જો હું મુખ્યમંત્રી હોઉ તો... ગુજરાતી નિબંધ || If I am Chief Minister... Essay in gujarati

જો હું મુખ્યમંત્રી હોઉ તો... ગુજરાતી નિબંધ || If I am Chief Minister... Essay in gujarati

જો હું મુખ્યમંત્રી હોઉ તો... આવો નિબંધ સામાન્ય રીતે ગુજરાતી વિષયની પરિક્ષામાં પુછાતો હોય છે. આ નિબંધ તમારા માર્ગદર્શન માટે છે. આ એક વિચારશીલ અને કલ્પનાશીલ નિબંધ છે. તેથી તમે આ નિબંધમાં તમારા વિચારો રજુ કરી શકો. જો હું મુખ્યમંત્રી હોઉ તો... ના મારા વિચારો તથા તમારા વિચારો અલગ હોય શકે. પરંતુ આવો નિબંધ કઈ રીતે લખી શકાય તેની વિશેની માહિતી તમને ચોક્કસ મળી રહેશે. આ નિબંધ શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીગણને આ નિબંધ ખુબ જ ઉપયોગી થશે. આ નિબંધ ધોરણ ૩,ધોરણ ૪,ધોરણ ૫,ધોરણ ૬,ધોરણ ૭,ધોરણ ૮,ધોરણ ૯,ધોરણ ૧૦,ધોરણ ૧૧,ધોરણ ૧૨ તથા ગ્રેજ્યુએશન કરતાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લખ્યો છે. જે તમને ચોક્કસ ગમશે.


જો હું મુખ્યમંત્રી હોઉ તો.... (If I am Chief Minister... Essay in gujarati)

વ્યક્તિએ વ્યક્તિએ વિચારો અલગ હોઈ શકે છે. દરેકને જીવનમાં કંઈક ને કંઈક બનવાની ઈચ્છા જરૂર હોય છે. તે બનવા માટે સતત મહેનત પણ કરતાં હોય છે. જો કે તે બની શકે કે ન બની શકે એ બીજી વાત છે, પરંતુ તે બનવા માટે કેટલાક કારણો હોય છે.તે બનવા માટે પોતાની કંઈક મહત્વકાંક્ષાઓ હોય છે.મારી ઈચ્છા મુખ્યમંત્રી બનવાની છે. મુખ્યમંત્રી બનવા માટે મારી પાસે ઘણાં કારણો છે. મુખ્યમંત્રી બનીને હું ઘણા કામો કરવા માગું છું.

જો હું મુખ્યમંત્રી હોઉ તો સર્વપ્રથમ તો ગરીબી પર પહેલું ધ્યાન કેન્દ્રિત કરીશ.મારે મુખ્યમંત્રી બનવું જ ગરીબી દૂર કરવા માટે છે. ગરીબ વ્યકિતની યાતનાઓ તથા પીડા મારાથી જોવાતી નથી. જ્યાં સુધી ગરીબી નાબૂદી ના થાય ત્યાં સુધી હું જંપીશ નહી. ગરીબી લોકો માટે શક્ય તેટલી યોજનાઓ બનાવીને તેનો ખરેખર લાભ ગરીબ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવીશ. ગરીબ લોકો હોય તો તેની ગરીબી પાછળ રહેલા કારણો જાણીશ અને શક્ય તેટલી તમામ મદદ કરવા માટે તત્પર રહીશ.

જો હું મુખ્યમંત્રી હોઉ તો શિક્ષણ પાછળ પુરુ ધ્યાન આપીશ, કેમકે જ્યાં સુધી નિરક્ષરતા હશે ત્યાં સુધી લોકશાહીમા આપેલા અધિકારો લોકો ભોગવી નહી શકે. શિક્ષણ એ સિંહણના દુધ સમાન છે. જે શિક્ષણ મેળવશે તે અધિકાર માટે ત્રાડ નાખશે જ. શિક્ષણથી જ વિકાસ શક્ય છે. શિક્ષણ વગર વિકાસ પાંખો વગરના પક્ષી જેવો છે. શિક્ષણ દરેક વ્યક્તિને તથા દરેક બાળકને મફત મળી રહે તે માટે સતત મહેનત કરીશ. દરેક બાળકને ઘરથી નજીક જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્ન કરીશ.શિક્ષણમાં નવીનીકરણ લાવવાનો સતત પ્રયત્ન કરીશ. શિક્ષણ થકી દેશને એક સારો આદર્શ નાગરીક મળે તેવો પ્રયત્ન કરીશ. શિક્ષણમાં દેશપ્રેમ, પર્યાવરણ પ્રેમ, મુલ્યલક્ષી શિક્ષણ, શારીરિક શિક્ષણ તથા એક સારા નાગરિકની સાથે દેશના વિકાસમાં ફાળો આપે તેવા નાગરિક બને તેના પર ભાર આપીશ. શિક્ષણમાં નવી યોજનાઓ લાવી શિક્ષણને નવી ઉંચાઇ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ.


જો હું મુખ્યમંત્રી હોઉ તો બેકારીને દુર કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ.મારુ એવું માનવું છે કે જો લોકોને કામ કરવાની  ઈચ્છા હોવા છતાં જો કામ ન મળે અથવા બેકાર રહેવું પડે તો તે સિસ્ટમમા ખામી ગણાય. લોકોને રોજગારી મળી રહે તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. નવા નવા ઉદ્યોગ મારા રાજ્યમાં સ્થપાય તથા લોકોને કામ મળી રહે તેવા પ્રયત્નો કરીશ. લોકોમાં કૌશલ્યનો વિકાસ થાય તથા લોકો કામ મેળવતા થાય તેનાં પર ધ્યાન આપીશ.

જો હું મુખ્યમંત્રી હોઉ તો ભ્રષ્ટાચાર નાબૂદી પર ધ્યાન આપું. સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે પરંતુ આ યોજનાઓનો લાભ ખરેખર જે લોકો લાભાર્થી છે તેની સુધી પહોચતો નથી અથવા તો લાભ ઓછો પહોચે છે. આની પાછળ મુખ્ય કોઈ કારણ હોય તો તે છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર આજે ખુબ ફુલ્યોફાલ્યો છે. લાંચ વગર આજે કામ કરાવવું ખુબ કઠિન છે. સરકારી અધિકારીઓ પોતાના લાભ ખાતર પોતાની સત્તા અને હોદ્દાનો ગેરઉપયોગ કરે છે.જો હું મુખ્યમંત્રી હોઉ તો ભ્રષ્ટાચાર નાબુદી માટે કડકમાં કડક કાયદાઓ બનાવી ને કડકમાં કડક સજાની જોગવાઈ કરું. આ કાયદાઓના અમલીકરણ પર દેખરેખ રાખું જેથી આવા તત્વો ફરીવાર ભ્રષ્ટાચાર માટે માથુ ઉંચકી ન શકે.

જો હું મુખ્યમંત્રી હોઉ તો ચુંટણી લડવા માટે વધુમાં વધુ શિક્ષિત લોકો રાજનીતિમાં આવે તે માટે પ્રયત્ન કરું.તમામ મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી તેમના શિક્ષણને આધારે કરું જેથી દરેક વિભાગમાં કામ સારી રીતે થાય. જો ખાતા ફાળવેલ મંત્રીઓ જ જો અંગુઠાછાપ (અભણ) હશે તો તે કામ વ્યવસ્થિત કરી શકશે નહી. જો હું મુખ્યમંત્રી હોવ તો ગૃહખાતુ કાયદાના જાણકારને, શિક્ષણખાતુ ઉચ્ચ અભ્યાસ કરેલાને કે શિક્ષણમાં ઉંડો રસ ધરાવનારને, આરોગ્ય ખાતું તબીબી શિક્ષણ લીધેલને આપુ. આમ, આવા તમામ ખાતા યોગ્ય લાયકાત વાળા વ્યક્તિને જ આપુ જેથી પરિણામ સારું મળી શકે તથા લોકશાહીનો સાચો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે.


જો હું મુખ્યમંત્રી હોઉ તો લોકોનાં પ્રશ્નો તથા તેમની જરુરિયાત પર પુરતું ધ્યાન આપું. સામાન્ય રીતે દરેક વ્યક્તિની પ્રાથમિક જરુરિયાત રોટી, કપડાં અને મકાન છે. આ ત્રણ જરુરિયાત ઝડપથી પુરી પાડવા માટે પ્રયત્ન કરીશ. ઘરવિહોણા લોકોને રહેવા માટે આવાસ મળી રહે, જમવા માટે પુરતો પૌષ્ટિક ખોરાક મળી રહે તથા કોઈપણ વ્યક્તિ કપડાંને અભાવે ન રહે તેના પર ઘ્યાન કેન્દ્રિત કરીશ. આવાસનો  લાભ ખરેખર જે વ્યક્તિને જરુરી છે તેને જ મળે તે માટે પ્રયત્ન કરીશ.

જો હું મુખ્યમંત્રી હોઉ તો રાજ્યના તમામ ખાતાઓને સાથે રાખી લોકહિત ને ધ્યાનમાં રાખીને કામ કરીશ. ચુંટણી સમયે આપેલા વચનો તાત્કાલિક ધોરણે પુરા થાય તે માટે પ્રયત્ન કરીશ.આજે ચુંટણી સમયે લોકોને જે વાયદાઓ તથા વચનો આપવામાં આવે છે, જે ચુંટણી પુરી થયા બાદ ભુલાઈ જાય છે. ચુંટણી સમયે જે કામો કરવાની ખાતરી આપી, લોકોને મને મત આપવા સમજાવ્યાં હતા તે તમામ કામ પ્રાથમિકતાના ધોરણે પુરા કરીશ. લોકોએ જે મારા પર વિશ્વાસ મુકીને મને જે મત આપ્યા તેવા તથા જે લોકોએ મત મને નથી આપ્યા તેવા તમામ લોકોના કામ કોઈપણ જાતનાં ભેદભાવ વગર પુરા કરીશ. લોકોએ જે મને સહકાર આપ્યો હતો તે તમામ લોકોના વિશ્વાસ પર ખરો ઉતરીશ.

અંહી આપેલા કામો જ મને મુખ્યમંત્રી બનવા માટે પાનો ચડાવે છે. હું એ જ ઈચ્છુ છું કે મને જો મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ઉપરના કામો પ્રાથમિકતાના ધોરણે લઈ કામ શરૂ કરીશ. આ ઉપરાંત પણ બીજા ઘણા કામો છે જેને હું પુરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ.

FAQs:

(વારંવાર પુછાતા પ્રશ્નો) 


જો હું મુખ્યમંત્રી હોઉ તો મંત્રીમંડળની રચના કઈ રીતે કરું?

તમામ મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી તેમના શિક્ષણને આધારે કરું જેથી દરેક વિભાગમાં કામ સારી રીતે થાય. જો ખાતા ફાળવેલ મંત્રીઓ જ જો અંગુઠાછાપ (અભણ) હશે તો તે કામ વ્યવસ્થિત કરી શકશે નહી. જો હું મુખ્યમંત્રી હોવ તો ગૃહખાતુ કાયદાના જાણકારને, શિક્ષણખાતુ ઉચ્ચ અભ્યાસ કરેલાને કે શિક્ષણમાં ઉંડો રસ ધરાવનારને, આરોગ્ય ખાતું તબીબી શિક્ષણ લીધેલને આપુ. આમ, આવા તમામ ખાતા યોગ્ય લાયકાત વાળા વ્યક્તિને જ આપુ જેથી પરિણામ સારું મળી શકે તથા લોકશાહીનો સાચો લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે.

Post a Comment

0 Comments