યોગના ફાયદા | યોગનું મહત્વ | benefits of yoga | importance of yoga
આજે ભાગદોડ ભરી જીંદગીમાં મનની શાંતિ ખુબ જ જરૂરી છે.આ શાંતિ તથા આરોગ્ય આપણને યોગ દ્વારા મળે છે. યોગના પણ ઘણા પ્રકાર છે. યોગ શીખવનારને યોગી કહે છે. આ યોગ શીખવનાર ભારતનાં યોગીઓ વિશ્વભરમાં જાણીતા છે તથા યોગીઓ પુરા વિશ્વમાં યોગનો પ્રસાર કરે છે.
મહર્ષિ પતંજલિએ યોગના આંઠ અંગો યોગસૂત્રમા દર્શાવ્યાં છે. જે નીચે પ્રમાણે છે.
(૧) યમ
(૨) નિયમ
(૩) આસન
(૪) પ્રાણાયામ
(૫) પ્રત્યાહાર
(૬) ધારણા
(૭) ધ્યાન
(૮) સમાધિ
જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ બહિરંગ છે.ધારણા, ધ્યાન અને સમાધિ એ બહિરંગ છે.
યોગના ફાયદા (benefits of yoga):
યોગના ઘણા જ ફાયદા છે. જે નીચે પ્રમાણે છે.
(૧) તનની તંદુરસ્તી માટે:
તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનો વિકાસ થાય છે.જો તન તંદુરસ્ત હશે તો મન પણ તંદુરસ્ત રહેશે.યોગ કરવાથી તનની તંદુરસ્તી બની રહે છે.
(૨) મનની તંદુરસ્તી માટે:
તંદુરસ્ત શરીરની સાથે મન પણ તંદુરસ્ત હોય તે ખુબ જરૂરી છે. મન જ જો તંદુરસ્ત નહિ હોય તો શારીરિક તંદુરસ્તી પણ નહીં રહે માટે તન અને મનની તંદુરસ્તી એક સિક્કાની બે બાજુ સમાન છે. મનની તંદુરસ્તી માટે યોગના બે અંગો યમ અને નિયમ ખુબ જ ઉપયોગી છે.
(૩) શરીર લવચીક બને:
યોગના વિવિધ આસનો કરવાથી શરીર લવચીક બને છે તથા સુડોળ પણ બને છે.યોગનું ત્રીજું અંગ આસન છે. જે વિવિધ આસનો મારફતે શરીરને કસરત મળે છે.
(૪) રોગો સામે રક્ષણ:
યોગ કરવાથી શરીર નિરોગી રહે છે, માટે જ કહેવાયું છે કે કરો યોગ રહો નિરોગ. યોગ કરવાથી શારીરિક ઉપરાંત માનસિક રોગો પણ દુર રહે છે.
(૫) ગુણોનો વિકાસ:
યોગ માત્ર એક અંગકસરત નથી, જે વિવિધ ગુણોનો વિકાસ પણ કરે છે. જેમાં યોગના પ્રથમ બે અંગો યમ અને નિયમ વિવિધ ગુણોનો વિકાસ કરે છે. પ્રથમ બે અંગોમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ વગેરે જેવા ગુણોનો વિકાસ થાય છે.
(૬) એકાગ્રતા વધારે:
યોગ કરવાથી મનની શાંતિ વધે છે, જે મનને એકાગ્ર કરે છે. મનની એકાગ્રતા વધવાથી કામમાં મન લાગે છે જેથી કાર્ય સારી રીતે થાય છે. વિદ્યાર્થીઓ માટે તો યોગ આશિર્વાદ રુપ છે.
(૭) શાંતિ માટે:
આજે ભાગદોડ ભરી ભૌતિકવાદી દુનિયામાં સુવિધાઓ ઘણી છે, પરંતુ શાંતિ મળવી મુશ્કેલ છે. યોગ એ માનસિક શાંતિ માટે ખુબ ઉપયોગી છે.
(૮) માનસિક બીમારીમાં ઉપયોગી:
આજે શારીરિક બિમારી જેટલી જ માનસિક બીમારી પણ માનવોમાં જોવા મળે છે. યોગ કરવાથી આવી માનસિક બિમારીઓ દુર રહે છે.
(૯) ત્વચાની ચમક તથા તેજસ્વીતા વધે:
યોગ કરવાથી ત્વચાની સુંદરતા વધે છે તથા ત્વચાને કુદરતી માલિસ થાય છે. ત્વચાની ચમક વધે છે. ત્વચામાં કુદરતી નિખાર આવે છે, જે ત્વચાની તેજસ્વીતા વધારે છે.
(૧૦) બુદ્ધિ તથા યાદશક્તિમાં વધારો:
યોગથી મનની શાંતિ તથા એકાગ્રતા વધે છે, આથી બુદ્ધિ તથા યાદશક્તિમાં વધારો થાય છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં મન લાગે છે. વિદ્યાર્થીઓની બુદ્ધિ તથા યાદશક્તિમાં વધારો કરવા યોગ એક ખુબ મહત્વનું પાસું છે.
આમ, યોગ એક શારીરિક ઉપરાંત માનસિક શાંતિ તથા માનસિક વિકાસ માટે ખુબ જ ઉપયોગી છે.
FAQs:
(1) યોગના આંઠ અંગો કોને આપ્યા છે?
જવાબ: મહર્ષિ પતંજલિએ
(2) યોગસૂત્ર કોને લખ્યું?
જવાબ: મહર્ષિ પતંજલિએ
(3) મહર્ષિ પતંજલિએ ક્યું પુસ્તક લખ્યું છે?
જવાબ: યોગસૂત્ર
(4) વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવાય છે?
જવાબ: દર વર્ષે ૨૧ મી જૂને
(5) યોગગુરૂ કોને કહે છે?
જવાબ: યોગ શીખવનારને યોગગુરૂ કહે છે.
0 Comments