મારું પ્રિય પ્રાણી ઊંટ/my favourite animal camel essay in gujrati
મારુ પ્રિય પ્રાણી ઊંટ
ખુબ જ પ્રાચીન કાળથી માનવીનો સબંધ પ્રાણીઓ સાથે રહેલો છે.માનવી પ્રાચીન કાળથી પ્રાણીઓનો ઉછેર કરતો આવ્યો છે.મેદાની પ્રદેશમાં ગાય, ભેસ પાળી શકાય પણ રણમાં પાળી ન શકાય.રણમા પશુપાલન માટે ઊંટને પાળવુ જ પરવડે.ઊંટ રણ માં મુખ્ય રીતે જોવા મળતું એક મોટું પાલતુ પ્રાણી છે.ઊંટ નું નામ અરબી ભાષા માંથી લેવામાં આવ્યું છે.ઊંટ ખાસ કરીને રણ તેમજ સુકા પ્રદેશ જેવા કે કચ્છ,રાજસ્થાનમાં જોવા મળે તેમજ પાળવામાં પણ આવે છે.પશુધન તરીકે તેઓ ખોરાક માં દૂધ અને કાપડ માટે ચામડુ પ્રદાન કરે છે.રણ પ્રદેશની કાળઝાળ ગરમી અને તીવ્ર ઠંડી, પાણીની અછત, ઊંડે સુધી પગ ખૂંપી જાય એટલી રેતી જેવા પરિબળો વચ્ચે રહેતું ઊંટ એક વિશિષ્ટ પ્રાણી છે.
ઊંટની શારીરિક રચના:
"ઊંટના તે અઢારે અંગ વાંકા" તે ઉમાશંકર જોશીની પંક્તિ ઊંટની શારીરિક રચના વર્ણવવામાં માટે પુરતી છે. પરંતુ અઢારે અંગ વાંક તે તેની નબળાઈ નથી, પરંતુ રણમાં રહેવા માટે નું અનુકુલન છે. ઊંટને ચાર લાંબા પગ છે, જે તેને રણમાં ઝડપથી ચાલવામાં મદદ કરે છે.ઉંટને બે આંખ, બે કાન, એક પૂંછડી હોય છે.તેની લંબાઈ 1.85 મીટર સુધીની છે.ઊંટ નું વજન 300 થી 600 કિલો છે.લાંબા સમય સુધી 40 કિ.મી ની ગતિએ ચાલી શકે છે પણ જરૂર હોય ત્યારે 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આરામથી દોડી શકે છે.ઊંટ દર 10 દિવસે માત્ર એક જ વાર પાણીનો પિતા હોય છે.આ પ્રાણી 100 લિટરથી વધુ પાણી એક સાથે પી શકે છે.ઊંટ પાણી પીધા વિના રણમાં 10 દિવસ અથવા વધુ સમય પસાર કરી શકે છે.અન્ય રણના પ્રાણીઓની તુલનામાં, તેના શરીર માં પાણીનો વપરાશ ખૂબ ઓછો છે.ઊંટની દૈનિક પ્રવૃત્તિઓમાં શરીરમાં ઓછામાં ઓછું પાણીનો વ્યય થાય છે.
ઊંટને રણનું જહાજ શા માટે કહે છે?
ઊંટ અનેક વિશિષ્ટતા ધરાવતું રણનું મહત્વનું પ્રાણી છે.
ઊંટ રણમાં ગરમ રેતી પર ટકી રહેવા માટેનાં તમામ અનુકૂલન ધરાવે છે તેથી ઊંટને રણનું જહાજ કહેવામાં આવે છે.રણમાં પાણીની તંગી હોય છે તેથી પાણી મળવું મુશ્કેલ છે આવા સંજોગોમાં ઊંટ પાણી વગર ઘણા લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે.ઊંટ પાણી વગર ૧૦ દિવસ સુધી રહી શકે છે.જ્યારે ઊંટ પાણી મળે છે ત્યારે એક સાથે ૧૦૦ લિટર જેટલું પાણી પી શકે છે.ઊંટ પાણીનો ઉત્સર્જન ક્રિયામાં ખુબ જ ઓછો બગાડ કરે છે.ઊંટ મળોત્સર્જનમા પાણીનો બગાડ ઓછો કરે છે.ઊંટ ને પરસેવો પણ ઓછો થાય છે આથી પાણીનો ઓછો વ્યય થાય છે.જેથી પાણી વગર ઊંટ રણમાં લાંબા સમય સુધી ટકી શકે છે.રણમાં ખોરાક મેળવવા માટે ખુબ તકલીફ પડે છે કેમકે રણમા ઘાસ કે લીલી વનસ્પતિ મળવી ખુબ મુશ્કેલ છે આથી ઊંટ આવી પરિસ્થિતિમાં ટકવા માટે ઊંટ ખોરાક વગર લાંબા સમય સુધી ચલાવી શકે છે.ઊંટ જયારે ખોરાક મળે ત્યારે ઘણો ખોરાક એકસાથે લઈ શકે છે અને ખોરાક નો ચરબી સ્વરૂપે ખુંધમા સંગ્રહ કરે છે. આથી વિપરીત પરિસ્થિતિમાં આ ખુંધમા સંગ્રહ કરેલી ચરબીનો ઉપયોગ કરે છે.જયારે ખોરાક લીધો હોય ત્યારે તેની ખુંધ મોટી થાય છે અને જયારે ખોરાક ન મળે ત્યારે તે ખુંધમા રહેલી ચરબી વાપરે છે, તેથી ખુંધ નાની થાય છે.રણમાં ગરમી ખુબ જ પડે છે તેથી ઊંટનું શરીર આ ગરમ રેતીથી બચી શકે તે માટે તેના પગ ખુબ જ લાંબા હોય છે જેથી ગરમ રેતીની ગરમીથી બચી શકે છે.ગરમીથી બચવા તેના શરીર પર નાની ભુરા રંગની રુંવાટી હોય છે.રણમાં રેતીમાં ચાલવા માટે ખુબ જ તકલીફ પડે છે કારણ કે ગરમ રેતીમાં પગ ખુંચી જાય છે. પરંતુ આ પરિસ્થિતિથી બચવા માટે ઊંટના પગમાં ગાદી હોય છે જે ઊંટના પગ ગરમ રેતીમાં ખુચતા બચાવે છે.રણમાં રેતીના તોફાન ચડે છે, આનાથી બચવા માટે ઊંટની આંખો પર પાપણ હોય છે જેથી ઊંટની આંખો રણનાં રેતીનાં તોફાનથી બચી શકે છે.
આમ, જે રીતે દરિયામાં વહાણ ઊપયોગી છે તે રીતે ઊંટ રણમાં ઊપયોગી છે.આથી ઊંટને રણનું જહાજ કહે છે.
ઊંટનું ધાર્મિક મહત્વ:
ઊંટનુ પણ ધાર્મિક મહત્વ છે. આપણા ઘણા દેવી-દેવતાનું વાહન ઊંટ છે. મોમાઈ માતાજી તથા દશામાં ઊંટ પર બિરાજમાન થયેલા જોવા મળે છે.
ઊંટની ઉપયોગીતા:
દરેક પ્રાણીની ઉપયોગીતા છે, તે જ રીતે ઊંટની પણ ઉપયોગીતા છે. ઊંટ એ રણમાં ખુબ જ ઉપયોગી પ્રાણી છે.રણમાં વાહન તેમજ પ્રાણીઓને ચાલવામાં ખુબ તકલીફ પડે છે,પરંતુ ઊંટ રણમાં ખુબ જ સરળતાથી તથા ઝડપથી ચાલી શકે છે, તેથી રણમાં સવારી તથા પરિવહન માટે ખુબ જ ઉપયોગી છે.ઊંટગાડીની મદદથી માલસામાન હેરફેર કરી શકાય છે. રણ વિસ્તારમાં મુસાફરી માંટે ઊંટ ખુબ જ ઉપયોગી છે.રણ વિસ્તારમાં જ્યાં બીજા દેશની સરહદ છે ત્યાં વાહન ચલાવવા ખુબ મુશ્કેલ છે, ત્યાં ઊંટની મદદથી સરહદ પર દેખરેખ રાખી શકાય છે, માટે જ રણ વિસ્તારમાં સરહદની દેખરેખ રાખવા માટે સૈન્યમા પણ ઊંટ રાખવામાં આવે છે. આથી રણ વિસ્તારમાં દેશની રક્ષાની જવાબદારી ઊંટ ખુબ જ સારી રીતે નીભાવે છે.ઊંટનુ દુધ તો પીવામાં બહુ ઓછુ વપરાય છે કારણકે તેને લાંબા સમય સુધી સાચવી શકાતું નથી, ઝડપથી બગડી જાય છે, પરંતુ હવે ઊંટના દુધને વેચાણમાં લાવી, ઊંટના પાલન માટે પ્રોત્સાહન પુરુ પાડવા પ્રયાસો થઇ રહ્યા છે.ઊંટની ચામડી પણ ખુબ ઉપયોગી છે. ઉંટની રુંવાટીમાંથી ચિત્ર દોરવાની પીંછી તથા રંગ પુરવાની પીંછી બને છે.
ઊંટનુ આયુષ્ય:
ઊંટ સરેરાશ 40 થી 50 વર્ષ આરામથી જીવે છે.
FAQs:
(1) ક્યાં પ્રાણીને રણનું જહાજ કહે છે?
ઊંટ
(2) ઊંટની ઉંમર કેટલી હોય છે?
40 થી 50 વર્ષ
0 Comments