અખબાર વાંચવાના ફાયદા નિબંધ | The benefits of reading the newspaper in gujrati

અખબાર વાંચવાના ફાયદા નિબંધ | The benefits of reading the newspaper in gujrati

અખબાર એ સવારના નાસ્તા તરીકે જોવામાં આવે છે.ઘણા લોકોને જયાં સુધી અખબાર ના વાચે ત્યાં સુધી સવારનો નાસ્તો પચતો નથી.અખબાર એ રોજબરોજના સમાચારનો ખજાનો છે.રોજે રોજ બનતી ઘટનાઓનો ખજાનો એટલે અખબાર.

આજનો યુગ એ જ્ઞાનનો યુગ છે.રોજેરોજ જ્ઞાનમાં અને માહિતીમાં વૃધ્ધિ થાય છે. જે માહિતી આપણને અખબાર માંથી મળી રહે છે.આજના યુગમાં સતત પરિવર્તન આવતું રહે છે. આ પરિવર્તન સાથે તાલ મેળવવા માટે અખબાર મહત્વનો ભાગ ભજવે છે.અખબાર દુનિયા, દેશ, રાજયમાં શું બની રહ્યું છે, તેની પળેપળની માહિતી અખબાર આ૫ે છે.અખબાર એ જ્ઞાનની વૃધ્ધિ કરતું મહત્વનું પરિબળ છે.

અખબાર એ નુતન પ્રવાહો સાથે તાલ મેળવવામાં મદદ કરે છે. અખબારમાં ઘણા પ્રકારના લેખ, કોલમો, વાર્તા, સમાચાર વગેરે આવતું હોય છે. વાચકવર્ગ પોતાની ઈચ્છા અનુસાર રસપાન કરી શકે છે.અખબાર વાંચવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.અખબાર એ જ્ઞાનની પિપાસા સંતોષતુ મહત્વનું સાધન અને હાથવગું સાધન છે.

અખબાર એ ખુબ સસ્તું અને હાથવગું સાધન છે. અખબાર આજે ડિઝીટલ સ્વરૂપે ઉપલબ્ધ છે. જે આપણને માહિતી ડિઝીટલ સ્વરૂપે પુરી પાડે છે, પરંતુ આજે પણ મોટાભાગના લોકો ભૌતિક સ્વરૂપે વાંચતા જોવા મળે છે.સવાર સવારમાં અખબાર વેચવાવાળા લોકો આપણને નજર સમક્ષ જોવા મળે છે. અખબાર એ આવા લોકોને રોજગારી પણ પુરી પાડે છે. આવા અખબાર વેચીને પોતાના સંતાનોને રાષ્ટ્રપતિના દરજ્જા સુધી પહોચેલા વ્યક્તિઓના ઉદાહરણ પણ જોવા મળે છે.

અખબાર એ આજના સમયમાં ખુબજ મહત્વનું છે.અખબારનું મહત્વ ટેલિવિઝનની શોધ, ઈન્ટરનેટ, મોબાઇલ તથા ન્યુઝ ચેનલોના કારણે અખબાર વાચનારા  વર્ગમાં થોડી ઓટ આવી છે, પરંતુ તેનું પ્રભુત્વ આજે પણ બરકરાર છે.

આઝાદીની લડતમાં અખબારો એ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો.આઝાદી માટે લોકોમાં રાષ્ટ્રીયતા ની ભાવના જગાડવામાં અખબારોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. દેશની આઝાદી માટે લડવા તેમજ જરુર પડે તો પ્રાણની આહુતિ આપવ તૈયાર કરવાનુ કામ તે સમયના અખબારોએ કર્યું હતું. તે સમયે અખબારો પર અંગ્રેજ લોકોનો અંકુશ હતો, છતાં ચોરીચુપીથી પણ અખબારોએ પોતાનું કામ ખુબ સારી રીતે કર્યું હતું.

જો નિષ્પક્ષ રીતે અખબાર પોતાની ફરજ સમજી સમાચારો પ્રસિદ્ધ કરે તો દેશનાં તમામ લોકો સુધી સાચી માહિતી પહોંચી શકેે છે, છતા પણ આજે અખબારોમાં પક્ષપાત ભર્યા લેખોથી લોકોની લાગણી દુભાય છે અથવાતો ખોટી માહિતી લોકો સુધી પહોંચે છે. ઘણીવાર અખબાર મહત્વના પ્રશ્નો લોકો સમક્ષ લાવી, તેનું નિરાકરણ લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે, તેવા નિડર, નિષ્પક્ષ, સાહસી લેખકોને સો સો સલામ છે.

દેશની તથા લોકોની સમસ્યા ઉકેલવા તથા લોકો સમક્ષ લાવવામાં અખબાર મહત્વનો ભાગ ભજવે છે.અખબાર એ તો દેશનો આધાર સ્તંભ તથા ત્રીજી આંખ છે.


Post a Comment

0 Comments