પણ જોવા મળે છે.

(૮) ચકલી સામાન્ય રીતે માળો બનાવવા માટે ઘાસનાં તણખલાં, પીંછા, કપાસનું રૂ વગેરેનો ઉપયોગ કરે છે.

(૯) ચકલીની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે.

(૧૦) ચકલી બચાવવા માટે ચકલી માટે પાણી તથા ખોરાક મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ચકલી વિશે ૫ વાક્યો ૨૦૨૨:

(૧) ચકલી નાના કદનુ ઘર આંગણાનું પક્ષી છે.

(૨) ચકલી ચી... ચી... બોલી લોકોને ખુશ કરી દે છે, તથા માળો જો ઘરમાં હોય તો ઘરને ગુંજતું કરી દે છે.

(૩) ચકલીને માનવવસ્તીની આજુબાજુ રહેવું વધુ ગમે છે, જેથી ખોરાક સરળતાથી મળી રહે.

(૪) ચકલીને એક મજબૂત ત્રિકોણ આકારની નાની ચાચ હોય છે.

(૫) ચકલીની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે.

FAQs:

(ચકલી વિશે વારંવાર પુછાતા પ્રશ્નો) 

વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

દર વર્ષે ૨૦ માર્ચના રોજ

ચકલી કઈ રીતે બોલે છે?

ચી... ચી...

ચકલીની કેટલી પ્રજાતિઓ છે? કઈ કઈ?

ચકલીની છ પ્રજાતિઓ છે. (૧) હાઉસ સ્પૈરો(૨) સ્પેનિશ સ્પૈરો(૩) ડેડ સી સ્પૈરો(૪) સિંડ સ્પૈરો(૫) ટ્રી સ્પૈરો(૬) રસેટ સ્પૈરો

ચકલીનો રંગ કેવા હોય છે?

ચકલી સામાન્ય રીતે ભુખરા રંગ, કાળા રંગ તથા ધોળા રંગના મિશ્રણમાં જોવા મળે છે.

ચકલીના બચ્ચાં કેટલા દિવસ બાદ જાતે ઉડી શકે છે?

૧૫ દિવસ બાદ

Post a Comment

0 Comments