પ્રાણાયામના પ્રકાર | type of pranayama

પ્રાણાયામના પ્રકાર | type of pranayama

પ્રાણાયામ એ શ્વાસોચ્છવાસ સબંધિત યોગનું એક મહત્વનું અંગ છે. પ્રાણાયામ એ યોગનું મહત્વનું અંગ છે. યોગ આજે પુરા વિશ્વમાં તન અને મનની તંદુરસ્તી માટે જાણીતા છે.નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોના પરિણામે આજે પુરા વિશ્વમાં ૨૧ જુનના રોજ યોગ દિવસ ઉજવવામાં આવે છે. યોગ દિવસ એ યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો મહત્વનો દિવસ છે. મહર્ષિ પતંજલિએ યોગના આંઠ અંગો અંગેનો ઉલ્લેખ યોગસૂત્રમા કર્યો છે. જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ નો સમાવેશ થાય છે. જેમાં પ્રાણાયામ નું આગવું મહત્વ છે.


પ્રાણાયામના ભાગો:

પ્રાણાયામના ત્રણ ભાગ છે. જે નીચે પ્રમાણે છે.

(૧) રેચક
(૨) પુરક
(૩) કુંભક

ઉપર દર્શાવેલ ભાગ તે નાક વડે લીધેલી હવાની સ્થિતિ સુચવે છે. શરીરમાં રહેલી હવા નાક વડે બહાર કાઢવાની ક્રિયાને રેચક કહે છે. નાક વડે શરીરમાં હવા લેવાની ક્રિયાને પૂરક કહે છે. નાક વડે લીધેલી હવાને શરીરમાં ટકાવી રાખવાની ક્રિયાને કુંભક કહે છે.

પ્રાણાયામના પ્રકાર:

મહર્ષિ પતંજલિએ પ્રાણાયામના પ્રકારનો ઉલ્લેખ ક્યાંય પણ કર્યો નથી, પરંતુ આધારભૂત સાહિત્યમાંથી મુખ્ય આંઠ પ્રકાર મળી આવે છે. જે નીચે પ્રમાણે છે.

(૧) સુર્યભેદન પ્રાણાયામ

(૨) ઉજાયી પ્રાણાયામ

(૩) શીત્કારી પ્રાણાયામ

(૪) શીતલી પ્રાણાયામ

(૫) ભસ્ત્રિકા પ્રાણાયામ

(૬) ભ્રામરી પ્રાણાયામ

(૭) મૂર્ચ્છા પ્રાણાયામ

(૮) પ્લાવિની પ્રાણાયામ

આ પ્રાણાયામ મુખ્ય છે, છતાં પણ અલગ અલગ સાહિત્યમાં અલગ અલગ નામથી બીજા પણ પ્રાણાયામનો ઉલ્લેખ જોવા મળે છે.

આજે આપણે વ્યહવારમા સામાન્ય રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામનો ઉપયોગ કરીએ છીએ. આજે યોગ ગુરુઓ પણ આ પ્રકારના પ્રાણાયામ વધારે કરાવતા જોવા મળે છે.

FAQs:

(૧) પ્રાણાયામના કેટલા પ્રકાર છે? ક્યા ક્યા?

જવાબ: પ્રાણાયામના આમ તો ઘણા પ્રકાર છે, પરંતુ વધારે ઉપયોગમાં લેવાતા પ્રાણાયામ આંઠ છે. (૧) સુર્યભેદન પ્રાણાયામ(૨) ઉજાયી પ્રાણાયામ(૩) શીત્કારી પ્રાણાયામ(૪) શીતલી પ્રાણાયામ(૫) ભસ્ત્રિકા પ્રાણાયામ(૬) ભ્રામરી પ્રાણાયામ(૭) મૂર્ચ્છા પ્રાણાયામ(૮) પ્લાવિની પ્રાણાયામ

Post a Comment

0 Comments