વિશ્વ ઓલિમ્પિક દિવસ | world Olympic day

વિશ્વ ઓલિમ્પિક દિવસ | world Olympic day

વિશ્વ ઓલિમ્પિક દિવસ શ્રેષ્ઠતા,આદર અને મિત્રતા જેવા ત્રણ આદર્શો સાથે ઉજવવામાં આવે છે.વિશ્વ ઓલિમ્પિક દિવસ આ ત્રણ મુલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે.આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ વિશ્વભરમાં દર વર્ષે 23 જૂને ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે.23 જૂન 1948 ના રોજ પ્રથમ વખત ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની એક અલગ થીમ હોય છે.વિશ્વ ઓલિમ્પિક દિવસની ઉજવણી દ્વારા રમતના પ્લેટફોર્મ દ્વારા વિશ્વના તમામ દેશોને એક પ્લેટફોર્મ પર લાવવાનો પણ ઉદેશ્ય છે. 

ઓલિમ્પિકનો ઈતિહાસ:


ઓલિમ્પિક એ વિશ્વભરનો રોમાંચક રમતોત્સવ અને સ્પર્ધા છે. વિશ્વભરના દેશોના વિવિધ રમતોના ખેલાડીઓ તેમાં ભાગ લે છે. ઓલિમ્પિકમાં મેડલ જીતવો એ ગૌરવની વાત ગણાય છે. આ રમતોત્સવ  વિશ્વની પ્રખ્યાત પરંપરા છે.પ્રાચીન ગ્રીસમાં અગ્નિને દેવ ગણતાં તેથી ઓલિમ્પિક ગેમ્સનું પ્રતીક મશાલ રખાયું. ઓલિમ્પિકની મશાલ ગ્રીસના ઓલિમ્પિયાના હેરાના મંદિરની જ્યોતમાંથી પ્રગટાવી રમતના સ્થળે લઈ જવાતી.

પ્રાચીન ગ્રીસમાં ઈ.સ.પૂર્વે ૭૭૬માં ઓલિમ્પિયા નગરમાં ઓલિમ્પિક સ્પર્ધા શરૂ થઈ હતી તે વખતે માત્ર દોડવાની હરીફાઈ થતી.આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત ઈ.સ. ૧૮૯૬માં એથેન્સમાં શરૂ થઈ હતી. પ્રથમ ઓલિમ્પિકમાં ૧૪ દેશોના ૨૪૫ પુરુષ ખેલાડીઓ હતા અને ૪૩ રમતો હતો.૧૮૯૪ માં આ દિવસે, પિયર ડી કુબર્ટીને પેરિસમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરી હતી. પ્રથમ ઓલિમ્પિક રમત ૧૮૯૬ માં એથેન્સમાં યોજાઈ હતા. પ્રથમ ઓલિમ્પિક રમતોના સ્મરણાર્થે, ૨૩ જૂન દર વર્ષે ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૨૩ જૂન ૧૯૪૮ ના રોજ પ્રથમ વખત ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ઈ.સ. ૧૯૦૦માં પેરિસમાં બીજી ઓલિમ્પિક રમાઈ હતી. ૨૬  દેશોના ૧૩૧૯ રમતવીરો હતા અને ૭૫ રમતો હતી. જેમાં ૧૨ મહિલા રમતવીરોએ પ્રથમવાર ભાગ લીધો.ઓલિમ્પિકના મેદાનમાં દરેક દેશોની ટીમો પોતાના રાષ્ટ્રધ્વજ સાથે માર્ચ કરે છે. આ પરંપરા ૧૯૦૮માં લંડનમાં શરૂ થઈ.૧૯૦૮માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિકમાં ૧૦૦ રમતો હતી અને ૨૦૦૦થી વધુ ખેલાડીઓ હતા.ઈ.સ. ૧૯૪૮માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિકનું પ્રથમવાર ટીવી પ્રસારણ થયું.

ઓલિમ્પિકનું પ્રતિક:




ઓલિમ્પિક ગેમ્સના પ્રતીકમાં ભૂરા, પીળા, કાળા, લીલા અને લાલ  એમ પાંચ રંગની રિંગો વિશ્વના પાંચ મોટા ખંડોનું પ્રતીક છે.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની થીમ:

2021 ની થીમ:

સ્વસ્થ રહો, મજબૂત રહો, ઓલિમ્પિક ડે વર્કઆઉટ સાથે સક્રિય રહો.

2022 ની થીમ:

શાંતિપૂર્ણ વિશ્વ માટે એક સાથે

ઓલિમ્પિક ગેમ્સ અને આયોજક દેશ:

ઓલિમ્પિક ગેમ્સ ૨૦૧૨

લંડન ખાતે

ઓલિમ્પિક ગેમ્સ ૨૦૧૬

રીયો ડી જાનેરો ખાતે

ઓલિમ્પિક ગેમ્સ ૨૦૨૦

જાપાનના ટોકિયો ખાતે

ઓલિમ્પિક ગેમ્સ ૨૦૨૪

ફ્રાન્સના પેરિસ ખાતે

ઓલિમ્પિક ગેમ્સ ૨૦૨૮

લોસ એન્જલસ ખાતે

ઓલિમ્પિક ગેમ્સ ૨૦૩૨

બ્રિસ્બેન ખાતે

FAQs:

(૧) વિશ્વ ઓલિમ્પિક દિવસ ક્યારે ઉજવાય છે?

જવાબ:ઓલિમ્પિક દિવસ વિશ્વભરમાં દર વર્ષે 23 જૂને ઉજવવામાં આવે છે.

(૨) પ્રથમ ઓલિમ્પિક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી?

જવાબ:23 જૂન 1948 ના રોજ પ્રથમ વખત ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

(૩) પ્રથમ આધુનિક ઓલિમ્પિકની શરુંઆત ક્યાં અને ક્યારે થઈ હતી?

જવાબ:ઈ.સ. ૧૮૯૬માં એથેન્સમાં

(૪) ઓલિમ્પિકનું પ્રતિક શું છે?

જવાબ:ઓલિમ્પિક ગેમ્સના પ્રતીકમાં ભૂરા, પીળા, કાળા, લીલા અને લાલ એમ પાંચ રંગની રિંગો છે.

(૫) 2024 નો ઓલિમ્પિક ક્યા યોજાશે?

જવાબ:ફ્રાન્સના પેરિસ ખાતે

(૬) 2028 નો ઓલિમ્પિક ક્યા યોજાશે?

જવાબ:યુ.એસ.એ ના લોસ એન્જલસ ખાતે

Post a Comment

0 Comments