ધ્વની પ્રદુષણ નિબંધ | અવાજ પ્રદુષણ | Noise pollution essay in gujrati
પ્રદુષણના પ્રકાર(Types of pollution) :
(૧) હવાનું પ્રદુષણ
(૨) જમીનનું પ્રદુષણ (ભુમી પ્રદુષણ)
(૩) ધ્વનિ પ્રદૂષણ (અવાજ પ્રદુષણ)(Noise pollution)
(૪) જળ પ્રદુષણ
આપણી આસપાસ આપણને ઘણા જ અવાજો સાંભળવા મળે છે. તેમાંથી આપણને અમુક અવાજો સાંભળવા ગમે છે, તો અમુક અવાજો આપણને સાંભળવા બિલકુલ ગમતાં નથી. તો આવા સાંભળવા ન ગમતા અવાજને ઘોંઘાટ કહે છે. દરેક અવાજ ઘોંઘાટ નથી હોતો. ઘોંઘાટનો આધાર વ્યક્તિ પર રહેલો છે. અમુક વ્યક્તિ માટે હિન્દી ગીત ઘોંઘાટ નથી કારણકે તેમને હિન્દી ગીત ગમે છે. પરંતુ જેને હિન્દી ગીત ગમતા નથી, તેને માટે હિન્દી ગીત એ ઘોંઘાટ છે. આમ, ઘોંઘાટ એ વ્યક્તિની રસ, રુસી પર આધાર રાખે છે. ઘોંઘાટ હંમેશા મનને બેચેન કરનારો હોય છે. જે માણસની શાંતિને હણે છે. ઘોંઘાટથી માનસિક તાણ અનભવાય છે તથા માનસિક રીતે ત્રાસરૂપ હોય છે.
માણસને શાંત જગ્યાએ રહેવુ ગમે છે, કારણ કે શાંત વાતાવરણમાં માનવીને શાંતિ તથા નવી તાજગીનો અનુભવ થાય છે.આથી જ આજે માનવી શહેરોથી દુર પર્વતો, ખુલ્લા મેદાનમાં તથા જંગલમાં ફરવા જવાનો શોખ ધરાવે છે.આજે શહેરમાં રહેતા લોકો શહેરથી દુર વિકેન્ડ હોમ બનાવી રહ્યા છે તેનું મુખ્ય કારણ શહેરના ઘોંઘાટવાળા વાતાવરણથી દુર મન તથા મગજને પ્રફુલ્લિત રાખવું. આજે શહેરો એટલા ઘોંઘાટવાળા બન્યા છે કે મનની શાંતિ જ હરી લીધી છે. આજે દિનપ્રતિદિન વાહનો વધતા જ જાય છે, જેને પરિણામે શહેરોમાં ધ્વનિ પ્રદૂષણ ખુબ જ વધી ગયું છે. ઉદ્યોગિકરણને કારણે શહેરોમાં આજે ઉદ્યોગો વધી ગયા છે, સાથે ઉદ્યોગોમા વપરાતા સાધનો પણ વધી ગયાં છે. આ સાધનોના અવાજને કારણે ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) થાય છે. આજે વાહનોના અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) કરી રહ્યા છે. વાહનોના હૉર્ન પણ ખુબ જ ધ્વનિ પ્રદૂષણ કરે છે. આ હૉર્નને કારણે જ આજે સાયલન્ટ ઝોન ઉભા કરવામાં આવી રહ્યા છે.ધ્વનિની તિવ્રતા ડેસિબલ એકમમાં માપવામાં આવે છે.
આજે શહેરો આ ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)ની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.આ ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) પણ માનવના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)થી માનવનો સ્વભાવ ચિડીયો બને છે, તથા ઘણી વખત માનસિક સમતુલા પણ ગુમાવી બેસે છે. આજે માણસમાં જોવા મળતું ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)ની જ એક દેન છે.ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)ની માનવીની સાંભળવાની ક્ષમતા પર પણ અસર કરે છે. ઘણી વખત ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)ને કારણે માનવની સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે અથવા તો કાયમી બહેરાશ આવી જાય છે. આજે શહેરોમાં અનિંદ્રાના કેસ વધી રહ્યા છે, તેની પાછળનું મુખ્ય કારણ ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) જ છે. સતત ઘોંઘાટ માનવીની નિંદ્રાને ખલેલ પહોચાડે છે.એક અભ્યાસ મુજબ ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)ની અસર સગર્ભા સ્રીઓને પણ થાય છે. વધુ ઘોંઘાટવાળા વિસ્તારમાં રહેતી સ્ત્રીઓમા કસુવાવડ નું પ્રમાણ વધુ હોય છે.આ ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)ને કારણે આજે ઘણી માનસિક બીમારી પણ ઉદ્ભવી છે.ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)ની અસર ઘણા દર્દીઓ માટે ખતરો બની જાય છે, માટે જ હૉસ્પિટલમાં કે દવાખાનામાં keep silence કે નો હૉર્ન પ્લીઝ ના બોર્ડ લગાવેલા જોવા મળે છે.
ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)ની અસર માત્ર માનવને જ નથી થાતી, વૃક્ષો, જીવજંતુ, પાક પર પણ થાય છે. વધુ ઘોંઘાટવાળા વિસ્તારમાં પાકમાં સારું ઉત્પાદન આવતું નથી. ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)ની અસર માત્ર સજીવો પુરતી સીમિત નથી, પરંતુ નિર્જીવ પર પણ થાય છે. વધુ ઘોંઘાટવાળા વિસ્તારના મકાનો પર અવાજના તરંગો વારંવાર અથડાવાથી મકાનની દિવાલોને પણ નુકસાન થાય છે.
શહેરી વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) ઘટાડવા માટે સાયલન્ટ ઝોન બનાવવામાં આવી રહયા છે. વાહનોના અવાજ ઘટાડવા માટે શહેરની બહાર બાય પાસ રોડ બનાવવામાં આવી રહયા છે, જેથી રાત્રીના સમયે વાહનોના અવાજ ઘટાડી શકાય તથા અમુક શહેરોમાં રાત્રી સમયે મોટા તથા ભારે વાહનો માટે નો એન્ટ્રી હોય છે. અવાજનું પ્રદુષણ(Noise pollution) આજે ખુબ જ વધી ગયું છે.
આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ પ્રદૂષણની સમસ્યાનું નિરાકરણ લાવવું જ પડશે.અકળાવનારો અવાજ ઘોંઘાટ બની જાય છે.માનવ સંસ્કૃતિ સાથે ઘોંઘાટ વણાઇ ગયો છે, પરંતુ છેલ્લા સૈકામાં તેણે માઝા મૂકી છે. આપણી આસપાસ ધ્વનિ પ્રદૂષિત(Noise pollution) કરતા અનેક સ્ત્રોત જોવા મળશે. આકાશ, જંગલ, સીમ જેવા વિસ્તારો પણ માનવસર્જિત ધ્વનિપ્રદૂષણ(Noise pollution)થી મુક્ત નથી.ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) એકાગ્રતાને અસર કરે છે.
ધ્વનિ પ્રદૂષણ થવાના કારણો(Causes of noise pollution):
ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) થવાના કારણો ઘણા છે, જેમાંથી મુખ્ય કારણો નીચે પ્રમાણે છે.
(૧) ઉદ્યોગ કે કારખાનાના મશિનોના મોટા મોટા અવાજો.
(૨) ભારે તથા મોટા વાહનોના અવાજો.
(૩) વાહનોના સતત વાગતા હૉર્ન.
(૪) ટ્રાફિક જામથી થતા વાહનોના અવાજો.
(૫) લગ્ન, સમારંભ, રેલી કે સરઘસમાં વાગતા ડી.જે સાઉન્ડના અવાજો.
(૬) મોટા મોટા અવાજે વાગતા લાઉડસ્પીકર.
(૭) રેલ્વેના અવાજો તથા રેલ્વે હૉર્નના અવાજો.
(૮) એરપોર્ટ પર થતાં વિમાનોના અવાજો.
ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો(Measures to prevent noise pollution):
જે રીતે આપણે ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) કરીએ છીએ તે રીતે તેને આપણે ઓછું કે ઘટાડી પણ શકીએ.ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) ઘટાડવાના ઉપાયો નીચે પ્રમાણે છે.
(૧) બિનજરૂરી વાહનોના હોર્ન ન વગાડવા જોઈએ.
(૨) લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકવો જોઈએ
(૩) રહેણાંક વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવા જોઈએ.
(૪) ફેક્ટરી કે કારખાનાના થતા અવાજો પર નિયંત્રણ લાવવા તેના મશિનો તથા સાધનોની યોગ્ય સમયે તપાસ કરાવવી જોઈએ.
(૫) વાહનોના અવાજ તથા બ્રેકના અવાજ ઘટાડવા માટે ઉંજણતેલ અથવા તો ગ્રીસનો ઉપયોગ કરી અવાજ ઘટાડી શકાય છે.
(૬) વૃક્ષો એ ધ્વનિ પ્રદૂષણ(Noise pollution)ની માત્રા ઘટાડે છે, આથી રસ્તા કિનારે તથા ઉધ્યોગી વિસ્તારમાં વૃક્ષો વાવવા જોઈએ.
(૭) ઘરમાં વપરાતા ટી.વી, રેડિયોના અવાજ ધીમા રાખવા જોઈએ.
(૮) ઘરમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા ઘરની દિવાલ ખરબચડી રાખવી, ઋુ નો ઉપયોગ કરવો, ધ્વનિ શોષક પડદા વાપરવા જોઈએ.
(૯) ઉદ્યોગ માનવ વસ્તીથી દુર સ્થાપવા જોઈએ.
(૧૦) ધ્વનિ પ્રદૂષણ(Noise pollution) કરતાં તમામ માધ્યમો માટે કડક કાયદા બનાવી, કડકાઇથી અમલીકરણ કરાવવું જોઈએ.
દરેક દેશની સરકાર પ્રદૂષણ નિયંત્રણ માટે કાયદા ઘડે છે, પણ તેનો અમલ તો પ્રજાએ જ કરવાનો હોય છે.
FAQs:
અવાજનો એકમ ક્યો છે?| ધ્વનિની તિવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે?
ડેસિબલ
પ્રદુષણ કોને કહે છે?
પર્યાવરણના ઘટકો દુષિત થવાની ઘટનાને પ્રદુષણ કહે છે.
0 Comments