પ્રાણાયામના ફાયદા | પ્રાણાયામનું મહત્વ | Benefits of pranayama

પ્રાણાયામના ફાયદા | પ્રાણાયામનું મહત્વ | Benefits of pranayama

પ્રાણાયામ એ યોગના આઠ અંગોમાંનુ એક મહત્વનું અંગ છે. પ્રાણાયામ એ શ્વાસોચ્છવાસ સબંધિત છે.પ્રાણાયામ ફેફસાની તંદુરસ્તી માટે ખુબ જ ઉપયોગી છે.

ભારતની પરંપરાગત યોગ એ આજે પુરી દુનિયામાં ખ્યાતિ પામ્યા છે.આજે પુરી દુનિયાનું ધ્યાન યોગે ખેંચ્યું છે, જે શરીરના તન અને મનની તંદુરસ્તી માટે ખુબ જ ઉપયોગી છે. યોગના મુખ્ય આઠ અંગો છે.જેમાં પ્રથમ પાંચ અંગો બહિરંગ છે અને અંતિમ ત્રણ અંગો અંતરંગ તરીકે ઓળખાય છે. જેમાં પ્રાણાયામ એ બહિરંગ છે.યોગના આંઠ અંગો છે, જે નીચે પ્રમાણે છે.


યોગના અંગો:

(૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન (૮) સમાધિ

પ્રાણાયામના મહત્વનાં ભાગ:

પ્રાણાયામના મુખ્યત્વે ત્રણ ભાગ છે. જે નીચે પ્રમાણે છે.

(૧) રેચક:

ફેફસામાં ભરાયેલી હવાને બહાર કાઢવાની ક્રિયાને રેચક કહેવામાં આવે છે.

(૨) પૂરક:

નાક દ્વારા જેટલી હવા ભરાય તેટલી હવા ભરવાની ક્રિયાને પૂરક કહેવામાં આવે છે.

(૩) કુંભક:

શરીરમાં નાક વડે લીધેલી હવાને જેટલો સમય અંદર રોકાય તેટલો સમય રોકી રાખવાની ક્રિયાને કુંભક કહે છે.

પ્રાણાયામ કરવાની રીત:

👉પ્રાણાયામ કરવા માટે શાંત અને એકાંતવાળી જગ્યા પસંદ કરવી.

👉પ્રાણાયામ કરવા માટે સારા, સ્વચ્છ અને અનુકૂળ આવે તેવા આસન કે પાથરણાની પસંદગી કરવી.

👉પ્રાણાયામ કરવા માટે બન્ને હાથ ગોંઠણ પર રાખીને બેસવું.

👉પ્રાણાયામ કરવા બેસીએ ત્યારે કરોડરજ્જુ સીધી રહે તે પ્રમાણે બેસવુ.

👉શરુંઆતના પ્રારંભિક સમયમાં પાંચ પ્રાણાયામ કરવા. જેમ જેમ અનુભવ થતો જાય તેમ તેમ તેની સંખ્યા વધારી શકાય છે.

પ્રાણાયામના ફાયદા:

જેમાં પ્રાણાયામ એ શ્વાસોચ્છવાસ સાથે સંબંધિત અંગ છે. જેના ઘણા ફાયદા છે, જે નીચે પ્રમાણે છે.

(૧) ફેફસાંની તંદુરસ્તી માટે:

પ્રાણાયામ કરવાથી ફેફસાં મજબૂત થાય છે ઉપરાંત ફેફસાની તંદુરસ્તી વધે છે.

(૨) રક્તની સફાઇ:

પ્રાણાયામ કરવાથી રક્તની સફાઇ થાય છે કારણકે પ્રાણાયામ દરમિયાન ઉંડા શ્વાસ લેવામાં આવે છે, જેથી ફેફસાને ભરપુર પ્રમાણમાં ઑક્સિજન મળે છે, જેથી રક્તની સફાઇ થાય છે.

(૩) પાચનક્રિયા મજબૂત બને:

પ્રાણાયામ દરમિયાન શરીરમાં તથા લોહીમાં ઓક્સિજન પુરતી માત્રામાં મળે છે. ઓક્સિજન ખોરાક પાચનમાં મદદ રુપ થાય છે. વિવિધ પ્રકારના પ્રાણાયામ જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે, જેથી પાચન સંબંધી રોગ પણ દુર થાય છે ઉપરાંત પાચનક્રિયા મજબૂત બને છે.

(૪) શરીર સ્વસ્થ રહે:

પ્રાણાયામ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. પ્રાણાયામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે.

(૫) આયુષ્યમાં વધારો:

પ્રાણાયામ કરવાથી નિરોગી રહેવાય છે. માણસનું જીવન શ્વાસ પર નિર્ભર છે. જો આપણી શ્વસન ક્રિયા મજબૂત હશે તો આપણે લાંબા સમય સુધી નિરોગી રહી શકીએ. આથી પ્રાણાયામ એ આયુષ્યમાં વધારો કરે છે.

(૬) સ્ફુર્તિમાં વધારો:

પ્રાણાયામ કરવાથી શરીરમાં ઓક્સિજન પુરતી માત્રામાં મળી રહે છે, જેથી શરીરની સ્ફુર્તિ જળવાઈ રહે છે.

(૭) મન શાંત રહે:

પ્રાણાયામ કરવાથી માનસિક સ્થિરતા આવે છે, તેથી મન શાંત રહે છે.

(૮) એકાગ્રતામાં વધારો:

પ્રાણાયામ કરવાથી મન શાંત રહે છે, જેથી એકાગ્રતામાં વધારો થાય છે. જેથી કામ ધ્યાનપૂર્વક તથા એકાગ્રતાથી સારી રીતે થઈ શકે છે.

આમ, પ્રાણાયામના ઘણા ફાયદા છે, જેથી પ્રાણાયામનું યોગમાં ખુબ જ મહત્વ છે.

FAQs:

( ૧) પ્રાણાયામના કેટલા ભાગ છે? ક્યા કયા?

જવાબ: પ્રાણાયામના મુખ્ય ત્રણ ભાગ છે. રેચક, પુરક અને કુંભક.

(૨) રેચક કોને કહે છે?

જવાબ:ફેફસામાં ભરાયેલી હવાને બહાર કાઢવાની ક્રિયાને રેચક કહેવામાં આવે છે.

(૩) પુરક કોને કહે છે?

જવાબ: નાક દ્વારા જેટલી હવા ભરાય તેટલી હવા ભરવાની ક્રિયાને પૂરક કહેવામાં આવે છે.

(૪) કુંભક કોને કહે છે?

જવાબ: શરીરમાં નાક વડે લીધેલી હવાને જેટલો સમય અંદર રોકાય તેટલો સમય રોકી રાખવાની ક્રિયાને કુંભક કહે છે.

Post a Comment

0 Comments