મારું પ્રિય પ્રાણી સિંહ નિબંધ/my favourite animal lion essay in gujrati

મારું પ્રિય પ્રાણી સિંહ  નિબંધ/my favourite animal lion essay in gujrati

સિંહની હાલ દુનિયામાં બે સ્થળે જાતિ જોવા મળે છે. એક ગુજરાતમાં અને બીજી દક્ષિણ આફ્રિકામાં.આફ્રિકાના સિંહની કેશવાળી એશિયાઈ સિંહની કેશવાળી કરતાં ભારે અને વધારે હોય છે.સિંહોની કેટલીક પ્રજાતિઓ તો પુરેપુરી પણ નાશ પામી. એશિયાઇ સિંહ વિશ્વમાં માત્ર ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે.સિંહનું મોઢું ભરાવદાર અને કેડ પાતળી હોય છે.પૂંછડી જાડી અને લાંબી હોય છે તેમ જ કાન નાના હોય છે.જયાં સિંહનું રહેઠાણ હોય તો અન્ય પ્રાણીઓ ફરકવાનું ૫ણ ૫સંદ નથી કરતા.


સિંહ એક સુંદર અને ખુંખાર પ્રાણી છે.સિંહ સામાજિક પ્રજાતિનું એક ખૂબ જ સુંદર અને આળસુ જંગલી પ્રાણી છે, જે જૂથોમાં રહેવાનું વધુ પસંદ કરે છે.લગભગ 30 સિંહોની આસપાસ ની સંખ્યા ના જૂથોમાં રહે છે, જેને પ્રાઇડ કહેવામાં આવે છે.તેના થી જંગલ ના પ્રાણી ડરતા હોય છે. તેથી જ સિંહ ને જંગલનો રાજા કહેવામાં આવે છે.હરણ, શિયાળ, હાથી અને જીરાફ વગેરે નાના અને તેનાથી મોટા પ્રાણીઓ નો શિકાર આસાની થી કરી છે.સિંહનો ખોરાક સંપૂર્ણ માંસાહારી હોય છે. પરંતુ તે શાકાહારી પ્રાણીઓનો પણ શિકાર કરે છે.સિંહ રાત્રિના સમય માં મોટાભાગનો શિકાર કરે છે કારણ કે દિવસ કરતાં રાતના અંધારામાં શિકાર કરવાનું વધુ સરળ છે.જેમાં માદા વધુ શિકાર કરે છે.સિંહ ખુંખારની સાથે એક ખાનદાન પ્રાણી પણ છે. કારણ કે સિંહ કયારેય માનવ પર હુમલો કરતો નથી.સિંહની ડોક પર લાંબા વાળ હોય છે તેને “કેશવાળી” કહેવાય છે.સિંહને વનરાજ, શાર્દુલ, સાવજ, કેસરી, ઊંટિયો, વાઘ, બબર શેર જેવાં અનેક સ્થાનિક નામોથી ઓળખવામાં આવે છે.

સિંહ વિશ્વ માં આફ્રિકા ના જંગલ અને ભારત માં ગીર ના ફોરેસ્ટ વિસ્તાર માં જોવા મળે છે.સિંહ બિલાડી જાતિ નું આ એક માત્ર પ્રાણી છે જે જૂંડ માં રહેવાનું પસંદ કરે છે.સિંહ એક શાંત અને આળસુ પ્રાણી છે પણ જો તેમને સતાવવામાં આવે તો તે તરત જ ક્રોધિત થઇ જાય છે.હાલ માં સિંહ ની પ્રજાતિ પણ લુપ્ત થવાના આરે છે, દુનિયા માં બહુ ઓછા જંગલોમાં તમને સિંહ જોવા મળશે.સિંહો માટે જંગલની આગ, કુદરતી આફતો, શિકાર, પ્રવાસન, માનવીય કારણો, ખુલ્લા કુવાઓ અને પૂરપાટ દોડતી રેલવે આફતરૂપ છે.સિંહોએ કરેલા માનવમૃત્યુ કરતાં મનુષ્યએ સિંહોની હત્યા વધુ કરી છે.સમગ્ર વિશ્વમાં સિંહ પ્રજાતિના સંવર્ઘન અને સંરક્ષણ માટે લોકોમાં જાગૃકતા કેળવાય તે માટે ૧૦ ઓગષ્ટનો દિવસ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

પુખ્ત વય ના સિંહને દરરોજ 8 થી 9 કિલો માંસની જરૂર હોય છે.પુખ્ત વાય ના નર સિંહની લંબાઈ 185 થી 210 સે.મી. હોય શકે છે.તેનું વજન 190 કિલો સુધીનું હોય શકે છે.પ્રતિ કલાક 80 કિલોમીટર સુધીની ઝડપ થી દોડી શકે છે.વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ ૨૯ વર્ષ નોંધાયેલું છે.પુખ્ત વાય ની માદા સિંહની વાત કરવામાં આવે તો તેની શરીરની લંબાઈ 160 થી 185 સે.મી. છે.એક પુખ્ત સિંહ પાસે તેના શિકારને ઝડપથી પકડવા 30 દાંત હોય છે.સિંહને અણીદાર દાંત અને પગે ત્રાંસા અને અણીદાર નહોર હોય છે તેના વડે તે સરળતાથી પ્રાણીઓનો શિકાર શકે છે.એક સિંહ દિવસમાં લગભગ 20 કલાક જેટલો આરામ કરે છે.સિંહ એ ખૂબ જ આળસુ પ્રાણી છે તે જ્યારે ભૂખ્યો થાય છે ત્યારે જ શિકાર કરે છે બાકીનો સમય આરામ કરે છે.સિંહ ની ગર્જના 5 મિલ સુધી સંભળાઈ છે જે ગર્જના એ વિશ્વના તમામ જીવોમાં સૌથી મોટી છે.

FAQs:

(1) સિંહના ટોળા(જુથ) ને શું કહે છે?

પ્રાઈડ

(2) સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

10 ઓગસ્ટ ના રોજ

(3) એશિયાઈ સિંહ (એશિયાટિક લાયન) ક્યાં જોવા મળે છે?

ગીરના જંગલમાં

(4) કેશવાળી કોને કહે છે?

સિંહની ડોક પરના લાંબા વાળને કેશવાળી કહે છે.

Post a Comment

0 Comments