વિશ્વ વાઘ દિવસ 2022 | world tiger day

વિશ્વ વાઘ દિવસ 2022 | world tiger day 2022 | વાઘ વિશે માહિતી | information about tiger | વાઘ વિશે જાણવા જેવું | Like learning about tigers | વાઘ વિશે નિબંધ | essay about tiger | વાઘ વિશે 10 વાક્યો | વાઘ વિશે 5 વાક્યો |

29 જુલાઈના દિવસે વિશ્વ વાઘ દિવસ ઉજવવામાં આવે છે.વાઘ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળી રહે તથા શિક્ષકો તથા વાલીઓ વાઘ વિશે જાણે તે માટે આ પોસ્ટ લખી છે. વિશ્વ વાઘ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તે પ્રશ્ન બધાનાં મનમાં હોય છે. તો વિશ્વ વાઘ દિવસની માહિતી બધાને મળી રહે તે માટે એક પ્રયત્ન કર્યો છે. આ અગાઉ આપણે વાઘ વિશે નિબંધ લખ્યો હતો તે પણ વાઘ વિશે માહિતી માટે તમને ઉપયોગી સાબિત થશે. આ પોસ્ટ ખાસ તો વિશ્વ વાઘ દિવસ વિશે લખી છે, જે તમને વાંચવી ચોક્કસ ગમશે.

વિશ્વ વાઘ દિવસ 2022 | world tiger day 2022


વાઘ એ બિડાલ કુળનું પ્રાણી છે.વાઘ બચાવવા માટે , વાઘની વસ્તીમાં વધારો કરવા માટે તથા વાઘને સંરક્ષણ પુરુ પાડવાના હેતુ સાથે વિશ્વ વાઘ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે? તો તેની પાછળ એક કારણ છે. 29 જુલાઈ 2010 ના રોજ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ટાઈગર સમીટમાં ઘણાં દેશોએ ભાગ લીધો હતો. આ ટાઈગર સમીટમાં એક મહત્વનાં કરાર પર ઘણાં દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. આ ટાઈગર સમીટમાં વાઘને બચાવવા,વાઘની વસ્તી વધારવા તથા વાઘ પ્રત્યે જાગૃતિ લાવવા માટે હસ્તાક્ષર થયા હતા. આથી 29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

રશિયાના સેન્ટ પીટર્સબર્ગની આ ટાઈગર સમીટમાં વાઘની વસ્તી 2022 સુધીમાં બમણી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારતે આ લક્ષ્યાંક 2022 પહેલા જ હાંસલ કરી લીધો છે.ભારતમાં દર ચાર વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે.2018 ની વાઘની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં 2969 વાઘ છે. આ વાઘની વસ્તી ગણતરીમાં મોટા પ્રમાણમાં કેમેરાનો ઉપયોગ થયો હતો તથા મોટા પ્રમાણમાં ફોટા ક્લિક કરવામાં આવ્યા હતા. આ વાઘની વસ્તી ગણતરી પણ વર્લ્ડ રેકોર્ડ છે. દર વર્ષે 29 જુલાઈના રોજ વિશ્વ વાઘ દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ 2020 માં કોરોના મહામારીને લીધે વિશ્વ વાઘ દિવસની ઉજવણી ઓનલાઇન જ કરવામાં આવી હતી.

પહેલા મોટા ભાગના દેશોમાં વાઘ જોવા મળતા પરંતુ હાલ આ વાઘ કેટલાક દેશો પુરતા સિમિત થઈ ગયા છે.આ વાઘની વસ્તી ઘટવા પાછળ પણ માનવ જ જવાબદાર છે.છેલ્લા 100 વર્ષમાં આપણે 97% વાઘ જંગલી વાઘ ગુમાવ્યા છે. પરંતુ 2010 માં વાઘને બચાવવા માટે 13 દેશોએ પહેલ કરી હતી. તે દેશ 13 દેશ આ પ્રમાણે છે.(1) બાંગ્લાદેશ (2) બર્મા (3) કંબોડિયા (4) ચીન(5) વિયેતનામ(6) ભૂટાન(7)  રશિયા (8) ભારત(9) થાઈલેન્ડ (10) ઈન્ડોનેશિયા(11) મલેશિયા(12) લાઓસ (13) નેપાળ

ભારતમાં હાલ વાઘની વસ્તી વધી રહી છે તે ખુશીની બાબત છે. આ માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે.આ વસ્તી વધારવા માટે ભારત સરકારે કેટલાક અભ્યારણ તથા વાઘ માટે કેટલાક આરક્ષિત ક્ષેત્રો નક્કી કર્યા છે.પહેલા વાઘ માટે 9 આરક્ષિત ક્ષેત્રો કે અભ્યારણ હતા. હાલ ભારતમાં 52 જેટલા વાઘ માટે આરક્ષિત ક્ષેત્રો તથા અભ્યારણ છે.વાધની વસ્તી વધારવા માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતમાં સરકાર 1973 ની સાલથી વાઘ પરિયોજના (પ્રોજેક્ટ ટાઈગર) ચલાવી રહી છે.વિશ્વની વાઘની કુલ વસ્તીના 70% વાઘ ભારતમાં વસવાટ કરે છે.

ભારતમાં વાઘની સંખ્યા (વર્ષ પ્રમાણે)(Number of tigers in India) :

ભારતમાં વાઘની વસ્તી ગણતરી દર ચાર વર્ષે કરવામાં આવે છે, તેથી વાઘની સંખ્યા ચાર વર્ષ પ્રમાણે છે.

ક્રમ વાઘની વસ્તી ગણતરીનું વર્ષ વાઘની સંખ્યા
(1) ઈ.સ. 2006 1411 વાઘ
(2) ઈ.સ. 2010 1706 વાઘ
(3) ઈ.સ. 2014 2226 વાઘ
(4) ઈ.સ. 2018 2969 વાઘ

વિશ્વ વાઘ દિવસ 2021 ની થીમ (The theme of World Tiger Day 2021):

તેમનું જીવન આપણાં હાથમાં છે.
( their survival is in our hands)

વાઘ વિશે માહિતી(information about tiger in gujarati) :


વાઘને અંગ્રેજીમાં ટાઈગર કહેવામાં આવે છે. આ ટાઈગર શબ્દ ગ્રીક અને લેટીન ભાષાનો શબ્દ ટીગ્રીશ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ તીર એવો થાય છે. સંસ્કૃત ભાષામાં વાઘને વ્યાઘ્ર કહેવામાં આવે છે. સાઈબીરીયાની ભાષામાં વાઘને અંબા કહેવામાં આવે છે.

વાઘ એ બિડાલ કુળનું પ્રાણી છે. વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. ઈ.સ.1969  વન્ય પ્રાણી જીવ બોર્ડે સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું હતું.ત્યારે સિંહ ઘણા વિસ્તારમાં રહેતા હતા, પરંતુ સમય જતા સિંહ માત્ર ગુજરાત પુરતા સિમિત થઈ ગયા.વાઘ ઘણા રાજ્યોમાં જોવા મળતા હતા. ઈ.સ.1973 માં વાઘ પરિયોજના (પ્રોજેક્ટ ટાઈગર) અમલમાં આવી.આમ, સિંહ માત્ર ચાર વર્ષ માટે દેશનું રાષ્ટ્રીય પ્રાણી તરીકે રહ્યું ત્યારબાદ વાઘ પરિયોજના અંતર્ગત વાઘની વસ્તી વધારવા તથા વાઘને સંરક્ષણ પુરુ પાડવા માટે ઈ.સ. 1973 માં વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું.

વાઘને શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો વાઘની લંબાઈ 13 ફુટ એટલે 3.3 મીટર જેટલી હોય છે.વાઘનું વજન 300 કિલોગ્રામ જેટલું હોય છે.વાઘનો રંગ નારંગી જેવો હોય છે. આ નારંગી રંગ પર કાળા રંગના પટ્ટા હોય છે.દરેક વાઘ પર તેના પટ્ટાની ડિઝાઇન અલગ અલગ હોય છે.વાઘની નીચેનો ભાગ સફેદ રંગનો હોય છે.માદા કરતાં નર વાઘ મોટા હોય છે.

વાઘ એ આહાર કડી(પોષણ શ્રેણી) માં સૌથી ઉપર આવે છે. વાઘ એ માંસાહારી પ્રાણી છે.વાઘ એ પોષણ કડીમાં સૌથી ઉપરના સ્થાને હોવાથી તૃણાહારી પ્રાણીની વસ્તીને નિયંત્રણમાં રાખે છે. જેથી તૃણાહારી પ્રાણીની વસ્તી વધુ વધી જતી નથી. આમ, પોષણ કડીમાં પણ વાઘ પોતાનું અગત્યનું સ્થાન ધરાવે છે.

વાઘ સામાન્ય રીતે ભારતના ઉતરાંચલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં જોવા મળે છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘની વસ્તી જોવા મળે છે.

વાઘ સામાન્ય રીતે લીલા ગીચ જંગલોમાં જોવા મળે છે. વાઘથી વધુ ગરમી સહન થતી નથી.ગરમીથી બચવા તે ક્યારેક પાણીમાં ન્હાતા પણ જોવા મળે છે.વાઘ એક કુશળ તરવૈયો પણ છે. વાઘ એક સાથે 6 કિલોમીટર સુધી તરી શકે છે. ક્યારેક વાઘ ખોરાક માટે પણ પાણીમાં પડે છે. તે પાણીમાંના માછલી જેવા જળચર પ્રાણીનો પણ શિકાર કરતાં જોવા મળે છે.

વાઘ હંમેશા રાત્રીના સમયે જ શિકાર કરે છે.વાઘ રાત્રીના અંધારામાં માનવ કરતાં 6 ગણું વધુ જોઈ શકે છે.વાઘ ક્યારેય માનવનો શિકાર કરતો નથી,પરંતુ ક્યારેક ખોરાકના અભાવમાં માનવભક્ષી પણ વાઘ બની જતા હોય છે.વાઘ હંમેશા લપાઇને શિકાર કરે છે.સિંહની જેમ શિકાર કરતો નથી. વાઘ પોતાના પરિવાર સાથે શિકારને ખાય છે. વાઘ, વાઘણ તથા તેના બચ્ચાં સાથે મળીને શિકારને ખાય છે. વધેલો શિકાર તે સંતાડીને રાખી મુકે છે, જયારે ફરી ભુખ્યો થાય ત્યારે તે શિકાર ફરીવાર પણ ખાય છે. સિંહ પરિવાર સાથે શિકારને ખાતો નથી. સિંહ પહેલા શિકારને ખાય ત્યારબાદ જ સિંહણ તથા તેના બચ્ચાં શિકાર ખાવાની હિંમત કરી શકે છે.

વાઘ ભારતનું તો રાષ્ટ્રીય પ્રાણી છે જ પરંતુ બાંગ્લાદેશ, મલેશિયા, સાઉથ કોરિયાનું પણ રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે.એક પ્રાણીઓ વિશે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિય પ્રાણીમાં વાઘને પસંદ કરનાર સૌથી વધારે લોકો હતા. આમ, વાઘ એ સૌનું પ્રિય પ્રાણી પણ છે.

વાઘનું રહેઠાણ (Tiger habitat) :

વાઘ સામાન્ય રીતે ગીચ લીલા જંગલો તથા ઘાસીયા મેદાનમાં રહે છે, જ્યાં પાણી તથા ખોરાક સરળતાથી મળી રહે તેવી જગ્યા વધુ પસંદ કરે છે. વાઘની વસ્તી ભારતમાં વધુ જોવા મળે છે, તેનું મુખ્ય કારણ ભારતની વાઘને અનૂકુળ આબોહવા છે.

વાઘના બચ્ચાં (Tiger cubs) :



વાઘણ એક સાથે બે થી ત્રણ બચ્ચાંને જન્મ આપે છે તો ક્યારેક છ બચ્ચાંને પણ જન્મ આપે છે. વાઘના બચ્ચાં જ્યારે જન્મે છે ત્યારે તેની આંખો બંધ હોય છે. વાઘના બચ્ચાં 6 થી 8 મહિનામાં શિકાર કરવાનું શીખી લે છે. બચ્ચાં ઉછેરની જવાબદાર નર વાઘ તથા માદા બન્ને નિભાવે છે.

વાઘનું આયુષ્ય (The lifespan of a tiger) :

વાઘ સામાન્ય રીતે જંગલમાં 10 વર્ષ જીવે છે, પરંતુ તે જ વાઘ પ્રાણી સંગ્રહાલયમાં 20 વર્ષ સુધી જીવે છે. 

વાઘની પ્રજાતી (Tiger species) :

વાઘની આમ તો 9 પ્રજાતીઓ છે, પરંતુ હાલ 6 પ્રજાતિઓ જોવા મળે છે.આ વાઘની પ્રજાતિઓના નામ તેને રહેણાંક વિસ્તારને આધારે પડેલા છે. જે નીચે પ્રમાણે છે.

(1)  બેંગાલ ટાઈગર (ભારતીય)

(2) ઈન્ડોચાઈનીઝ ટાઈગર

(3) મલાયન ટાઈગર

(4) સુમાત્રન ટાઈગર

(5) સાઈબીરીયન ટાઈગર

(6) સાઉથ ચાઈનીઝ ટાઈગર

સૌથી મોટો વાઘ સાઈબીરીયન ટાઈગર છે.

સફેદ વાઘ (white tiger):


આપણે સામાન્ય રીતે કેસરી-પીળા રંગના વાઘ જોયા હશે, પરંતુ સફેદ રંગના વાઘની વાત આવે તો માન્યામાં આવે નહીં. જી, હા. સફેદ રંગના પણ વાઘ જોવા મળે છે. તે પણ ભારતમાં જોવા મળે. સફેદ વાઘ ભારતમાં મધ્ય પ્રદેશના રેવા વિસ્તારમાં જોવા મળે છે. આ વાઘ સફેદ રંગ ધરાવે છે.આ વાઘનુ ખાસ નામ પણ રાખવામાં આવ્યું છે. આ સફેદ વાઘને "મોહન" નામ આપવામાં આવ્યું છે. આજે વિશ્વમાં જેટલી સફેદ વાઘની જાતી છે, તે આ સફેદ વાઘ મોહનને આભારી છે.

પ્રોજેક્ટ ટાઈગર (project tiger):

ભારતમાં વાઘનું સંરક્ષણ થાય, વાઘની સંખ્યા વધે તથા વાઘ વિશે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ઈ.સ.1973 માં પ્રોજેક્ટ ટાઈગર પરિયોજના શરુ કરવામાં આવી. ઈ.સ.1969 થી સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું, પરંતુ ઈ.સ.1973 માં વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું હતું.

વાઘની સંખ્યામાં વધારો થાય તથા વાઘને સંરક્ષણ મળે તે હેતુથી વાઘ માટે આરક્ષિત ક્ષેત્રો તથા અભ્યારણ બનાવવામાં આવ્યા છે.ભારત સરકાર દ્વારા તેવા ક્ષેત્રો તથા વાઘ માટે અભ્યારણોની સંખ્યા વર્ષે વર્ષે વધારી રહી છે. 2020 સુધીમાં 50 થી પણ વધુ અભ્યારણ તથા આરક્ષિત ક્ષેત્રો બનાવી દીધા છે. આમાંથી મુખ્ય મોટા 10 અભ્યારણ/આરક્ષિત ક્ષેત્રો નીચે પ્રમાણે છે.

મોટા 10 વાઘ આરક્ષિત ક્ષેત્રો/ અભ્યારણ (Big 10 Tiger Reserves/ Sanctuaries) :

ભારતમાં 52 વાઘ માટે આરક્ષિત વિસ્તાર/અભ્યારણ આવેલા છે. તેમા નાગાર્જુન શ્રીશૈલમ્ વાઘ માટેનું સૌથી મોટું આરક્ષિત ક્ષેત્ર છે. રામગરહ વિશધારી એ ભારતનું 52 મું આરક્ષિત વિસ્તાર/અભ્યારણ છે. સૌથી મોટા 10 વાઘ આરક્ષિત ક્ષેત્રો કે અભ્યારણ નીચે પ્રમાણે છે. 

ક્રમ આરક્ષિત વિસ્તાર/અભ્યારણની નામ ક્ષેત્રફળ વિશેષ નોંધ
1 નાગાર્જુન શ્રીશૈલમ્ 3296.31 વર્ગ કિમી સૌથી મોટું
2 માનસ નેશનલ પાર્ક 3150.92 ભારતમાં વાઘ આવવાનો એન્ટ્રી પોઈન્ટ
3 મેલઘાટ ટાઈગર રિઝર્વ 2768.52 પાંચ નદીઓ અભ્યારણમાં
4 સીમલીપાલ નેશનલ પાર્ક 2750 --------------
5 અમરાબાદ ટાઈગર રિઝર્વ 2611.39 --------------
6 સુંદરવન ટાઈગર રિઝર્વ 2584.89 મેન્ગ્રુવનાં જંગલ આવેલા છે.
7 દુધવા ટાઈગર રિઝર્વ 2201.77 ઈન્ડો નેપાલ બોર્ડર પર
8 સાતપુડા ટાઈગર રિઝર્વ 2133.30 --------------
9 નમદાફા ટાઈગર રિઝર્વ 2052.82 --------------
10 કાન્હા ટાઈગર રિઝર્વ 2051.79 -------------

વાઘ અને સિંહનો તફાવત (The difference between a tiger and a lion):

વાઘ અને સિંહ ના ઘણો તફાવત જોવા મળે છે. વાઘ અને સિંહના તફાવત નીચે પ્રમાણે છે. 

વાઘ સિંહ
(૧) વાઘને કેશવાળી હોતી નથી. (૧) સિંહને કેશવાળી હોય છે.
(૨) વાઘ પરિવાર સાથે બેસીને શિકાર ખાય છે. (૨) સિંહ પહેલા શિકાર ખાય છે ત્યારબાદ જ બચ્ચાં અને સિંહણ શિકાર ખાવાની હિંમત કરે છે.
(૩) વાઘ કુશળ તરવૈયો પણ છે. (૩) સિંહ કુશળ તરવૈયો નથી.
(૪) વાઘ સિંહ કરતાં કદમાં મોટાં હોય છે. (૪) સિંહ વાઘ કરતાં કદમાં નાના હોય છે.
(૫) વાઘ લપાઇને શિકાર કરે છે. (૫) સિંહ લપાઇને શિકાર કરતો નથી.
(૬) વાઘના શરીર પર કાળા રંગના પટ્ટા હોય છે. (૬) સિંહના શરીર પર આવા કોઈ પટ્ટા હોતા નથી.
(૭) વાઘના પુછડાને અંતે વાળનો ગુચ્છો હોતો નથી. (૭) સિંહને પુછડાને અંતે વાળનો ગુચ્છો હોય છે.
(૮) નર અને માદા વાઘ સરખા જેવા જ હોય છે. (૮) સિંહ અને સિંહણ સરખા જેવા હોતા નથી. સિંહને કેશવાળી હોય છે, સિંહણને કેશવાળી હોતી નથી.

વાઘની વસ્તી ઘટવાના કારણો (Reasons for declining tiger population) :

(1) પહેલાના સમયમાં વાઘને મારવો એ પરાક્રમ ગણાતું હતું. માટે પરાક્રમ બતાવવા માટે વાઘનો શિકાર કરવામાં આવતો હતો. આ પરાક્રમ બતાવવાની પ્રવૃત્તિને કારણે વાઘની સંખ્યા ઘટી હતી.

(2) મોગલ સમયમાં મોગલ રાજાઓને વાઘનો શિકાર કરવાનો એક શોખ હતો. જેને પરિણામે મોગલ સમયમાં વાઘની સંખ્યા મોટા પ્રમાણમાં ઘટી હતી.

(3) વાઘના નખ તથા ચામડું એ ખુબ કિંમતી છે. તેથી આ વાઘના નખ તથા વાઘનું ચામડું મેળવવા માટે લોકો વાઘનો શિકાર કરતાં હતા. આ કારણે પણ વાઘની સંખ્યા ઘટી રહી છે.

(4) વાઘ લીલા જંગલોમાં રહેતા હોય છે. આ જંગલો જ વાઘનાં રહેઠાણ છે.માનવ દ્વારા આ જંગલો કાપી નાખવામાં આવ્યા કે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેથી વાઘ માટે રહેઠાણની સમસ્યા ઉભી થઈ છે. આ કારણે પણ વાઘની વસ્તી ઘટી રહી છે.

(5) ઘણીવાર વાઘોમાં પણ રોગ જોવા મળે છે. આ રોગોને કારણે પણ ઘણી વાર વાઘના મોત થતા હોય છે, જેને કારણે પણ વાઘની સંખ્યા ઘટી રહી છે.

(6) વાઘથી વધુ ગરમી સહન થતી નથી. આજે ગરમી વધી રહી છે. જેથી નાઘ પણ અકળામણ અનુભવી રહ્યા છે. જેથી વાઘની સંખ્યા ઘટી રહી છે.

(7) આજે પ્રદુષણ એ સાર્વત્રિક સમસ્યા બની ગઈ છે, જેની અસર પ્રાણીઓ પર પણ જોવા મળે છે. આથી પ્રદુષણને કારણે પણ વાઘની સંખ્યા ઘટી રહી છે.

વાઘની વસ્તી વધારવા માટેનાં ઉપાયો (Measures to increase tiger population) :

(1) લોકોમાં વાઘ વિશે જાગૃતી લાવવાથી વાઘની વસ્તી વધારી શકાય. 

(2) વાઘ એ શાકાહારી પ્રાણી છે, જેથી તૃણાહારી પ્રાણીની વસ્તી નિયંત્રણમાં રહે છે તેમ વાઘનું મહત્વ સમજાવી વાઘની સંખ્યા વધારી શકાય. 

(3) વાઘના સંરક્ષણ માટે અભ્યારણ તથા વાઘ માટે આરક્ષિત ક્ષેત્રો વધારી વાઘની સંખ્યા વધારી શકાય. 

(4) વાઘના શિકાર અંગેના કાયદા કડક કરી કડકમાં કડક સજાની જોગવાઈ કરવી જોઈએ. 

(5) જંગલો એ વાઘનું રહેઠાણ છે, જેથી વાઘને રહેઠાણ મળી રહે તે માટે જંગલો વધારવા જોઈએ, જેથી વાઘની સંખ્યા વધારી શકાય. 

(6) વાઘ પર સતત દેખરેખ રહે તથા વાઘનો કોઈ શિકાર ન કરે તે માટે વાઘ પર મોનિટરિંગ વધારવું જોઈએ.જેથી વાઘની સંખ્યા વધારી શકાય. 

વાઘ વિશે જાણવા જેવું (Things to know about tigers) :



(1) વાઘની ત્રાડ ત્રણ કિલોમીટર સુધી દુર સંભળાય છે. 

(2) રાત્રીના સમયે વાઘ માણસ કરતાં 6 ગણું વધુ જોઈ શકે છે. 

(3) વાઘ 65 કિમી/કલાક ની ઝડપે દોડી શકે છે. 

(4) વાઘ સારો તરવૈયો પણ છે, જે 6 કિલોમીટર સુધી તરી પણ શકે છે. 

(5) વાઘના મગજનું વજન 300 ગ્રામ હોય છે. 

(6) વાઘ પોતાની હદ નક્કી કરવા માટે ઝાડ પર પંજાના નિશાન અથવા મિત્ર ત્યાગ કરે છે. 

(7) ચીનમાં ૧૨ રાશિઓમાં એક રાશી વાઘની પણ છે. 

ભારતમાં વાઘના અભ્યારણો (Tiger Reserves in India) :

વાઘના ભારતમાં ૫૦ કરતાં પણ વધારે અભ્યારણ આવેલા છે, જેથી વાઘની વસ્તી વધારી શકાય તથા વાઘને સંરક્ષણ પુરુ પાડી શકાય. વાઘ માટે ભારતમાં ઘણા આરક્ષિત ક્ષેત્રો તથા અભ્યારણ આવેલા છે, જે નીચે પ્રમાણે છે. 


ક્રમ આરક્ષિત ક્ષેત્ર/અભ્યારણનું નામ સ્થાપના વર્ષ રાજ્યનું નામ
1 બાંદીપુર ઈ.સ. 1973-1974 કર્ણાટક
2 કોર્બેટ ઈ.સ. 1973-1974 ઉતરાખંડ
3 કાન્હા ઈ.સ. 1973-1974 મધ્ય પ્રદેશ
4 માનસ ઈ.સ. 1973-1974 આસામ
5 મેલઘાટ ઈ.સ. 1973-1974 મહારાષ્ટ્ર
6 પલામું ઈ.સ. 1973-1974 ઝારખંડ
7 રણથંભોર ઈ.સ. 1973-1974 રાજસ્થાન
8 સીમલીપાલ ઈ.સ. 1973-1974 ઓડિસા
9 સુંદરવન ઈ.સ. 1973-1974 પશ્ચિમ બંગાળ
10 પેરિયાર ઈ.સ. 1978-1979 કેરાલા
11 સારીસ્કા ઈ.સ. 1978-1979 રાજસ્થાન
12 બુક્સા ઈ.સ. 1982-1983 પશ્ચિમ બંગાળ
13 ઈન્દ્રાવતી ઈ.સ. 1982-1983 છતીષગઢ
14 નામદફા ઈ.સ. 1982-1983 અરુણાચલ પ્રદેશ
15 દુધવા ઈ.સ 1987-1988 ઉત્તર પ્રદેશ
16 કાલાકડ મુદંનથુરાઈ ઈ.સ 1988-1989 તમિલનાડુ
17 વાલ્મિકી ઈ.સ.1989-1990 બિહાર
18 પેંચ ઈ.સ 1992-1993 મધ્ય પ્રદેશ
19 તડોબા-અંધારી ઈ.સ 1993-1994 મહારાષ્ટ્ર
20 બાંધવગઢ ઈ.સ 1993-1994 મધ્ય પ્રદેશ
21 પન્ના ઈ.સ 1994-1995 મધ્ય પ્રદેશ
22 દંમ્પા ઈ.સ 1994-1995 મિઝોરમ
23 ભદ્રા ઈ.સ 1998-1999 કર્ણાટક
24 પેંચ ઈ.સ 1998-1999 મહારાષ્ટ્ર
25 પક્કે ઈ.સ 1999-2000 અરુણાચલ પ્રદેશ
26 નામેરી ઈ.સ 1999-2000 આસામ
27 સાતપુડા ઈ.સ 1999-2000 મધ્ય પ્રદેશ
28 અનામલાઈ ઈ.સ 2008-2009 તમિલનાડુ
29 સીતાનદી ઈ.સ 2008-2009 છતીસગઢ
30 સતકોસાઈ ઈ.સ 2008-2009 ઓડિસા
31 કાઝીરંગા ઈ.સ 2008-2009 આસામ
32 અચનાક્રમર ઈ.સ 2008-2009 છતીષગઢ
33 દંડેલી- અંશી ટાઈગર રિઝર્વ ઈ.સ 2008-2009 કર્ણાટક
34 સંજય ઈ.સ 2008-2009 મધ્ય પ્રદેશ
35 મુદુમલાઈ ઈ.સ 2007 તમિલનાડુ
36 નઘ્રોલ ઈ.સ.2008-2009 કર્ણાટક
37 પેરામ્બીકુલમ ઈ.સ.2008-2009 કેરાલા
38 સહ્યાદ્રી ઈ.સ 2009-2010 મહારાષ્ટ્ર
39 લીલગીરી રંગનાથા ટેમ્પલ ઈ.સ 2010-2011 કર્ણાટક
40 કવલ ઈ.સ 2012-2013 તેલંગણા
41 સથ્યામંગલમ્ ઈ.સ 2013-2014 તમિલનાડુ
42 મુકુન્દ્ર હિલ ઈ.સ 2013-2014 રાજસ્થાન
43 નવાગાંવ ઈ.સ 2013-2014 મહારાષ્ટ્ર
44 નાગાર્જુન સાગર શ્રીશૈલમ્ ઈ.સ 1982-1983 આંધ્રપ્રદેશ
45 અમરાબાદ ઈ.સ 2014 તેલંગણા
46 પીલીભીતી ઈ.સ 2014 ઉત્તર પ્રદેશ
47 બોર ઈ.સ 2014 મહારાષ્ટ્ર
48 રાજાજી ઈ.સ 2015 ઉતરાખંડ
49 ઓરંગ ઈ.સ 2016 આસામ
50 કમલંગ ઈ.સ 2016 અરુણાચલ પ્રદેશ
51 શ્રીવલ્લીપુથુર મેગમલાઈ ઈ.સ 2021 તમિલનાડુ
52 ગુરુ ઘાસીદાસ નેશનલ પાર્ક and ઈ.સ 2021 રાજસ્થાન
તમોર પિંગલા વાઈલ્ડ લાઈફ સેંક્ચુરી ------------ છતીસગઢ


FAQs:

(વાઘ વિશે વારંવાર પુછાતા પ્રશ્નો) 

29 જુલાઈના રોજ વિશ્વ વાઘ દિવસ શા માંટે ઉજવવામાં આવે છે?

29 જુલાઈ 2010 ના રોજ રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ટાઈગર સમીટમાં ઘણાં દેશોએ ભાગ લીધો હતો. આ ટાઈગર સમીટમાં એક મહત્વનાં કરાર પર ઘણાં દેશોએ હસ્તાક્ષર કર્યા હતા. આ ટાઈગર સમીટમાં વાઘને બચાવવા,વાઘની વસ્તી વધારવા તથા વાઘ પ્રત્યે જાગૃતિ લાવવા માટે હસ્તાક્ષર થયા હતા. આથી 29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ શા માટે રાખવામાં આવ્યું?

ઈ.સ.1969 વન્ય પ્રાણી જીવ બોર્ડે સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું હતું.ત્યારે સિંહ ઘણા વિસ્તારમાં રહેતા હતા, પરંતુ સમય જતા સિંહ માત્ર ગુજરાત પુરતા સિમિત થઈ ગયા.વાઘ ઘણા રાજ્યોમાં જોવા મળતા હતા. ઈ.સ.1973 માં વાઘ પરિયોજના (પ્રોજેક્ટ ટાઈગર) અમલમાં આવી.આમ, સિંહ માત્ર ચાર વર્ષ માટે દેશનું રાષ્ટ્રીય પ્રાણી તરીકે રહ્યું ત્યારબાદ વાઘ પરિયોજના અંતર્ગત વાઘની વસ્તી વધારવા તથા વાઘને સંરક્ષણ પુરુ પાડવા માટે ઈ.સ. 1973 માં વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું.

સફેદ વાઘને ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

સફેદ વાઘને મોહન નામથી ઓળખવામાં આવે છે.

Post a Comment

0 Comments