જો હું વડાપ્રધાન હોઉં તો...ગુજરાતી નિબંધ || If I am the Prime Minister... Essay in gujarati

જો હું વડાપ્રધાન હોઉં તો...ગુજરાતી નિબંધ 2022/2023 || If I am the Prime Minister... Essay in gujarati

જો હું વડાપ્રધાન હોઉં તો આવા નિબંધ વારંવાર પરિક્ષામાં પુછાતા હોય છે.પરંતુ મોટાભાગે આવા નિબંધ લખવા પર પસંદગી ઉતારતા નથી, પરંતુ આવા નિબંધ પર પણ ઘણું લખી શકાય છે.આ નિબંધ વાચ્યા પછી આવા પ્રકારના નિબંધ કેમ લખી શકાય તે માટે તમને માહિતી મળશે. આ નિબંધ તમને ખુબ જ ઉપયોગી થશે. આ નિબંધમાં લખેલી માહિતી ઉપરાંત પણ તમે ઘણું બધું લખી શકો છો.

જો હું વડાપ્રધાન હોઉં તો...ગુજરાતી નિબંધ 2022/2023 || If I am the Prime Minister... Essay in gujarati



દરેક વ્યક્તિ કંઈક ને કંઈક જીવનમાં બનવા માગે છે. કોઈક
ઉદ્યોગપતિ તો કોઈ સરકારી અધિકારીઓ, કોઈક અભિનેતા તો કોઈક કલાકાર, કોઈક ચિત્રકાર તો કોઈક લેખક બનવા માંગતા હોય છે. "તુંડે તુંડે મતિર્ભિન્ના" પ્રમાણે માણસે માણસે પસંદગી બદલાતી હોય છે. બધા પોતાની પસંદગી પ્રમાણે આગળ વધવા માગતા હોય છે. આ પસંદગી વ્યક્તિની વય, બુદ્ધિ, રસરુચી પર આધાર રાખે છે.કોઈક પોતાની મંજીલ મેળવી લે છે તો કોઈક પોતાની મંજીલ સુધી પહોંચી શકતા નથી. વડાપ્રધાન તો ઘણા બનવા માંગતા હોય, પરંતુ વડાપ્રધાન તો કોઈ એક જ વ્યક્તિ બની શકે.મારું સ્વપ્ન વડાપ્રધાન બનવાનું છે, જે હું લોકસેવા થકી ચોક્કસ પૂર્ણ કરીશ.

જો હું વડાપ્રધાન હોઉં તો સૌપ્રથમ ગરીબી પર પહેલા ધ્યાન કેન્દ્રિત કરીશ. ગરીબી એ ભારતની ખુબ મોટી સમસ્યા છે. ગરીબ લોકો જોઈને મારું હૈયું કકળી ઉઠે છે. જો હું વડાપ્રધાન હોઉં તો ગરીબ લોકોને લક્ષ્યમાં રાખીને મારા કામની શરૂઆત કરીશ. ગરીબ લોકોને સીધો જ લાભ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશ. ગરીબ લોકોને અન્યાય ન થાય તથા ગરીબી દૂર કરવા માટે હું રાતદિવસ કામ કરીશ. ગરીબ લોકોને મદદ થાય તથા તે લોકો ગરીબીમાંથી બહાર આવે તે માટે હું નવી નવી યોજનાઓ શરૂ કરી ગરીબ લોકો સુધી સીધો જ લાભ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ. ગરીબ લોકોની જરુરિયાત તથા ગરીબી દુર કરવાના વિકલ્પો પર સતત મનોમંથન કરીને ઉકેલ લાવવા પ્રયત્ન કરીશ.

જો હું વડાપ્રધાન હોઉં તો ભ્રષ્ટાચાર નાબૂદ થાય તે માટે પ્રયત્ન કરું. ભ્રષ્ટાચાર એ મોટું દુષણ છે. ભ્રષ્ટાચાર એ સત્તા પર રહેલા લોકોનો સત્તાનો દુરુપયોગ છે. પોતાના લાભ ખાતર સત્તા તથા હોદ્દાનો દુરુપયોગ એ ભ્રષ્ટાચાર છે.ભ્રષ્ટાચાર એ એક લાલચ કે પ્રલોભન પણ છે. ભ્રષ્ટાચાર દુર કરવા માટે હું કડકમાં કડક કાયદાઓ બનાવું. ભ્રષ્ટાચારીને કડકમાં કડક સજા કરાવી એવો દાખલો બેસાડે કે ભ્રષ્ટાચાર કરતાં લોકોના મુળિયા ઉખડી જાય.ભ્રષ્ટાચારને કારણે સરકારી યોજનાઓ કે સહાય ખરેખર જે લોકોને જરુંર છે ત્યાં સુધી પહોંચતી નથી.જરુરિયાતવાળા લોકો લાભથી વંચિત ન રહે તેની તકેદારી રાખીશ તથા જરૂરી સહાય કે યોજનાઓનો લાભ સીધો જ લોકો સુધી પહોંચે તેના માટે પ્રયત્ન કરીશ. મારો દેશ ભ્રષ્ટાચાર મુક્ત બને તેવા હું પ્રયત્ન કરું.

જો હું વડાપ્રધાન હોઉં તો બેરોજગારો ને રોજગારી મળે તેવા પ્રયત્નો કરું. બેરોજગારી કે બેકારી એ વ્યવસ્થાતંત્રની ખામી દર્શાવે છે. જે લોકોને કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ ન મળે તો તે સરકારની જવાબદારી બને કે તે લોકોને કામ આપે. જો હું વડાપ્રધાન હોઉં તો બેરોજગારી દુર કરવા માટે સ્ટાર્ટ અપ, મેઈડ ઈન ઈન્ડિયા, કૌશલ્ય વિકાસ પર પુરુ ધ્યાન આપી લોકોને રોજગારી મળી રહે તેવા પ્રયત્ન કરું. જો દરેકને રોજગારી મળે તો ગરીબી જેવી મહાકાય સમસ્યાનો અંત આપોઆપ આવી જાય. રોજગારી માટે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપુ જેથી નવી રોજગારીની તકો ઉભી થાય.



જો હું વડાપ્રધાન હોઉં તો શિક્ષણક્ષેત્રમાં સતત પ્રગતિ થાય તે માટે પ્રયત્ન કરું. શિક્ષણ એ વિકાસનો પાયો છે. દરેક વ્યક્તિ મફત શિક્ષણ મેળવે તે માટે પ્રયત્ન કરું. શિક્ષણમાં ગોખણપટ્ટી ને બદલે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મુકુ. શિક્ષણમાં નવીનીકરણ લાવવાનો પ્રયત્ન કરું. આધુનિક શિક્ષણ પધ્ધતિની સાથે આપણી સંસ્કૃતિ તથા વારસો જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરું. શિક્ષણમાં દેશપ્રેમ, વારસાનું જતન, મુલ્ય શિક્ષણ, કૌશલ્ય વિકાસ પર ભાર મૂકુ.શિક્ષણમાં એવી યોજનાઓ અમલમાં મુકુ જેથી પૈસા માટે કોઈનું શિક્ષણ ન અટકે.

જો હું વડાપ્રધાન હોઉં તો મારા મંત્રીમંડળમાં શિક્ષિત તથા યોગ્ય લાયકાતવાળા મંત્રીને સ્થાન આપુ જેથી આખું મંત્રીમંડળ સારી રીતે વિકાસના કામો કરી શકે. મંત્રીઓને વિશ્વાસમાં રાખી દરેક કામ ઝડપથી તથા સારી રીતે થાય તે માટે પ્રયત્ન કરું.મંત્રીમંડળમાં લાયકાત પ્રમાંણે ખાતાની ફાળવણી કરુ જેમ કે ગૃહમંત્રી કાયદાના જાણકાર, પર્યાવરણ મંત્રી પર્યાવરણમાં રસ ધરાવનારને, ઉદ્યોગ અને પરિવહન મંત્રી તે બાબતના જાણકારને બનાવું. આમ દરેક ખાતુ લાયકાત ધરાવતા વ્યક્તિને ફાળવુ જેથી દરેક ખાતું ધરાવનાર વ્યક્તિ પોતાની આગવી શૈલીમાં કામ કરી શકે.

જો હું વડાપ્રધાન હોઉ તો દેશની સીમામાં સંરક્ષણ પ્રત્યે પુરતું ધ્યાન આપુ જેથી સીમા પરની દખલગીરી દુર કરું. દેશની અખંડિતતા જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહું. કોઈ દેશ ભારત પર હુમલો કરતા પહેલા સો વખત વિચારે. સેનામાં આધુનિકતા લાવું. આતંકવાદી ગતીવીધી પર પુરુ ધ્યાન આપુ જેથી દેશની રક્ષા થઈ શકે.

જો હું વડાપ્રધાન હોઉં તો ચુટણી સમયે આપેલા વાયદાઓ તથા વચનો પર પુરતું ધ્યાન આપી, ઓછામાં ઓછા સમયમાં પુરા કરવા માટે પ્રયત્ન કરુ જેથી મારા પર મુકેલો લોકોનો વિશ્વાસ હું જીતી શકું. જો હું વડાપ્રધાન હોઉં તો લોકોની પ્રાથમિક જરુરીયાત પુરી કરવા માટે પ્રયત્નો કરું.

FAQs:

જો હું વડાપ્રધાન હોઉ તો શિક્ષણમાં શું સુધારો કરું?

જો હું વડાપ્રધાન હોઉં તો શિક્ષણક્ષેત્રમાં સતત પ્રગતિ થાય તે માટે પ્રયત્ન કરું. શિક્ષણ એ વિકાસનો પાયો છે. દરેક વ્યક્તિ મફત શિક્ષણ મેળવે તે માટે પ્રયત્ન કરું. શિક્ષણમાં ગોખણપટ્ટી ને બદલે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મુકુ. શિક્ષણમાં નવીનીકરણ લાવવાનો પ્રયત્ન કરું. આધુનિક શિક્ષણ પધ્ધતિની સાથે આપણી સંસ્કૃતિ તથા વારસો જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરું. શિક્ષણમાં દેશપ્રેમ, વારસાનું જતન, મુલ્ય શિક્ષણ, કૌશલ્ય વિકાસ પર ભાર મૂકુ.શિક્ષણમાં એવી યોજનાઓ અમલમાં મુકુ જેથી પૈસા માટે કોઈનું શિક્ષણ ન અટકે.

Post a Comment

0 Comments