વાંચનનું મહત્વ નિબંધ | important of reading essay in gujrati
વાંચન એ બહુ વિસ્તૃત વિષય છે, જેના પર કલાકોનાં કલાકો વાત કરી શકાય છે. દરેક વ્યક્તિ પોતાની પસંદ અને રસ પડતાં વિષયો મુજબ વાંચન માટેની સામગ્રીની પસંદગી કરતાં હોય છે.પુસ્તકો આપણાં જીવનના વિકાસ માટે ખૂબ અગત્યનો ભાગ ધરાવે છે.વાંચન ખુબ જ જરૂરી છે.વાંચનને આપણાં મગજ અને આત્માનો ખોરાક પણ કહી શકાય.વાંચનએ જીવનને અર્થમય રીતે જીવવાનો પ્રાણવાયુ છે.વાંચન વ્યક્તિને અવનવી કળાઓ શીખવામાં મદદ કરે છે.વાંચન માત્ર જ્ઞાનમાં જ વધારો નથી થતો પણ જીવન જીવાવનો નવો દ્રષ્ટિકોણ આપે છે.વ્યક્તિ જીવનમાં જેટલું વધુ જ્ઞાન મેળવશે એટલી જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે.આપણાં જીવનમાં પુસ્તકોનું વાંચન જે મદદ કરી શકે છે એ બીજું કોઈ કરી શકતું નથી.પુસ્તકનું વાંચન આપણાંમાં રહેલ નકારાત્મક વિચારો, હતાશાને દૂર કરી દે છે.સારું વાંચનએ વ્યક્તિને જીવનનું ઘ્યેય નક્કી કરવામાં મદદરૂપ થાય છે.વાંચન કરવા ખાતર વાંચન નહીં પણ ખરા અર્થમાં પુસ્તકનું અધ્યયન કરે અને પુસ્તકમાં રહેલા ઊંડા અને ખરા અર્થને સમજીને જીવનમાં ઉતારે ત્યારે જ પુસ્તકનું વાંચન સફળ થયું કેહવાય.પુસ્તક વાંચન જીવન જીવવાની જડીબુટી સમાન છે.કોઈ એક સરસ પુસ્તક વ્યક્તિના વિચારો બદલી શકે છે.વાંચનએ વ્યક્તિને જીવન જીવતા શીખવાડે છે.
કસરત થી જે લાભ શરીર ને મળે છે તેજ લાભ પુસ્તક નાં વાંચન થી મગજ ને મળે છે. - એડિસન
વાંચનથી માનસિક એકાગ્રતા અને વૈચારિક પરિપકવતા કેળવાય છે.વાંચનથી જ્ઞાન અને જાણકારી પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પરંતું જીવનના વિવિધ દૃષ્ટિકોણ પ્રત્યે પોતાની આગવી સમજ કેળવાય છે.સારા પુસ્તકો રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો બહારથી જ પ્રકાશતા હોય છે, જ્યારે સારા પુસ્તકો વ્યક્તિને અંદરથી જ્ઞાન દ્વારા પ્રકાશિત કરતાં હોય છે.વાંચનથી વિચારોને મોકળાશ મળે છે.વાંચનથી યાદશક્તિ વધે છે અને વાંચન કરવાથી મગજ શાંત થાય છે અને એકાગ્રતા વધે છે.જીવન વિષેની આપણી સમજણને વધારે છે.હજારો વર્ષો પહેલા શોધાયેલી વસ્તુ કે અનુભવેલું જ્ઞાન પુસ્તકોમાં સચવાયું એટલે અહીં આપણાં સુધી પહોંચ્યું. વગર પુસ્તકોએ દુનિયાનો વિકાસ સીમિત થઈ જાય.વાંચનની ટેવ નિર્ણયશક્તિ સુદૃઢ બનાવે છે જે રોજબરોજ ઉપસ્થિત થતી પરિસ્થિતિમાં યથાયોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે.સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે.
આંખો સામે રહેતી વસ્તુઓ નાં જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે.- રવિન્દ્રનાથ ટાગોર
વાંચનની ટેવ કેળવવામાં આવે તો જીવનમાં એકલતા કે ખાલીપાની સમસ્યા સર્જાતી નથી.વાંચનથી જ્ઞાનમાં વધારો થાય છે.વાંચનથી વ્યક્તિનું શબ્દભંડોળ વિકસે છે. નવા નવા શબ્દોથી પરિચય થાય છે જેના લીધે કઈ પરિસ્થિતિ માટે કયો શબ્દ યોગ્ય છે તેની સમજ વિકસે છે.વાંચનને આપણાં મગજ અને આત્માનો ખોરાક પણ કહી શકાય.જેટલું સારું વાંચન હશે એટલું જ સરસ રીતે આપણું કામ થશે અને પરિણામની પણ ચિંતા નહી રહે.વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે.વાંચનએ સારું જીવન જીવવા માટેનું પાયાનું સાધન છે.પુસ્તકોનાં વાંચનથી વિચાર, વાણી અને વર્તનમાં વિનય અને વિવેક આવે છે.વાંચનની ટેવ બીજી ઘણી બધી વ્યક્તિગત કુટેવોથી વ્યક્તિને બચાવે છે.
વાંચનથી ભાષા શુદ્ધિ બહું ઝડપથી થાય છે, તેમજ નવી ભાષા પણ શીખી શકાય છે.વાંચવાની ટેવ વાળાને ક્યારેય કંટાળો નથી આવતો!, કેમકે એની પાસે એનો મિત્ર પુસ્તક એની પાસે જ હોય છે.
FAQs:
"આંખો સામે રહેતી વસ્તુઓ નાં જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે"-આ વાક્ય કોને કહ્યું હતું?
રવિન્દ્રનાથ ટાગોરે
કસરતથી જે લાભ શરીર ને મળે છે તેજ લાભ પુસ્તક નાં વાંચન થી મગજ ને મળે છે- આ વાક્ય કોને કહ્યું હતું?
એડીસન
0 Comments