સુર્ય નમસ્કારના ફાયદા | benefits of surya namskar

સુર્ય નમસ્કારના ફાયદા | benefits of surya namskar

સુર્ય નમસ્કાર:

સુર્ય નમસ્કારના ઘણા ફાયદા છે. સુર્ય નમસ્કાર એ આપણા ઋુષીમુનિઓએ વિકસાવેલી સુર્ય ઉપાસના કરવાની મહત્વની પધ્ધતિ છે. તે સુર્ય ઉપાસનાની સાથે શરીરને સંપૂર્ણ કસરત પણ આપે છે.સુર્ય નમસ્કારના ઘણા સ્ટેપ છે, જે દરેક સ્ટેપ એ એક આસન છે. દરેક આસનના ઘણા ફાયદા છે. આથી સુર્ય નમસ્કાર કરવાથી બહુવિધ ફાયદા થાય છે. સુર્ય નમસ્કાર એ ૧૨ આસનનો સમુહ છે.

સુર્ય એ પૃથ્વી પરની જીવસૃષ્ટિનો મુખ્ય આધાર છે. સુર્ય વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. સુર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રાોત છે. સુર્યનુ પ્રાચીન સમયથી ખુબ જ મહત્વ છે. પ્રાચીનકાળથી આપણે સુર્યની દેવ તરીકે પુજા કરતાં આવ્યા છીએ.સુર્યને સૂર્યનારાયણ ભગવાન તરીકે સવારમાં જ પુજા અર્ચના કરવામાં આવે છે.

સુર્ય નમસ્કારના ફાયદા:



👉 સુર્ય નમસ્કાર કરવાથી ઘણા ફાયદા થાય છે, જેના ફાયદા નીચે પ્રમાણે છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી શરીર સ્ફુર્તિમાં રહે છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી મન શાંત રહે છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી શરીરના તમામ અંગોને કસરત મળે છે.

👉 સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી સ્ત્રીઓમાં ઋતુચક્રની અનિયમિતતાનું નિયંત્રણ થાય છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી શરીરને કુદરતી માલીશ મળે છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી ઘણા રોગો દુર થાય છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી રુધિરાભિસરણ સુધરે છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી વાળ ખરતા, ધોળા વાળ થતાં અટકે છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી એકાગ્રતા વધે છે.

👉 જો ઝડપથી સુર્ય નમસ્કાર કરવામાં આવે તો સૂર્ય નમસ્કાર હૃદય અને લોહીની નળીઓ માટે  એક ઉત્તમ કસરત અને વજન ઉતારવાનો સારો માર્ગ છે.

👉 શરીરના ત્રિદોષ વાત, કફ અને પિત સંતુલિત રહે છે.

👉 પરીક્ષા સમયે સુર્ય નમસ્કાર કરવાથી ચિંતા અને અંજાપો  ઓછો થાય છે.

👉 સુર્ય નમસ્કાર પેટના સ્નાયુઓને કુદરતી રીતે ખેંચાણ આપીને શરીરને સુડોળ રાખવાનો સરળ અને સોંઘો માર્ગ છે.

👉 સુર્ય નમસ્કાર ચહેરા પરની ચમક પાછી લાવવામાં,કરચલી પડવાની શરૂઆત રોકવામાં અને તેને યુવાન તથા ચમકીલો બનાવવામાં સહાય કરે છે.

👉 સવારના સુર્ય કિરણોમા વિટામિન ડી ભરપૂર હોય છે. સવારમાં સુર્યની સામે સુર્ય નમસ્કાર કરવાથી વિટામીન ડી ભરપૂર મળે છે.

👉 સુર્ય નમસ્કાર શરીરને તંદુરસ્ત અને મનને શાંત રાખવામાં સહાય કરે છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી શરીરમાં લવચિકતા આવે છે.

👉 સુર્ય નમસ્કાર કરવાથી શરીર સહેલાઈથી વળી શકે તેવું બને છે.

Post a Comment

0 Comments