ઓલિમ્પિકમાં વિજેતા ભારતીયોનું લિસ્ટ (યાદી) | indian olympic medal winner list

ઓલિમ્પિકમાં વિજેતા ભારતીયોનું લિસ્ટ (યાદી) | indian olympic medal winner list

ઓલિમ્પિક:

ઓલિમ્પિક એ દર ચાર વર્ષે રમાતો રમતોત્સવ છે. જેમાં અલગ અલગ રમત રમતવીરો ભાગ લે છે. ઓલિમ્પિકની શરુંઆત ગ્રીસના ઓલમ્પિયા થઈ હતી. આથી તેને ઓલિમ્પિક તરીકે ઓળખાય છે. ઓલિમ્પિક એ દુનિયાને રમતના માધ્યમ દ્વારા એક મંચ પર લાવવાનો અનેરો પ્રયાસ છે. ઓલિમ્પિકમાં ભાગ લેવા માંટે દુનિયાના ઘણા દેશોના રમતવીરો આવે છે અને રમતમાં પોતાના કૌશલ્યો બતાવે છે.

ઓલિમ્પિકમાં દરેક રમતમાં એક થી ત્રણ નંબર સુધીનાં રમતવીરને મેડલ આપવામાં આવે છે.પ્રથમ નંબરના વિજેતા રમતવીરને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે.બીજા નંબરના વિજેતા રમતવીરને સિલ્વર મેડલ આપવામાં આવે છે. ત્રીજા નંબરના વિજેતા રમતવીરને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. ઓલિમ્પિકમાં ઓલિમ્પિક કમીટીએ નક્કી કરેલી રમતો હોય છે.

ઓલિમ્પિક કમીટીને ટુંકમાં IOC કહે છે. IOCનું હેડક્વાર્ટર સ્વિત્ઝર્લેન્ડના લુસાને ખાતે આવેલું છે. IOC રમતોના નિયમ તથા ઓલિમ્પિકની રમતો નક્કી કરે છે.IOC ઓલિમ્પિકનું આયોજન કરે છે.ઓલિમ્પિકમાં મેળવેલ મેડલનુ ખુબ જ મહત્વ હોય છે.

ઓલિમ્પિકમાં વિજેતા ભારતીયોનું લિસ્ટ (યાદી):



ભારતમાંથી પણ ઘણા રમતવીરો ઓલિમ્પિકમાં ભાગ લેવા માંટે જાય છે. ભારતના ઘણા રમતવીરોએ અલગ અલગ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવી મેડલો મેળવેલ છે. તેવા રમતવીરોની યાદી નીચે પ્રમાણે છે.

(૧) નોર્મન પ્રિત્ચાર્ડ:


ઈ.સ.૧૯૦૦ ની સાલમાં પેરીસ ઓલિમ્પિકમાં ૨૦૦ મીટર હડલમા સિલ્વર મેડલ જીત્યો હતો. આ મેડલ આઝાદી પૂર્વેને પ્રથમ મેડલ હતો.ઈ.સ.૧૯૦૦ ની સાલમાં પેરીસ ખાતેની ઓલિમ્પિકમાં તેમણે પુરુષ વર્ગની ૨૦૦ મીટર સ્પ્રીન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.તેણે ૨૦૦ મીટર સ્પ્રિન્ટ માટે ૨૨.૮ સેકન્ડનો સમય લીધો હતો.

આમ, નોર્મન પ્રિત્ચાર્ડે ઈ.સ.૧૯૦૦ના પેરીસ ઓલિમ્પિકમાં બે સિલ્વર મેડલ મેળવ્યા હતા.

(૨) કે.ડી.જાધવ:



કે.ડી.જાધવનું પુરુ નામ ખશાબા દાદાસાહેબ જાધવ હતું.ઈ.સ.૧૯૫૨ માં હેલસિંકી ખાતે ઓલિમ્પિકમાં તેમણે men's freestyle bantamweight કેટેગરીમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.કે.ડી.જાધવે વ્યક્તિગત રમતમાં આઝાદી બાદ પ્રથમ મેડલ ભારતને અપાવ્યો હતો.

(૩) લિએન્ડર પેસ:



ઈ.સ.૧૯૯૬ માં એટલાન્ટા ઓલિમ્પિકમાં લિએન્ડર પેસ દ્વારા પુરુષ વર્ગની સિંગલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સેમી ફાઇનલમાં આન્દ્રે અગાસ્સી સામે હાર્યા બાદ તેમણે બ્રોન્ઝ મેડલ માટે ફર્નાન્ડો મેલીગનીને હરાવ્યો હતો.આ રીતે લિએન્ડર પેસે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.આમ, પુરુષ વર્ગની સિંગલ ટેનિસમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો હતો.

(૪) કર્ણમ મલ્લેશ્વરી:



ઈ.સ. ૨૦૦૦ ની સાલમાં સીડની ખાતેના ઓલિમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરી દ્વારા મહિલા વર્ગની ૫૪ કિગ્રા વર્ગની વેઈટ લિફ્ટિંગમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.તેમણે સ્નેચ કેટેગરીમાં ૧૧૦ કિગ્રા અને ક્લિન એન્ડ જર્કમાં તેમણે ૧૩૦ કિગ્રા વજન ઊંચક્યું હતું. આમ, તેમણે કુલ ૨૪૦ કિગ્રા વેઈટ લિફ્ટિંગ કર્યું હતું.આ સાથે કર્ણમ મલ્લેશ્વરી ભારતની પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા બની.

(૫) રાજ્યવર્ધનસિંહ રાઠોડ:



ઈ.સ.૨૦૦૪ ની એથેન્સ ખાતેની ઓલિમ્પિકમાં રાજ્યવર્ધનસિંહ રાઠોડ દ્વારા પુરુષ વર્ગની ડબલ ટ્રેપ શુટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.આ શુટિંગ ક્ષેત્રમાં ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ હતો.રાજ્યવર્ધનસિંહ રાઠોડ આર્મીમેન પણ હતા.આમ, ઓલિમ્પિકમાં ભારતની આર્મીનો પણ પ્રથમ મેડલ હતો.

(૬) અભિનવ બિન્દ્રા:



ઈ.સ.૨૦૦૮ની બેઈજિંગ ખાતેની ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રા દ્વારા પુરુષ વર્ગની ૧૦ મીટર એર રાઈફલ શુટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ, અભિનવ બિન્દ્રાનો વ્યક્તિગત રમતોમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ હતો.

(૭) વિજેન્દરસિંઘ:



ઈ.સ.૨૦૦૮ની બેઈજિંગ ખાતેની ઓલિમ્પિકમાં વિજેન્દરસિંઘે પુરુષ વર્ગની મિડલ વેઈટની બોક્સિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ, બોક્સિંગ કેટેગરીમાં ભારતનો પ્રથમ મેડલ હતો.વિજેન્દરસિંઘ હરિયાણાના બોક્સર છે.

(૮) સુશિલ કુમાર:



ઈ.સ.૨૦૦૮ની બેઈજિંગ ખાતેની ઓલિમ્પિકમાં સુશિલ કુમારે પુરુષ વર્ગની ૬૬ કિગ્રા વર્ગની રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.સુશિલ કુમારે ઈ.સ.૨૦૧૨ ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. આમ, સુશિલ કુમારે બે વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા. ૨૦૦૮ મા બ્રોન્ઝ અને ૨૦૧૨ મા સિલ્વર મેડલ જીત્યો હતો.

(૯) ગગન નારંગ:



ઈ.સ.૨૦૧૨ ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં ગગન નારંગ દ્વારા પુરુષ વર્ગની ૧૦ મીટર એર રાઈફલ શુટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(૧૦) વિજય કુમાર:



ઈ.સ.૨૦૧૨ ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં વિજય કુમાર દ્વારા પુરુષ વર્ગની ૨૫ મીટરની રેપીડ પિસ્તોલ શુટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

(૧૧) મેરી કોમ:



ઈ.સ.૨૦૧૨ ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં મેરી કોમ દ્વારા મહિલા વર્ગની ફ્લાયવેટ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(૧૨) યોગેશ્વર દત્ત:



ઈ.સ.૨૦૧૨ ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં યોગેશ્વર દત્તે પુરુષ વર્ગની ૬૬ કિગ્રા વર્ગની રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(૧૩) સાયના નેહવાલ:



ઈ.સ.૨૦૧૨ ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં સાયના નેહવાલે મહિલા વર્ગની સિંગલ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બેડમિન્ટનમાં આ ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ હતો.

(૧૪) પી.વી.સિંધુ:


ઈ.સ.૨૦૧૬ની રીયો ખાતેની ઓલિમ્પિકમાં પી.વી.સિંધુ દ્વારા મહિલા વર્ગની સિંગલ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યો હતો.ઈ.સ.૨૦૨૦ ની જાપાનની ટોક્યો ખાતેની ઓલિમ્પિકમાં પી.વી.સિંધુ દ્વારા મહિલા વર્ગની સિંગલ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આમ, પી.વી.સિંધુ પણ બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય મહિલા છે.

(૧૫) સાક્ષી મલિક:



ઈ.સ.૨૦૧૬ની રીયો ખાતેની ઓલિમ્પિકમાં સાક્ષી મલિક દ્વારા મહિલા વર્ગની ૫૮ કિગ્રા વર્ગની રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(૧૬) મીરાબાઈ ચાનું:



ઈ.સ.૨૦૨૦ ની જાપાનની ટોક્યો ખાતેની ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનું દ્વારા મહિલા વર્ગની ૪૯ કિગ્રા વર્ગની વેઈટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.મીરાબાઈ ચાનું એ વેઈટ લિફ્ટિંગમાં કર્ણમ મલ્લેશ્વરી બાદ બીજી ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા છે.

(૧૭) લોવલિના બોર્ગોહેઈન:



ઈ.સ.૨૦૨૦ ની જાપાનની ટોક્યો ખાતેની ઓલિમ્પિકમાં લોવલિના બોર્ગોહેઈન દ્વારા મહિલા વર્ગની વેલ્ટરવેઈટ (૬૪-૬૯ કિગ્રા) વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(૧૮) રવિ કુમાર દહિયા:



ઈ.સ.૨૦૨૦ ની જાપાનની ટોક્યો ખાતેની ઓલિમ્પિકમાં રવિ કુમાર દહિયા દ્વારા પુરુષ વર્ગની ૫૭ કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

(૧૯) બજરંગ પુનિયા:



ઈ.સ.૨૦૨૦ ની જાપાનની ટોક્યો ખાતેની ઓલિમ્પિકમાં બજરંગ પુનિયા દ્વારા પુરુષ વર્ગની ૬૫ કિગ્રા વર્ગની રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

(૨૦) નીરજ ચોપરા:


ઈ.સ.૨૦૨૦ ની જાપાનની ટોક્યો ખાતેની ઓલિમ્પિકમાં નીરજ ચોપરા દ્વારા પુરુષ વર્ગની જેવલીન થ્રો માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૮૭.૫૮ મીટર સુધી નીરજ ચોપરાએ જેવલીન થ્રો કર્યો હતો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.અભિનવ બિન્દ્રા બાદ વ્યક્તિગત રમતોમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ હતો.

ઉપરના બધા જ મેડલ વ્યક્તિગત રમતોના મેડલ હતા. ભારતનું સામુહિક રમતોમાં સારું પ્રદર્શન રહયું છે. ભારતનો હોકી રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો છે. જેમાં ધ્યાનચંદ, સર બલબીર સિંઘ, રુપસિંઘનુ પ્રદર્શન કાબિલેદાદ હતું, જેથી ભારત હોકીમાં ભારત ઘણા ઓલિમ્પિક મેડલ જીત્યું હતું, એટલે આવી તમામ સાંઘીક રમતોના તમામ ખેલાડીઓ પણ સન્માનપાત્ર છે.

ભારતની હોકી ટીમે ૧૯૦૦ ની સાલથી અત્યાર સુધીમાં ૮ વખત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે તથા ૧ વખત સિલ્વર મેડલ અને ત્રણ વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

તમામ રમતવીરોને વંદન સહ અભિનંદન કે જેને ભારતનો દુનિયામાં ડંકો વગાડ્યો છે.

FAQs:

(૧) ઓલિમ્પિક કેટલા વર્ષે યોજાય છે?

જવાબ: દર ચાર વર્ષે

(૨) ભારતે ક્યા વર્ષે પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો?

જવાબ:ઈ.સ.૧૯૦૦ માં (નોર્મન પ્રિત્ચાર્ડ)

(૩) ઓલિમ્પિકનું હેડક્વાર્ટર ક્યા આવેલું છે?

જવાબ: સ્વિત્ઝર્લેન્ડના લુસાને ખાતે

Post a Comment

0 Comments