ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન | India's performance in the Olympic Games
ઓલિમ્પિક:
ઓલિમ્પિક એ વિશ્વભરનો રોમાંચક રમતોત્સવ અને સ્પર્ધા છે.ઓલિમ્પિક એ રમતના માધ્યમ દ્વારા સમગ્ર વિશ્વને એક મંચ પર લાવવાનો એક મહત્વનો પ્રયાસ છે. ઓલિમ્પિક ગેમ્સ આમ તો ઘણા સમયથી રમાય છે અને રમતવીરો તેમા પોતાનું કૌશલ્ય બતાવે છે.પ્રાચીન ગ્રીસમાં ઈ.સ.પૂર્વે ૭૭૬માં ઓલિમ્પિયા નગરમાં ઓલિમ્પિક સ્પર્ધા શરૂ થઈ હતી.આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત ઈ.સ. ૧૮૯૬માં એથેન્સમાં શરૂ થઈ હતી.ઓલિમ્પિક દર ચાર વર્ષે રમાય છે. દર વખતે તેની યજમાની અલગ અલગ દેશ કરે છે.અત્યાર સુધીમાં બન્ને વિશ્વયુદ્ધ દરમિયાન આ ઓલિમ્પિક બંધ રહ્યો હતો.શરુંઆતમાં ઓલિમ્પિકમાં ઘણા ઓછા દેશો ભાગ લેતા, આજે ઘણા દેશો ઓલિમ્પિકમાં ભાગ લે છે.આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ વિશ્વભરમાં દર વર્ષે 23 જૂને ઉજવવામાં આવે છે.
ઓલિમ્પિક ગેમ્સના પ્રતીકમાં ભૂરા, પીળા, કાળા, લીલા અને લાલ એમ પાંચ રંગની રિંગો વિશ્વના પાંચ મોટા ખંડોનું પ્રતીક છે.
ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન:
ઓલિમ્પિકમાં વિજેતા પ્રથમ ત્રણ ક્રમાંકના રમતવીરોને મેડલ આપવામાં આવે છે. પ્રથમ નંબર મેળવનારાને ગોલ્ડ મેડલ, બીજો નંબર મેળવનારાને સિલ્વર મેડલ અને ત્રીજો નંબર મેળવનારાને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે.
ઈ.સ.૧૯૦૦ થી ૨૦૨૦ સુધીમાં ભારતે ૩૫ મેડલ જીત્યા છે, જેમાં સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
ઈ.સ.૧૯૦૦ (પેરિસ ઓલિમ્પિક):
ઈ.સ.૧૯૦૦ ની સાલમાં નોર્મન પ્રિત્ચ્યાર્ડ દ્વારા ૨૦૦ મીટર હડલ દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જે આઝાદી પહેલાનો પહેલા ઓલિમ્પિક ગેમ્સ મેડલ હતો. તેની સાથે સાથે તેને ૨૦૦ મીટર સ્પ્રિન્ટ દોડમાં પણ બીજો સિલ્વર મેડલ મેળવ્યો હતો.
ઈ.સ.૧૯૨૮ (એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક):
ઈ.સ ૧૯૨૮માં એમ્સ્ટર્ડમ ખાતે ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે ભારતીય હોકી ટીમનો પ્રથમ મેડલ હતો. જેમાં ધ્યાનચંદ દ્વારા ૧૪ ગોલ કરવામાં આવ્યા હતા. જેમાં હેટ્રિક ગોલનો પણ સમાવેશ થાય છે.
ઈ.સ.૧૯૩૨ (લોસ એન્જલસ ઓલિમ્પિક):
ઈ.સ.૧૯૩૨ માં પણ ભારતીય હોકી ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેમાં ધ્યાનચંદના ભાઈ રુપસિંઘ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ભારતીય હોકી ટીમનો બીજો ગોલ્ડ મેડલ હતો.
ઈ.સ.૧૯૩૬ (બર્લિન ઓલિમ્પિક):
ઈ.સ.૧૯૩૬ માં પણ ભારતીય હોકી ટીમનો દબદબો રહ્યો હતો. બર્લિન ઓલિમ્પિકમાં પણ ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સતત ત્રીજી વખત ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીતી જીતની હેટ્રિક સર્જી હતી.આ ભારતીય ટીમના કેપ્ટન પણ ધ્યાનચંદ જ હતા.ધ્યાનચંદ પોતે આ ઓલિમ્પિકમા બીજી વખત ગોલની હેટ્રિક કરી હતી અને પોતાનો દબદબો કાયમ કર્યો હતો.
ઈ.સ.૧૯૪૮ (લંડન ઓલિમ્પિક):
ઈ.સ. ૧૯૪૮ માં ભારતીય હોકી ટીમ ફરીવાર પોતાનું કૌશલ્ય બતાવ્યું અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ભારતીય હોકી ટીમનો આઝાદી પછીનો પ્રથમ ગોલ્ડ મેડલ હતો. લંડન ઓલિમ્પિકમાં સર બલબિરસિંઘ નું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.આ સાથે ભારતીય હોકી ટીમે ચોથો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો.
ઈ.સ.૧૯૫૨ (હેલસિંકી ઓલિમ્પિક):
ઈ.સ.૧૯૫૨ નો ઓલિમ્પિક ભારત માટે ખાસ હતો. આ હેલસિંકી ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જેમાં સર બલબિરસિંઘનુ પ્રદર્શન શાનદાર રહ્યું હતું. સર બલબિરસિંઘે ૯ ગોલ ૩ મેચમાં કર્યા હતા, જેમાંથી ફાઈનલ મેચમાં ૫ ગોલ નેધરલેન્ડ સામે કર્યા હતા અને ગોલ્ડ મેડલ ભારતના નામે કર્યો હતો.
અત્યારે સુધી હોકીમાં જ ભારતનો દબદબો હતો, પરંતુ હેલસિંકી ઓલિમ્પિકમાં ભારતે રેસલિંગમાં પ્રવેશ કર્યો. કે.ડી.જાધવ દ્વારા આ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. freestyle bantamweight કેટેગરીમાં તેણે મેડલ જીત્યો હતો.
ઈ.સ.૧૯૫૬ (મેલબોર્ન ઓલિમ્પિક):
ઈ.સ. ૧૯૫૬ માં પણ ભારતીય હોકી ટીમે પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો. મેલબોર્ન ઓલિમ્પિકમાં પણ ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેમાં સર બલબિરસિંઘને જમણા હાથમાં ફેક્ચર હતું, છતાં ફાઈનલ મેચ રમ્યા હતા. આ ફાઈનલ મેચ આપડા પાડોશી દેશ પાકિસ્તાન સામે હતી. પાકિસ્તાનને ૧-૦ થી હાર આપી હતી.
ઈ.સ.૧૯૬૦ (રોમ ઓલિમ્પિક):
ઈ.સ.૧૯૬૦ માં ભારતીય હોકી ટીમે સિલ્વર મેડલ જીતી સંતોષ માનવો પડ્યો હતો. ભારતીય હોકી ટીમનો પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં પરાજય થયો હતો.
ઈ.સ.૧૯૬૪ (ટોક્યો ઓલિમ્પિક):
ઈ.સ.૧૯૬૪ માં ભારતીય હોકી ટીમે પોતનો દમ ફરીવાર બતાવ્યો અને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો. અત્યાર સુધીના ઓલિમ્પિકમાં ત્રીજીવાર પાકિસ્તાન સામે ફાઈનલ મેચમાં સામે આવ્યુ હતુ. આ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પાકિસ્તાનને ૧-૦ થી માત આપી, ગોલ્ડ મેડલ ભારતના નામ કર્યો હતો.
ઈ.સ.૧૯૬૮ (મેક્સિકો સીટી ઓલિમ્પિક):
આ ઓલિમ્પિકથી ભારતીય હોકી ટીમનો નબળો દેખાવ શરૂ થયો અને ભારતને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
ઈ.સ.૧૯૭૨ (મ્યુનિચ ઓલિમ્પિક):
ઈ.સ.૧૯૭૨ માં પણ ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
ઈ.સ.૧૯૮૦ (મોસ્કો ઓલિમ્પિક):
ઈ.સ.૧૯૮૦ માં ભારતીય હોકી ટીમે પોતાની હોકીનો પાવર દુનિયાને બતાવ્યો અને મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.ઈ.સ.૧૯૮૦ નો ગોલ્ડ મેડલ એ ભારતીય હોકી ટીમનો અત્યાર સુધીનો છેલ્લો ગોલ્ડ મેડલ હતો, ત્યારબાદ ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ ઓલિમ્પિકમાં જીત્યો નથી.
ઈ.સ.૧૯૯૬(અટલાન્ટા ઓલિમ્પિક):
ઈ.સ.૧૯૯૬ માં અટલાન્ટા ઓલિમ્પિકમાં લિએન્ડર પેસે મેન્સ સિંગલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.આ મેડલથી ઓલિમ્પિકમાં ભારતની ટેનિસના ક્ષેત્રમાં શરુંઆત થઈ.
ઈ.સ. ૨૦૦૦(સિડની ઓલિમ્પિક):
ઈ.સ ૨૦૦૦ ની સાલમાં ૫૪ કિ.ગ્રા મહિલા વેઈટ લિફ્ટીંગમાં કર્નમ મલ્લેશ્વરીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. તેણે સ્નેચ કેટેગરીમાં ૧૧૦ કિગ્રા અને ક્લિન એન્ડ જર્ક કેટેગરીમાં ૧૩૦ કિગ્રા, આમ ટોટલ ૨૪૦ કિગ્રા વેઈટ લિફ્ટીંગ કર્યું. બ્રોન્ઝ મેડલની સાથે કર્ણમ મલ્લેશ્વરી પ્રથમ ભારતીય મહિલા ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા બની.
ઈ.સ.૨૦૦૪ (એથેન્સ ઓલિમ્પિક):
ઈ.સ.૨૦૦૪ માં એથેન્સ ખાતેની ઓલિમ્પિકમાં શુટીંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.રાજ્યવર્ધનસિંઘ રાઠોડ દ્વારા મેન્સ ડબલ ટ્રેપ શુટીંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૦૮ (બેઈજિંગ ઓલિમ્પિક):
ઈ.સ.૨૦૦૮ની બેઈજિંગ ખાતેની ઓલિમ્પિકમાં અભિનવ બિન્દ્રા દ્વારા મેન્સ ૧૦ મીટર એર રાઈફલ શુટિંગમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો.
ઈ.સ.૨૦૦૮ની બેઈજિંગ ખાતેની ઓલિમ્પિકમાં વિજેન્દરસિંઘ દ્વારા મેન્સ મિડલ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
ઈ.સ.૨૦૦૮ની બેઈજિંગ ખાતેની ઓલિમ્પિકમાં સુશિલ કુમાર દ્વારા ૬૬ કિગ્રા રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
આમ, બેઈજિંગ ખાતેની ઓલિમ્પિકમાં ભારતનાં ખાતામાં એક ગોલ્ડ મેડલ અને બે બ્રોન્ઝ મેડલ આવ્યા.
ઈ.સ.૨૦૧૨ (લંડન ઓલિમ્પિક):
ઈ.સ.૨૦૧૨ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં ગગન નારંગ દ્વારા મેન્સ ૧૦ મીટર એર રાઈફલ શુટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
ઈ.સ.૨૦૧૨ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં સુશિલ કુમાર દ્વારા ૬૬ કિગ્રા રેસલિંગમાં સિલ્વર મેડલ જીત્યો.આમ, સુશીલ કુમાર ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો. ઈ.સ. ૨૦૦૮ માં બ્રોન્ઝ અને ઈ.સ.૨૦૧૨માં સિલ્વર મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૧૨ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં વિજય કુમારે મેન્સ ૨૫ મીટર રેપીડ પિસ્તોલ શુટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૧૨ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં મેરી કોમે મહિલા ફ્લાય વેઈટ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૧૨ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં યોગેશ્વર દત્તે પુરુષ ૬૦ કિગ્રા રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૧૨ની લંડન ખાતેની ઓલિમ્પિકમાં સાયના નેહવાલે મહિલા સિંગલ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આમ, ઈ.સ.૨૦૧૨નો લંડન ખાતેના ઓલિમ્પિકમાં ભારતે બે સિલ્વર મેડલ અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
ઈ.સ.૨૦૧૬ (રિયો ઓલિમ્પિક):
ઈ.સ.૨૦૧૬ના રિયો ખાતેના ઓલિમ્પિકમાં પી.વી.સિંધુએ મહિલા સિંગલ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૧૬ના રિયો ખાતેના ઓલિમ્પિકમાં સાક્ષી મલિકે મહિલા ૫૮ કિગ્રા રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આમ, રિયો ઓલિમ્પિકમાં ભારતે એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૨૦ (ટોક્યો ઓલિમ્પિક):
ઈ.સ.૨૦૨૦ ના ટોક્યો ખાતેના ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુએ મહિલા ૪૯ કિગ્રા રેસલિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૨૦ ના ટોક્યો ખાતેના ઓલિમ્પિકમાં લોવલિના બોરોગેઈને મહિલા ૬૪-૬૯ કિગ્રા રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૨૦ ના ટોક્યો ખાતેના ઓલિમ્પિકમાં પી.વી.સિંધુએ મહિલા સિંગલ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.પી.વી.સિંધુ એ એવા રમતવીર છે, જેને સુશિલ કુમાર બાદ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે.
ઈ.સ.૨૦૨૦ ના ટોક્યો ખાતેના ઓલિમ્પિકમાં રવિ કુમાર દહિયાએ પુરુષ ૫૭ કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૨૦ ના ટોક્યો ખાતેના ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઘણા વર્ષો પછી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.
ઈ.સ.૨૦૨૦ ના ટોક્યો ખાતેના ઓલિમ્પિકમાં બજરંગ પુનિયાએ પુરુષ ૬૫ કિગ્રા રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ઈ.સ.૨૦૨૦ ના ટોક્યો ખાતેના ઓલિમ્પિકમાં નિરજ ચોપરાએ જ્વેલિન થ્રો માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આમ, ભારત માટે ૨૦૨૦ના ટોક્યો ઓલિમ્પિકમાં પ્રદર્શન સારું રહ્યુંં.
FAQs:
(૧) ઓલિમ્પિકમાં સૌપ્રથમ મેડલ કોણે જીત્યો હતો?
જવાબ: નોર્મન પ્રિત્ચાર્ડ
(૨) હોકીમાં ભારતે સૌપ્રથમ ક્યારે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો?
જવાબ:ઈ.સ ૧૯૨૮માં એમ્સ્ટર્ડમ ખાતે ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
(૩) ક્યા ખેલાડીને હોકીના જાદુગર કહે છે?
જવાબ: ધ્યાનચંદ ને
(૪) ભારતની સૌપ્રથમ કઈ મહિલાએ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો?
જવાબ: કર્ણમ મલ્લેશ્વરી
(૫) વ્યક્તિગત રમતમાં ભારતને સૌપ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો હતો?
જવાબ: અભિનવ બિન્દ્રા
0 Comments