મારું પ્રિય પ્રાણી ભેંસ નિબંધ/my favorite animal Buffalo essay in gujrati
ભેંસ ( BUFFALO):
ભેંસ એ પાલતું દુધાળ પ્રાણી છે.ભેંસને પાણી તથા કાદવ ખુબ જ પ્રિય છે. તેને વરસાદમા ન્હાવાનુ પણ ખુબ પસંદ છે.માનવીનો પ્રાચીન સમયથી પ્રાણી સાથે નિકટનો સંબંધ ધરાવે છે.પ્રાણીઓના બે પ્રકાર છે. જે નીચે પ્રમાણે છે.
(૧) પાલતુ પ્રાણીઓ
(૨) જંગલી પ્રાણીઓ
ગાય, ભેંસ, ઘોડો, ગધેડાં, બકરાં, ઘેટાં, બળદ વગેરે પાલતુ પ્રાણીઓ છે.સિંહ, વાઘ, દિપડો, ચિત્તો, હરણ, જિરાફ, નીલગાય, હાથી વગેરે જંગલી પ્રાણીઓ છે.
માનવી એ જ્યારે સ્થાય જીવનની શરુંઆત કરી, ત્યારે તેને ખેતીની પણ સાથે શરુંઆત કરી. ખેતીમાં મદદ તથા દુધ માટે પશુપાલનની પણ શરુંઆત કરી.ખેતીની સાથે માનવીએ પશુપાલનની પણ શરુંઆત કરી.
આજે દુધ મેળવવા, માંસ મેળવવા, ઊન મેળવવા માટે પશુપાલન કરવામાં આવે છે.આજે પશુઓ ખેતીકામમાં પણ ઘણા મદદરૂપ થાય છે.આજે બળદ તથા પાડા જમીન ખેડવા માટે ઉપયોગી છે.પ્રાણીઓનુ છાણ પણ છાણીયું ખાતર તરીકે જમીન ફળદ્રુપ કરવા માંટે વપરાય છે.
ભેસની શારીરિક રચના:
ભેંસને ચાર પગ હોય છે.ભેંસના પગની નીચે ખરી હોય છે.ભેંસ ને બે કાન હોય છે.ભેંસને બે શિંગડા હોય છે, જે ભેંસના પ્રકાર પ્રમાણે વળેલા હોય છે. ભેંસને એક લાંબુ પૂંછડું હોય છે, જેનો ઉપયોગ તે શરીર પરની માંખીઓ તથા જીવાત ઉડાડવા માટે કરે છે.ભેંસ કાળા રંગની હોય છે.ભેંસને બે ગોળ આંખો હોય છે.ભેંસના છાણનો ખેતીમા છાણીયા ખાતર તરીકે જમીનને ફળદ્રુપ બનાવવા માટે થાય છે.
ભેંસ દુધાળું પ્રાણી છે, જેનો માનવ દ્વારા દુધ મેળવવા માટે ઉછેર કરવામાં આવે છે.ભેંસનું દુધ ઘટ્ટ તથા વધુ ફેટવાળુ હોય છે. આજે દુધ મેળવવા માટે મોટાભાગે ભેંસનો ઉછેર કરવામાં આવે છે.
ભેંસના બચ્ચાંને પાડુ કહે છે.
ભેંસનો ખોરાક:
ભેંસને સામાન્ય રીતે લીલુ તથા સુકું ઘાસ આપવામાં આવે છે. જો ભેંસ વિયાએલી હોય તો તેને કપાસીયા, ટોપરા તથા મગફળીની સીંગનુ ખાણ આપવામાં આવે છે, જે ખુબ જ હેલ્થી ખોરાક છે. જે દુધની ફેટની ગુણવત્તા સુધારે છે. આ ઉપરાંત જો ભેંસ વિયાએલી ન હોય તો તેને સુકુ ઘાસ, લીલી ઝાર, સુકી ઝાર, રજકો, બાજરાની નિરણ કરવામાં આવે છે. આ ઉપરાંત જો ભેંસે ગર્ભધારણ કરેલો હોય તો પણ અલગ ખોરાક આપવામાં આવે છે.
ભેસનુ આયુષ્ય:
ભેંસના પ્રકાર:
ગુજરાતમાં ઘણા પ્રકારની ભેંસો તથા ભેંસ ની ઔલાદો છે. જેમાંથી મુખ્ય ચાર પ્રકારની ઔલાદો નીચે પ્રમાણે છે.
(૧) જાફરાબાદી ભેંસ:
આ ભેસનુ વતન સૌરાષ્ટ્ર છે.જે ગીર પ્રદેશની આજુબાજુ જોવા મળે છે. જે અમરેલીના જાફરાબાદ શહેરના નામ પરથી જાફરાબાદી ભેંસ તરીકે ઓળખાય છે.
(૨) સુરતી ભેંસ:
સુરતી ભેંસનુ મુળ વતન આણંદ અને તેની આજુબાજુના અમદાવાદ, ખેડા જિલ્લામાં જોવા મળે છે.
(૩) મહેસાણી ભેંસ:
મહેસાણી ભેંસનું વતન મહેસાણા હોય આ ભેંસ મહેસાણી તરીકે ઓળખાય છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાં આ ભેંસ જોવા મળે છે.
(૪) બન્ની ભેંસ:
બન્ની ભેંસનુ વતન કચ્છ છે. જે કચ્છના બદલાતાં વાતાવરણ સાથે અનુકૂલન ધરાવતી ભેંસ છે.
આમ, ભેંસ એ પશુપાલનમાં તથા દુધ ઉત્પાદનમા મહત્વનું સ્થાન ધરાવતું પ્રાણી છે.
FAQs:
(1) પ્રાણીઓના કેટલા પ્રકાર છે? ક્યાં ક્યાં?
જવાબ: પ્રાણીઓના બે પ્રકાર છે.(૧) પાલતુ પ્રાણીઓ (૨) જંગલી પ્રાણીઓ
(2) સુરતી ભેંસનું વતન ક્યું છે?
જવાબ: આણંદ જીલ્લો
(3) બન્ની ભેંસનું વતન ક્યું છે?
જવાબ: કચ્છ જિલ્લો
0 Comments