બેવડી સદી ફટકાર્યાં બાદ ઈશાન કિશને શું કહ્યું?

બેવડી સદી ફટકાર્યાં બાદ ઈશાન કિશને શું કહ્યું? 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક દિવસીય ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલ વન ડે સીરીઝમાં ત્રીજી વન ડે મેચ ભારત માટે ખુબ જ મહત્વપૂર્ણ રહી કારણકે તેમા ઈશાન કિશનની ધમાકેદાર બેટીંગ જોવા મળી. ત્રીજી વન ડે મેચમાં ભારતીય બલ્લેબાજ ઈશાન કિશનનું નામ આજે લોકમુખે ખુબ જ ચર્ચાઈ રહ્યું છે. કેમ કે તેમણે બાંગ્લાદેશ સામેની ત્રીજી વન ડે મેચમાં બેવડી સદી ફટકારી ઈતિહાસ સર્જ્યો હતો. આ અગાઉ પણ સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા ભારતીય ખેલાડીઓ બેવડી સદી ફટકારી ચુક્યા છે. પરંતુ ઈશાન કિશન દ્વારા ફટકારાયેલી બેવડી સદી સૌથી ઝડપી બેવડી સદી છે. 

બાંગ્લાદેશ સામેની ત્રીજી વન ડે મેચમાં શિખર ધવન અને ઈશાન કિશન ઓપનિંગ બેટીંગ કરવા માટે આવ્યા હતા. જેમાં શિખર ધવન ૮ બોલમાં માત્ર ૩ રન કરી પેવેલિયનમાં પરત ફર્યો હતો. પરંતુ ઈશાન કિશને ત્યારબાદ બેટિગની જવાબદારી સંભાળી, જેમાં ઈશાન કિશને ૧૩૧ બોલમાં ૨૧૦ રન કર્યા હતા અને સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ પોતાનાં નામે કર્યો હતો. જે મેચમાં વિરાટ કોહલી દ્વારા પણ ખુબ જ સારું બેટીંગ કરવામાં આવ્યું. વિરાટ કોહલીએ પણ ૯૧ બોલમાં ૧૧૩ રન કર્યા હતા. 

બાંગ્લાદેશ સામેની મેચમાં ઈશાન કિશન અને વિરાટ કોહલીની ધમાકેદાર બેટીંગ વડે ભારતે ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૪૦૯ રન કર્યા હતા. તેના જવાબમાં બાંગ્લાદેશ ૧૮૨ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી મેચ ભારતે ૨૨૭ રને જીતી લીધી હતી. 

આજકાલ ઈશાન કિશનની બેટીંગની ચર્ચા લોકમુખે ખુબ જ થઈ રહી છે. કારણકે ઈશાન કીશને ૨૧૦ રન કરવામાં ૨૪ ચોગ્ગા અને ૧૦ છગ્ગા લગાવ્યા હતા. ઈશાન કિશને ૧૬૦.૩૧ ની સ્ટ્રાઈક રેટથી ૧૩૧ બોલમાં ૨૧૦ રન કર્યા હતા. 

મેચ પુર્ણ થયા બાદ ઈશાન કિશનને મેન ઓફ ધ મેચ જાહેર કર્યો ત્યારે ઈશાન કિશને કહ્યું કે "મને લાગે છે કે તે બેટીંગ કરવા માટે એક પરફેક્ટ વિકેટ હતી. પરિસ્થિતિ મારા માટે પણ પરફેક્ટ હતી. બોલને યોગ્ય રીતે જોવો અને પ્રવાહ સાથે જવું." 

આ ઉપરાંત ઈશાન કિશને કહ્યું કે " મને સ્પોર્ટ સ્ટાફ તરફથી ઘણી મદદ મળી. હું માત્ર બોલ અને બોલરોને પસંદ કરી રહ્યો હતો. નબળા બોલને ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. "

નોંધ: ઉપરોક્ત માહિતી સોસિયલ મીડીયા તથા અન્ય વાંચન સાહિત્ય ને આધારે લખેલ છે. આ માહિતી ઓફિસિયલ ન ગણતા, ઓફિસિયલ વેબસાઇટ પર આધાર રાખવો. અમારો હેતુ માત્ર તમને નવી નવી માહિતી પુરી પાડવાનો છે. જો કોઈ ભુલ હોય અથવા લેખ સબંધિત કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરજો. 

Post a Comment

0 Comments