હંસ વિશે નિબંધ | essay about swan in gujarati

હંસ વિશે નિબંધ 2022| essay about swan in gujarati 2022 | મારું પ્રિય પક્ષી હંસ | My favorite bird swan | હંસ વિશે ૧૦ વાક્યો|10 sentences about swan | હંસ વિશે ૫ વાક્યો | 5 sentences about swan | હંસ વિશે જાણવા જેવું. 

હંસ એ સફેદ રંગનું જળચર પક્ષી છે. અંહી હંસ વિશે નિબંધ લખ્યો જેથી હંસ વિશે માહિતી મળી રહે. બાળકો, શિક્ષકો તથા વાલીઓને મદદરૂપ થઈ શકાય તે હેતુથી આ નિબંધ લખ્યો છે. તમને હંસ વિશે નિબંધ લખવામાં આ માહિતી ચોક્કસ ઉપયોગી સાબિત થશે. અંહી ધોરણ ૩,ધોરણ ૪,ધોરણ ૫,ધોરણ ૬,ધોરણ ૭,ધોરણ ૮,ધોરણ ૯,ધોરણ ૧૦ ને ઉપયોગી થાય તે રીતે નિબંધ લખવાનો પ્રયત્ન કર્યો છે. આમ જનતાને પણ હંસ વિશે ઘણું જાણવા મળશે જેથી નિબંધ અવશ્ય વાંચો.

હંસ વિશે નિબંધ 2022 (essay about swan in gujarati):


હંસ એ જળચર પક્ષી છે. હંસ તળાવ, સરોવર, નદી વગેરે પાણીવાળી જગ્યા પર જોવા મળે છે.હંસ મુખ્યત્વે બર્ફિલી કે ઠંડી આબોહવા અનુકુળ આવે છે, જેથી હંસ ઠંડા પ્રદેશમાં વધુ જોવા મળે છે.હંસ જ્યારે તળાવ કે સરોવરમાં તરતું હોય  ત્યારે ખુબ જ સુંદર લાગે છે. હંસની પાણીમાં તરવાની છટા જ કંઈક અલગ છે. પાણીમાં તરતું હંસ જોવું એ પણ એક લ્હાવો છે. પાણીમાં તરતું હંસ ગમે તે વ્યક્તિને આકર્ષિત કરી શકે છે.

હંસ એ પાણીમાં રહેવા માટેના જલીય અનુકૂલન ધરાવે છે. હંસનું શરીર લાંબો સમય પાણીમાં રહે તો પણ કોહવાતુ નથી. હંસના શરીરનો આકાર જ એવો છે કે જેથી પાણીમાં ઝડપથી તરી શકે છે. હંસના પગની આંગળીઓ ચામડી વડે જોડાયેલી હોય છે જેથી પાણીમાં પગ વડે હલેસા મારી પાણીમાં આગળ તરી શકે છે. હંસના પીંછા પાણીમાં ભીંજાય નહિ તેવા હોય છે. હંસના પીંછા પર લાંબો સમય પાણી રહી શકતું નથી, હંસના પીંછા મુલાયમ હોવાથી પાણી તરત જ નીચે વહી જાય છે તથા પીંછા ભીંજાતા નથી. 

હંસની શારીરિક રચના જોઈએ તો હંસ ને બે પગ હોય છે. હંસ ને એક લાંબી ડોક હોય છે. હંસને દરીયાઇ જીવ સરળતાથી પકડી શકાય તેવી ચાંચ હોય છે. હંસને સફેદ રંગના પીંછાથી આચ્છાદિત બે પાંખો હોય છે. માદા હંસ અને નર હંસ દેખાવમાં સરખા જ હોય છે.

હંસના રંગની સામાન્ય રીતે વાત કરીએ તો એકદમ સફેદ હોય છે. ઉત્તર ગોળાર્ધમાં જોવા મળતા હંસ સફેદ રંગના હોય છે તથા દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળતા હંસ કાળાશ પડતા રંગના હોય છે.

હંસની કુટુંબ ભાવના ઉત્તમ પ્રકારની જોવા મળે છે. માટે જ હંસ અને હંસલીની જોડ હંમેશા સાથે જોવા મળે છે. હંસની જોડ આજીવન સાથે રહે છે. પાણીમાં પણ સાથે તરતા જોવા મળે છે. નર હંસ અને માદા હંસનો અવાજ એક સરખો જ હોય છે. ૨ થી ૩ વર્ષનું હંસ પોતાના જીવનસાથીની શોધ કરી લે છે.હંસની જોડ ક્યારેક સાથે નાચે પણ છે.


હંસ પોતાના બચ્ચાની કાળજી ખુબ જ રાખે છે. હંસ પોતાના બચ્ચાને તરતા શીખવે છે, તથા પોતાની સાથે રાખીને બચ્ચાને ખોરાકની શોધ કરતાં પણ શીખવે છે. મોટાભાગે હંસની સાથે બચ્ચાં તરતા હોય છે. બચ્ચાનો ઉછેર હંસ કાળજીપૂર્વક કરે છે. ક્યારેક હંસ નાના બચ્ચાંને પોતાની પીઠ પર બેસાડીને પણ તરતા હોય છે.


હંસ સામાન્ય રીતે ૪ થી ૬ ઈંડા મુકે છે.માદા હંસ આ ઈંડાને સેવે છે. જ્યારે માદા હંસ ઈંડાને સેવે છે ત્યારે તે માદા હંસ ખુબ જ આક્રમક બની જાય છે. ઈંડા સેવતી માદા હંસ પાસે જવાની હિંમત કુતરા, શિયાળ જેવા પ્રાણી પણ કરી શકતા નથી.

હંસ પોતાનો માળો તળાવ કે સરોવર કિનારે બનાવે છે. ઝાડના પાન તથા સાંઠીકડા માંથી માળો બનાવે છે. આ માળામાં માદા હંસ ઈંડા મુકે છે. આ ઈંડામાંથી બચ્ચાં બહાર આવે છે ત્યારે આ બચ્ચાંના પીંછા રાખોડી રંગના હોય છે. ૭ અઠવાડિયા બાદ હંસના બચ્ચાં ઉડતા પણ શીખી જાય છે.

હંસના ખોરાકની જો વાત કરવામાં આવે તો હંસ જળચર જીવો, જળચર વનસ્પતિ, નાની નાની માછલી તથા તળાવ કિનારેની વનસ્પતિના બીજનો ઉપયોગ કરે છે. હંસ સાચા મોતીને ચારો ચરે છે, જે માન્યતા પણ સાચી છે. કેટલાક સરોવરમા અમુક ખાસ પ્રકારની છીપ થાય છે જેમાં સાચાં મોતી બને છે. આ છીપનો પણ હંસ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેથી હંસ સાચા મોતી ખાય છે તે વાત પાયાવિહોણી નથી.

ઐતિહાસિક દ્રષ્ટિએ એ જો જોવા જઈએ તો હંસ એ વિદ્યાની દેવી સરસ્વતી માતાનું વાહન છે. સરસ્વતી માતા સફેદ હંસ પર બિરાજમાન જોવા મળે છે.નળ દમયંતીમા પણ હંસ એક દૂતનું કામ કરે છે તથા નળ અને દમયંતીના રૂપનું વર્ણન કરે છે.

હંસ વિશે ઘણા ભજન, ગીત, ધૂન, બાળગીતો, અભિનય ગીતો પણ લખાયા છે.

હંસલા હાલોને હવે.. મોતીડા નઈ રે મળે.. (ભજન)

હંસ અને હંસલીની જોડલી... (ધુન)

ધોળા ધોળા ફુલ જેવા... (બાળગીત)

હંસ વિશે ૧૦  વાક્યો:


(૧) હંસ એ સફેદ રંગનું જળચર પક્ષી છે.

(૨) હંસ એ તળાવ કે સરોવરમાં જોવા મળે છે.

(૩) હંસ એ સરસ્વતી માતાનું વાહન છે.

(૪) હંસને ઠંડી આબોહવા અનુકૂળ આવે છે.

(૫) હંસની જોડ આજીવન સાથે રહે છે.

(૬) હંસમાં કુટુંબ ભાવના સારી હોય છે.

(૭) હંસના પીંછા સફેદ રંગના હોય છે.

(૮) હંસને ઠંડી આબોહવા અનુકૂળ આવે છે.

(૯) હંસ પોતાના આગવી છટાથી પાણીમાં તરે છે.

(૧૦) હંસ તળાવ કે સરોવર કિનારે ઈંડા મુકે છે.

હંસ વિશે ૫ વાક્યો:


(૧) હંસ સફેદ રંગનું પક્ષી છે.

(૨) હંસને એક ચાચ હોય છે.

(૩) હંસને સફેદ પીંછાથી આચ્છાદિત બે પાંખો હોય છે.

(૪) હંસ દરિયાઈ જીવો, દરિયાઈ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

(૫) હંસ સામાન્ય રીતે બતક કરતાં થોડા મોટા હોય છે.

FAQs:

(હંસ વિશે વારંવાર પુછાતા પ્રશ્નો)

માદા હંસ કેટલા ઈંડા મુકે છે?

માદા હંસ ૪ થી ૬ ઈંડા મુકે છે.

શું હંસ સાચા મોતી ચરે છે?

હંસ સાચા મોતીને ચારો ચરે છે, જે માન્યતા પણ સાચી છે. કેટલાક સરોવરમા અમુક ખાસ પ્રકારની છીપ થાય છે જેમાં સાચાં મોતી બને છે. આ છીપનો પણ હંસ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેથી હંસ સાચા મોતી ખાય છે તે વાત પાયાવિહોણી નથી.

Post a Comment

0 Comments