યોગ મુદ્રાના પ્રકાર | type of yoga mudra

યોગ મુદ્રાના પ્રકાર | type of yoga mudra

યોગ એ તન અને મનની તંદુરસ્તી માટે ખુબ જ ઉપયોગી છે. યોગગુરૂઓ દ્વારા યોગનો ફેલાવો પુરા વિશ્વમાં થયો છે. યોગ એ એક પ્રકારની શારીરિક અને માનસિક શુદ્ધિની પ્રક્રિયા છે. યોગનું મહત્વ દુનિયાના લોકો સમક્ષ લાવવા માટે દર વર્ષે ૨૧ જુનના દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે.

યોગ કરવાથી શરીરની તંદુરસ્તીમાં વધારો થાય છે. માનસિક શાંતિ વધે છે. તણાવમાંથી મુક્તિ મળે છે. યોગથી શરીરમાં સ્ફુર્તિ આવે છે. યોગથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. કાર્યમાં એકાગ્રતા વધે છે. શરીરમાં લવચિકતા આવે છે. આમ, યોગનાં ઘણા ફાયદા છે.

યોગ મુદ્રા:

આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે. આ પાંચ તત્વોનાં સંતુલન પર આપણા શરીરનું સ્વાસ્થ્ય આધાર રાખે છે. જો આ પંચતત્વોનુ સંતુલન ના જળવાઈ તો આપણું શરીર રોગનું ભોગ બને છે. આ પંચતત્વો આપણી હાથની આંગળીના પ્રતિક છે. હાથની આંગળીનાં નામ તથા પંચતત્વોના નામ નીચે પ્રમાણે છે. 

યોગમુદ્રામાં આંગળી અને પંચ તત્વોનાં નામ:

(૧) અંગુઠો:


 ( અંગુષ્ઠ/અંગુઠો) -thumb - અગ્નિનો પ્રતિક

(૨) પ્રથમ આંગળી:


(તર્જની) -index finger/pointer finger- વાયુની પ્રતિક

(૩) બીજી આંગળી:


(મધ્યમા) - middle finger -  આકાશની પ્રતિક

(૪) ત્રીજી આંગળી:


(અનામિકા) - ring finger - પૃથ્વીની પ્રતિક

(૫) ચોથી આંગળી:


(કનીષ્ટિકા) - little finger - પાણીની પ્રતિક

યોગ કરતી વખતે હાથની વિવિધ મુદ્રાઓ કરવામાં આવે છે.દરેક મુદ્રાઓનું પોતાનું આગવું મહત્વ અને નામ છે. આ યોગ મુદ્રાઓ હાથની આંગળી અને અંગુઠાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.આપણા શરીરમાં વિવિધ બિંદુઓ આવેલા છે, તે દરેક બિંદુઓનુ પોતાનું આગવું મહત્વ છે. જેમાં આંગળીના ટેરવામાં પણ આવા બિંદુઓ છે, જેને દબાવવાથી ઘણા ફાયદા થાય છે.આ બિંદુઓ એક પ્રકારના એક્યુપ્રેશર પોઈન્ટ છે, જેને દબાવવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે.

યોગ મુદ્રાના પ્રકાર:

હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતી યોગ મુદ્રાને હસ્ત મુદ્રા કહે છે.

આમ, જોવા જઈએ તો મુદ્રાઓ અંદાજીત સો જેટલી છે, પરંતુ બધી જ મુદ્રાઓનો ઉપયોગ આપડે બહું ઓછા કરીએ છીએ. તેથી આપણે મહત્વની યોગ મુદ્રાઓ વિશે સમજીશું.

(૧) જ્ઞાન મુદ્રા:



આ મુદ્રામાં હાથનો અંગૂઠો અને હાથની પ્રથમ આંગળી(તર્જની) ઉપયોગ થાય છે.આકૃતિમાં દર્શાવ્યાં મુજબ આંગળીની સ્થિતિ રાખવામાં આવે છે. 

(૨) સુ્ર્ય મુદ્રા:



સૂર્ય મુદ્રામાં હાથનો અંગૂઠો અને હાથની બીજી આંગળી(મધ્યમા) નો ઉપયોગ થાય છે.ઉપરની આકૃતિમાં દર્શાવ્યાં પ્રમાણે આંગળી અને અંગુઠાની સ્થિતિ રહે છે. 

(૩) અપાન મુદ્રા:



અપાન મુદ્રામાં હાથની ત્રણ આંગળીઓનો ઉપયોગ થાય છે. જેમાં અંગુઠો, મધ્યમા આંગળી અને અનામિકા આંગળીનો ઉપયોગ થાય છે. અપાન મુદ્રામાં અંગુઠો અને બન્ને આંગળીની સ્થિતિ ઉપરની આકૃતિ મુજબ રહેશે. 

(૪) પ્રાણ મુદ્રા:



પ્રાણ મુદ્રામાં પણ ત્રણ આંગળીનો ઉપયોગ થાય છે. પ્રાણ મુદ્રામાં અંગુઠો, અનામિકા અને કનીષ્ટિકા આંગળીનો ઉપયોગ થાય છે.અંગુઠો, અનામિકા અને કનીષ્ટિકા આંગળીની સ્થિતિ આકૃતિમાં દર્શાવ્યાં મુજબ રહેશે. 

(૫) વાયુ મુદ્રા:



વાયુ મુદ્રામાં હાથની બે આંગળીનો ઉપયોગ થાય છે. જેમાં અંગુઠો અને પ્રથમ આંગળી(તર્જની) નો ઉપયોગ થાય છે. જેમાં અંગુઠો અને તર્જની આંગળીની સ્થિતિ ઉપરની આકૃતિમાં દર્શાવ્યાં મુજબ રહેશે. 

(૬) પૃથ્વી મુદ્રા:



પૃથ્વી મુદ્રામાં અંગુઠો અને આંગળીનો ઉપયોગ થાય છે. પૃથ્વી મુદ્રામાં અંગુઠો અને અનામિકા આંગળીનો ઉપયોગ થાય છે. અંગુઠો અને અનામિકા આંગળીની સ્થિતિ ઉપરની આકૃતિમાં દર્શાવ્યાં મુજબ રહેશે. 

(૭) લિંગ મુદ્રા:



લિંગ મુદ્રામાં બન્ને હાથની આંઠ આંગળી અને બન્ને હાથનાં બે અંગુઠાનો ઉપયોગ થાય છે.અંગુઠા અને આંગળીની સ્થિતિ ઉપરની આકૃતિમાં દર્શાવ્યાં મુજબ રહેશે. 

(૮) આકાશ મુદ્રા:



આકાશ મુદ્રામાં હાથનો અંગૂઠો અને આંગળીનો ઉપયોગ થાય છે. આકાશ મુદ્રામાં અંગુઠો અને હાથની બીજી આંગળી (મધ્યમા) નો ઉપયોગ થાય છે.અંગુઠો અને હાથની બીજી આંગળી (મધ્યમા) ની સ્થિતિ ઉપરની આકૃતિમાં દર્શાવ્યાં મુજબ રહેશે. 

આમ, યોગ મુદ્રામાં મુદ્રાના પ્રકાર ખુબ જ મહત્વપૂર્ણ છે. 

FAQs:

હસ્ત મુદ્રા કોને કહે છે?

જવાબ:હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતી યોગ મુદ્રાને હસ્ત મુદ્રા કહે છે.

મુદ્રાના કેટલા પ્રકાર છે? ક્યા ક્યા?

જવાબ: આમ તો મુદ્રાના સો જેટલા પ્રકાર છે, પરંતુ વધુ ઉપયોગમાં લેવાતી મુદ્રાઓ આંઠ છે. જ્ઞાન મુદ્રા, પ્રાણ મુદ્રા, અપાન મુદ્રા, આકાશ મુદ્રા, લિંગ મુદ્રા, પૃથ્વી મુદ્રા, વાયુ મુદ્રા, સુર્ય મુદ્રા.

Post a Comment

0 Comments