ભુમીનું પ્રદુષણ | જમીનનું પ્રદુષણ | Land pollution in gujrati | soil pollution in gujrati

ભુમીનું પ્રદુષણ | જમીનનું પ્રદુષણ | Land pollution in gujrati | soil pollution in gujrati

આજે પ્રદુષણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.પ્રદુષણ(pollution) એ માનવની બેદરકારી તથા લાલચનું પરિણામ છે.માનવે પોતનો સ્વાર્થ સાધવા માટે પર્યાવરણને ખુબ મોટુ નુકશાન પહોંચાડ્યું છે.આ નુકસાને આજે પ્રદુષણ(pollution)નું સ્વરૂપ ધારણ કર્યું છે.આ પ્રદુષણ(pollution) પુરા વિશ્વ માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે. આ પ્રદુષણ(pollution) એ પુરા વિશ્વને અસર કરતો પ્રશ્ન છે. આથી તમામ દેશો સાથે મળીને સહિયારો પ્રયાસ કરે તો પ્રદુષણ(pollution) ઘટાડી શકાય છે.બધા જ દેશો પ્રદુષણ(pollution) ઘટાડવા માટે કટીબધ્ધ બને તો જ ઉકેલ આવી શકે, માત્ર એક-બે દેશો જાગૃત થવાથી ઈચ્છિત પરિણામ મેળવી શકાય એમ નથી.

પર્યાવરણીય પ્રદૂષણ(pollution)ની ઘણા પ્રકાર છે, જેમાં મુખ્ય ચાર પ્રકારના પ્રદુષણ(pollution) મહત્વના છે. જે નીચે પ્રમાણે છે.

પ્રદુષણના પ્રકારો(Type of polution):

(૧) જળ પ્રદુષણ(water polution) 

(૨) વાયુ પ્રદુષણ(air pollution) 

(૩) ભૂમિ પ્રદુષણ(Land pollution)

(૪) ધ્વનિ પ્રદૂષણ(noise pollution) 

જેમાંથી ભૂમિ પ્રદુષણ(Land pollution)ને નીચે પ્રમાણે સમજી શકાય છે.

ભૂમિ પ્રદૂષણ(Land pollution):


જેનાથી જમીનની પ્રાકૃતિક ગુણવત્તા, ફળદ્રુપતા અને ઉપયોગીતા નષ્ટ થાય છે તેને જમીન પ્રદુષણ(Soil pollution) કહેવાય છે.

આજે માનવે વધુ લાભ મેળવવાનાં લોભમાં જમીનને ખુબ મોટું નુકશાન કર્યુ છે.જમીનનું ઉપલું પડ જ ખેતી માટે ઉપયોગી છે તથા ફળદ્રુપ છે, જેના પર માનવ દ્વારા ખેતી કરી ખેતપેદાશ મેળવવામાં આવે છે.જમીનનું ઉપલું પડ માનવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જમીનનાં ઉપલા પડ પર જ માનવ મોટાભાગની પ્રવૃત્તિ કરે છે.જમીન જ રહેવા માટે, વસવાટ માંટે મહત્વની છે. આ ઉપરાંત જમીન પર જલાવરણ, જીવાવરણ જેવા મહત્વના આવરણો આવેલા છે. 
માનવ દ્વારા ખનીજો મેળવવા માટે જમીનમાં ખુબ ઉંડા ખોદકામ કરી જમીનનું પ્રદુષણ(Soil pollution) કર્યું છે.જનીનમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ઝેરી રસાયણ, ઝેરી કચરો, કેમીકલ્સ યુક્ત પાણી, ગટરોનાં ગંદા પાણી વગેરે દ્વારા જમીનને અપાર નુકસાન પહોચાડ્યું છે.જેની સીધી તથા આડકતરી અસરો માનવજાત પર જોવા મળે છે.

આજે ઓર્ગેનિક વસ્તુઓના નામ પર માનવજાત જાગૃત થતી જોવા મળે છે, પરંતુ હજી પુરતી જાગૃતતા જોવા મળતી નથી. આજે સરકાર પણ આ બાબતે જાગૃત છે, જે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપે છે અને તેનાં માટે યોગ્ય મદદ પણ કરે છે.

ભૂમિનું પ્રદુષણ થવાનાં કારણો(Causes of land pollution) :

ભૂમિનું પ્રદુષણ(Land pollution) થવાના કારણો ઘણા જ છે. જેમાંથી કેટલાક કારણો નીચે પ્રમાણે છે. 

(૧) ખેતીમાં વધુ પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ.

(૨) ખેતીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ.

(૩) કારખાનાનાં રસાયણયુક્ત ગંદા પાણી ખુલ્લી જમીનમાં છોડી દેવાથી.

(૪) ગટરનાં પાણી ખુલ્લા મેદાનમાં કે ખુલ્લી જમીન પર છોડી દેવાથી.

(૫) ખનીજ મેળવવા માટે થતાં ક્ષાર કામ કે ખોદકામ.

(૬) જમીન પર કે જમીનની અંદર થતા અણું પરિક્ષણ.

(૭) એકનો એક પાક વારંવાર લેવાથી જમીનની ગુણવત્તા ઘટે છે.

(૮) એસિડ વર્ષા થવાથી જમીનનું બંધારણ બગડે છે.

(૯) વૃક્ષો કાપવાથી જમીનનું ધોવાણ વધ્યું છે, જે જમીનના ઉપલા સ્તરને ખુબ જ નુકસાન કરે છે.

(૧૦) ત્સુનામી તથા વાવાઝોડા દરમિયાન દરિયાના ખારા પાણી ફળદ્રુપ જમીન પર આવી જવાથી જમીનને અપાર નુકસાન થાય છે.

ભૂમિનું પ્રદુષણ અટકાવવાનાં ઉપાયો(Measures to prevent soil pollution):

આજે ભૂમિનું પ્રદુષણ(Land pollution) અટકાવી જમીનને ફળદ્રૂપ બનાવવી ખુબ જ જરૂરી છે.ભૂમિનું પ્રદુષણ(Land pollution) અટકાવવાનાં ઉપાયો નીચે પ્રમાણે છે.

(૧) જમીનમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવો.

(૨) જમીનને ફળદ્રુપ બનાવવા લીલો પડવાશ, છાણીયુ ખાતર તથા છેંદ્રિય ખાતરનો ઉપયોગ કરવો.

(૩) જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરવો.

(૪) ખનિજો માટે કરવામાં આવતા ખોદકામ પર અંકુશ રાખવો.

(૫) રસાયણો જમીન પર ના ઠલવાય તેને લગતાં કડક કાયદાઓ બનાવવા તેમજ તેનું કડકાઈથી અમલવારી કરાવવી.

(૬) દરિયાનાં ખારાશવાળું પાણી ફળદ્રુપ જમીનમાં ના આવે તે માટે દરિયા કિનારે પાળો બાંધવી જોઈએ.

(૭) ખેતીમાં પાકની ફેરબદલી કરવી જોઈએ જેથી જમીની ફળદ્રુપતા જળવાઈ રહે.

(૮) વધુ વૃક્ષો વાવવા જોઈએ, જેથી જમીનનું ધોવાણ અટકાવી શકાય.

FAQs:

પ્રદુષણના પ્રકાર ક્યાં ક્યાં છે?

પ્રદુષણના મુખ્ય ચાર પ્રકાર છે. (૧) ધ્વનિ પ્રદૂષણ (૨) ભૂમિ પ્રદુષણ (૩) વાયુ પ્રદુષણ (૪) જળ પ્રદુષણ

Post a Comment

0 Comments