મારું પ્રિય પ્રાણી ઘોડો/my favourite animal Horse essay in gujrati

મારું પ્રિય પ્રાણી ઘોડો/my favourite animal Horse essay in gujrati

ઘોડો:


માનવી પ્રાચીન સમયથી પ્રાણી સાથે ગાઢ સંબંધ ધરાવે છે.માનવી પોતાની જરૂરિયાત પ્રમાણે પ્રાણીઓનો ઉપયોગ કરે છે જેનયમ કે વજન ઉંચકવા,મુસાફરી માંટે, યુદ્ધ માટે, વજનદાર લાકડા ઉંચકવા માટે, ખેતી કરવા માટે વગેરે માટે.માનવી પ્રાચીન સમયથી પ્રાણીઓ પાળતો આવ્યો છે જેમાં મુખ્ય પ્રાણીઓ ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, હાથી, કુતરા, બિલાડી, હરણ, ઊંટ વગેરે.જેમાં પાલતુ પ્રાણીઓમાં ઘોડો મહત્વનું સ્થાન ધરાવે છે.

પ્રાચીન સમયમાં ઘોડાનું મહત્વ:

પ્રાચીન સમયથી ઘોડાઓ સવારી માટે ઉપયોગમાં લેવામાં આવતા.પ્રાચીન સમયમા ઘોડાનો ઉપયોગ સંદેશો મોકલવા માટે દુત ઘોડાનો સવારી માટે ઉપયોગ કરતા.બધા મોટા પ્રાણીઓની જેમ, હાથી અને ઊંટની જેમ, ઘોડાનો ઉપયોગ પણ લાંબા અંતર સુધી ભાર વહન કરવા માટે થાય છે. જયારે યુદ્ધ થતા ત્યારે લડાઈમાં પણ ઘોડાનો ઉપયોગ થતો હતો.યુદ્ધમા જીતનો આધાર મોટાભાગે અશ્વદળ પર આધાર રાખતો. જેની પાસે અશ્વદળ વધુ હોય તેનો વિજય થતો. યુદ્ધ પુરુ થાય ત્યારે હારેલા સાથે જ્યારે સંધિ થતી ત્યારે દંડ રુપે તેની પાસેથી ઘોડાઓ પણ લેવામાં આવતા.યુદ્ધમા રથને ખેંચવા માટે પણ ઘોડાઓનો ઉપયોગ થતો હતો.ઘોડાઓ તેમના માલિકોને ખૂબ જ વફાદાર છે, જેમ કે ચેતક ઘોડો રાજા મહારાણા પ્રતાપ સિંહને હતો. ચેતકે તેનો જીવ બચાવ્યો.

ઘોડાનું ધાર્મિક મહત્વ:

આપણા સૂર્યનારાયણ દેવના રથને પણ ઘોડા ખેંચતા જોવા મળે છે.ધોડાને શક્તિના પ્રતિક તરીકે જોવામાં આવે છે.આમ, પ્રાચીન સમયથી ઘોડાનું ખૂબ જ મહત્વ છે.

આધુનિક યુગમાં ઘોડાનું મહત્વ:

આજના આધુનિક યુગમાં પણ ઘોડા એટલું જ મહત્વ ધરાવે છે.આજે પણ જ્યારે લગ્ન જેવો શુભ પ્રસંગ હોય ત્યારે વરરાજાને ઘોડા પર અથવા ઘોડાગાડી પર બેસાડવામાં આવે છે.આજે પણ આપણા પોલીસ વિભાગ તથા સૈન્ય વિભાગમાં અશ્વદળ જોવા મળે છે જેમાં ખાસ તાલીમ પામેલા ઘોડા હોય છે.પ્રાચીન સમયથી ઘોડાઓની રેસિંગ થતી જે આજે પણ આધુનિક સ્વરૂપે ઘોડાઓની રેસ થાય છે.ઘણા લોકો આજના વાહનોના આધુનિક યુગમાં પણ શોખ માટે ઘોડાઓ પાળે છે.તેમની આકર્ષક સુંદરતા અને ખંતને કારણે તેમને રાજવીનું પ્રતીક માનવામાં આવે છે.આજે પણ આપણે પર્યટન સ્થળ પર જઈએ છીએ ત્યારે ઘોડા સાથે ફોટો કે ઘોડેસવારીનો આનંદ ચોક્કસ લઈએ છીએ. 

ઘોડાનું શારીરિક બંધારણ:

શારીરિક રીતે જોવા જઈએ તો ઘોડાને ચાર મજબૂત પગ હોય છે.ઘોડાના પગ ખૂબ જ મજબૂત હોય છે.ઘોડો ખુશ જ ઝડપથી દોડી શકતું પ્રાણી છે.ઘોડાને પગમાં નાળ બેસાડવામાં આવે છે.ઘોડાના પગની ખરી આપણા નખની જેમ વધ્યા કરે છે.ઘોડાના પગ પાતળા હોય છે પરંતુ લાંબા અને શક્તિશાળી હોય છે જે ઘોડાને ઝડપથી દોડવામાં મદદ કરે છે.ઘોડાને બે કાન, બે આંખો, એક પૂંછડી હોય છે.આ પૂંછડાનો ઉપયોગ પોતાના શરીર પરથી માંખીઓ ઉડાડવા કરે છે.ઘોડા કાળા, ધોળા જેવા ઘણા રંગમાં જોવા મળે છે.પાલતું ઘોડાઓના અંકુશ માટે તેને લગામ રાખવામાં આવે છે.ઘોડો પાંચ વર્ષનો થાય ત્યારે બધા જ દાંત ઊગે છે અને ઉંમર વધવાની સાથે દાંતની લંબાઈ વધે છે. જાણકાર લોકો ઘોડાના દાંતની લંબાઈ જોઈને તેની ઉંમર જાણી શકે છે.ઘોડો કાન, નસકોરાં અને આંખો વડે ગુસ્સો કે ખુશી વ્યક્ત કરી શકે છે.ઘોડા મોં દ્વારા શ્વાસ લઈ શકતાં નથી એટલે કદી હાંફતાં નથી.ઘોડા પોતાના માલિકના મૂડ ઓળખે છે. માલિક નિરાશ હોય તો તે પણ નિરાશ થઈ જાય છે.ઘોડાના બચ્ચાં મોટાભાગે રાત્રે જ જન્મે છે.ઘોડાના બચ્ચાને વછેરૂં કહે છે. તે જન્મ્યા પછી એકાદ કલાકમાં ઉભું થઈ શકે છે.ઘોડો ઉભો ઉભો જ નીંદર કરી શકે છે.આપણને બેસીને આરામ ઘોડા કરતાં ભાગ્યે જ જોવા મળે છે.નાના કદના ઘોડાને ખચ્ચર કહે છે.

ઘોડાનો ખોરાક:

ઘોડાઓ શાકાહારી પ્રાણી છે.કઠોળ, ઘાસ વગેરે પણ ખવડાવે છે.ઘોડાને ચણા ખૂબ જ પ્રિય છે.ઘોડો ખુલ્લા મેદાનમાં લીલુ ઘાસ ચરવાનું ખુબ પસંદ છે.ઘોડો સૂકું ઘાસ, ભૂસું અને અનાજ પણ ખાય છે.

ઘોડાનું આયુષ્ય:

ઘોડાનું સરેરાશ આયુષ્ય 25 વર્ષ છે પરંતુ જો તેને સારી સ્થિતિમાં રાખવામાં આવે તો તે 30 વર્ષ સુધી જીવી શકે છે.

FAQs:

(1) મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું?

ચેતક

(2) ઘોડાના બચ્ચાંને શું કહે છે?

વછેરું

(3) ઘોડાનું સરેરાશ આયુષ્ય કેટલુ હોય છે?

25 વર્ષ

Post a Comment

0 Comments